SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ છે, એવી તીર્થકર દેવની વાણીની ભક્તિ કરો. (પત્રાંક ૧૧૯) જ્ઞાનીઓની વાણી, નય’માં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો. (પત્રાંક ૨૦૭) લખનારના વચનાતિશયને અને જિનવાણીની લ્હાણી કરનાર રાજવાણીને આપણા નમસ્કાર હો. સમ્યગ્દર્શનનું પણ કારણ સદ્દગુરુદેવ કૃપાળુની વાણી.... (પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૬) | સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થબોધક હોઈ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું કે તેમનો વચનાતિશય. (પત્રાંક ૮૩૭) આપણે તો એમ જ ગાઇશું કે, પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગત શોગ. (પત્રાંક ૧૫૪) ૭૪. વર૬ : વર એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. દ એટલે આપનાર, દેનાર, ઉત્તમ એવી આત્મવસ્તુને આપનારા, આત્માનું ભાન દેનારા. વરદ એટલે વરદાન દેનારા. શાનું વરદાન ? પંચ વિષયના સાધન રૂપ રાજ્યલક્ષ્મીનું સ્વપ્ન પણ ન હો એ આત્મભાવના ભાનનું અને આત્માના જ્ઞાનનું દાન તે વરદાન. વરદ એટલે શુભ. શુભ તો ગમે તે આત્માનું જ હોય. આ કાળમાં આપણું કલ્યાણ કરનારા, શુભ ઇચ્છનારા અને મંગળમય માર્ગે લઇ જનારા તો પરમ કૃપાળદેવ છે. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ્ (પત્રાંક ૨૦૦) આમાં રાજપ્રભુનો જમણો હાથ અભયદાયી કહી શકાય અને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. (પત્રાંક ૬૮૦) આમાં રાજપ્રભુનો ડાબો હાથ વરદ કહી શકાય, આશીર્વાદ આપે છે ને ? પ્રભુશ્રીજીને લઘુતા ધારી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું તમારા દ્વારા કલ્યાણ થશે નું શ્રેષ્ઠ વરદાન આપીને ખરા અર્થમાં વરદ બન્યા. ૭૫. વવાણિયાવૈવર : આનર્ત પ્રદેશ એ જ કાઠિયાવાડ અને એ જ સૌરાષ્ટ્ર. શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી નેમનાથ ભગવાન, ભાવિ તીર્થકર શ્રીકૃષ્ણ પરમાત્મા, રાજમતી પ્રવ્વીથી પરમપુનિત સુરાષ્ટ્ર. તે આજનું પશ્ચિમ ભારત - સૌરાષ્ટ્ર ગુજરાતનો એક ભાગ ગણાય છે તે. સાંપ્રતકાળમાં શ્રી હેમચંદ્રાચાર્યજી ધંધુકા ગામમાં, મહાત્મા ગાંધીજી પોરબંદરમાં અને શ્રીમદ્ રાજચંદ્રજી વવાણિયા ગ્રામમાં થયા. કચ્છ-કાઠિયાવાડને સાંધનાર વવાણિયા નામનાં નાના ગામે મોટા માણસ - ભગવાન જમ્યા. દેવદિવાળી દિને દેવામાને ત્યાં દેવાંશી નરનો આવિર્ભાવ થયો, જગદીપનો જન્મ થયો. પશ્ચિમ ભારતની પટરાણી, પુરી વવાણિયા બહુ વખણાણી, જનની આ વીરની લેખાણી, ગુરુ રાજચંદ્ર સ્વીકરાણી. અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નીરખી મુમુક્ષુ મનને હો કે કલ્યાણક સરખી. ૫.પૂ.બ્રહ્મચારીજી સત્ય, ન્યાય, નીતિ, નેકીથી વ્યાપાર કરનાર રાજ વહેપારી જ આરબને કહી શકે કે ‘રાજચંદ્ર દૂધ પીએ છે, લોહી નહીં !' પોતાની આત્મદશાથી દિશા દર્શાવનાર સાચા દશાશ્રીમાળી વૈશ્યવર છે. . એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઇએ છીએ, દઇએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. (પત્રાંક ૨૫૫) મન મોક્ષમાં ને તન સંસારમાં જેવો ઘાટ હતો. વૈશ્યલેશે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે. (હાથનોંધ ૧-૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary or
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy