________________
ભાવે પ્રયોગ પરિણતિ સક્રિય સતેજ બનતાં પત્રાંક ૬૮૦માં તો પરમકૃપાળુદેવ વીરને સંબોધતા સ્વયં પરાભક્તિના અંતે પરાકાષ્ઠાએ વી૨માં અભેદ સ્વરૂપ નિવાસ પામે છે. સ્વયં બીજા રામ અથવા શ્રી મહાવીર પરમાત્મસ્વરૂપે થયા છે. હવે એમને તરવા માટે નાવની જરૂર નથી. કેવળજ્ઞાન, કેવળદર્શનરૂપ બે ભુજાઓથી તે સ્વયંભૂરમણ સમુદ્ર તરે છે. (પત્રાંક ૬૯૬)
૧૦૭
હવે કેવલ લગભગ ભૂમિકા કેવળજ્ઞાનના બે પ્રકારમાં વચ્ચે લગ-લગી છે, ભગ– થોડો આંતરો છે તેવા ભેદને સહજ પુરુષાર્થે પહોંચી વળવાની વાત છેડે છે. (પત્રાંક ૬૯૪)
‘ધન્ય રે દિવસ આ અહો’માં કેવલ લગભગ ભૂમિકાની વાત દર્શાવી છે તેનું અત્ર એક
સોપાન પદસ્થ કર્યું છે.
અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. (૫ત્રાંક ૨૫૫) ત્યાં શું ત્યાગવાનું ? છતાં સર્વ સંગ પરિત્યાગ કરીને જ પ્રગટ માર્ગ પ્રવર્તાવવો છે. એટલે અંતરાત્માને આ પરમાત્મા ખૂબ તાવે છે, સતાવે છે, શ્રી ‘સમાધિશતક’ના ત્રિધા આત્મા સૌને મૃત હો !
હું એમ જાણું છું કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શનસ્વરૂપે ઉત્પન્ન કર્યું છે. Now, here comes the master of reality of the self as Aatmaswarup, and its realization in its virtues. જ્ઞાન-દર્શનગુણો તેની પરાકાષ્ઠાએ realize થાય છે અને આત્માકારતા પકડેછે. હવે તેઓની પર પ્રકાશકતા જગદાકારતાને ગૌણ કરેછે. વારુ, કેવળજ્ઞાન-દર્શન સ્વરૂપે ઉત્પન્ન કરવામાં આવે તો માત્ર અંતર્મુહૂર્ત જ લાગ્યું. તો પછી આ વ્યવહાર કેમ નિવૃત્ત નહીં થઇ શકે ? માત્ર જાગ્રુતિના (જાગ્રત સત્તાના) ઉપયોગાંતરથી તેની સ્થિતિ છે. તે ઉપયોગનાં બળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઇ શકવા યોગ્ય છે. (હાથનોંધ ૧-૩૯) પછી તો નિરપેક્ષ અવિષમ ઉપયોગ (પત્રાંક ૭૩૫) રૂપ ધ્યાન વર્તે છે.
પરમ કૃપાળુદેવની એક નોંધ તેમની દશાને કંઇક સમજવામાં વિશેષ ઉપયોગી થાય તેવી છે. સં.૧૯૫૩ના ફા.વદિ ૧૨, ભોમવારે સ્વયં લખે છે : કેવળ ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન – (હાથનોંધ ૧-૩૧) સ્વયં ધ્યાનગ્રસ્ત થતાં આગળ પૃ.૬૨ પર લખવું અટકી જાય છે પછી એ ધ્યાનસ્થ સ્થિતિના પરિણામે એક પ્રકારની ધન્યતા પ્રગટી છે તે ઉલ્લાસથી ગાય છે – લખે છે – કલમ તો પ્રથમ મૂળમાં, ધન્ય ધન્ય રે દિવસ આ અહો ! આમ ધન્ય ધન્ય બેવડો ઉલ્લાસ ! તેવું જ લખે છે.
થશે અપ્રમત્ત પણ યોગ રે. (હાથનોંધ ૧-૩૨)
આમાં ‘પણ’ શબ્દની ખૂબી ન્યારી છે. પિંગળના હિસાબે તે શબ્દ છપાયો નથી, તેથી તેમને થોડો અન્યાય થાય છે, તે ઘણો મોટો છે. હવે આત્મસ્થિતિ આત્મોપયોગે તો અપ્રમત્ત છે. અને શુક્લધ્યાનના પ્રયોગોથી પણ પ૨ એવી સ્થિતિ પૃથકત્વ વિતર્ક વિચારને પણ ટપી જતી સ્થિતિ તો નિરપેક્ષ અવિષમ ઉપયોગરૂપ ધ્યાને છે. તો પછી શ્રી કુંદકુંદાચાર્ય ભગવંતની દૃષ્ટિએ, કર્મ અપેક્ષાએ ગણાતાં ગુણસ્થાનો કેવળદર્શન-જ્ઞાનરૂપે પરિણમેલી ચેતનાને લાગુ ક્યાંથી કરાય ? બન્ને પ્રવાહ ન્યારા છે અને જ્ઞાનીપુરુષો તો વિચરે ઉદય પ્રયોગ !
હવે ધન્ય રે દિવસ કાવ્યમાં,
કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. એવો જે સંભવ લાગે છે તો ત્યાં પરમ કૃપાળુ દેવ સ્વયં શું કરવા માગે છે ?
Jain Education International
અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે.
તો તેની ના નથી, ભલે રહ્યાં. અમે ભોગવી જ લેવા માગીએ છીએ. બસ આ એક જ
For Private & Personal Use Only
www.jainelibrary.org