________________
૧૮૬
જેની મોક્ષ સિવાય કોઇ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા ન હોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઇ છે.. (પત્રાંક ૬૮૦) લખનાર કૃપાળુદેવ જેવા નિઃસ્પૃહ, નિરીહ, નિર્લોભી પુરુષ જ હોય ને ?
નિર્લોભી સદ્ગુરુ વિના, કવણ ઉતારે પાર? (બૃહદ્ આલોચના) પત્રાંક ૩૯૮માં તો પોતે પોતાની નિષ્કામતા ખુલ્લી કલમથી કહી દીધી છે. વળી આપ શ્રીમતું કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો. (પત્રાંક ૪૧૭)
નિર્લોભી સદ્ગુરુ તણા, સેવો પ્રેમે પાય; તો સંતોષ ઉરે વસે, એ જ અચૂક ઉપાય.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૩ : ૫.પૂ.બ્રહ્મચારીજી ૪૬. નીરા :
નિર્ગત કે નિર્મૂળ છે રાગ જેનો તે. જેને રાગ નથી તે. વીતરાગીનો પર્યાય શબ્દ છે નીરાગી. ક્ષમાપના પાઠમાં નીરાગી પરમાત્માને સંબોધન છે તો પત્રાંક ૫૧, ૧૨, ૫૫માં નીરાગી પુરુષોને - મહાત્માઓને નમસ્કાર છે.
રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૧) રાગમાં દ્વેષનો સમાવેશ થઇ જાય છે. રાગ નથી તેને દ્વેષ નથી, તેથી સંસાર નથી. પરિણામે વીતરાગીછે, નીરાગીછે.
નીરાગીનાં વચનોને પૂજ્ય ભાવે માન આપું. (પત્રાંક ૧૯-૪૨૦) નીરાગી ગ્રંથો વાંચું. (પત્રાંક ૧૯-૪૨૦) નીરાગી અધ્યયનો મુખે કરું. (પત્રાંક ૧૯-૪૨૦)
આપણે આ નીરોગી રાજના રાગી થઇ વચનામૃતજીને માન આપીએ, વાંચીએ અને મુખપાઠ કરીએ.
તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગી ધર્મ બોધી શકું ખરો. (પત્રાંક ૨૧-૯૬)
રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે. (પત્રાંક ૩૯૮) જ્યાંથી ત્યાંથી રાગદ્વેષ રહિત થવાનો જ બોધ આપ્યો છે, એ બોધસ્વરૂપ થઇને કહ્યું છે. માટે વીતરાગના - મહાવીરના ખરા અનુયાયી - વારસ, અરે બીજા મહાવીર જ છે પરમકૃપાળુદેવ. ૪૭. પરમકૃપાળુ :
જેઓને બ્રાન્તિથી કરી પરમાર્થનો લક્ષ મળવો દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે. (પત્રાંક ૧૯૧)
તે જ લોકોને કંઇ જૂઠું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લોકો પૂછે તો સ્પષ્ટ કહેવું કે, મારા પરમકૃપાળુ સદ્ગુરુ પધાર્યા છે. (ઉપદેશ છાયા પૃ.૬૮૪) કેટલી કૃપા?
મોક્ષમાર્ગનું યથાર્થ ભાન કરાવનાર, પરિભ્રમણના આંટા ટળાવનાર, માર્ગ ભૂલેલાને માર્ગ બતાવનાર, દિશા બતાવીને વાટે આવતાં વિઘ્નો-ભૂલોનું નિવારણ સમજાવનાર શ્રી સદ્ગુરુદેવ પરમ કૃપાળુદેવનો કેટલો ઉપકાર ? હે પરમકૃપાળુદેવ ! હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. (પત્રાંક ૪૧૭)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org