________________
ભક્તિનો ઉપદેશ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો, તકલ્પ અહો ! ભજીને ભગવંત, ભવંત લો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો,
ભજીને ભગવંત ભવંત લહો. ૨ માટે અરિહંત જ પરમ ઇષ્ટ છે, પરમ મંગળ છે.
માં તાંતિ એટલે કે, સુખને લાવે છે તે મંગળ. (શુકનમાં મગ એટલે વપરાય છે?) મત, મામ્ 'Iનયતિ એટલે કે, પાપને, મળને, મમત્વને ગાળી-ઓગાળી નાખે તે મંગલ છે.
જુઓને, મંગલ પાઠ પણ કેવો માંગલિક છે? चत्तारि मंगलं - अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलीपन्नतो धम्मो मंगलं । चत्तारि लोगुत्तमा - अरिहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहू लोगुत्तमा । केवलीपन्नतो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पव्वज्जामिअरिहंते सरणं पव्वज्जामि । सिद्धे सरणं पव्वज्जामि । साहू सरणं पव्वज्जामि । केवलीपन्नतं धम्म सरणं पव्वज्जामि ।
લોકમાં ચાર ઉત્કૃષ્ટ મંગળ છે, ચાર ઉત્કૃષ્ટ પદાર્થ છે, ચારનું શરણ ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી સાધુ અને શ્રી કેવલી પ્રરૂપિત ધર્મ. પરમકૃપાળુદેવે પોતે પણ ગાયું...ગવરાવ્યું કે,
વ્યવહારસે હે દેવ જિન, નિહસે હે આપ; એહિ બચનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ.
अरिहंत चेइआणं चैत्यस्तव
अरिहंत चेइआणं करेमि काउसग्गं । वंदणवत्तिआए पूअणवत्तिआए सक्कारवत्तिआए सम्माणवत्तिआए।
बोहिलाभवत्तिआए निरुवसग्गवत्तिआए,
सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वद्धमाणिए ठामि काउसग्गं । દ્રવ્યમંગળ અને ભાવમંગળ
દ્રવ્ય મંગળમાં કળશ, પુષ્પ, દહીં, શ્રીફળ, સુવર્ણ, રત્ન, કુમારિકા વગેરે તથા ૐ, શ્રી વગેરે અક્ષરો તથા સાથિયો (સ્વસ્તિક) વગેરે ચિત્ર આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary