________________
પુષ્પ ૬૨ લલિત છંદ
પુષ્પ ૬૪ હરિણી છંદ
પુષ્પ ૬૯ હરિની માયા મહાબળવંતી...એ રાગ
પુષ્પ ૭૪ મંદાક્રાન્તા છંદ
૧૩. વિધિ સહિત હું રાજચંદ્રને, ગુરુ ગણી નમું ભાવવંદને; | ભ્રમણ આ મહામોહથી બને, ક્ષય તમે કીધો મોક્ષકારણે. ૧૪. પ્રશમ રસથી જેનો આત્મા સદા ભરપૂર છે,
સ્વ પર હિતને સાધે જેની રસાલ સુવાણી એ; અતિ કૃશ તનુ તો યે વર્ષે સુપુણ્ય તણી પ્રભા,
પરમ ગુરુ એ શ્રીમદ્ રાજપ્રભુ પદ વંદના. ૧૫. વંદું શ્રી ગુરુ રાજપ્રભુને, અહો ! અલૌકિક જ્ઞાન જો ને,
તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જો ને ? ભાન ભૂલાવે તેવી ભીડ, જાગ્રત શ્રી ગુરુ રાજ જો ને,
બીજા રામ સમા તે માનું, સારે સૌનાં કાજ જો ને. ૧૬. વંદું પ્રેમે પુનિત પદ હું, શ્રી ગુરુ રાજ કેરા,
શોભે જેના મનહર ગુણો મોક્ષદાયી અનેરા;
લેશો જેણે જગત જનના સત્ય શબ્દ નિવાર્યા,
આત્મા સાચો સહજ કરતા શબ્દ તે ઉર ધાર્યા. ૧૭. વંદુ શ્રી ગુરુ રાજને, જેણે આપ્યો ધર્મ,
શ્રત ધર્મ સમજી સ્વરૂપ, ચરણે કાપું કર્મ. ૧૮. શ્રી રાજચંદ્ર ભગવંત પદે હું કરું વંદન અગણિત અહો !
જેની ક્ષાયિક ભાવે થઇ ગઇ ઉન્મત્તતા વ્યતીત અહો ! ૧૯. શ્રી રાજચંદ્ર પ્રભુપાદે વંદું, - અનાથ (મુમુક્ષુ)ના જે પરમાર્થ બંધુ;
આ યુગમાં જે પ્રગટાવનારા,
યથાર્થ શુદ્ધાત્મ વિચાર ધારા. ૨૦. શ્રી રાજચંદ્ર ચરણે કરી વંદના હું,
અલ્પજ્ઞ તો ય જિનભાવ ઉરે ધરું છું, જો કે કળા ન તરવા તણી જાણી તો યે,
નૌકા તણી મદદથી જલધિ તરાયે. ૨૧. શ્રીમદ્ સદ્ગુરુ રાજજી, વિનય ઉરે ભરનારા રે, વંદન વાર અપાર હો, અમને ઉદ્ધરનારા રે,
પ્રભુ પરમ ઉપકારી રે. ૨૨. શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર-પદ, ચંદ્ર-ચંદ્રિકા સમ ચળકે,
સૌ સંશય ટાળક બાળકના, વંદન કરું હું ઉમળકે; ત્રિવિધ તાપ બાળે કળિકાળે, મહામોહ મૂંઝવી મારે, સુરતરુ સમ સદ્ગુરુ જીવને ત્યાં, આશ્રય દઇને ઉગારે.
પુષ્પ ૮૦ દોહરા પુષ્પ ૮૬ અરિહંત નમો, ભગવંત નમો..એ રાગ
પુષ્પ ૯૭ છંદ આખ્યાનકી અથવા ભદ્રાવૃત્ત (ઉપજાતિનો ભેદ)
પુખ ૯૮
વસંતતિલકા છંદ
પુષ્પ ૯૯ શિવસુખ કારણ ઉપદિશી..એ રાગ
પુષ્પ ૧૦૬ રાજ સમર તું, રાજ સમર તું..એ રાગ
*
*
*
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International