________________
૩૨
કેસરી સ્વસ્થાનકે ગયો) અને શ્રી મહાવીર સ્વામીના યોગે ક્ષાયિક સમ્યકત્વના ધની-ણી થયા અને આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. તત્ત્વજ્ઞાન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના જીવ સદા ય અનાથ જ છે. ૮મા પાઠ “સતુ દેવ તત્ત્વ'માં,
મોક્ષનું મૂળ સમ્યફ દર્શન પ્રાપ્ત કરવા માટે સત્ દેવ, સત્ ધર્મ, સત્ ગુરુના સ્વરૂપ વિષે જાણવું જરૂરી છે તથા તેનું શ્રદ્ધાન પણ જરૂરી છે. અઢાર દૂષણ રહિત દેવને જ સાચા દેવ અને પરમેશ્વર કહ્યા છે. સંસારમાં મુખ્યતા ભોગવતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે, તેમ લખીને મોક્ષમાર્ગ મૂકી દીધો છે ! ૯મા પાઠ 'સતુ ધર્મ તત્ત્વમાં,
ધર્મ જેવા ગહન વિષયમાં પ્રવેશ કરાવવા માટે સરળ ભાષામાં કહ્યું કે, અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર વસ્તુનું નામ ધર્મ. વ્યવહાર ધર્મમાં દયાના આઠ પ્રકાર વર્ણવ્યા છે, પ્રધાન જિનાગમ ‘શ્રી ભગવતી સૂત્રનો સાર આપી દીધો. નિશ્ચય ધર્મમાં સ્વરૂપની ભ્રમણા ટાળવા અને આત્માને આત્મભાવે ઓળખવા કહ્યું. અહંતુ ભગવંતની સામે અહિંસા ધર્મની મહત્તા ગાઇ છે. ૧૦મા પાઠ ‘સદ્દગુરુ તત્ત્વ ભાગ ૧'માં,
સદાચારી શિક્ષકથી જેમ ઉત્તમ વ્યવહાર નીતિ મળી શકે છે તેમ શ્રેયસ્કર ધર્મનીતિ ઉત્તમ ગુરુથી મળી શકે છે તેમ જણાવી વ્યવહાર શિક્ષકને બિલોરી કાચના કકડા સાથે અને આત્મધર્મ શિક્ષકને અમુલ્ય કૌસ્તુભ મણિ સાથે સરખાવ્યા છે. કેટલી સુંદર ઉપમા ? ૧૧મા પાઠ “સદગુરુ તત્ત્વ ભાગ ૨'માં,
કાઇ સ્વરૂપ, કાગળ સ્વરૂપ અને પથ્થર સ્વરૂપ એમ ત્રણ પ્રકારે ગુરુ કહ્યા છે. કાઇ સ્વરૂપ ગુરુ જ આપણને તારી શકે અને પોતે પણ તરે છે. કાગળ સ્વરૂપ ગુરુ પોતે તરી શકે નહીં પણ કંઇક પુણ્ય ઉપાર્જી શકે અને આપણને તારી શકે નહીં. પથ્થર સ્વરૂપ ગુરુ પોતે બૂડે અને આપણને પણ બૂડાડે. જિનેશ્વરની આજ્ઞામાં વર્તે તે જ સાચા ગુરુ છે, કાષ્ઠ સ્વરૂપ ગુરુ છે. ઉત્તમ એવું આત્મતત્ત્વ પામવા ઉત્તમ ગુરુ હોવા જોઇએ. આ ભવસાગર પાર કરવા માટે એવા ઉત્તમ ગુરુ રૂપી નાવિક અને સત ધર્મ રૂપી નાવની જરૂર છે. પ્રભુશ્રીજીના શબ્દોમાં, તમને કાણાં વગરની નવી નાવમાં બેસાડ્યા છે. માટે તેમાં હાથ-પગ લાંબા-ટૂંકા કર્યા વિના પાંશરા થઇને બેસી રહેશો તો ઠેઠ પેલે પાર પહોંચી જશો.
આવ્યું આવ્યું અનુપમ નાવ, ભવજળ તરવાને; તૈયાર ભવિક જન થાઓ, શિવસુખ વરવાને.”
પ્રજ્ઞાવબોધ પુખ ૭૭, “સનાતન ધર્મમાં, ૫.પૂ.બ્રહ્મચારીજી લખે છે : ભૂલ ગુરુમાં કરી, દેવ-ધર્મે ખરી; સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો, તેથી મુમુક્ષુઓ સદ્દગુરુ આશ્રયે, સત્ય પુરુષાર્થથી દોષ ટાળો.
આજ ગુરુ રાજને પ્રણમી અતિ ભાવથી...
ટૂંકમાં, એક ગુરુ તત્ત્વમાં ભૂલ કરીએ તો દેવ અને ધર્મ તત્ત્વમાં પણ ભૂલ જ આવે. સરવાળો આખો જ ખોટો પડે. સદ્ગુરુ તત્ત્વ વિષે એક નહીં પણ બે પાઠ મૂક્યા.
સુણ દયાનિધિ ! ઉત્તમ કુળ અવતરતાં પાર ન આવિયો, સદ્દગુરુ મળે, તુજ આગમ અજવાળે મુજ સમજાવિયો.
ગોત્રકર્મસૂદનાર્થ પૂજા : શ્રી વીરવિજયજી મહારાજ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International