SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ સાક્ષાત્ પ્રયોજન હોય છે, કેટલીકવાર પારંપરિક પ્રયોજન હોય છે. સાક્ષાત્ પ્રયોજનમાં તાત્કાલિક બોધનો સમાવેશ થાય છે, પારંપરિક પ્રયોજન મોક્ષનું હોય છે. ૪. સંબંધ: નિજ મતિ કલ્પનાથી રચાયું કે પૂર્વાચાર્યોનાં કથન સાથે સુસંગત છે તે દર્શાવવું પણ જરૂરી છે. ગાઇએ જ છીએ કે, પરંપરીવાર્ય ગુરવે નમ: I કૃપાળુદેવે ૧૪ પૂર્વમાં મધ્યમ ૭મા આત્મપ્રવાદ પૂર્વના સારાંશરૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. એ ૧૪ પૂર્વ તો અનુપલબ્ધ છે પણ ‘પૂર્ણ વીતરાગ જેવો બોધ અમને સહેજે સાંભરી આવે છે તથા પ્રસ્તુત શાસ્ત્ર સર્જન પહેલાં છ મહિને ‘બીજા શ્રી રામ અથવા મહાવીરછીએ, પરમાત્મસ્વરૂપ થયા છીએ' લખનાર આ શાસ્તા પુરુષને વિષે કે એ પરમ પવિત્ર અને ઉત્તમ શાસ્ત્ર વિષે શું લખું? ઉપાશ્રી યશોવિજયજી મ. ‘આઠ યોગદૃષ્ટિની સજઝાય'માં ગવરાવે છે તેમ, શાસ્ત્ર ઘણાં, મતિ થોડલી, મનમોહન મેરે. શિષ્ટ કહે તે પ્રમાણ રે, મનમોહન મેરે. ટૂંકમાં, ‘વસ્તુ' સમજાવતું શાસ્ત્ર હોવાથી વાસ્તવિક છે, અતિ વિશ્વસનીય છે. “પરમ પદની પ્રાપ્તિનો ક્રમ કહેતું હોવાથી પરમ શ્રદ્ધેય છે, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. જે: “જે' કહીને કૃપાળુ દેવ કેવી જિજ્ઞાસા જગવે છે? જે સ્વરૂપ, હું કોણ, મારું સ્વરૂપ શું, જેમ છે તેમ છે, જ્યાંથી ત્યાંથી, યાવતુ તાવતુ, | વગેરે પ્રશ્નોથી જિજ્ઞાસા જગવી છે. જિજ્ઞાસા એટલે જાણવાની આશા કે ઇચ્છા. આપણને જે વ્યક્તિ, વસ્તુ કે વાતનું માયાભ્ય જણાય તેનું બહુમાનપણું લાગે અને તેના વિષે જાણવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. ધર્મ સમજવાની | જિજ્ઞાસા થાય તેને બીજું બધું ધૂળ સમાન લાગે. જગતમાં સૌથી સારી અને ઊંચી જિજ્ઞાસા તો આત્માને જાણવાની છે, જેને જ્ઞાની પુરુષો પરા જિજ્ઞાસા કહે છે, શ્રેષ્ઠ જિજ્ઞાસા કહે છે. શ્રી ગૌતમ ગણધરની જિજ્ઞાસા પણ કેવી? શ્રી મહાવીર સ્વામીને પૂછ્યું કે, મંત: વિં તત્તા હે ભગવાન ! તત્ત્વ શું છે? મહાવીર પ્રભુએ આપી દીધી ત્રિપદી કે, ૩ત્પાદ્ર વ્યયદ્મવ્યયુ સન્ | ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા સહિત સત્ છે. બુદ્ધિના આઠ ગુણ ગણાય છે ? શુશ્રુષા એટલે સાંભળવાની અભિલાષા અને આજ્ઞાપાલનની પરાયણતા. એટલે કે, સેવા અને ચાકરી. સેવા-ચાકરી તો એક માત્ર આત્માની જ આત્માએ કરવા યોગ્ય છે. ધર્મના સારરૂપ આત્માને અધર્મથી વારવો-અટકાવવો તેનું નામ સારવાર. પછી શ્રવણ એટલે સાંભળે. ઇચ્છા તો હતી પણ અમલમાં મૂકે, ચરિતાર્થ કરે અને ખરા અર્થમાં સાંભળે. પછી ગ્રહણ કરે એટલે કે પકડ કરે. પછી ધારણ કહેતાં પકડ પાકી કરે, મજબૂત રીતે પકડી રાખે. અને એટલે ઉહા+અપોહ યાને તર્કવિતર્ક, સોચવિચાર કે અનુમાન-આલોચના કરે. જેથી અર્થવિજ્ઞાન એટલે મનમાં પદાર્થનું સ્પષ્ટ ચિત્ર ખડું થાય અને છેલ્લે તત્ત્વનિર્ણય, પદાર્થ નિર્ણય કે સ્વરૂપ નિશ્ચય થઇ જાય. આમ, આ આઠેઆઠ ગુણો છે તો બુદ્ધિના જ પણ તેના મૂળમાં શું? તો કહે, જિજ્ઞાસા. જિજ્ઞાસા ગુણ તત્ત્વની, મનમોહન મેરે. (આઠયોગદષ્ટિ સજઝાય, ઉપાયશોવિજયજી) કઠોપનિષદ્રની કઠવલ્લીમાં, યમનાં દ્વાર ખખડાવીને પણ મૃત્યુ પછી જીવનાં અસ્તિત્વ વિષે જાણવાની અને આત્માનાં સ્વરૂપ વિષે સમજવાની નચિકેતાની જિજ્ઞાસાનું અત્રે સ્મરણ થઇ આવે છે. નચિકેતા' નામનો અર્થ જ ‘અવિજ્ઞાત' અર્થાત્ “નહિ જાણેલું રહસ્ય' છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy