________________
શ્રી ‘સહજ’ને નમોનમઃ
છત્ર પ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના
પત્રાંક ૧૪
જેતપુર, કાર્તિક સુદ ૧૫, વિ.સં.૧૯૪૧
રાજલોક કે ભુવન ૧૪, એમાં જીવસમાસ પણ ૧૪, જેમાં સંમૂચ્છિમ મનુષ્યનાં ઉત્પત્તિસ્થાન પણ ૧૪, અધ્યયન કરે તે મહાવિદ્યા પણ ૧૪, બહુશ્રુત બને તે પૂર્વ પણ ૧૪, વિકાસની ભૂમિકા યાને ગુણસ્થાન પણ ૧૪, મનુ પણ ૧૪, તીર્થકર દેવના માતાનાં સ્વપ્ન પણ ૧૪, ચક્રવર્તીનાં રત્ન પણ ૧૪ તો સમુદ્ર મંથન સમયે પ્રાપ્ત રત્ન પણ ૧૪, શરીરની મુખ્ય નાડી ૧૪ તો સંગીતના મુખ્ય છંદ પણ ૧૪, ૧૪મું ગુણસ્થાન પણ અયોગી ગુણસ્થાનક અને અત્રે પ્રસ્તુત છે છેલ્લું ૧૪મું તે પરમકૃપાળુ દેવ પ્રણીત મોક્ષમાળાનો ૧૪મો પાઠ તે જિનેશ્વરની ભક્તિ.
સમગ્ર વચનામૃતજી ગ્રંથમાં, પોતાના જન્મદિને લખાયેલી ચાર પત્રપ્રસાદી પૈકી પ્રથમ તે આ એકછત્રપ્રબંધસ્થ પ્રેમપ્રાર્થના. પત્રાંક ૮૯ સમુચ્ચયવયચર્યા જેમાં કૃપાળુ દેવે પોતે પોતાનો વૃત્તાંત લખી દેવાની કૃપા કરી છે. પત્રાંક ૫૪૨માં, ૫.પૂ.શ્રી સોભાગભાઇને ભવાંત વિષેની ચતુર્ભગી સમજાવી છે અને પત્રાંક ૯૦૨માં, ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને અસંગતા અંગે અનંતી કરુણા કરીને લખ્યું છે.
ગુજરાતી સાહિત્યના કાવ્યસ્વરૂપોમાં–
મુક્તક, સુભાષિત, ઉખાણાં, સમસ્યા-પ્રહેલિકા, રાસ-રાસો, છંદ, પવાડો, શલોકો, આખ્યાન, પદ્યાત્મક લોકવાર્તા, ફાગુ, પતુ, બારમાસી, સંદેશ કાવ્ય, ભડલી વાક્ય, કક્કો-હિતશિક્ષા, ભજન, સંતવાણી, રાસ-ગરબો-ગરબી અને પ્રબંધ છે તથા મહાકાવ્ય, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય, સૉનેટ, ગઝલ, કરુણ પ્રશસ્તિ, બાલકાવ્ય, દેશભક્તિકાવ્ય વગેરે છે.
પ્રબંધ એટલે? ગદ્યાત્મક અને પદ્યાત્મક બન્ને હોય.
ગદ્યાત્મક પ્રબંધમાં ચરિત્ર અને કથા સાહિત્ય આવે. શ્રી ઋષભદેવથી મહાવીર દેવ સુધીનાં, ચક્રવર્તીથી શ્રી આર્યરક્ષિતસૂરિ સુધીનાં ચરિત્ર કહેવાય છે અને પછી થયેલાનાં વૃત્તાંત તે પ્રબંધ કહેવાય છે. પ્રબંધ ચિંતામણિ, પ્રબંધ કોશ, ભોજપ્રબંધ, ત્રિભુવન દીપક પ્રબંધ, પુરાતન પ્રબંધ સંગ્રહ, નળદમયંતી પ્રબંધ, શાંબ પ્રદ્યુમ્ન પ્રબંધ, નર્મદા સુંદરી પ્રબંધ, રંગરત્નાકર નેમિપ્રબંધ, શ્રીપાલ પ્રબંધ વગેરે વગેરે.
બારમી-તેરમી સદીમાં શ્રી પાર્શ્વદેવ રચિત “સંગીત સમયસાર' મુજબ, ૪ ધાતુ અને ૬ અંગ વડે પ્રબદ્ધ તેથી પ્રબંધ કહેવાય છે.
( પદ્યાત્મક પ્રબંધ
-કાવ્યરચના બે પ્રકારે છે. શબ્દ અક્ષર ચિત્ર અને અર્થચિત્ર જેમાં અર્થાલંકાર હોય છે. અષ્ટપદી પદ છે. રાગ-છંદમાં ગાઇ શકાય છે. ચિત્રકાવ્યમાં, ચિત્ર એટલે નવાઇ અથવા છબી. જે કવિતાની રચના જોતાં તેમાં કોઇ અસાધારણ ચમત્કારવાળી અક્ષરરચના અથવા કોઇ પદાર્થનાં ચિત્રમાં બરાબર ગોઠવાઇ રહે એવા શબ્દો કે અક્ષરોનું બંધારણ હોય તેને ચિત્રકાવ્ય કહે છે.
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org