________________
૨૧૦
સ્વદ્રવ્યના ગ્રાહક થાઓ વગેરે, વિના પ્રયાસે શતાવધાનનો જવલંત સફળ પ્રયોગ, ઓગણીસમે વર્ષે આશુપ્રજ્ઞતા (દિવ્યજ્ઞાન કેવળજ્ઞાન) જેને પ્રગટે છે તે આ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. આ કાળમાં એવો કોઈ પુરુષ હોય તેમ ધારો છો? અને ધારો છો તો કેવાં કારણોથી ? (પત્રાંક ૨૩૬) એમ પૂ.શ્રી અંબાલાલભાઇને પત્રમાં પૂછેલ છે.
પૂર્ણ વીતરાગ જેવો બોધ અમને સહજે સાંભરી આવે છે. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેવા થવાનો પ્રયત્ન કરીએ છીએ. (પત્રાંક ૩૧૩)
વનની મારી કોયલ'ની કહેવત પ્રમાણે, આ કાળમાં અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. (પત્રાંક ૩૩૬) માત્ર દોઢ કલાકમાં એકી સપાટે એક આસને કરેલાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં અજબ સર્જન પર તો આફરીન પોકાર છે ! દિલશાદી છે, દિલચસ્પી છે, દીવાનગી છે, દાદ દેતાં દાદું...દાદુંના ઉદ્ગાર સરી પડે છે ! એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું જ્ઞાન થઇ તેમાં ઉપયોગ ફરી વળે છે. (પત્રાંક ૯૧૭) ઇડર અને વસોની શાંત જગાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. વડવા ગામે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. (વ્યાખ્યાન સાર ૨-૧૨) સાત નયના ચૌદ બોલ (હાથનોંધ ૨-૧૬) પ્રબળ ક્ષયોપશમની ઝાંખી કરાવે છે. અને છેલ્લે, તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. (હાથનોંધ ૧-૪) ૧૦૮. જ્ઞાનાવતાર :
વીર તણા નિર્વાણથી, પ્રસર્યો ભસ્મ પ્રચંડ, વીર દેવનો નામ દઇ, પ્રસરાવ્યા પાખંડ, સૌ પાખંડને ખંડવા, સગુરુ જ્ઞાન અખંડ, ચંડ પ્રચંડ તમ હરવા રે, સદ્ગુરુ સૂરજ ઊગિયા હો જી.
મહાવીર પ્રભુનાં નિર્વાણ કાળથી ભસ્મગ્રહ શરૂ થતાં મહાવીરને નામે પાખંડીના ભેદ શરૂ થયા. મૂળ માર્ગથી લોકો ગાઉ દૂર હતા તેવામાં રાજ આફતાબ-સદ્ગુરુ સૂરજ ઊગતાં અજ્ઞાન અંધકાર દૂર થયો. નદિ જ્ઞાનેન સદ્ગશે પવિત્રીમદ વિદ્યતે I (શ્રી ભગવદ્ ગીતા અ.૪, શ્લોક ૩૮) અર્થાત્ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઇ નથી, શુદ્ધ પાપવિદ્ધ સ્વરૂપમ્ | મળ-વિક્ષેપ-આવરણથી રહિત હોવાથી જ્ઞાન પવિત્ર છે તેથી જ્ઞાનાવતાર પણ પૂતાત્મા છે, પવિત્રાત્મા છે.
આ નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. (પત્રાંક ૧૬૭) આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. (પત્રાંક ૧૭) પ્રભુશ્રીજીના શબ્દોમાં, જ્ઞાનીના ગમ્મા, જેમના નાખો તેમના સમ્મા. અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? (પત્રાંક ૨૪૭) આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એને જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે. (પત્રાંક ૫૯૩) કૃપાળુદેવ એવાં સ્વભાવજ્ઞાનને વરેલા હતા, ખરેખરા જ્ઞાનાવતાર હતા. દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે તેવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. (પત્રાંક ૬૭૪)
“મોક્ષમાળા' સૂત્ર-સિદ્ધાંતનો ટોડો-ટોડલો-મિનાર-મુકાબલો છે, ઉપદેશ તરંગથી છલકાયા કરે છે. મોક્ષનો માર્ગ ખરેખર મતભેદ વિનાનો બોધ્યો છે. જિનવાણીનો મહિમા કેવો ઉત્કૃષ્ટ રીતે ગાયો છે? મોરબીના શ્રી વિનયચંદભાઇ પોપટભાઈ દતરીના (કૃપાળુદેવના સમકાલીન) આ શબ્દો કેટલા સાચા પુરવાર થયા છે ? “મોક્ષમાળા’ અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' લખનાર જ્ઞાનાવતાર ન હોય તો લખી શકે ? હરગિઝ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org