SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ૮૨. વેરાની : Born Ascetic – આજન્મ વૈરાગી અને જન્મ-જન્માંતરનાં જ્ઞાનવશાત્ વિશેષ વૈરાગીનાં ‘રંગની પિચકારી’, ‘કાંકરો’ જેવા વિષયો પરનાં કાવ્યોમાં પણ વૈરાગ્યવૃત્તિ ચળકે છે. ‘મોક્ષમાળા'ની રચના વખતે ‘યોગવાસિષ્ઠ’નાં ‘વૈરાગ્ય પ્રકરણ’માં વર્તતા શ્રી રામચંદ્ર જેવો - જેટલો વૈરાગ્ય હતો. ઓગણીસસે ને બેતાલીસે, અદ્ભુત વૈરાગ્યધાર રે પણ જાણીએ છીએ. મોક્ષમાળામાં બબ્બે પાઠ ‘વૈરાગ્ય’ વિષે મૂકનારે સ્પષ્ટ પ્રકાશ્યું છે કે, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે અને વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઇ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. વૈરાગી અને આત્મજ્ઞાની થઇને લખ્યું કે, ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન. પૂ.ગાંધીજીના શબ્દોમાં, ‘અપૂર્વ અવસર'ની કડીઓમાં જે વૈરાગ્ય ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે જોયેલો છે. પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. વૈરાગ્ય વિના વીતરાગતા પ્રગટે ? ૮૩. शतावधानी : એકીસાથે, લક્ષ રાખી, ભૂલ વગર, ભિન્ન ભિન્ન, સો ક્રિયા કરી બતાવવી કે સો વિષયની સફળતાપૂર્વકની સ્મરણશક્તિ તે શતાવધાન. માત્ર અઢાર-ઓગણીસ વર્ષની વયે વિના અભ્યાસે, વગર પરિશ્રમે, વણ યોગસાધનાએ, સહજ સ્વભાવે મુંબઇમાં વિ.સં.૧૯૪૩માં, જાન્યુ.૨૨, ૧૮૮૭ના રોજ શતાવધાનનો પ્રયોગ સાદ્યન્ત સાંગોપાંગ રીતે સફળ કરેલો. ડૉ.પિટર્સન, સર ચાર્લ્સ સાર્જન્ટ સહિત સમગ્ર સમુદાય કૃપાળદેવ પર ફિદા ફિદા થઇ ગયેલો. માત્ર ગુજરાતી ભાષા જાણનારે એકી સમયે સોળ સોળ ભાષાના ચારસો અક્ષર અને તે પણ વિલોમ સ્વરૂપે – કઇ શક્તિથી અવધાર્યા હશે ? સર ચાર્લ્સ સાર્જન્ટની સાથે વિલાયત જવાની વાતનો સવિનય અસ્વીકાર કરતા આ નિઃસ્પૃહી નરે કહ્યું, આત્મા અનંત શક્તિનો ધણી છે; શતાવધાનાદિ એ શક્તિના નમૂનારૂપ રજકણો છે; એથી માનમાં આવી જઇ ધર્મ હારી જવા જેવું છે. અને ભરયુવાનીમાં કીર્તિનાં સર્વોચ્ચ શિખરે જ આવા પ્રયોગો-પ્રસંગોને તિલાંજલિ આપી દેવાનું તો એ પુરુષ જ કરી શકે. કંચનના ત્યાગી છે, કામિનીના ત્યાગી છે પણ કીર્તિની લાલસા ફગાવનાર તો તું રાજચંદ્ર હો લાલ. ૮૪. शब्दब्रह्म : ભગવાનનું સ્વરૂપ કેવળ શબ્દાતીત હોત તો, તેની પ્રાપ્તિ કરવી મનુષ્ય માટે અસંભવિત બની જાત. એટલે પરબ્રહ્મ પામવાનું પ્રથમ પગથિયું શબ્દબ્રહ્મ પણ કહેવાય છે. ભાષા-સાહિત્ય એ વિચારનું-ભાવનું વાહન છે, માધ્યમ છે અને ભાવિતાત્મા પુરુષના શબ્દબ્રહ્મમાં તેના આત્માનું-બ્રહ્મનું દર્શન થાયછે. વાણીના ૪ પ્રકાર છે ઃ પરા, પશ્યતી, મધ્યમા અને વૈખરી. વૈખરીથી શરૂ થતો મંત્રનો જાપ પરા વાણીએ પહોંચતાં વાણી સાર્થક છે. : વળી, ‘નામ નામી એક’ એ ન્યાયે, નામમાં જ નામી છૂપાયેલો છે. ભાવની ઉત્કૃષ્ટતા અને ચિત્તની નિર્મળતા થતાં નામમાંથી નામી પ્રગટ થાય છે. કૃપાળુદેવના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે. (પત્રાંક ૧૬૬) ૮૫. is : શમ્ એટલે કલ્યાણ, કુશળતા, સમૃદ્ધિ કે સ્વસ્થતા; ર્ એટલે કરનાર. શંકર એટલે શુભદાયી, મંગળકારી અને મહાદેવ. વીતરાગ જેવો કોઇ મહાન દેવ નથી અને કૃપાળુદેવ વીતરાગ હોવાથી શંકરછે, મહાદેવ છે - - મહાન દેવ છે. મહાત્માનો દેહ બે કારણને લઇને વિદ્યમાનપણે વર્તે છે; પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોનાં કલ્યાણ અર્થે. (પત્રાંક ૩૭૩) ઇડરના મહારાજાની સાથે વાતચીતમાં કૃપાળુદેવ જણાવ્યું કે, મહાવીર સ્વામીગૌતમ આદિ ગણધરો ઇડરમાં વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા; તેમાંનો એક પાછળ રહી ગયેલો જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy