SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સ્વરૂપને લક્ષણ કે ઉપયોગના સંદર્ભમાં વિચારીએ તો, અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. (પત્રાંક ૭૭૯) આ સમજવા માટે પત્રાંક ૫૦૦ અને પત્રાંક ૧૦૮ની સ્મૃતિ કરીએ. વિચારની ઉત્પત્તિ થયા પછી વર્ઝમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે, આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનતં વાર જન્મવું, મરવું થયા છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઇ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઇ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તો પણ તે કર્ત્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. (પત્રાંક ૫૦૦ ) સુવિચારણા અર્થે રમતા મૂકી દીધા છે. કરુણાળુ કૃપાળુદેવે કહી જ દીધું કે, હે જીવ ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઇને રંજન કરવામાં, કોઇથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઇ જાય છે, એ ભૂલ થાય છે તે ન કર. (પત્રાંક ૧૦૮) પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ઉપદેશામૃતજીમાં પ્રકાશે છે, તા.૨-૮-૧૯૩૨ને મંગળવારના આત્મા ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ સદા ય નિરંતર છે. તે ઉપયોગ ઉપર ઉપયોગ ન દેખાય તો પણ છે એમ પ્રતીતિ થાય છે; તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય એ ભૂલ મહાવીર સ્વામીએ દીઠી. ને ઠામ ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બોધમાં. પ્રસ્તુત પત્રાંક ૫૦૦માં મૂળ ભૂલ પરમ કૃપાળુદેવ દર્શાવતા નથી ! જિજ્ઞાસુ જીવને રાખવો. સૂર્ય-ચંદ્ર વાદળાં આડે નથી. ઉપયોગ ભૂલી જવાય છે બીજભૂત ભૂલ છે. પત્રાંક ૩૭માં, પ.પૂ.શ્રી જૂઠાભાઇને જણાવ્યું કે, ઉપયોગ એ સાધના છે. તો, પત્રાંક ૭૧૫માં, છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ. મૂળ મારગ સાંભળો જિનનો રે...... Jain Education International મેલું પાણી, મેલ ન પાણી, જો વિચારી જોશો, પાણી નિર્મળ તે જ દશામાં, સમજી સંશય ખોશો; તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે, સ્વરૂપ વિચારો જીવ-પુદ્ગલનું, શુદ્ધિ કોણ છૂપાવે ? પ્રજ્ઞાવબોધ પુષ્પ ૯૨ : પ.પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્વરૂપ એટલે પૂર્ણ : સ્વરૂપ એટલે એકનો અંક ઃ -- સ્વરૂપ શબ્દ સાંભળતાં કે વાંચતાં જ પૂર્ણતાનો લક્ષ થાય છે. અને એકનો આંકડો ખડો થાય છે. એક આત્મા છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy