________________
૧૯૮
આ વાણિયો ગ્રામ વવાણિયાનો, અપૂર્વસત્ રત્નવણિક સુજાણો, વ્યાપાર રત્નત્રયીનો અનન્ય, કરી લહ્યો આતમલાભ ધન્ય; રાષ્ટ્રપિતા ભારત ભાગ્યધાતા, ગાંધી મહાત્મા જગ જેહ ખ્યાતા,
તેના ય જે પ્રેરણામૂર્તિ વંદ્ય, તે રાજચંદ્ર સ્તવું વિશ્વવંદ્ય. ૭૬. વિક્રમ :
વિશેBUT #ાતા વિશેષપણે જે ઉત્ક્રમણ કરે છે તે. જે ત્રણેય ગુણને અતિક્રમી જાય છે તે વિક્રમ. મનુષ્ય રજોગુણ, સત્ત્વગુણ અને તમોગુણ એ ત્રિગુણાત્મક પ્રકૃતિને વશ છે. તેને જ અનુક્રમે બ્રહ્મગ્રંથિ, વિષ્ણુગ્રંથિ અને રુદ્રગ્રંથિ કહેવામાં આવે છે. જ્યારે આ ત્રણે ગ્રંથિનો ભેદ થાય છે ત્યારે જ ત્રણે સ્તરે દેહભાવમાંથી મુક્તિ મળે છે. આ ત્રણે પ્રકૃતિ પર વિજય મેળવે તે વિક્રમ. ક્રમે કે વિક્રમે, સુખનો સમય હવે ક્યો કહેવો? (પત્રાંક ૧૫૭-૨) લખીને અંતરંગ અનુત્તર વિચારણાથી વિવેક કરાવી સર્વકાળને માટે સુખી બનનારા કૃપાળુદેવ ખરા અર્થમાં પરદુ:ખભંજક વિક્રમ રાજવી છે. ગૃહસ્થદશામાં યોગદશા લાવનાર આ વિક્રમને વંદન વાર હજાર. ૭૭. વિક્ષUT :
વિ+વમ્ | વિચક્ષણ એટલે દીર્ઘદર્શી, પારદર્શી, વિચક્ષણ એટલે વિદ્વાન, બુદ્ધિમાન. વિચક્ષણ એટલે ચતુર, સાવધાન. નવસો ભવનું જાતિસ્મરણ જ્ઞાન અને શ્રી મહાવીર પ્રભુના છેલ્લા અંતેવાસી શિષ્ય હોવાનું તાદેશ સ્મરણ હોવાથી વિચક્ષણ તો હોય જ ને ? દીર્ઘદ્રષ્ટિથી વિચારીને આ કાળમાં આપણા જેવા જીવોનાં કલ્યાણ કાજે એ માર્ગમાં થતી ભૂલો અને તેને દૂર કરવાના ઉપાય પણ કહ્યા છે. મત-મતાંતરથી પર રહીને મૂળ વસ્તુનો લક્ષ કરાવનાર વિરજણ પુરુષ છે. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. (શિક્ષાપાઠ ૫૦) ૭૮. વિવેદી :
દેહ છતાં દેહાતીત દશા તે વિદેહી. મિથિલા નગરીના ઘણા ઘણા નરેશ જનક વિદેહી હતા. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં વિદેહી દશા રાખવી. (પત્રક ૮-૧૫) જડ ભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. (પત્રાંક ૨૧-૬૭) આવું લખી જનારો પુરુષ રાજવિદેહી જ હતો. ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે. (પત્રાંક ૩૩૪) દેહાભિમાન જેનું ગળી જાય છે અને પરમાત્મતત્ત્વ જેને જણાઇ જાય છે તેનું મન જ્યાં જાય છે ત્યાં તેને સમાધિ જ છે. કૃપાળુદેવનો વિદેહભાવ તાગવો તો વિકટ છે છતાં વિદેહ ભાવની ત્રિકરણ શુદ્ધિએ સ્તવના થાય તો ય કલ્યાણ છે.
પ્રભુ ! સત્ય ધર્મને ઉદ્ધરવા, અશરીરી ભાવ સદા વરવા; અજ્ઞાન કલંક મહા હરવા, કરી દેહની આપે ના પરવા. અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નીરખી.
પ.પૂ.બ્રહ્મચારીજી ૭૯. વિરત્ન વિભૂતિ :
સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઇ વિરલાને જ તે યથાર્થ સમજાયું. (પત્રાંક ૨૧-૨૫) વિભૂતિ એટલે ભસ્મ નહીં પણ મૂશય, મૂષણ અને મૂતિ રૂપે પરમ કૃપાળુદેવ
છે. માત્ર સૌન્દર્ય, ઐશ્વર્ય કે સામર્થ્યની વાત નથી પણ ભૂષણ કહેતાં સુષુપ્ત ચેતનને જાગ્રત કરે છે, ભૂતિ કહેતાં મોહ• શોકને તરી જાય છે અને સાધકને ય તરાવે છે. હજારો વર્ષે થાય તેવી અસાધારણ વ્યક્તિ કે અસામાન્ય વિભૂતિ રૂપે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International