________________
૮૨
આ દેહાદિ આજથી વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું, દાસ છું, આપ પ્રભુનો દીન.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૨૬
ઉદ્ઘાટન પ્રસંગે શ્રીફળ વધેરે. પાન, સોપારી, નાળિયેરી, કેળ બધાં જ સદા મંગલ , સર્વમંગલ ગણાય છે. કેળ, શ્રીફળ બારમાસી ફળ. તેમાં ય નાળિયેરી સોપારીનો વિશેષ ગુણ એ છે કે, ખૂબ લાંબું ટકે. જે શુભ કાર્યનો આરંભ કરીએ, નવીનનું ઉદ્ઘાટન કરીએ તે શ્રીફળની જેમ ચિરસ્થાયી બની રહે, દીર્ઘકાળ ટકી રહે એવી ભાવના હોય છે. કૃપાળુ નાથના સબોધથી દેહ અને આત્માનો ભેદ પડી જાય યાને આત્મા ઉદ્દઘાટિત થઇ જાય એવી નાળિયેરી છે.
બાકી તો, કોઇપણ કાર્યનો આરંભ કરીએ એટલે આડખીલી, અંતરાય અને અવરોધ તો આવ્યા જ કરે. અંતરાયના કોઠા પાર કરીએ તો સફળતાની ટોચે પહોંચી જવાય. શ્રીફળ સફળતાનું પ્રતીક છે. કાઠા કોઠાને, કઠોર ક્વચને ભેદી શકીએ તો મુદ્દે ગર્ભ, અમૃતપેય અને સુસ્વાદુ ખાધ મળી શકે. મુસીબતોનાં કઠોર પડને ભેદીએ તો અંદરનો સાત્ત્વિક મેવો મળે. સંસારની મુશ્કેલીઓ સામે જીવન જીવવાની અને જીતવાની એક કળા છે. કઠોર અને કોમળના ફન્દ્ર વચ્ચે સમન્વય સાધવાની એક કળા છે. એ કળા સિદ્ધ કરવાનું ભાથું શ્રીફળ બાંધી આપે. કૃપાળુદેવની નાળિયેરીનાં અમૃત વચનોથી અને નાળિયેરીની જેમ જીવી ગયેલાં જીવનમાંથી શાંત ભાવ, સમતા ભાવ, આત્મભાવ, જ્ઞાતા-દષ્ટ ભાવ, દેખા ભાવ, જ્ઞાયક ભાવની શીખ મળે છે.
નાળિયેર પાસે ભર્ગવરેણ્યનું ભાથું છે. પંચતત્ત્વોને પોતાનામાં સમાવી લે છે. પૃથ્વીના પેટાળમાં રહેતા પાંચ તત્ત્વો પાણી-ટોપરાં દ્વારા નાળિયેર આપે છે. સૂર્ય, ચંદ્રના સિતારા મંડળનો મીનોઇ પ્રવાહ ખેંચી ખોરાક રૂપે આપે છે. ઠંડી, ગરમી, પવન, પાણી, વરસાદનાં vibration ચૂસી શરીરને પોષે છે. પ્રાણતત્ત્વ સાથે ઇશ્વર નામનું આકાશતત્ત્વ અને cosmic કિરણો સાથે સર્વરોગનાશક Healing Power પણ દિલદારીથી આપે છે.
- નાળિયેરનું પાણી ઠંડક આપે છે, સ્વાદિષ્ટ હોય છે, સ્કૂર્તિ આપે છે, તરસ મટાડે છે, હૃદય મજબૂત કરે છે, પિત્તનો નાશ કરે છે, ઊંઘ સારી લાવે છે. Fruitcose અને Sucrose ભરપૂર હોવાથી માંદાને શક્તિ આપે છે, પેશાબની બળતરા શાંત કરે છે, લીલું કોપરું શરીરને ભરાવદાર કરે છે, મોનાં ચાંદા મટાડે છે. સૂકાઇ ગયેલાં કોપરામાંથી સો ગ્રામના ટુકડામાં, ફક્ત સવાચાર ગ્રામ પાણી હોય છે, સાડા બાસઠ ગ્રામ તેલ હોય છે, સાડા છે ગ્રામ પ્રોટીન હોય છે, સવા અઢાર ગ્રામ કાર્બોહાઈડ્રેસ એટલે કે કુરચા હોય છે. ચાલીસ મિલીગ્રામ કેલ્શિયમ, બસો દસ મિલીગ્રામ ફોસ્ફરસ, અઢી મિલીગ્રામ લોટું તથા સાત મિલીગ્રામ વિટામીન સી હોય છે. આમ સૂકાયેલા કોપરામાંથી ખનિજ તત્ત્વો ઉપરાંત મોટાભાગે તેલ હોય છે. આવા બધા કિંમતી પ્રવાહો અને તત્ત્વો તિજોરી જેવાં મજબૂત ફળમાં સીલબંધ અને અકબંધ પૂરાં પાડે છે. સૂર્યનો આતશી પ્રભાવ, ચંદ્રની શીતળ બુદ્ધિવર્ધક તાસીર, શિવશંકરની લોખંડી મરદાનગી, પાર્વતીજીની કોમળતા-આર્દ્રતાવાળું નાળિયેરનું વૃક્ષ તપસ્વી સરીખું પુણ્યવંત પરોપકારી વૃક્ષ છે.
पयेषु पथ्यं भक्ष्येषु स्वादु, मांगल्यकार्येषु मुख्यं जनेषु । धनागमे कल्पतरु पृथिव्यां, फलेषु राजा फलं नारिकेल ॥
| અર્થાતુ, પીવામાં પાચનકારક, ખાવામાં સ્વાદિષ્ટ, મંગલ કાર્યોમાં સત્પષની જેમ મુખ્ય , આર્થિક રીતે પૃથ્વી પરનું કલ્પવૃક્ષ સમાન નાળિયેર ફળરાજ છે. તો નાળિયેરી વૃક્ષરાજ છે.
સ્વરૂપમાં પ્રતપન કરવું તે તપ. આચાર્ય શ્રી કુંદકુંદ પ્રભુ રચિત “પ્રવચનસાર'નો સારાંશ કહી દીધો. એવા તપસ્વી પરમકૃપાળુદેવે ‘સહજાત્મસ્વરૂપ' મંત્રનું દાન દઈ પરમોપકાર કર્યો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org