________________
४४
થઇને માગવાનું કહે તો ક્યું સુખ માગવું? તપ કર્યા પછી માગું તો સરખું સૂઝે નહીં અને તપ નિરર્થક જાય એટલે એક વખત આખા દેશમાં પ્રવાસ કરીને મહાન પુરુષોનાં ધામ, વૈભવ અને સુખ જોવાં એમ નિશ્ચય કરીને પ્રવાસે નીકળી પડ્યો. કોઇ સ્થળે સંપૂર્ણ સુખ તેને ન લાગ્યું. છેવટે દ્વારિકા નગરીમાં ધનાઢ્ય શેઠને ત્યાં શેઠનો, શેઠ પત્નીનો, પુત્રોના વિનય-વાણી-સત્કારથી બ્રાહ્મણ રાજી થયો. શેઠની દુકાને સોએક માણસોના વહીવટ, વિનયથી પણ સંતુષ્ટ થયો. બોધ એ લાગે છે કે, બ્રાહ્મણ સુજ્ઞ છે, સાચા સુખની શોધમાં છે, પુરુષાર્થ આદરે છે, વિવેક બુદ્ધિ હોવાથી ત્યાં ત્યાં સુખ લાગતું નથી, વિનય, નમ્રતા, મધુર વાણી, અતિથિના આદરસત્કાર જેવા ગુણો સની પ્રાપ્તિ કરાવે છે. ૬૨ પાઠ “સુખ વિષે વિચાર ભાગ ૨'માં,
આ વાત આગળ ચાલે છે. વિપ્ર ધનાઢ્ય શેઠને કહી દે છે કે તમારા જેવું સુખી કોઇ નથી. આપ પોતે પણ ધર્મશીલ, સદગુણી અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છો. ઉપાસના કરીને કદાપિ દેવ કને યાચું તો આપના જેવી સુખસ્થિતિ યાચું. શેઠજી પંડિતજીને મર્મ જાણવાની ઇચ્છા હોવાથી એકરાર કરે છે કે, જગતમાં કોઇ સ્થળે વાસ્તવિક સુખ નથી. તમે મને સુખી જુઓ છો પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. આમ વસ્તુ, વાસ્તવિક, સુખની વાત કરતાં કરતાં મોક્ષમાર્ગની ભૂમિકા બાંધતા કૃપાળુદેવ જણાય છે. ૬૩મા પાઠ, “સુખ વિષે વિચાર ભાગ ૩'માં,
- શેઠજી પોતાનો વૃત્તાંત કહે છે. પહેલાં કરોડપતિ હતો તેમાંથી ત્રણ વર્ષમાં અન્નના સાંસા પડી ગયા. સહુને સમજાવીને ઘર છોડીને જાવા બંદરે જઇને વ્યાપાર કર્યો. ફાવ્યો, બે વર્ષમાં પાંચ લાખ કમાયો, રાજીખુશીથી વિદાય લઇને દ્વારિકા આવી ગયો, એકના પાંચ થયા અને લક્ષ્મી સાધ્ય કરવાની પ્રતિજ્ઞા પ્રારબ્ધવશાત ફળી પણ ખરી. માતા-પિતા, પત્ની, પુત્ર કોઇ નહોતાં. આંખમાં આંસુ આવી જાય તેવી સ્થિતિમાં પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું તે લક્ષ્મી કે એવી કોઇ લાલચે નહીં પણ સંસારથી વારનાર છે માટે. એવા લક્ષપૂર્વકના ધર્મથી મોક્ષ છે.
અહીં આપણને પરમકૃપાળુદેવની પોતાની આ મોક્ષમાળા લખ્યા બાદ લોકોની નાણજ્ઞાનભીડ ભાંગ્યા બાદ ટૂંક સમયમાં જ મુંબઇ જઇને દ્રવ્ય ઉપાર્જન કરવાની અને પોતાની નાણાંભીડ ભાંગવાની પરિસ્થિતિનો ચિતાર ખડો થાય છે. ૬૪મા પાઠ “સુખ વિષે વિચાર ભાગ ૪'માં,
શેઠજીની વાત આગળ ચાલે છે. સુશીલ કન્યા સાથે લગ્ન, ત્રણ પુત્રો, ગયેલાં ધનની પ્રાપ્તિ, કુળ પરંપરાની શાખ રાખી, બીજા કરતાં સુખી છું પણ એ સત્સુખ નથી, શાતા વેદનીય છે. મોટાભાગનો સમય સન્શાસ્ત્રોનાં વાંચન, મનન, સપુરુષોના સમાગમમાં ગાળું છું, યમનિયમ અને બ્રહ્મચર્ય રાખું છું, નિગ્રંથ થવાની ઇચ્છા રાખું છું. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે, આચરણથી પણ અસર કરી શકે એટલે હમણાં નિર્ગથ થઇ શકે તેમ નથી. અનુચરો પણ વિનય, સન્માન, નીતિ દાખવે છે. પત્ની-પુત્રો પણ ધર્મપ્રિય છે. આ બધું માત્ર ખુલાસા ખાતર છે, આત્મપ્રશંસા અર્થે નથી. જાણે કૃપાળુદેવ પોતાની જ વાત ન કહેતા હોય ! નિગ્રંથમાર્ગની પ્રભાવના માટે લખાયેલી મોક્ષમાળામાં મજેદાર રીતે મોક્ષમાર્ગ મૂકતા જાય છે. ૬૫માં પાઠ, “સુખ વિષે વિચાર ભાગ ૫'માં,
શેઠજી કહે છે કે, ધર્મ-શીલ-નીતિ-શાસ્ત્રાવધાનથી અવર્ણનીય આનંદ ઊપજે છે પણ તત્ત્વદૃષ્ટિથી હું સુખી ન મનાઉં. સર્વસંગ પરિત્યાગ નથી ત્યાં સુધી પ્રિયજનનો વિયોગ, કુટુંબનું દુ:ખ કે વ્યવહારમાં હાનિ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. આપ જો ધારતા હો કે દેવોપાસનાથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઇ કાળે મળનાર નથી. લક્ષ્મી પ્રાપ્તિ માટે અનેક આરંભ અને કાળાં કપટ સેવવાં પડ્યા છે. લક્ષ્મીનો ફંદ ઉપાધિ જ આપે છે. ધર્મધ્યાનમાં પ્રસક્ત થઇ, સહકુટુંબ અહીં રહી, સત્ વસ્તુનો ઉપદેશ કરો, હું વિદ્વાનને ચાહું છું. આપની આજીવિકાની સરળ યોજના હું કરાવી આપું. પંડિતને ગળે વાત ઊતરી ગઇ, સંસાર બળતો જ છે અને નિરુપાધિક મુનિસુખ શાશ્વત મોક્ષનો હેતુ છે. ક્યારે થઇશું બાહ્યાંતર નિગ્રંથ જો?' (પત્રાંક ૭૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org