________________
ચિત્રકાવ્ય કે પ્રબંધ કાવ્યની વાત આવે અને શ્રી સમંતભદ્રાચાર્યજીનું સ્મરણ ન થાય તો આપણું ભદ્ર-કલ્યાણ કેમ થાય ? બીજી સદીમાં તેમણે રચેલ “જિનશતક' કે “સ્તુતિવિદ્યા'માં મુરજબંધ, અર્ધબ્રમ, અનુલોમ-પ્રતિલોમ, ગોમૂત્રિકા બંધ વગેરે કેટલી ઉત્તમ રચનાઓ છે? મૃદંગના બંધન જેવી ચિત્રાકૃતિમાં અક્ષર બાંધે તે મુરજબંધ.
વિ.સં.૧૩૬૫માં, શ્રી જિનપ્રભસૂરિ રચિત “ચિત્રસ્તવ’ કે ‘વીર જિનસ્તવમાં ૨૭ ચિત્રાત્મક પદ્યમાં શ્રી મહાવીર સ્તુતિ છે, જેમાં પણ અનુલોમ-પ્રતિલોમ, પ્રતિલોમ-અનુલોમ, અર્ધભ્રમ, મુરજ, મુશળ, ત્રિશૂળ, હાર, અષ્ટદળકમળ, ચામર વગેરે બંધ છે.
વિ.સં. ૧૫૧૨માં, શ્રી ઉદય માણિક્ય ગણિ કૃત શ્રી ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં અષ્ટમંગલ ચિત્ર સ્તવ સહિત ૧૦ પદ્યમાં પ્રબંધ કાવ્ય છે.
૧૫મી સદીના ઉત્તરાર્ધમાં, દિગંબર આચાર્ય શ્રી ચારુકીર્તિજીએ “ગીતવીતરાગ પ્રબંધ’ રચ્યો છે જે શ્રી જયદેવ કવિ કૃત “ગીતગોવિંદ'ના અનુસરણ રૂપે લાગે.
કોઇ દિગંબર મુનિ કે પંડિત શ્રી ગુણભદ્રજી રચિત ૨૪ તીર્થકરની સ્તુતિનાં ૨૯ પદ્ય પણ અનેકવિધ બંધથી વિભૂષિત છે.
૧૯મી સદીમાં પ્રકાશિત અને વચનામૃતજીમાં પત્રાંક ૨૯, ૫૨, ૬૨, ૮૯માં ઉલ્લેખિત ‘પ્રવીણસાગર'માં પણ અનેકવિધ ચિત્રકાવ્ય છે, જેવાં કે – ગોમૂત્રિકા, પર્વત, કમળ, ચક્ર, સોળ પાંખડી, જાળી, અષ્ટકોણ, ચોપટ (ચોપાટ), નાગ, નાગશિશુ, નાગગુચ્છ, નાગફણા, પદ્મ, નલિની, અષ્ટદલકમલ, કેતકી, નાળિયેરી, સ્વસ્તિક, દેવાલય, ત્રિશૂળચક્ર, મુકુટ, ગજ, અશ્વ, ગોખ અને વજન (વીંઝણો) પ્રબંધ.
છેલ્લે, પ.પુ.શ્રી અંબાલાલભાઇએ પણ ચોકડી પ્રબંધ, ચોસલા પ્રબંધ, કુંડળી પ્રબંધ રચ્યા છે. જેમાં શ્રી રાજ પ્રભુની સ્તુતિ જ મુખ્ય છે. પ.પૂ.શ્રી રત્નરાજ સ્વામીએ પણ ચોપાટ પ્રબંધમાં પરમકૃપાળુ દેવની સ્તુતિ કરી છે. પૂ.શ્રી ભદ્રમુનિએ પણ બે કમળપ્રબંધ ર છે.
વળી, પ્રબંધ એટલે બંદોબસ્ત, ગોઠવણ, આયોજન, વ્યવસ્થા. અરિહંત પ્રભુએ સિદ્ધ પ્રભુ થવાનો પ્રબંધ કરી લીધો છે, Booking... Reservation કરાવી લીધું છે તે છત્ર પ્રબંધી પ્રત્યેની પ્રાર્થના છે.
| મસ્તક પર ત્રણ ત્રણ છત્રનો પ્રબંધ થઈ ચૂક્યો છે તેવા અરિહંત પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. તીર્થંકર દેવ પણ અરિહંત તો ખરા જ ને?
ભુજંગી છંદમાં રચિત આ પ્રબંધના બાર અક્ષર જાણે કે બારમા ગુણસ્થાનકના અંતે થતા ક્ષીણમોહી અરિહંત અને તેમાંયે તીર્થકર અરિહંતના બાર ગુણનું સૂચવન નથી કરતા? અર્થાત્ કરે છે. “વીતરાગ પરમાતમા રે, ક્ષીણમોહી અરિહંત સલૂણા.”
અરિહંત આનંદકારી અપારી અરિહંત એટલે?
હું કંઈ કહું તે કરતાં, મોક્ષમાળા શિક્ષાપાઠ ૭-૮ મુજબ, “પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સતુ, દેવ, સત્ ધર્મ અને સત્ ગુરુને જાણવા અવશ્વના છે. ત્રણ તત્ત્વ આપણે અવશ્ય જાણવા જોઇએ. જ્યાં સુધી એ તત્ત્વ સંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્ત્વ તે સત્ દેવ, સત્ ધર્મ અને સત્ ગુરુ છે.
સંસારમાં મુખ્યતા ભોગવતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org