________________
૪૯
પરિપૂર્ણ રીતે તો સર્વજ્ઞ જ જાણી શકે છતાં યથામતિ આપણે પણ એનું સ્વરૂપ સમજવું રહ્યું. નય, નિક્ષેપ અને પ્રમાણ પણ જાણવાં જરૂરી કહ્યાં છે. ૮૩મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૨'માં,
આ બધાં શાસ્ત્રો નવ તત્ત્વના વિસ્તાર રૂપ છે. નવ તત્ત્વને સંપૂર્ણ જાણે તે સર્વજ્ઞ થાય છે. હેય, શેય અને ઉપાદેય એમ ત્રિપદી લેતાં, નવ તત્ત્વમાંથી કેટલાક જાણવા યોગ્ય છે, કેટલાંક ત્યાગવા યોગ્ય છે, કેટલાંક ગ્રહણ કરવા યોગ્ય છે એમ અર્થ થાય. જો કે, જાણવા યોગ્ય તો બધાં તત્ત્વ છે. પછી જ હેય, શેય, ઉપાદેયનો વિવેક થઈ શકે છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રિપદી સ્વરૂપ સમજવા માટે છે. ૮૪મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૩'માં,
કાળના પ્રભાવે આ પંચમ કાળમાં શ્રુતસાગરના ગાગર સમાં થોડાં શાસ્ત્રો જ રહ્યાં છે. વળી કૃપાળુદેવના સમયમાં તો બહુ થોડાં પુસ્તકો છપાઇને બહાર પડેલાં. દ્રવ્યસંગ્રહ વગેરે ગ્રંથો તો તે વખતે હસ્તલિખિત હોવાથી મળવા મુશ્કેલ હતાં. પછી પરમકૃપાળુ દેવે ‘પરમ શ્રુત પ્રભાવક મંડળ' સ્થાપતાં તે દ્વારા ઘણા ગ્રંથો અને પુસ્તકો પ્રકાશિત થયાં. એટલે વિનયભાવભૂષિત બોધ આપે છે, હું કહું છું એમ નહીં પણ ભગવાને કહ્યું છે તે વિનયથી કહું છું તેમ, પ્રત્યેક સુષે પોતાની બુદ્ધિ-શક્તિ અનુસાર નવતત્ત્વને યથાર્થ જાણવાં. મહાવીર શાસનમાં મતાંતર પડી જવાનું મુખ્ય કારણ લોકો માત્ર ક્રિયામાર્ગે ચઢી ગયા તે છે. જ્ઞાન અને ક્રિયા બન્ને હોય તો સમ્યક્ત્વ થઇ ભવાંત થાય, મોક્ષ થાય. ૮પમા પાઠ “તત્ત્વાવબોધ ભાગ ૪'માં,
નવ તત્ત્વ વિષે કોઇ એક પુસ્તક વાંચી લેવું તેમ કહેવાનું નથી પણ તે વિષે સામાન્ય જ્ઞાન મેળવી દરેક શાસ્ત્રનું શ્રવણ-મનન કરતાં તેમાં ક્યા તત્ત્વની વાત ચાલે છે તે સમજી વિચાર કરવો. આત્મા છે, બંધાયો છે, કેમ છૂટે ? વગેરે નવ તત્ત્વ દ્વારા કહેવાયું છે. હિત-અહિતનો વિવેક, ગુરુગમ્યતા... ગુરુ આજ્ઞા અને અપ્રમાદપૂર્વક આ નવ તત્ત્વનો અનુભવ કરવો. ટૂંકમાં, તત્ત્વજ્ઞાનથી સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ-ઊંડા-ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ મળે છે. એટલે મોક્ષનો માર્ગ મળે છે એમ જ ને? ૮૬મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૫'માં,
નવ તત્ત્વનું મહત્ત્વ સમજાવ્યા પછી કૃપાળુદેવ એક સમર્થ વિદ્વાન સાથે થયેલી વાતચીતને રજૂ કરે છે. તે વિદ્વાન જર્મન ફિલસૂફ હતા, Dr.Herman Jacobi, ડૉ.હર્મન જેકોબી, બધા ધર્મોનો અભ્યાસ કરતાં જૈન ધર્મ સત્ય છે એમ લાગતાં ભારતમાં રહી તેમણે જૈન ગ્રંથોનો ઘણો અભ્યાસ કર્યો હતો, યુરોપમાં પણ જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. શાસ્ત્રાભ્યાસ અને મુનિસમાગમ કરવા છતાં તેમને મહાવીર પ્રભુના ઉપદેશમાં આખી સૃષ્ટિનું જ્ઞાન કેવી રીતે છે તે સમજાયેલું નહીં. તેથી તે શંકા કરી. કૃપાળુદેવે કહ્યું કે, એ સમજવાની યથાર્થ શક્તિ જોઇએ. છતાં કહ્યું કે, આઠ કર્મ સિવાય નવમું કર્મ બતાવશો? પાપ-પુણ્યની પ્રકૃતિઓ છે તેથી એક વધુ પ્રકૃતિ કહેશો? અજીવ દ્રવ્યના ભેદ કહીને, કંઇ વિશેષતા કહો છો ? કંઈ વધારાનું હોય તો કહે ને ? અર્થાત્ મહાવીર પ્રરૂપિત તત્ત્વજ્ઞાનમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જ જાય છે પણ કેટલેક અંશે આવે છે એમ વિદ્વાને કહ્યું. ૮૭મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૬'માં,
કૃપાળુદેવે સ્પષ્ટ કહ્યું કે, “કેટલેક અંશે આવી શકે ખરું’ એ મિશ્ર વચનછે. સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ લાગે પણ એ તત્ત્વોમાં અપૂર્ણતા નથી જ. નરી નમ્રતાની મૂરત, માર્દવ મૂર્તિ આ કૃપાળુ પ્રભુ! જો કે, વિદ્વાને કહ્યું કે, જૈન દર્શન અભુત છે એ અંગે નિઃશંક છું. નવતત્ત્વના ભાગ પરથી બેધડક કહી શકું છું કે, મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. ત્રિપદી પરથી બધા શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન કેવી રીતે થતું હશે? એ પ્રશ્ન કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www jainelibrary.org