________________
પત્રાંક ૨૦૧ના આધારે, શ્રીમદ્ ભાગવતમાં એક કથા છે. ગોપીઓ શ્રીકૃષ્ણ વાસુદેવને મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી. મહીની મટુકી એટલે સહસ્ર દળ કમળ, જયાં અમૃત પ્રવહે છે. ગોપી તે સપુરુષની ચિત્તવૃત્તિ ગણીએ. મહીની મટુકીમાં બિરાજમાન શ્રીકૃષ્ણ ગણો કે આદિ પુરુષ ગણો કે આતમરામ ગણો, તેની પ્રાપ્તિ થતાં ગોપી ઉલ્લાસમાં આવીને બીજા મુમુક્ષુને કહે છે કે, “કોઇ માધવ લ્યો, હાં રે કોઇ માધવ લ્યો.' એટલે કે, વૃત્તિ એમ કહે છે કે, આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્તવ્ય છે, માટે તમે પ્રાપ્ત કરો. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખી આપી દઇએ છીએ, કોઇ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઇ ગ્રાહક થાઓ. સૃષ્ટિ સારીને મળીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ કે ભગવાન જ છે. આ અમૃતની પ્રાપ્તિ પોતાન છે, પોતે અમૃતરૂપ જ છે. એટલે તો, અમૃત સ્વરૂપા ભક્તિનું રસાયણ સેવવાનું કહે છે, હેતે હરિરસ પીવાનું કહે છે. ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સપુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. (પત્રાંક ૨૦૧) માધવ, માધવ. =લક્ષ્મી, આત્મલક્ષ્મી અને ધવ=પતિ, નાથ. લક્ષ્મીપતિ વિષ્ણુ, એટલો જ અર્થ નથી પણ આત્મલક્ષ્મીનો સ્વામી આત્મા પોતે તે માધવ. પોતે જ લખ્યું છે ને કે, રામ હદે વસ્યા છે. આત્મામાં રમે તે રામ, આતમરામ, રમતા રામ. આમ માધવ પણ પોતે ને રામ પણ પોતે ને પરમાતમ-મા ય પોતે ને ભગવાન પણ પોતે.
પત્રાંક ૨૧નું તો શીર્ષક જ ખુદ “વચનામૃત' લખે છે !
સદ્ગુરુ સુધા સમુદ્ર હૈ, સુધામયી હૈ નૈન; નખશિશ સુધા સ્વરૂપ હૈ, સુધા સુ બરસે બૈન.
1 - શ્રી સુંદરદાસજી સદ્દગુરુ તો અમૃતનો દરિયો છે. નયન અમૃતમય છે, માથાથી પગના નખ સુધી અમૃત સ્વરૂપ છે, વચનથી અમૃત વહે છે.
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ એ ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. (પત્રાંક ૬ ૨) આમ સપુરુષના ચરણકમળની વિનયોપાસના મુખ્ય છે.
બુહદારણ્યક ઉપનિષદુમાં, યાજ્ઞવજ્યજી અને તેમનાં પત્ની શ્રી મૈત્રેયી વચ્ચેનો સંવાદ સબોધદાતા છે. કાત્યાયની નામનાં પત્ની લૌકિક એષણાવાળાં, વ્યવહારમાં રતપત રહેનારાં, ઘરરખ્ખું ગૃહિણી હતાં, મૈત્રેયી મોક્ષમાર્ગમાં મૈત્રી કરે - રાખે તેવાં હતાં. ગૃહસ્થાશ્રમમાં આત્મકલ્યાણ કરતા હોવા છતાં યથાયોગ્ય શાન્તિ-સંતોષના અભાવે સર્વસંગ પરિત્યાગ માટે યાજ્ઞવક્ય સજ્જ થયા. મિલકતના ભાગ પાડતાં બન્ને પત્નીશ્રીને અરધો અરધ વહેંચવા તત્પર થયા ત્યાં મૈત્રેયીએ સરસ સવાલ કર્યો છે કે, આનાથી મને અમૃત મળશે ? અમૃતમય આત્મા આમાંથી મળશે ? યાજ્ઞવક્ય આ ધારદાર સવાલનો તીક્ષ્ણધાર જવાબ આપ્યો છે, ના. આત્મા કે આત્માનું અમૃત તેમાં નથી. કેટલું સાચું ? મૈત્રેયીએ પણ નિર્ધાર કરીને કહી દીધું કે, યેનાë નામૃતા સ્થાત્ જ બહં તન કર્યા જેના વડે હું અમૃતા-અમૃતામયી ન બને તેનું મારે શું કરવું? મારે કંઇ કામ નથી એ સંપત્તિનું. સાચી સંપત્તિસંપદા આત્મામાં છે, હું પણ ઘરનો, સર્વસંગનો ત્યાગ કરીશ અને આત્મકલ્યાણને રસ્તે જઇશ. એ કાળે પણ આત્માને મુક્ત કરવાની ભાવના ધરાવતી બહેનો હતી. બન્ને ઘર છોડી આત્મજ્ઞાનને પંથે ચાલ્યાં.
શુકદેવજી પરીક્ષિત રાજાને આત્મજ્ઞાનનો બોધ આપે છે, શ્રી ભાગવત્ વંચાય છે, હરિરસની હેલી ઊભરાયછે, અમૃતપાન પીરસાઈ રહ્યું છે, દેવોને ખબર પડતાં ત્યાં આવીને આ રસપાન માટે વિનંતિ કરે છે. સમુદ્રમંથન સમયનું અમૃત આપી દેવા દેવા તૈયાર થાય છે અને એના સાટામાં-બદલામાં ભક્તિનું અમૃત યાચે છે પરંતુ શુકદેવજી તેમને અ-ભક્ત કહીને ના કહી દે છે. કારણ કે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org