SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે. (પત્રાંક ૮૨૫). જેની નિષ્કારણ કરુણાને ખવતાં નિત્ય નિરંતર, પ્રગટે આત્મસ્વભાવ સહજ તે વસજો અમ અંતર; ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુકૃપાનાં ગાન. | બા.બ્ર.પ.પૂ.ડૉ.શાન્તિભાઇ પટેલ અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પત્રાંક ૮૭૫) અંતમાં, શ્રી હેમચંદ્રાચાર્યજી ‘વીતરાગ સ્તવ'માં પ્રકાશે છે કે, જે આશ્રવ છે તે ભવહેતુ છે અને સંવર છે તે મોક્ષહેતુ છે, એવી આ આહતી મુષ્ટિ છે. અર્થાત્ આશ્રવથી બંધ છે અને સંવરથી મોક્ષ છે એટલું કહીને અહંતુ ભગવત્ મુઠ્ઠી ખંખેરીને ચાલતા હતા. આ માર્ગનો સાર સર્વસ્વ આહતી મુષ્ટિમાં સમાયછે. આ ટૂંકો ટચ ને ચોખો ચટ માર્ગ ભગવાને આટલા સંક્ષેપમાં જ કહ્યો છે, બાકી બીજું બધું છે તે આ સંક્ષેપ માર્ગનું પ્રપંચનવિસ્તરીકરણ છે. ‘સ્વભાવમાં રહેવું, વિભાવથી મૂકાવું' એ જિન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે, એ જ શાસન સર્વસ્વ છે, એ જ પ્રવચનસાર છે, એ જ સુત્ર પરમાર્થ છે. વિભાવ રૂપ અધર્મમાંથી નિવૃત્તિ કરાવી, સ્વભાવ રૂપ ધર્મ પમાડવો એ જ જિન પ્રવચનનું મુખ્ય પ્રયોજન છે, એ જ ઉદ્દેશ છે, એ જે ઉપદેશ છે, એ જ આદેશ છે અને એ જ આત્માનો વાસ્તવિક ધર્મ છે. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. (૨) ઇદવ છંદ જે ગુરુરાજ સમાધિ રસે, પરિપૂર્ણ સુખી પરમાતમ પોતે, સર્વ વિકલ્પરહિત થયા, નહિ કોઇ મનોરથ આતમ જયોતે; તે પદમાં પ્રણમી મનથી, તજી સર્વ મનોરથ લૌકિક જે જે, સર્વ વિકલ્પ જવા ત્રણ સેવીશ, શુભ મનોરથ સાધક તે તે. - પ્રજ્ઞાવબોધ પુષ્ય ૧૨ : પ.પૂ.બ્રહ્મચારીજી પાર વિનાનાં પુદ્ગલ પરાવર્તન, અનાદિ કાળનાં અટન, ચાર ગતિ-ચોવીસ દંડક - For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy