________________
નવપદજીની પૂજામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ગાઇ ઉઠે છે કે, (વ્હાલા) અરિહંત પદ ધ્યાતો થકો, દન્વહ ગુણ પઝાય રે; (વ્હાલા) ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે; મારો વી૨ જિનેસર ઉપદિશે.
‘હું ની પામરતા’ અને ‘પ્રભુની પ્રભુતા’ વચ્ચે જે અખાત જેવો ભેદ છે તે ‘અહં બ્રહ્માડસ્મિ’ સ્વરૂપનું ચિંતન કરવાથી અને તે દ્વારા પ્રભુના જીવનનું અનુકરણ કરવાથી ક્રમે ક્રમે ભેદ ભુલાઇ જાય છે અને અભેદપણું અનુભવાય છે, અરિહંતરૂપ બની જવાય છે.
Jain Education International
‘હું છું’ લખવામાં અભેદ ઉપાસના જ ઉપસી છે ને ? અ+૩+મ્ = ઓમ્ તેમ હૈં+૩+મ્ = હૅન્ હું જ થયું ને ? અ =અસ્તિત્વ, હ =હયાતી, વિદ્યમાનતા. આમ લગભગ સમાનાર્થી જ થયું. ઉ =જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનસૂચક. આમ આત્માનાં અસ્તિત્વની Bare awareness ની Pure existence ની વાત કેવી રીતે વહેતી મૂકી દીધી છે આપણા રામે ? આપણા શ્યામે ? લક્ષ તો આત્માના જ્ઞાનસ્વભાવ પર જ કરાવવો છે. સ્વ સ્વરૂપ ભણી જ લઇ જવા છે, સર્વે મુળા: જાંચનમાશ્રયન્તે । વ્યવહારમાં હોંકારો ભણવામાં, હા જી હા કરવામાં, હં. .. .અ. . કરવામાં, કોઇ પૂછે તો દરવાજે કે ફોન પર એ તો હું, હુંછું વગેરેમાં ‘હુંછું’ કેટલું સ્વાભાવિક વણાઇ ગયું છે ? એ જ સહજ સ્વાભાવિક સ્વરૂપ પરમાર્થ દૃષ્ટિમાં પલોટવાનું છે.
પ્રસ્તુત પ્રબંધમાં ‘હું છું’ લખીને હદ કરી છે, હે પરમકૃપાળુ દેવ !
હવે તો બસ, ભલા થઇને અરિહંત ભજતાં લાભ જ છે, ખરા દાસ થઇને કરીએ તો સદા મોક્ષદાતા જ છે, ખરેખર નમો કરીશું તો મૌન જ મળશે,
મરા શબ્દ ધ્યાનમાં આવ્યો તો રામનું મહત્ત્વ સમજાશે. (સુરત બાજુ મરીશની બદલે મરા વાપરે ને ?)
ટૂંકમાં, આત્માનો હુંકાર કરી, પર વસ્તુના હુંકારનો હુંકાર તોડીને, જાણે લખી દીધું, હું છું.
કહેવારૂપ હું તેને નમસ્કાર હો. (પત્રાંક ૧૮૮) અંતમાં,
અરિહંત-સિદ્ધ-સ્વરૂપ ભોગી, સદ્ગુરુ હૃદયે રમે, જેનાં વચનબળથી જીવો ભ્રાન્તિ અનાદિની વમે; યુક્તિ-પ્રયુક્તિ પ્રેમ ને દૃષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં, વ્યસની ભૂલે વ્યસનો બધાં, પ્રભુપ્રેમરસ રેલાય ત્યાં.
૨૩
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩ ગાથા ૨૪ : ૫.પૂ.શ્રીબ્રહ્મચારીજી.
For Private & Personal Use Only
www.jainelibrary.org