________________
૧૦૬
ગયા. ત્યાં તેમની નેમ પરખાય અને અંતમાં સહી કરે ત્યારે તેમાં તેમની સહજસિદ્ધ દશાની authenticity – પ્રામાણ્ય પણ કૃતાર્થતાથી આપતા રહે !
આ દૃષ્ટિએ જોતાં, તેમના પ્રથમના પત્રોમાં તેમના આત્માની સત્ ભાવે ‘Reality', યાથાર્થ, યથાર્થનું ભાન અને નિશ્ચયી સન્નિષ્ઠા લક્ષિત થાય છે. સત્તા સહજ સ્વભાવાધાર ભાન-જ્ઞાન-નિર્ણય વિના સત્યનું ભાન જ્ઞાન થતું નથી. સત્ સત્ જ છે. યથાર્થ જે જે છે તે તે છે. પછી તેની સ્થિતિ જે જેમ છે તે તેમ છે. સ્થલે, કાલે, દ્રવ્ય, ભાવે, ઇત્યાદિ. એટલે તેમની પોતાની સ્થિતિ દર્શાવતાં સહી કરે, સમાં અભેદ, વગેરે. પરંતુ જ્યારે સત્સ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર (પત્રાંક ૧૯૫) કરે ત્યાં જુદા થઇને સહી કરવી ઘટે પણ નહીં એટલે ન પણ કરે. હું બીજો મહાવીર છું. (પત્રાંક ૨૭) એમ સ્પષ્ટ લખ્યું ત્યાં કેવી સ્થિતિથી - આશુપ્રજ્ઞ(ની) રાજચંદ્રી (પૂર્ણિમા) વ્યક્ત થઇ છે ! સર્વાત્મા હરિને નમસ્કાર શીર્ષકે કર્યા ત્યાં વળી જુદાઇથી સહી કરવાની પરવા પણ શી ? આ બધાં મુક્તપણાનાં લક્ષણ તો રામના વસિષ્ઠ ઋષિ જાણે ! તો વળી પત્રાંક ૫૦૫માં ૐ અને શાંતિઃ શાંતિઃ શાંતિઃ, આ તો જાણે ભવ્ય જીવોને એક આવશ્યક આપ્યું છે. પણ તેની જે રીતિ તે અપૂર્વ છે. ૐ ધ્યેય તે આત્મસાત્ થયું કે થતાં, ૐ ભાવે શાંતિ અનુભવતાં શાંતિમય બની રહેવું. આ એક Reality અને તેનાં Realization ની સાહજિકતાનું સૂચક છે. તે સમગ્રતાથી અંતરગત આત્મસાત્ થાય તો ધ્યેય-સિદ્ધિ સ્થિતિ-ગતિ જેવાં સંવાદી અને સહજ બની રહે. એમ થાય તો શ્રીમદ્નાં વચનોને ન્યાય મળે – · શુક્લ અંતઃકરણે. આ છે ક્ષાયિક સમીચીનતાએ શ્રુતકેવલાવૃત્તિથી કેવલદર્શનજ્ઞાનાત્મક પ્રજ્ઞાશીલતા. હે પ્રભુ ! કહેતાં પ્રભુમય લીનતામાં સમાધિલીનતા, એક્તા ભક્તિની પરાકાષ્ઠા જેવું !
શ્રીમદ્દ્ની પ્રથમ હાથનોંધની પ્રથમ નોંધ આવા નેમ-નિયતિ સાધેછે. જગતમાં અનંતાનંત પદાર્થો, તેમાં પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. (હાથનોંધ ૧-૧) સ્ફટિકનું મૂળ સ્વરૂપ લક્ષગત થતાં તે દૃષ્ટાંતે શુદ્ધ નિર્મળ ચેતન જ્ઞાનદર્શન સ્વરૂપે અત્યંત વિવેક સમર્પે ! “તુંછો જીવ, ને તું છો નાથ; એમ કહી અખે ઝટક્યા હાથ”નો ઘાટ છે. પણ અત્ર પ્રજ્ઞાને જ્ઞાન-દર્શન ઘાટે ઉતારી છે – તે સહજ વીરતા. જ્ઞાની સહજ સ્વરૂપ છે (પત્રાંક ૩૭૭) ‘સહજ’ નોંધની ગુરુગમ છે. બસ પછી તો (પત્રાંક ૬૦૯)માં મોક્ષ ભાખ્યો છે – મૂર્તિમાન મોક્ષપુરુષે ! આત્મસ્વરૂપનું સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય, (પત્રાંક ૬૨૬,૬૪૫) વીતરાગવંદનાની સિદ્ધિ છે.
ૐ સદ્ગુરુપ્રસાદ તો પ્રભુશ્રી અને શ્રી સૌભાગ્યભાઇને બન્નેને પરાભક્તિનો પ્રસાદ પીરસે છે, પાંચ પાંચ વર્ષે ૫૨મ પ્રસન્નતા (પત્રાંક ૬૭૦ થી ૬૭૪) દ્વારા પોતાની પૂરી પ્રતીતિ કરાવવી પરમ કૃપાળુદેવ ચૂકતા નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે... પણ ભલા એક ગૃહસ્થવેષમાં, એક મુનિ વેષમાં, એટલે આશ્રયનો વિયોગ...ત્યાં ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. પ્રભુશ્રીને આવશ્યક સાંપડ્યું ! શ્રી સૌભાગ્યભાઇને ખખડાવીને સમજાવે છે : કોઇ પુરુષવિશેષને વિષે કેવળ સંજ્વલનાદિ કષાયનો અભાવ થઇ શકવા યોગ્ય લાગે છે, અને થઇ શકવામાં સંદેહ થતો નથી તેથી કાયા છતાં પણ કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઇ શકે. રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં, એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી. (પત્રાંક ૬૭૨)
દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર...
(પત્રાંક ૬૭૪)
પત્રાંક ૬૭૯માં તો એકને જાણતાં સર્વને જાણવાનો ગણિતાનુયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org