________________
૧૯૪
૬૮. युगपुरुष :
તીર્થંક૨ની અવિદ્યમાનતાએ તારકપણાની જવાબદારી ઉપાડવામાં જે અદ્વિતીય પુરુષ વિશેષ હોય તે યુગપ્રધાન સત્પુરુષ કહેવાય. તીર્થંકરની જેમ જ યુગપ્રધાન પણ એક વિશેષ પદ છે. ઉત્સર્ગ માર્ગે સામાન્ય કેવળીથી માંડીને ક્ષાયિક સમ્યક્ત્વ યુક્ત દ્રવ્ય-ભાવ મુનિપદ પર્યંત અને અપવાદ માર્ગે ક્ષાયિક સમ્યક્ત્વવંત ભાવ-મુનિપદ પર્યંત યુગપ્રધાન કહેવાય. શ્રીમદ્ રાજચંદ્રજી તે કાળના, તે સમયના યુગપ્રધાન સત્પુરુષ થઇ ગયા. તે તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઇ જ નથી .... જો કે, તીર્થંકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે. (પત્રાંક ૧૭૦) મોરબીથી લગ્ન કરીને પાછા ફરતાં તેઓશ્રીના સિગરામ ૫૨ કેસરનાં છાંટણાંનો વરસાદ થયો તે બાબત પૂછતાં, તેમણે બનેવી શ્રી ચત્રભુજભાઇને અત્યંત ગંભીરતાપૂર્વક કહ્યું કે, જ્ઞાનીનું છેલ્લું ભોગાવલી કર્મ હોય ત્યારે દેવો પૂજવા આવે. આ યુગપ્રધાન પુરુષનાં લક્ષણ છે.
૬૯.
જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષમૂર્તિ સમ સદ્ગુરુ મળતાં અટકે. આ કળિકાળમાં મોક્ષમાર્ગ ભુલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો.
શ્રી વઢવાણ કૅમ્પમાં બિરાજમાન હતા ત્યારે પૂ.શ્રી અંબાલાલભાઇને અને પૂ.શ્રી ત્રિભોવનભાઇને શ્રીમુખે જણાવેલું કે, જૂના શાસ્ત્રભંડારમાં તાડપત્રીય ગ્રંથમાં યુગપ્રધાન પુરુષ તરીકે અમારો ઉલ્લેખ છે.
योगीश्वर :
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૭૬ : પ.પૂ.બ્રહ્મચારીજી
Jain Education International
યુગપ્રધાન સમતારસ સાગર, સહજસ્વરૂપ સ્થિતિ ધારી રે,
જહાજ બની પ્રભુ પંચમ કાળે, તાર્યાં બહુ નર નારી રે, શિવસુખ વરવાને. પૂ.શ્રી રાવજીભાઇ દેસાઇ
પોતાનામાં સ્વાધીન અને સંપૂર્ણ થવું તે યોગીપણું.
દશ્ય વિના જેની દૃષ્ટિ સ્થિર છે, યત્ન વિના જેનો વાયુ સ્થિર છે, અવલંબન વિના જેનું મન સ્થિર છે તે યોગી. શુકદેવ સરીખડો, જન્મ-જન્માંતરનો જોગી, ઇડરના પહાડો ગજાવતો યોગી, વનક્ષેત્રોમાં ધ્યાન ધરતો યોગી તે પરમ કૃપાળુદેવ.
દૃઢ યોગી છો, તેવો જ રહે. (પત્રાંક ૭-૪)
સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન... (પત્રાંક ૩૫૩) ચમત્કાર બતાવી યોગનેંસિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વપ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વપ્રકારે ‘સત્’જ આચરે છે, જગત જેને વિસ્તૃત થયું છે. (પત્રાંક ૨૬૦) ધર્મસંબંધ અને મોક્ષસંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે; અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માગીએ છીએ. (પત્રાંક ૨૮૨)
યોગીજનોને અનંત સુખસ્વરૂપ સયોગી જિન થતાં સુધીમાં વચ્ચે અનેક આકર્ષણો, પ્રચૂર
For Private & Personal Use Only
www.jainelibrary.org