________________
४०
ગજસુકુમાર. મોક્ષની પાઘડી પહેરાવનાર સસરાજીનો ઉપકાર વેલ્યો. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરતાં, બીજા વિકલ્પમાં ન જવા દેતાં, મૂળ સ્થિતિમાં રહેવા દીધો. આ મોક્ષમાર્ગનો મર્મ મૂકી દીધો. આત્મા માત્ર સ્વસદ્ભાવમાં આવવો જોઇએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. સ્વભાવ એટલે પોતાનું અસ્તિત્વ, પોતાનો સ્વભાવ, આત્મસ્વભાવ. આત્માનો મૂળ સ્વભાવ સમભાવ છે. પ્રભુશ્રીજીના શબ્દોમાં, આત્મા ક્યાં રહે છે ? સમભાવમાં, સ્વભાવમાં. સ્વભાવદશા, નિર્વિકલ્પ સ્થિતિ બે ઘડી સુધી નિર્વાહનાર ગજસુકુમાર કેવળજ્ઞાન પામી સિદ્ધ પ્રભુ થઇ ગયા. મોક્ષ આત્મામાં જ છે. હથેળીમાં બધું દેખાય, લેવાય તેમ મોક્ષ દૂર નથી. ‘તું છો મોક્ષસ્વરૂપ’ મોક્ષ સાથે જ છે, સ્વરૂપ સહ-જ છે, સાથે છે – જાય છે - રહે છે. આ ત મા, હા થ માં ! ૪૪મા પાઠ “રાગ'માં,
ગૌતમ ગણધર અને મહાવીર પ્રભુ જેવાનાં દાંત દ્વારા સત્ શિક્ષા છે. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે પ્રશસ્ત રાગ હતો. મહાવીર સ્વામીના વર્ણ, રૂપ, વાણી ઇત્યાદિ પર મોહિની હતી. પૂર્વભવના ઋણાનુબંધ તેવા હતા. પણ નિગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી જાય છે કે, ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. ગૌતમ સ્વામીનો એ રાગ ખસ્યો ત્યારે જ તેમનામાં કેવળજ્ઞાન વસ્યું. મહાવીર સ્વામીના નિર્વાણના સમાચારે વિરહ વશાત્ વીર, વીર કહેતાં નીરાગ શ્રેણીએ ચઢ્યા અને કેવળજ્ઞાનને વર્યા. ગૌતમ સ્વામીનો મહાવીર સ્વામી પરનો રાગ જો દુઃખદાયક થયો તો સંસારીનો સંસાર પ્રત્યેનો મોહ કેવો અનંત દુ:ખદ થાય? રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો. (પત્રાંક ૨૧/૨૦) રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; તેના ક્ષયથી આત્મસિદ્ધિ છે. ૪૫મા પાઠ “સામાન્ય મનોરથ'માં.
બધા શ્રાવકોએ કરવા યોગ્ય ત્રણ મનોરથનું પદછે. સામાન્ય કહેતાં Common, મનોરથ કહેતાં ભાવના. “અપૂર્વ અવસર'માં અપૂર્વ-અસામાન્ય-અસાધારણ ભાવનાની વાત છે. જગત આખું કંચન-કામિની પાછળ ઘેલું છે, લોભાયું છે, પણ હું એ લોભ મૂકીને નિર્મળ તત્ત્વ જાણવાનો લોભ રાખીશ. એવું તત્ત્વ તો એક આત્મા જ છે. એમ લોભને સમો-સવળો કરીશ.
मातृवत् परदारेषु, परदव्येषु लोष्टवत् । आत्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पश्यति ॥
અર્થાત્ પરનારીને માતા સમાન, પરદ્રવ્યને લોટ સમાન અને સર્વ જીવને પોતાના આત્મા સમાન જે જુએ છે તે જ સાચું) જુએ છે. ,
| મોક્ષમાળા મુખ્યત્વે શ્રાવકો માટે હોવાથી બાર વ્રત અને નિરભિમાનપણે સ્વરૂપનો વિચાર કરી સાત્ત્વિક-સત્ત્વવાન-સત્ પ્રાપ્તિ કરું, રાજસી અને તામસી વૃત્તિ ન કરું. મારો આવો શુભંકર અને ક્ષેમકર નિયમ સદા અખંડ રહો. તે મહાવીર સ્વામીએ જે જે સ્વરૂપની વિચારણા કરી છે તે મારા મનમાં ચિંતવી, જ્ઞાન આત્મજ્ઞાન થાય તેમ કરી, જડ-ચેતનનો વિવેક કરી, વધુ ને વધુ વિચાર કરું. જિનકથનમાં ક્યાંયે સંશયનું બી જ ન ઊગવા દઉં, નવ તત્ત્વનો ઊંડો અભ્યાસ કરું અને અંતે અપવર્ગ એટલે મોક્ષનો ઉતારુ (મુસાફર) થઇશ. લઇ ગયા ને મોક્ષે ? તારનાર કૃપાળુદેવ મોક્ષનગરી આવે ત્યાં જ ઉતારે ! આ અપવર્ગ શબ્દ પણ મઝાનો છે. અ =અભાવ, નહિ તે. ૫ વર્ગ એટલે વ્યાકરણની દૃષ્ટિએ, પ, ફ, બ, ભ, મ
૫ માં પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પ્રપિતામહ ઇત્યાદિ સંબંધ આવે, ફે માં ફૈબા, ફુઆ, ફોઇ ઇત્યાદિ સંબંધ આવે, બ માં બા, બાપુજી, બહેન, બનેવી, બંધુ ઇત્યાદિ આવે, ભ માં ભાઈ, ભાભી, ભત્રીજા, ભત્રીજી, ભાઇજી, ભાભુ, ભગિની ઇત્યાદિ આવે, મ માં માતા, મામા, મામી, માસી, માસા ઇત્યાદિ આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org