________________
અને આપણે ગાઇએ કે, “પ્રથમ નમું ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહઅભિમાન.”
મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન.
- પંડિત શ્રી ટોડરમલજી
અરિહંતનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે. એ વડે જ અહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. કારણ કે, જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે પણ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે જીવ નિંદાયોગ્ય થાય છે તથા રાગાદિની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે.
- જે વડે સુખ ઉપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. અત્રે વીતરાગ વિશેષ જ્ઞાનનું હોવું એ પ્રયોજન છે, કારણ એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે.
આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે : સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તીવ્ર કષાયરૂપ સંકલેશ છે, મંદ કષાયરૂપ વિશુદ્ધ છે, કષાયરહિત શુદ્ધ છે.
અરિહંતાદિ પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે. માટે તે વિશુદ્ધ પરિણામ છે. તથા સમસ્ત કષાયભાવ ઘટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાતી કર્મનું તીનપણું થવાથી સ્વાભાવિકતઃ જ વીતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિ વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે.
અથવા શ્રી અરિહંતાદિકના આકારનું અવલોકન કે સ્વરૂપ વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું અથવા તે અનુસાર પ્રવર્તવું વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ રાગાદિકને હીન કરે છે. જીવ-અજીવ આદિનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે માટે એ રીતે પણ શ્રી અરિહંતાદિક વડે વીતરાગ વિશેષ જ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે.
આ તો પ્રશ્ન થાય કે, તેમનાથી એવા પ્રયોજનની તો સિદ્ધિ થાય છે પણ ઇન્દ્રિયજનિત સુખ ઉપજે કે દુઃખ વિણસે એવાં પ્રયોજનની સિદ્ધિ થાય કે નહિ? તો થાય -
- અહંતાદિકની સ્તવનાદિ રૂપ વિશુદ્ધ પરિણામ થાય છે. તેનાથી અઘાતી કર્મોની શાતાદિ પુરુષ પ્રકૃતિઓનો બંધ થાય છે. વળી જો તે પરિણામ તીવ્ર હોય તો જે પૂર્વે અશાતાદિ પાપ પ્રકૃતિ બાંધી હતી તેને પણ મંદ કરે છે અથવા નષ્ટ કરી પુણ્ય પ્રકૃતિરૂપે પરિણાવે છે, જે પુણ્યનો ઉદય થતાં ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે તથા પાપનો ઉદય દૂર થતાં દુઃખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. એ પ્રમાણે એ પ્રયોજનની સિદ્ધિ પણ તેમનાથી થાય છે.
અથવા જૈન શાસનના ભક્ત દેવાદિક તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિયસુખના કારણભૂત સામગ્રીનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. પરંતુ એ પ્રયોજનથી કાંઇ પોતાનું હિત થતું નથી. કારણ કે, કષાય ભાવ વડે બાહ્ય સામગ્રીમાં ઇષ્ટ-અનિષ્ટતા માની આત્મા પોતે જ સુખદુઃખની કલ્પના કરે છે. કષાય વિના બાહ્ય સામગ્રી કંઇ સુખદુ:ખની દાતા નથી. વળી કષાયછે તે સર્વ આકુલતામય છે. માટે ઇન્દ્રિયજનિત સુખની ઇચ્છા કરવી વાદુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. વળી એવાં પ્રયોજન અર્થે અરિહંતાદિની ભક્તિ કરવા છતાં તીવ્ર કષાય હોવાથી પાપબંધ જ થાય છે. માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. કારણ કે, એવાં પ્રયોજન તો અરિહંત ભક્તિથી સ્વયં સિદ્ધ થાય છે. જુઓને, મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૫ (ત્રોટક છંદ) શું કહે છે?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org