________________
૧૪૧
પ્રમોદ ભાવના તો ધર્મધ્યાન માટે રસાયણ (ઔષધ) રૂપ છે.
(યોગશાસ્ત્ર પ્રકાશ : ૪ શ્રી હેમચંદ્રાચાર્યજી) अपास्ताशेषदोषाणां, वस्तु तत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः ॥
અધ્યાત્મ કલ્પદ્રુમ અધિકાર ૧ : શ્લોક ૧૪ : શ્રી મુનિસુંદર સૂરિજી
અર્થાત્ જેમણે સર્વ દોષો દૂર કર્યા છે, વસ્તુ તત્ત્વને જોઇ રહ્યા છે, તેમના ગુણ પર પક્ષપાત તે પ્રમોદ ભાવના. પ્રમોદ જાગે ન ગુણીજનોમાં, મૈત્રી ન જામે જગજંતુઓમાં.
‘પાપનું પ્રાયશ્ચિત્ત' : શ્રી સંતબાલજી ટૂંકમાં, જિન ચરણની ઉપાસના અતિશય ભક્તિ, આત્મજ્ઞાની મુનિ કે ગુરુની સંનિધિ, સંયમનો સ્વીકાર, અતિશય પ્રમોદ ભાવ વડે થતાં, આત્મા બર્ણિમુખ હતો તે અંતર્મુખ બને છે. શ્રી સદ્ગુરુદેવની કૃપાથી આંખ ખુલી જાય છે, દિવ્યનેત્ર સાંપડે છે અને જૈન દર્શનના ચારે અનુયોગ - પ્રથાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગનાં શાસ્ત્રોમાં ગુંફિત સિદ્ધાંતનું રહસ્ય પ્રાપ્ત થાય છે.
મુદિતા (ભાવના)ના મોદશાલી, પરમ પ્રમોદ વડે પ્રમુદિત પરમાત્માને નમસ્કાર. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ;
પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. (૭)
શ્રી મહાવીર પ્રભુ અને શ્રી ગૌતમ પ્રભુ વચ્ચેની ગુરુગમની વાત. ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને સવિનય પૂછ્યું, મંતે ! વિંજ તત્તે ? હે ભગવંત, તત્ત્વ શું છે? શ્રી મહાવીર સ્વામીએ પ્રકાશ્ય, ૩પડુ વા વિડું વા ધુવેવિ વા | વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે. ઉત્પાદ્રવ્યવધીવ્યયુt સત્ | તતનો જવાબ સત્ છે ! ઉપરોક્ત ત્રિપદી આપી એટલે કે, કેવળ ત્રણ માતૃકા પદ રૂપ અર્થ કહ્યા, પણ બારે અંગ (દ્વાદશાંગી) કહ્યાં નથી. ત્રણ માતૃકા પદ શબ્દરૂપ છતાં દ્વાદશાંગીની અપેક્ષાએ સંક્ષિપ્ત હોવાથી અર્થ કહેવાય છે અને ગણધરોની અપેક્ષાએ એ જ માતૃકાપદ શબ્દરૂપ હોવાથી સૂત્ર કહેવાય છે.
- પ્રવચન સમુદ્ર છે કે, જેમાં નિશ્ચય અને વ્યવહારનાં કથન કે જ્ઞાન અને ક્રિયા યની કથા રૂપી ઉછળતા તરંગો છે, એ તરંગોના મહા અવાજથી દુર્નયવાદી કે એકાંતવાદી રૂપી કાચબા દુઃખી થાય છે, એમાં કુપક્ષ રૂપી પર્વતો તૂટી જાય છે, વિવિધ નયોનાં પ્રમાણથી અર્થનિશ્ચયકારિણી રૂપી નદીઓના પ્રદેશનું સૌભાગ્ય છે, યાદ્વાદ રૂપી મર્યાદા (ચારે તટ) છે તે. સમુદ્રમંથનના અંતે ૧૪ રત્નોની પ્રાપ્તિ થઇ તેમ પ્રવચન સમુદ્રના મંથનના અંતે ૧૪ પૂર્વની ઉપલબ્ધિ થઇ. ૧૪ પૂર્વના સારાંશ રૂપે ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’ મંત્ર મળ્યો, હવે મંત્રાઇ જવાનું છે ! ‘પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ.'
શ્રુતનો સાગર કે પ્રવચનનો સમુદ્ર તો આપણાથી કેમ કરાય? કેમ પીવાય ? મહાવીર સ્વામી તરફથી ત્રિપદી મળતાં જ મહાપ્રજ્ઞાવંત ગણધર ભગવંત ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રગટાવી શક્યા. ત્રિપદી લબ્ધિવાક્ય બની ચૂકી. એ બાર-બાર અંગની જનની છે. ચૌદ પૂર્વ તો બારમા દૃષ્ટિવાદ અંગનો અમુક ભાગ છે. ચૌદ પૂર્વનાં જ્ઞાનની ગાગરમાં સમસ્ત શ્રતનો સાગર સમાવી દીધો.
શ્રીમાનું ગણધરોએ તો એમ દર્શિત કર્યું છે કે, એ વચનો (ત્રિપદી) ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થયું હતું. (શિક્ષાપાઠ ૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org