________________
૧૬૮
ટૂંકમાં, જે અતીન્દ્રિય સહજ સુખનું અનંત ધામ છે, અવ્યાબાધ સ્વરૂપ છે, જેને સંતપુરુષો ચહી દિવસ-રાત જેમનાં ધ્યાનમાં વર્તી રહ્યું છે, જે પરમ શાંતસ્વરૂપ છે, જે અનંત સુધામય છે તે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ શુદ્ધ આત્મપદને હું પ્રણામ કરું છું. તે સર્વોત્કૃષ્ટ પદ જયવંત વર્તા, જયવંત વર્તા;
તે પદને,
મોક્ષ કહો કે મુક્તિ કહો, શિવ કહો કે સિદ્ધિ કહો, નિર્વાણ કહો કે નિવૃત્તિ કહો, વિશ્લેષ કહો કે વિમોક્ષ કહો, પરબ્રહ્મ કહો કે વિપ્રમોક્ષ કહો, અપુનર્ભવ કહો કે વિમુક્તિ કહો, ભવાતીત કહો કે સંસારાતીત કહો, દેહાતીત કહો કે જીવન્મુક્ત કહો, સ્થિતપ્રજ્ઞ કહો કે અવધૂત કહો, સુખધામ કહો કે પરમ સમાધિ કહોકોઇ અર્થભેદ નથી.
આ નિર્વાણ શતાબ્દી ચાલે છે, વિ.સં.૧૯૫૭થી વિ.સં.૨૦૫૭ના સો સો વર્ષનાં વહાણાં વહી ગયાં. ચૈત્ર વદ પની શ્રી કુંથુનાથ તીર્થકર દેવનાં દીક્ષા કલ્યાણકની પવિત્ર તિથિએ કૃપાળુદેવનો દેહ પંચત્વને પામ્યો, આત્મા પંચમ પદે ચાલ્યો. આ પંચમી મિતિ મર્યાદા દોરતી ગઇ કે તિથિ તારતી ગઇ કે,
પંચ પ્રમાદથી મુક્ત થાઓ, પંચ ઇન્દ્રિયબળ તોડો, પંચ મહાવ્રતનું પાલન કરો, પંચ આચારની આરાધનામાં રહો, પંચ દેહથી રહિત પંચમ ગતિને પામો.
દુઃષમ કાળનું પ્રબળ રાજ્ય પ્રવર્તે છે, તો પણ અડગ નિશ્ચયથી,
સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે.
(પત્રાંક ૮૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org