________________
૯૬. સહન :
હે સહજાત્મસ્વરૂપી ! (પત્રાંક ૧૬૧)
જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. (હાથનોંધ ૧-૪) સહ એટલે સાથે, જ એટલે જાય છે. જવું આવે ત્યાં જાણવું આવે જ એવો સંસ્કૃત સાહિત્યનો નિયમ અને અધ્યાત્મ સૃષ્ટિનો યે ખરો જ ને ? આત્મા જ્યાં જ્યાં જાય છે, જન્મે છે, ત્યાં ત્યાં તેનું સ્વરૂપ સાથે જ છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી માત્ર તેનું ભાન થવું એ જ સ્થિતિ છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (પત્રાંક ૬૦૯) સહજ આત્મસ્વરૂપને પ્રાપ્ત કૃપાળુદેવ તે ‘શ્રી સહજ’.
૨૦૫
સહજ એટલે સ્વાભાવિક. વાણી-વિચાર વર્તનમાં પૂરી સંવાદિતા હોવાથી તેમનું બધું યે સ્વાભાવિક હતું, લખાણ પણ કેટલું સ્વાભાવિક ? કેવું સહજ ? ગાંધીજીને પણ કહેવું પડ્યું કે, ક્યાંયે કૃત્રિમતા નથી. સહજ સ્વભાવને જ ગાયો છે, માણ્યો છે માણા રાજે ! અરે, ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ' મંત્ર પણ આપ્યો. જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજ સ્વરૂપ છે. (પત્રાંક ૩૭૭)
૯૭. साक्षात् सरस्वती :
મોરબીના વસંત બાગમાં અષ્ટાવધાનના પ્રયોગ પછી બીજે જ દિવસે મોરબીના સોની બજારના સ્થાનકવાસી ઉપાશ્રયમાં બે હજારની મેદની સમક્ષ બાર અવધાન બાદ, મોરબી હાઇસ્કૂલમાં કરેલા બાર અવધાન, જામનગર જવાનું થતાં કરેલાં બાર અને સોળ અવધાન, ફરીથી મોરબીમાં કરેલા બાર અવધાન બાદ, વઢવાણમાં બે હજારની મેદની સમક્ષ સોળ અવધાન કરી દેખાડ્યા હતા. પછી બોટાદમાં બાવન અવધાન અને મુંબઇમાં તો સો અવધાન કર્યા એ આપ જાણો છો જ. લીંબડી-વઢવાણના માનપત્રમાં તેમની અદ્ભુત અવધાનશક્તિ અને આશુપ્રજ્ઞ કવિત્વ શક્તિથી પ્રેરાઇને ‘સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ આપવામાં આવ્યું. મોરબી નિવાસી સમવયસ્ક શ્રી વિનયચંદ્રભાઇ (વનેચંદભાઇ) પોપટભાઇ દફ્તરીને કૃપાળુદેવ પર પરમ પ્રેમ-પ્રતીતિ આવી જતાં વિ.સં.૧૯૪૩માં ‘સાક્ષાત્ સરસ્વતી’નામે પુસ્તિકા રચી. મુંબઇમાં શતાવધાનના પ્રયોગ પછી સુવર્ણચંદ્રક એનાયત થયો અને ‘સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પણ આપ્યું.
જે રસ જગતનું જીવન છે તે રસના અનુભવી (પત્રાંક ૨૪૭) એવા જીવનવંતા પુરુષની વાણીની વાત છે. એટલે કે, સ રસ વતી ! સરસ્વતી એટલે જિનવાણીની ધારા. (વ્યાખ્યાનસા૨ ૨:૮:૧) શ્રી મહાવીર દેવની વાણી સુણીને સુણાવનારા દેવાંશી નર ‘સાક્ષાત્ સરસ્વતી’ હોય એમાં સવાલ નથી.
સાક્ષાત્ સરસ્વતી શું આ નરરૂપધારી ? વાચસ્પતિ અવનીમાં શું ગયા પધારી ? એવા વિતર્ક જનના મનમાં લસંતા, શ્રી રાજચંદ્ર વચનામૃતને સુર્ણતાં.
પૂ.ડૉ.ભગવાનદાસભાઇ મહેતા
૯૮.
સિદ્ધાર્થ :
જેનો અર્થ એટલે હેતુ, પ્રયોજન સફળ થઇ ચૂક્યા તે સિદ્ધાર્થ. સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવો (પત્રાંક ૫-૫૦) લખનાર તો સિદ્ધાર્થ જ હોય ને ? બાહ્યભાવે ગૃહસ્થશ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથ શ્રેણિ જોઇએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. (પત્રાંક ૭૧) વળી લખે છે કે, સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. (પત્રાંક ૭૯) સર્વાર્થસિદ્ધિ આપે તેવાં શાસ્ત્રની રચના કરી જેને આમ આપ્યું શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર.
Jain Education International
સિદ્ધાર્થના પુત્ર (મહાવીર સ્વામી)નાં નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિ રૂપ ફૂલથી પૂજનાર (પત્રાંક ૩૦૯) કૃપાળુદેવ સિદ્ધાર્થ થતા રહ્યા, વર્ધમાન બની ગયા. ધન્ય રૂપ - કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઇ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. (પત્રાંક ૩૮૫) રાજપ્રભુ તો સહજ સિદ્ધ છે. કર્તવ્યભાવ તેમને
For Private & Personal Use Only
www.jainelibrary.org