________________
| વંમિ પાન્ડે પ્રભુ રાગ . ૧. પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન.
દોહરા વંદો પાંચો પરમગુરુ, ચઉદિસે ગુરુરાજ; કહું શુદ્ધ આલોચના, શુદ્ધ કરનકે કાજ.
દોહા વંદો વંદો વંદો રે ભવિકા, રાજચંદ્ર પ્રભુ વંદો રે; સિદ્ધચક્ર પદ વંદો રે, ભવિકા, જેમ ચિરકાળે નંદો રે. શ્રીપાળ રાસની પૂજાની ઢાળ વંદના વંદના વંદના રે, ગુરુ રાજકો સદા મેરી વંદના. વંદના વંદના વંદના રે, જિન રાજકું સદા મોરી વંદના. રાગ-કાફી પરમકૃપાળુને વંદના હું વારી લાલ ચોવીસ દંડક વારવા હું વારી લાલ
કરકંડુને કરુ વંદના-દેશી વંદન કરીએ પ્રભુજી તુમને, તમને શીર્ષ નમાવીને હો ! વંદન કરીએ પ્રભુજી તમને. વંદન સમય સમયના હો, મારા લાડકવાયા રાજને, વિસરું એક ક્ષણ ના હો, મારા લાડકવાયા રાજને. વંદન હો સૌરાષ્ટ્ર ભૂમિ, વંદન રાજને હજાર, વંદન હો તુજ માતૃભોમ, વંદન વારંવાર. રાજ નમું, રજકણ થઇ, તરવા ભવસંસાર; એક આશ્રય આપનો, બાકી સૌ નિઃસાર.
દોહરા ૧૦. અરિહંત નમો, ભગવંત નમો, પરમેશ્વર શ્રી ગુરુરાજ નમો,
પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો. ૧૧. કૃપાળુદેવને વંદી, ખમાવું સર્વ જીવોને.
નમન હો ! સ્વરૂપ સાધકને, સ્વરૂપસિદ્ધિ લહી જેણે, ઉરે રાજેશ વચનોથી, જીવન સાર્થક કર્યું જેણે. હું તો વંદુ કૃપાળુદેવને રે,
તત્ત્વજ્ઞાની તીર્થકર દેવને રે. ૧૩. શ્રીમદ્ સદ્ગુરુ, કરું પ્રણામ, નમન કરું છું વારંવાર,
પરમ પુરુષ પ્રભુ છો સાક્ષાત્, શ્રીમદ્ સંગુરુ કરું પ્રણામ. ૧૪. તિકખુત્તો આયોહિણે પયાહિણં વંદામિ નમસ્તામિ સક્કારેમિ
સમ્માણેમિ કલ્યાણ મંગલ દેવયં ચેઇયં પજજુઆસામિ.
૯.
ગઝલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org