SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જિનભક્તિમાં અતિ શુદ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. (પત્રાંક ૧૨૮). સતુદેવગુરુશાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. (પત્રાંક ૮૫૭) તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને પરમ વીતરાગ સ્વરૂપદેવ, સ્વરૂપનૈષ્ઠિકનિઃસ્પૃહનિગ્રંથ રૂપ ગુરુ, પરમ દયા મૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સન્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણો છે. (પત્રાંક ૯૧૩) ટૂંકમાં, જિન ભગવંતની ચરણ ઉપાસના, પાંચમાં પરમ ગુરુ અને પરમેષ્ઠી તરીકે જેમનું સ્થાન છે તેવા આત્મજ્ઞાની મુનિજનોના સત્સંગ પ્રતિ અતિ રતિ, રુચિ અને રસ અને ફલસ્વરૂપ સંયમિત જીવનની સુવાસ પ્રગટે છે. સદ્ગુરુની આજ્ઞાએ વ્રત, નિયમ, સંયમ વગેરે સઘળું સફળ થાય છે. વિષયવૈરાગ્ય, અલ્પારંભપરિગ્રહ, વ્યસન-અભક્ષ્ય ત્યાગ વગેરે ત્યારે સાર્થક થાય છે. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે, જિન દર્શન અનુયોગ. (૬) હવે અતિશય ભક્તિ પછી અતિશય ગુણ પ્રમોદ શું? એ ગુણ ચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે. (મોક્ષમાળા પાઠ ૧૩) ખરા ગુણી તો જિન પરમાત્મા છે જેની ઝાંખી સદ્ગુરુ ભગવંતમાં થાય જ. એટલે તેમના પ્રત્યે અત્યંત પ્રેમ અને ભક્તિ જાગે છે. અહો ! તેમની નિગ્રંથતા ! અહો ! તેમની અસંગતા ! અહો ! તેમની સ્વરૂપ સ્થિતિ ! સ્વપ્નાંતરે પણ રોમ માત્રમાં વિષય વિકારની છાયા યે દેખાતી નથી ! ધન્ય છે અહિંસક મુનિજનોને જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની યે રક્ષા કરે છે અને સૂક્ષ્માતિસૂક્ષ્મ રીતે પણ અહિંસા પાલન કરે છે ! પંચ પરમેષ્ઠી પ્રભુ પ્રત્યેના આવા ગુણાનુરાગને લીધે તો સહજ સ્વયંભૂ ઉદ્ગાર નીકળી પડે છે કે, નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં. પંચ પરમેષ્ઠી ભગવંતના શુદ્ધ સહજ આત્મસ્વરૂપનો લક્ષ કરાવતાં આપણને અનન્ય શરણનું – આત્માનું ભાન, જ્ઞાન ને દાન આપનાર પરમ કૃપાળુદેવ પ્રદત્ત “સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’ કહેતાં અતિશય પ્રમોદભાવ આવે છે, ઉલ્લાસ ઉફુલ્લ થઇ ઉઠે છે, પ્રમોદગુણ પ્રફુલ્લતા પામે છે, અહંત તત્ત્વની અનુમોદના થઇ જાય છે. કોઇપણ આત્માના ગુણ જોઇ હર્ષ પામવો. (પત્રાંક ૫૭) અંશ માત્ર પણ કોઇનો ગુણ નીરખીને રોમાંચ ઉલ્લાસવાં. (પત્રાંક ૬૨) પ્રમોદ એટલે ગુણજ્ઞ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણામ. (પત્રાંક ૮૬) પ્રમોદ ભાવનાના અભાવે એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને સાંખી શકતો નથી. ગુણિયલના ગુણ દેખી – સાંભળી હૈયું નાચી ઉઠવાને બદલે, પ્રમોદ કે આનંદ આવવાને બદલે અજંપો ઘેરી વળે છે, કેષ બુદ્ધિ થાય છે, ઇર્ષ્યા ભભૂકે છે ત્યાં તે મુમુક્ષુ શાનો? ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ એ મહાવાક્યની શીખ આપી છે કૃપાળુદેવે. (શિક્ષાપાઠ ૧૦૧:૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy