________________
૧૦૮ દેહે – તેને જ વિરાટ સ્વરૂપે ધારીને, બસ આખો લોક, બધું જગત એમાં એક જ બનીને રહે તેવો વિરાટ દેહ ધારી ભોગવી લઇશું અને પછી જાશું સ્વરૂપ સ્વદેશ. થોડો સ્યાદી મુસ્કુરાટ પરમ કૃપાળુદેવનાં કવિત્વમાં છે. કારણ દુનિયા ન માને ! એમણે બીજો જન્મ કે ભવ ધરીશું તેવું નથી લખ્યું.
બાકી તો તેરમે-ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વેદ્યા વિના મુક્ત થતા નથી. તેને પણ શાતા કે અશાતા હોય છે. પરમ કૃપાળુદેવે તે પણ છેલ્લી અવસ્થાને વર્ણવતાં લખ્યું છે :
કંઇક અશાતા મુખ્યત્વે વેદી, શાતા પ્રત્યે. (પત્રાંક ૯૫૧)
શ્રીમદ્ પોતાનું નામ ચાર વર્ષની ઉંમરે બદલાવી રાજચંદ્ર રખાવે છે, સ્વયં રાયચંદ પણ પત્રોમાં લખે છે. હવે તે નામ કર્મ પણ સમેટી લેવાનો સમય આવ્યો છે. એ એ નામના મૂળમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનો યોગ થયેલો તેમની સ્મૃતિ કરી નમસ્કાર કરે છે. અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ (પત્રાંક ૯૫૩)
અંતિમ કાવ્યમાં ૩ કંડિકાઓ છે. (પત્રાંક ૯૫૪) અનંત સુખસ્વરૂપ મુળ શુદ્ધ આત્મપદ ઇચ્છનાર જોગીજનોની પાત્રતા માર્ગ માટે જણાવી ૩ પ્રકારે. તેમાં.
મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ છે. ૨. બીજી કંડિકામાં સીધો ફેંસલો પણ છે.
આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાય; આવ્યું તેમ સ્વભાવમાં મનસ્વરૂપ પણ જાય ઊપજે મોહવિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર. આ મોક્ષની વાત છે, મોક્ષ માર્ગની નહીં.
આ મોક્ષ અને મોક્ષમાર્ગની વાત સમજાય તો પછી મૂર્તિમાન મોક્ષ એવા પરમકૃપાળુ દેવની પરમ કૃપા યથાર્થ પ્રાપ્ત થાય, અંગીકાર કરાય, જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે.
પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે જય તે.
સવૈયા ‘સહજ' (પરમ)કૃપાળુદેવા ! દેતા પરમ દેવત્વ દાન, ઝીલી પ્રભુશ્રી, બ્રહ્મર્ષિ દે, પરાભક્તિએ મુક્તિ-પ્રદાન.
હરિ ૐ ત્રાન્તિ.
લેખક શ્રી : બા.બ્ર.પ.પૂ.ડો.શ્રી શાન્તિભાઇ પટેલ.
24 25 ટી ટી
ટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org