________________
૧૧ ૨
મંગળ કરે, તથા અભિધેય, પ્રયોજન અને સંબંધનો પણ નિર્દેશ કરે એ પ્રણાલિકા પરમકૃપાળુ દેવે પણ પૂરેપૂરી જાળવી છે. મંગળ, અભિધેય, પ્રયોજન અને સંબંધ : આ ચાર મળીને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. કૃપાળુદેવે પહેલી ગાથામાં મંગળ મૂક્યું છે, બીજી ગાથામાં અભિધેય (વિષય) વિષય અને પ્રયોજન સ્પષ્ટપણે પ્રકાશ્ય છે, સંબંધ ગર્ભિત રીતે દર્શાવ્યો છે. ૧. મંગલ : આરંભેલું શુભ કાર્ય પાર પડે એવા શુભ આશયથી મંગલાચરણ થતું હોય છે. પોતાના ઇષ્ટદેવ, પૂજય દેવ, આરાધ્ય દેવનાં સ્મરણ રૂપ કે નમનરૂપ મંગલ કરવામાં આવે છે. શ્રેયાંસિ વિજ્ઞાનિ' એટલે કે, સારા કામમાં સો વિઘ્ન. કહે છે કે, કલ્યાણ કાર્યો વિધ્વંભર્યાં. વિપ્ન કે પાપના ઉદયમાં મુખ્ય કારણ તો એ વખતે આત્મામાં જાગેલ અશુભ અધ્યવસાય હોય છે. તેથી એની સામે ઇષ્ટદેવની સ્તુતિરૂપ શુભ અધ્યવસાય થતાં એ પાપ નાશ પામે. ઠંડીથી લાગેલી શરદી ગરમીથી મટે તેમ. ગ્રંથની પૂર્ણાહુતિ વિના વિઘ્ન થાય, ગ્રંથ અપૂર્ણ ન રહે, ગ્રંથકર્તાનું આયુષ્ય અચાનક પૂરું ન થઇ જાય, ચિત્તની શુદ્ધિ અને વિનયની વૃદ્ધિ થાય, કર્તાપણાનું અભિમાન ન આવે એવા અનેક આશયવશાત્ મંગલ કરવામાં આવે છે.
મંગળ શબ્દના અર્થ તો જાણીએ, મંગળ શબ્દને સિદ્ધ કરીને. મંત્ ધાતુ ગતિ અર્થમાં છે, ગમન કરવું, જવું. હવે નિયમ છે કે, ગતિ અર્થવાળા ધાતુઓ પ્રાપ્તિ અર્થમાં વપરાય છે, જે વડે હિત સધાય તે મંગળ, માં જ્ઞાતિ એટલે સુખને લાવે, ધર્મને આપે, ધર્મને લાવે એટલે કે સ્વાધીન કરે એટલે ધર્મનું ઉપાદાન કારણ તે મંગળ. ઇષ્ટ અર્થવાળા ધાતુને પ્રત્યય લગાડીને પણ મંગળ શબ્દ સિદ્ધ થાય. મદ્ ધાતુને મત પ્રત્યય જોડવાથી મંગળ શબ્દ બને. ‘મડેવચતે' જે વડે શાસ્ત્ર શોભાવાય તે મંગળ. ‘ન્યતે' જેથી વિપ્નના અભાવનો નિશ્ચય કરીએ તે મંગળ. ‘ઈન્તિ' જે વડે હર્ષ થાય તે મંગળ. ‘મોત્તે’ જેથી નિશ્ચિન્તપણે શાસ્ત્રનો સાર પમાય તે મંગળ. મીન્ત' જેથી પૂજાય તે મંગળ. મામ્ Inયતિ' મને ભવથી દૂર કરે છે. ‘ પૃદ્ ાતઃ' જેમાં શાસ્ત્રનો નાશ ન થાય તે મંગળ.
મા તયના' સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગ પમાડનાર હોવાથી મંગળ. ૨. વિષય : ગ્રંથમાં જે વસ્તુ વર્ણવવાની હોય તેને વિષય કે અભિધેય કહે છે. તે ગ્રંથની શરૂઆતમાં જ કહેવાય છે જેથી વાચકને ગ્રંથનું વાચન કરવાનો નિર્ણય સુગમ પડે છે. અગાઉ આમુખ, પ્રસ્તાવના, ઉપોદ્દાત લખવાની પ્રથા નહોતી (જે આજે છે, તેથી પણ શાસ્ત્રકર્તા વિષય વસ્તુનો નિર્દેશ કરતા. ૩. પ્રયોજન : ગ્રંથ લખવાનો હેતુ કે ફળ જણાવવું તે છે પ્રયોજન. પ્રયોજન જાણ્યા વિના મંદમતિમાને પણ પ્રવૃત્તિ ન કરે, તો પછી સુજ્ઞ ક્યાંથી કરે? શાસ્ત્ર વાચનના અધિકારી કોણ છે તેનો ઉલ્લેખ પણ પ્રયોજનમાં થાય છે. કેટલીકવાર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org