________________
હરિરસ મોંઘેરે મૂલ છે, શિર સાટે વેંચાય છે; શિરનાં સાટાં રે સંતો જે કરે, મહાસુખ તેને થાય છે.
હરિરસ મોઘેરે મૂલ છે... સર્વસ્વ રાજ અર્પણ કરનારાને માર્ગ મળ્યો છે, મહાસુખ મળ્યું છે. .પૂ.પ્રભુશ્રીજી અને પ.પૂ.બ્રહ્મચારીજી જવલંત દૃષ્ટાંત છે.
જે જીવ પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજ માત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. (હાથનોંધ ૧-૩૭)
આવું કડવું ઔષધ કોણ પાય ? કડવા ઘૂંટ કોણ ભરાવે ? હિતસ્વિની મા અને પરમ હિતસ્વી ધર્મપિતા પરમકૃપાળુદેવ. સાકરનું શ્રીફળ :
વરપક્ષ માગું કરે વ્યવહારમાં. અહીં તો પોતે જ વીતરાગી વર છે ! પડી છે તલવાર, (તરવાર), તારી વારેવાર, થઇ જા તૈયાર ! આપણે પણ ગાઇએ છીએ અને માગીએ છીએ,
પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે.
(પત્રાંક ૨૬૪) લૌકિક શ્રી, ફળ બધાંને ગમે છે, વખાણીને માગે છે પણ કૃપાળુદેવની તો લોકોત્તરા શ્રી છે, અ-લૌકિક શ્રી છે, પાછી અનેક શ્રીફળો સુદીર્ઘકાળ સુધી આપી શકે તેવી નાળિયેરી છે પણ ગુપ્ત (આત્માના) ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. (પત્રાંક ૨૧-૩૦)
વળી પૂ.દીપચંદજી મુનિનો સંદર્ભ પણ હોઇ શકે. સહુએ, સંધે, સમાજે સર્વસંગ પરિત્યાગીને, ચારિત્ર્ય યાને દીક્ષાગ્રહણ કરી હોય તેવા સાધુ-સાધ્વીને, બાહ્ય ત્યાગીને, દ્રવ્ય સાધુને સ્વીકૃત કર્યા છે, વખાણ્યાછે, Consider કર્યા છે એટલે એ સાકરનું શ્રીફળ બધાંએ માન્યું છે, માગ્યું છે, વધાવ્યું છે, વખાણ્યું છે. જયારે પરમકૃપાળુદેવ પાસે તો અમૃતની સચોડી નાળિયેરી છે ! વ્યવહારમાં બેઠા છતાં વીતરાગી !
| તદુપરાંત, એમ પણ લાગે કે, આ પત્રાંક ૧૮૦ માં, પોતાના વિચારોને સ્પષ્ટ કરવા માટે વાક્યસિદ્ધિ કરવી પડે છે તે ય માથાકૂટ લાગે છે, કારણ કે જ્યાં વસ્તુની (આત્મદ્રવ્યની) સિદ્ધિ થઇ ગઇ ત્યાં ઉપયોગને ક્યાં શબ્દદેહે યોજવો?
' આ વાક્યસિદ્ધિ કે વાચાજ્ઞાનનું શ્રીફળ તો બધાંએ વખાણી માગ્યું છે પણ આ તો અનેકાન્ત વસ્તુનું સમ્યફ એકાંત એવા નિજપદ (આત્મજ્ઞાન) પ્રાપ્તિની સચોડી નાળિયેરી છે. સચોડી નાળિયેરીઃ
સચોડી એટલે સંચોડી, સપૂચી, સમૂળગી; બિલકુલ, બધી; આબાદ, અચૂક, નિષ્ફળ ન • જાય તેવી; પહોળાઇ સહિત, ઉત્તેજન-પ્રેરણા દેનારી, ચોટ સહિત, ચોટી-શિખર સહિત, મજબૂત; પુરાવા સહિત.
આ નાળિયેરનાં મૂળમાં યે અમૃત રહેલું છે, ચંદ્રપ્રભજિનની પ્રભા અને મહાવીર જિનનું વીર્યછે. જિનેશ્વર ભગવંતનું પાણી-અમૃત પીને આવ્યા છે. તેમનાં ટંકોત્કીર્ણ વચન, અતિશયવંતી વાણી અને અમોઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org