________________
૧૩૯
જિન ભગવંતનો ઉપદેશ સર્વોપરી શાસ્ત્રબોધછે જે અગાધ, અવિરત અને અવિતથપણે જ્ઞાનગંગારૂપે પ્રવહતો હોવાથી તેમ જ તેનો આશય અત્યંત ગહન હોવાથી તે સહેજે સમજાય તેમ નથી પણ દુર્ગમ છે. અતિ મતિમાનો, મહા મેધાવીઓ કે પ્રવર પંડિતો જેવા પણ મથી મથીને થાકી જાય છતાં ભગવાનની વાણીનો પાર પામી શકતા નથી. નાનકડી નાવડીથી દુસ્તર સાગર કેમ પાર થાય ? ક્યારે પાર આવે ? તેમ બહુ પ્રકારે બુદ્ધિવાળા કે મહા મનીષીઓ પણ જિનપ્રભુના ઉપદેશને હૃદયગમ્ય કરી શકતા નથી.
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાં ય. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૩૫ પ્રત્યક્ષ જાગે વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. કારણ કે, મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. (પત્રાંક ૨૪૯)
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. (પત્રાંક ૬૨) જેમ સાગરમાંથી રત્નો શોધવાં દુષ્ક૨ છે પણ ગાગરમાંથી શોધવાં સહેલાં છે તેમ જ્ઞાની ભગવંત, શ્રી સદ્ગુરુ ભગવંતના અવલંબને શાસ્ત્ર રહસ્ય સમજી શકાય છે, જિન પ્રવચનનો તાગ પામી શકાય છે. આ તો કુંડામાં રત્ન છે !
હિરગીત
પરમાત્મપદ અરિહંતનું સમજાય સદ્ગુરુ-સંગથી, દૂરબીનથી જેવી રીતે દેખાય હિમગિરિ ગંગથી. શાસ્ત્રો કહે વાતો બધી નકશા સમી ચિતારથી, ગુરુગમ વિના બીના ન હૃદયંગમ બને વિચારથી.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩, ગાથા ૬ : પ.પૂ.બ્રહ્મચારીજી
શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (પત્રાંક ૫૮) ટૂંકમાં, પરમ કૃપાળુદેવનું અવલંબન સુગમ અને સુખની ખાણ સમાન છે. તેમના પ્રત્યે ભક્તિ અને પ્રેમ હોય તો બધું થાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં. (૫ત્રાંક ૨૬૫)
Jain Education International
ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ તિ અતિ, સંયમ યોગ ઘટિત.
(૫)
જિન ચરણની સેવા, પૂજન, ધ્યાન કે પરિચર્યન કરવું તે ઉપાસના કહેવાય. મોક્ષમાળામાં
તો જિનેશ્વરની ભક્તિથી આપણી આત્મશક્તિ પ્રકાશ પામે છે તેમ પુરુષાર્થની પ્રેરણા મળે છે તેમ પ્રકાશ્યું જ છે. શ્રી સદ્ગુરુના શરણના પ્રતાપે, જીવને જિનચરણની કહેતાં જિનની આજ્ઞાનું આરાધન કેવી રીતે થાય તે સમજાય છે. ચરણની ઉપાસના કહેતાં પગ પકડીને બેસી જવું કે બાજુમાં બેસી જવું એમ નથી પણ તેમના ચારિત્રમાં લક્ષ કરવાનો છે. તેમનું કહેલું કરવાનું છે અને સમ્યક્ પ્રકારે થાય તો જરૂર તેમની બાજુમાં બેસવા જેવી યોગ્યતા અને દશા આવે. પ્રભુ સન્મુખ આસન લેવાને બદલે ‘તુજ મુજ એક' થતાં તેમની પાસે આસન લેવાનું બને તે જિનચરણની ઉપાસના. પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે.
(પત્રાંક ૩૮૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org