________________
૧૪૮
कदलीवच्चाविद्या, लोलेन्द्रिय-पत्रला मनःकन्दा । अमनस्कफल दृष्टे, नश्यति सर्वप्रकारेण ॥
યોગશાસ્ત્ર પ્રકાશ ૧૨, શ્લોક ૪૦ : શ્રી હેમચંદ્રાચાર્યજી
અર્થાતુ ચપળ ઇન્દ્રિયો રૂપી પાંદડાવાળી, મને રૂપ કંદવાળી, અવિદ્યારૂપ કેળ અમનસ્ક ફળ દેખવાથી સર્વ પ્રકારે નાશ પામે છે. કેળને એક વખત ફળ આવ્યા પછી તેનો નાશ થાય છે. તેને બીજી વખત ફળ લાગતાં નથી, તેમ અમનસ્ક ફળ દેખ્યા પછી બીજાં કર્મ લાગતાં નથી. આમ અમનસ્ક ભાવ કે ઉન્મની ભાવ મનના જયમાં મોટું કારણ છે.
નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાત્મ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાત્મ કહિયે રે.
શ્રી શ્રેયાંસ જિન સ્તવન : શ્રી આનંદઘનજી મહારાજ એટલે કે, જે ક્રિયા (કંઇ) કરવાથી નિજ સ્વરૂપ સાધી શકાય તે અધ્યાત્મ છે.
જે ક્રિયા કરવાથી ચારે ગતિમાં જવું પડે તે અધ્યાત્મ નથી. સ્વભાવવધ્યાત્મ ૩ખ્યતે | (શ્રી ભગવદ્ ગીતા અ.૮, શ્લોક ૩)
સ્વભાવ જ અધ્યાત્મ કહેવાય છે. અધ્યાત્મ એટલે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અર્થ કરતાં, સ્વભાવ એટલે જ આત્મજ્ઞાન ગણાય.
' તો, વાત સમજવાની છે પોતાના સ્વભાવની. આવો, આપણો જ આત્મસ્વભાવ સમજવાનો યત્ન કરીએ. સ્વભાવ એટલે શું? સીધી સાદી રીતે તો, પ્રકૃતિ, તાસીર, આદત, ટેવ, કુદરતી રીતે મળેલો ગુણ, લક્ષણ .
સ્વભાવ. સ્વનું ભવન અર્થાત્ હોવું-થવું તે. શ્રી કુંદકુંદાચાર્ય દેવ વિરચિત શ્રી સમયસારજીની ગાથા ૭૧ સાક્ષી પૂરે છે.
શ્રી કાર્તિકેય સ્વામી ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'માં પ્રકાશે છે, વસ્તુનો સ્વ-ભાવ તે ધર્મ. એટલે કે વસ્તુનો ધર્મ તે તેનો સ્વભાવ.
‘તત્ત્વાર્થ સૂત્ર'ની રાજવાર્તિક ટીકામાં શ્રી અકલંકદેવે મૂક્યું છે, સ્વ=પોતાના અસાધારણ ધર્મ ભાવ =(દ્વારા) થવું તે.
‘કષાય પ્રાભૃત’માં શ્રી યતિ વૃષભાચાર્ય દર્શાવ્યું છે, અંતરંગ કારણ તે સ્વભાવ.
પટુ ખંડાગમ ધવલાજી ટીકામાં આચાર્ય ભગવંતે સમજાવ્યું છે, આભ્યતર ભાવ તે સ્વભાવ. અર્થાત, વસ્તુસ્થિતિનો ભીતરી ગુણ જે બાહ્ય પરિસ્થિતિ પર અવલંબિત નથી.
‘પ્રવચનસાર’માં, શ્રીમદ્ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે, દ્રવ્યની ઉત્પાદ-વ્યય-ધ્રુવતાની એક્તા સ્વરૂપ પરિણામ તે સ્વભાવ. ગુણ-પર્યાયની આત્મા જ સ્વભાવ છે. સ્વભાવ અનપેક્ષ છે, નિરપેક્ષ છે, તેથી અનાદિ અનંત છે.
‘ન્યાય વિનિશ્ચય ટીકા' કહે છે, સ્વભાવ પરની અપેક્ષા રાખે નહીં, એટલે તો એ સ્વભાવ છે. ધવલા ટીકામાં, સ્વભાવમાં તર્કનો પ્રવેશ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org