________________
૫૦
૮૮મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૭’માં,
વિદ્વાને કૃપાળુદેવને ત્રિપદી ઉત્પાવ્યધ્રૌવ્યયુત્ત સત્ । એટલે કે, વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે છતાં વસ્તુ વસ્તુ તરીકે ધ્રુવ છે – તેને જીવ પર ‘ના’ અને ‘હા’ વિચારે ઉતારો. એટલે કે, જીવ ઉત્પત્તિ રૂપ છે ? ના-હા. જીવ વ્યય રૂપછે? ના-હા. જીવ ધ્રુવ રૂપ છે? ના-હા. એમ કરવાથી ૧૮ દોષ આવે તે વિદ્વાને વિચારેલા તે કહી બતાવ્યા. તો શું ત્રિપદીમાં દોષ ? એ તો બને જ નહીં. ત્રિપદી જીવ પર યથાર્થ કહી ન શકાય તો અનેક દોષ આવે, અન્યથા નહીં.
૮૯મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૮’માં,
વિદ્વાને જૈન મુનિના સમાગમમાં સાંભળેલું કે, જૈન સપ્તભંગી નય અપૂર્વ છે. એથી સર્વ પદાર્થ સત્ય રીતે સિદ્ધ થાય છે. અન્ય મિત્રો પણ સાથે હતા. બધાંએ ઘેર આવી સાથે મળીએ લબ્ધિવાક્ય (ત્રિપદી)ની જીવ તત્ત્વ પર નાસ્તિ આસ્તિ રૂપે યોજના કરી. તો ગૂંચવાઇ ગયા, અઢાર દોષ આવ્યા, કંટાળો આવ્યો. કંટાળો ટાળતાં કૃપાળુદેવે કહ્યું કે, આપ સહુએ જેવિચાર કર્યા તે યથાર્થ સ્યાદ્વાદ શૈલીથી કર્યા નથી. ઉત્પત્તિ-નાશ-ધ્રુવતા એ ત્રણેમાં પ્રથમ ‘ના’ કહી તેનું કારણ છે : દ્રવ્ય અપેક્ષાએ જીવ અનાદિ હોવાથી ઉત્પત્તિમાં ના અને દ્રવ્ય અપેક્ષાએ જીવ અનંત હોવાથી એટલે કોઇ કાળે નાશ ન હોવાથી નાશમાં પણ ના કહી. પર્યાય અપેક્ષાએ જીવ એક દેહમાં સદા ય રહેતો નથી અથવા સમયે સમયે પર્યાય પલટાય છે તેથી ધ્રુવતામાં પણ ના કહી.
૯૦મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૯’માં,
ઉત્પત્તિ-નાશ-ધ્રુવતા એ ત્રણેમાં ‘હા’ યોજના કરી છે તે સમજાવે છે. પર્યાય અપેક્ષાએ, જીવનો મોક્ષ થતાં સુધી, તે એક દેહમાંથી નીકળી બીજા દેહમાં ઊપજે છે તેથી ઉત્પત્તિમાં હા કહી અને તે જે દેહમાંથી નીકળી આવ્યો ત્યાંથી તે નાશ પામ્યો તેથી નાશમાં પણ હા કહી. અથવા ક્ષણે ક્ષણે વિભાવ ભાવથી એની આત્મિક શક્તિ હાનિ પામે છે તેથી પણ નાશમાં હા કહી. તથા દ્રવ્યની અપેક્ષાએ, જીવનો કોઇ કાળે નાશ નથી તેથી ધ્રુવતામાં પણ હા કહી. આમ એ છ પ્રકાર યથાર્થ કહી શકાવાથી અઢાર દોષો ટળી જાય છે.
૯૧મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૦’માં,
કૃપાળુદેવ વિદ્વાનને બરાબર કાન પકડાવતા હોય તેમ કહે છે કે, તમને સમાધાન થયું હશે. પણ એ લબ્ધિ-ત્રિપદી સંબંધી શંકા કરો કે કલેશ રૂપ કહો તે અન્યાય છે. એ સમજવા માટે અતિ અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઇએ. જગત કહેતાં જીવ તરત સમજી જાય છે કે જગતમાં શું શું હોય. કારણ કે, શબ્દની બહોળતાને કે લક્ષની બહોળતાને સમજ્યો છે. દ્રવ્યાર્થિક અને ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દોમાં રહ્યું છે તે શ્રી સદ્ગુરુ મુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગીનું જ્ઞાન શા માટે ન થાય ? તેમ જ તે સમયના ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યો નિગ્રંથ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઇ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. માટે તે લબ્ધિ કલેશરૂપ નથી, મોક્ષરૂપ છે.
આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે. એટલે જ લખ્યું હતું કે, તમે પદાર્થને સમજો. (પત્રાંક ૩૧૩) ૯૨મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧૧’માં,
ભગવાન મહાવીરે ત્રીસમા વર્ષે દીક્ષા લીધી અને સાડા બાર વર્ષની તપશ્ચર્યા પછી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. એટલે મધ્યવયના મહાવીર પ્રભુએ પ્રથમ ત્રણ કાળ મુઠ્ઠીમાં લીધા અને પછી જગત આમ જોયું (પત્રાંક ૧૫૬) કે, જગત્કર્તા પહેલાં નહોતો, અત્યારે નથી અને હવે પછી થશે નહીં. અઢારે અઢાર દૂષણથી રહિત ૫રમેશ્વર હતા. માટે જૈન દર્શનને અન્યાય કરવા જેવું નથી. નવતત્ત્વને જે યથાર્થ જાણે છે તેને સમ્યક્ દર્શન થાય. સમ્યક્ત્વ થાય તેને કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન થાય ત્યારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય અવશ્ય પ્રગટે, પછી મોક્ષ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org