________________
૫. ઉત્તમ શૌચ:
૬. ઉત્તમ સંયમ :
૭. ઉત્તમ તપઃ
વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂકી નથી અને લેખમાં તો તે વાણીનો અનંતમો ભાગ માંડ આવી શકે. (પત્રાંક ૨૮૦) એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. સત્ય પર ધીમહિા (પત્રાંક ૩૦૨) જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. (પત્રાંક ૩૦૭) શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે? (પત્રાંક ૨૧-૪૭) તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકાતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે. (પત્રાંક ૯૧) વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે.
(પત્રાંક ૨૫૩) સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. (પત્રાંક ૬૬૪) દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. (પત્રાંક ૮૬૬) દ્રવ્યાનુયોગ સુસિદ્ધ - સ્વરૂપ દૃષ્ટિ થતાં. (પત્રાંક ૭૬૪)
સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. (ઉપદેશછાયા, પૃ.૭૦૦) સમકિતીનાં જપતપાદિ મોક્ષના હેતુભૂત થાય છે. મિથ્થા દૈષ્ટિનાં જપતપાદિ સંસારના હેતુભૂત થાય છે. (ઉપદેશ છાયા પૃ.૬૯૭) માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય અને તો મોક્ષગતિ થાય. (ઉપદેશ
છાયા પૃ.૭૧૮) કષાય ઘટે તેને તપ કહ્યું છે. (ઉપદેશ છાયા પૃ.૭૧૮) બાહ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં બ્રાન્તિ ભૂલી જવી. આત્માની વિભાવ દશા, સ્વભાવ દશા ઓળખવી. (ઉપદેશ છાયા પૃ.૬૯૬) અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે તે તાદાભ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાવતુ તથારૂપમાં શમાયા છે. (પત્રાંક ૫૪૩) આત્મ પરિણામથી અન્ય પદાર્થનો તાદામ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. (પત્રાંક પ૬૯) કિંચન = કોડી. એક કોડી કે પરમાણુ માત્ર કંઇ મારું નથી એવો નિર્મમત્વ ભાવ તે આકિંચન્ય. અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસદેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઇશ? (હાથનોંધ ૧-૮૭)
૮. ઉત્તમ ત્યાગ :
૯. ઉત્તમ અકિંચ ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org