SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ સાધન કંઈક કંઇક કરી થાક્યો, પણ ભવનો નહિ અંત લહ્યો; તત્ત્વજ્ઞાની ગુરુ જેને મળિયા, ભવબંધનથી મુક્ત થયો. બ્રહ્માનંદજી તત્ત્વજ્ઞાની ગુરુ વિના કલ્યાણ નથી, આજ્ઞાભક્તિના નિયમ કે મંત્રદીક્ષા સમયે અપાતું ‘તત્ત્વજ્ઞાન' જેમાં કૃપાળુદેવનાં વચનનો સંગ્રહ છે તે કેટલું રહસ્યમય છે? પૂ.સોભાગભાઇ અને પૂ.ડુંગરશીભાઇને પણ લખ્યું કે, તમે પદાર્થને સમજો. (પત્રાંક ૩૧૩) કૃપાળુદેવ એટલે આત્મજ્ઞ, સમયજ્ઞ અને તત્ત્વજ્ઞ. ૩૨. તરVIતારT : પોતે તરે અને બીજાને તારે તે તરણતારણ. તરી શકે તે જ તારી શકે. જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું વાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. (પત્રાંક ૩૭૯) તરણતારણ પ્રત્યે હૃદય ભક્તિથી તન્મય બને, જ્ઞાનથી શુદ્ધ વિવેક જાગે ત્યારે જ જીવ મોહ-શોકને તરી જાય છે. પરમકૃપાળુદેવ પ્રત્યેનો પ્રેમ અને ઋતંભરા પ્રજ્ઞા બન્ને તારક શક્તિ ધરાવે છે. વે ગુરુ મેરે મન બસો, જે ભવજલધિ જિહાજ, આપ તિરે પર તારહિ, ઐસે શ્રી ઋષિરાજ... ગુરુ મેરે મન બસો. શ્રી ભૂધરદાસજી ૩૩. ત્યા : કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. (પત્રાંક ૩૨૨) આવું કેટલા ત્યાગીને છે? આ તો ખરો ત્યાગી ખરો ને ? સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર; વૈરિ સબ મારિકે, નિચિંત હોઇ સૂતો હૈ. (પત્રાંક ૬૭૨) શ્રી સુંદરદાસજી-શૂરાતન અંગ ૨૧:૧૧ સંસારથી અલગ થઇને જીવી રહ્યા, વેગળા રહ્યા, વિરાગી થયા. ‘કેવળ હદયત્યાગી’ પ્રકાશે છે, આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ નિવવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. (પત્રાંક ૫૬૯) પંડિત બનારસીદાસજી જણાવે છે તેમ, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી; મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. ગ્રહણ-ત્યાગના વિકલ્પથી પર સહજ સ્વભાવે એ મુક્તાત્મા હતા. ત્યાગી એટલે ઉદાર એમ અર્થ કરીએ તો, ગમે તે આમ્નાય-સંપ્રદાય-પંથના સંત-મહાત્મા-આચાર્યનાં શાસ્ત્ર-પુસ્તક વાંચવાવિચારવામાં ઉદાર હતા અને સર્વ જીવને સિદ્ધ સમ જોવાની ઉદાત્ત આત્મદૃષ્ટિ હતી. એટલે કે, ૩દ્વારવરિતાનાં તું वसुधैव कुटुम्बकम् । ૩૪. દિનનાથ : દિન એટલે દિવસ, ૨૪ કલાકનો સમય એમ જ સમજાય છે. દિન એટલે ધર્મ પણ થાય. દિનાનાથ કે દીનાનાથ એટલે ધર્મનો નાથ. “હે પ્રભુ'ના વીસ દોહામાં, ૧૪મા દોહામાં આ શબ્દ પ્રયોજ્યો છે. ધર્મસ્વરૂપ થઈને અન્યને ધર્મપ્રાપ્તિ કરાવી છે. વચનામૃતજીમાં પ્રથમ શતકની બીજી પંક્તિ, “બોધું ધર્મદ મર્મ હરવા, છે અન્યથા કામ ના’ને છેક સુધી ચરિતાર્થ કરી છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy