________________
૩૦
૧૦૮ મહાદશાનાં સ્મરણ સાથે આત્માની ‘દશા” કરવા, ઉજજવળ કરવા પણ હોઈ શકે. અને છેલ્લે, દરિયો, નદી, પર્વત, કળશ, સ્વસ્તિક, કન્યા, શંખ, અક્ષત, આમ્ર, ગંગા, સરસ્વતી, બીજ, શ્રીફળ વગેરે ૧૦૮ મંગળ છે તેમ મોક્ષ સર્વોત્કૃષ્ટ મંગલ છે માટે રાજપ્રભુએ મોક્ષમાળા નામ આપ્યું, બધી “માળા'વાળા શાસ્ત્ર-પુસ્તક કરતાં અનેરું અને અનન્ય. ચાર ઉત્તમ મંગલ પણ જયાં વસે છે તે છે મોક્ષમંદિર, મોક્ષનગર, મુક્તિપુરી.
त्वं माले सर्व देवानां प्रीतिदा शुभदा भव । शिवं कुरुष्व मे भद्रे यशोवीर्यं च सर्वदा ॥ હે માળા ! તું સહુને પ્રીતિ અને શુભ આપનારી છે; મને તું યશ અને બળ આપ તેમજ સર્વદા મારું કલ્યાણ કર. મોક્ષમાળા વિશે પરમકૃપાળુદેવના જ શબ્દોમાં –
મોક્ષમાળા અમે સોળ વરસને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્ત માર્ગથી કંઇ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ તેની યોજના કરી છે. મોક્ષમાળાના પાઠ અમે માપી માપીને લખ્યા છે.
મોક્ષમાળાના આમુખ કે ઉપોદ્દાત રૂપે પ્રકાશે છે,
આ એક સ્યાદ્વાદ તત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્ત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે દેવત પણ રહ્યું છે, એ સમભાવથી કહું છું. પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે, શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા, તેના તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ યોગવાઇ ન હોય તો પાંચ-સાત વખત તે પાઠો વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય, શેય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે.
આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો છે.
કેવો ઉમદા આશય છે? કેવી ઉદાત્ત ભાવના છે? ૧લા પાઠ “વાંચનારને ભલામણમાં,
- આ સપુરુષ કેટલા વિનયાન્વિત થઇને વાચકને લખેછે ‘તમારા હસ્તકમળમાં' ! ‘તમારા હાથમાં” લખી દેતા નથી ! ભવ-પરભવ બન્નેમાં હિત કરનારું એટલે કે આત્માને આત્મામાં ધારણ કરનારું બનશે, કારણ કે સંસ્કૃતમાં ધ ધાતુનો અર્થ ધારણ કરવું, તેના પરથી હિત શબ્દ આવ્યો છે. વળી જ્ઞાનની અને જ્ઞાનીની આશાતના કરવાથી જીવને જ્ઞાનાવરણીય કર્મ લાગેલાં છે તે હવે પુસ્તક લેતાં-મૂકતાં-વાંચતાં-વિચારતાં યત્ના રાખે, વિવેક દાખવે તો તેટલાં કર્મ ન લાગે તે માટેની રૂડી શિખામણ તે ભલી ભલામણ છે. અને વળી “મોક્ષમાળા’ શાસ્ત્રનું સર્જન હોવાથી આદ્ય મંગળ પ્રાર્થના રૂપે અહંત ભગવાનને માથા પર રાખ્યા છે. અત્રે વિવેક' શબ્દ પ્રયોજીને મોક્ષ કે ધર્મ ત્યાં જ છે તેમ કહીને મોક્ષમાર્ગ મૂકી દીધો તેમ લાગ્યા વિના ન રહે રજા પાઠ “સર્વમાન્ય ધર્મ'માં,
સયોગી જિન અને તેમની દેશના (ભાષણ કહેતાં, મા = પ્રકાશવું, કેવળ જ્ઞાન રૂપી સુર્યથી પ્રકાશિત થયા બાદ ખરતી દિવ્ય વાણી) તથા પોતે જેમના છેલ્લા અંતેવાસી શિષ્યા હતા તે ચરમ તીર્થકર શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org