SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ 3% પત્રાંકઃ ૯૫૪-૨ વિભાવ તજી શ્રી રાજચંદ્રજી, સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું, સૌને ગમી ગયા છે; તે પદ પ્રાપ્તિ જે જન ઇચ્છે, તે તો તેને ભજશે, થઇ લયલીન પરાભક્તિમાં, સર્વ વિભાવો તજશે. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૨ : ૫.પૂ.બ્રહ્મચારીજી ૨. આત્રે બહુ સમદેશમાં, છાયા જાય સમાઇ; આવ્યું તેમ સ્વભાવમાં, મનસ્વરૂપ પણ જાઇ. (૧) સૂર્ય મધ્યમાં તપતો હોય તે મધ્યાહ્નકાળ. માથા પર સૂર્ય સીધી લીટીએ ઊંચે તપતો હોય ત્યારે પૃથ્વી, માથું અને પગ એક સમ દિશામાં, સમ દેશમાં આવે છે અને છાયા (શરીરનો પડછાયો) પગમાં પેસી જાય છે. સિદ્ધાંત એ છે કે, પ્રકાશનું કેન્દ્ર અને પદાર્થ એક જ દિશામાં, એક જ સમાન લીટીમાં આવતાં, પદાર્થની છાયા પદાર્થમાં જ સમાઇ જાય છે. હવે જ્યારે સૂર્ય સવારે કે સાંજે મધ્યમાં નથી હોતો ત્યારે છાયા નાની-મોટી ઇત્યાદિ રીતે તેમ મન પણ રાગ-દ્વેષ, ઇષ્ટ-અનિષ્ટ આદિ વિષમ ભાવમાં પરિણમવાનું કામ કર્યા કરે છે, નાની-મોટી છાયા થયા કરે છે. જો આત્મા, પરમાત્મા અને સદ્ગુરુની કૃપાની એકતા અથવા સમ્યક્ દર્શન-જ્ઞાન ચારિત્રની એકતા રૂપ સમભાવ-સ્વભાવમાં સ્થિરતા રૂપ સમપ્રદેશમાં આવે તો તે મનસ્વરૂપ લય પામી આત્મામાં જ સમાઇ જાય, મનનું સ્વરૂપ જે સંકલ્પ-વિકલ્પનું કામ તે દૂર થઇ જાય છે, સંકલ્પ-વિકલ્પની છાયા ટળી જાય છે. सोऽयं समरसी भावस्तदेकीकरणं स्मृतं । एतदेव समाधिः स्याल्लोकद्वयफलप्रदः । તત્ત્વાનુશાસન શ્લોક ૧૩૭ : શ્રી નાગસેન સ્વામી અર્થાત્ તે ધ્યાતાનું ધ્યેય રૂપ થઇ જાવું તે જ સમરસી ભાવછે, તેને એકીકરણ કહે છે. તે જ બન્ને લોકમાં ઉત્તમ ફળ દેનારી સમાધિ કહેવાય છે. निरस्तविषयासंगं संनिरुद्धं मनो हृदि । यदा यात्युन्मनीभावं तदा तत्परमं पदम् ॥ બ્રહ્મબિંદુ ઉપનિષદ્ શ્લોક ૪ એટલે કે, વિષયોની આસક્તિ છૂટી જતાં મન જયારે હૃદયમાં આત્મામાં ટકેલું રહે છે ત્યારે મનનું મનપણું નીકળી જાય છે અથવા તો મનસાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે એટલે ચિત્ત ઉન્મનીભાવને પામે છે ત્યારે તે પરમ પદને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy