Book Title: Pravachana Parag
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation
Catalog link: https://jainqq.org/explore/008732/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नमामि वीरं गिरिसार-धीरम - પ્રવચન-પરાગ છે : પ્રવચનકાર : મધુરવક્તા આચાર્ય શ્રી પાસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ : પ્રકાશક : શ્રી અરુણોદય ફાઉન્ડેશન કોબા-૩૮૨૦૦૯ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ પ્રવચનકાર : આચાર્ય શ્રીમતુ પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. અનુવાદક : મહેન્દ્ર પુનાતર - મુંબઈ પ્રકાશક : શ્રી અરુણોદય ફાઉન્ડેશન - કોબા પ્રથમવૃત્તિ ૨૦૪૨ : નકલ ૧૦૦૦ દ્વિતીયાવૃત્તિ ૨૦૪૯ : નકલ ૧૫૦૦ કિંમત રૂ. ૨૦/ મુદ્રક : દુદુભિ પ્રિન્ટર્સ અમદાવાદ - પ્રાપ્તિસ્થાન)– – શ્રી અરુણોદય ફાઉન્ડેશન - કોબા C.J. Shah 'Anand Ghan' 113, Manekbag Society, Ambawadi, Ahmedabad-380 015 Phone : 413314 Narendrabhai Padmavati Traders 817/1/6, Haja Patel's Pole, Opp. Shantichandra Seva Samaj, Under Vijay Classes, Relif Road, Ahmedabad-1 Phone : 35 27 78 For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમર્પણ ધર્મ, આદર્શ અને મૂલ્યોની પ્રતિષ્ઠાને કારણે ભારતીય સંસ્કૃતિ અનેક ઝંઝાવાતો વચ્ચે ટકી રહી છે. ધર્મ એ જીવનની અવસ્થા છે, અનુશાસન છે. ધર્મ દ્વારા માનવતા પ્રસરી રહી છે. ધર્મ હોય ત્યાં અરાજકતા સંભવી શકે નહીં. દુનિયાનો કોઈ ધર્મ કહેતો નથી કે ચોરી કરો, હિંસા કરો, પાપ કરો, દુરાચાર કરો. દરેક ધર્મોએ સદાચાર અને આત્માના પરમ ગુણો ઉપર ભાર મૂક્યો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય એ ધર્મના આધારસ્તંભો છે. ધર્મ સાધના દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. આપણે સાધના દ્વારા સ્વયંની ખોજ કરવાની છે. આત્માને જાણ્યા વગર સાધનાના પથ પર આગળ વધી શકાય નહીં. આ માટે કષ્ટ પણ થાય. સાગરના કિનારે ફરવાથી મોતી પ્રાપ્ત થતાં નથી. મોતી મેળવવા માટે સાગરમાં ડૂબકી મારવી પડે છે. ધર્મ અને જ્ઞાનપ્રાપ્તિની જેમને જિજ્ઞાસા છે અને ધર્મનાં સનાતન સત્યોને જાણીને જે લોકો પોતાના જીવનને ઉચ્ચતર માર્ગે લઈ જવા આતુર છે, એવા તમામ લોકોને હું આ પુસ્તક સમર્પણ કરું છું. પાસાગર For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચત્કિંચિત. જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા સર્વ વ્યક્તિઓમાં વિદ્યમાન છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જુદા જુદા પ્રશ્નો અંગે જાણવાની અને તેનો તાગ મેળવવાની જિજ્ઞાસા રહેવાની. જીવનમાં ઘણા પ્રશ્નો મનમાં ઘુમરાતા હોય છે પરંતુ તેનું સમાધાન થતું નથી. જે પ્રશ્ન મનના ઊંડાણમાંથી ઉદ્દભવે છે તેનું સમાધાન થયા વગર રહેતું નથી. શાંતિ, એકચિત્ત અને મનની એકાગ્રતાથી કેટલાક પ્રશ્નોનું સ્વયં સમાધાન થઈ જાય છે. પ્રશ્ન એ ચિત્તમાં ઊઠતી લહેર છે. સમુદ્રમાં જેમ તોફાન અને વાવાઝોડું આવે ત્યારે લહેરો ઊમટે છે તેમ સંસારના કારણે આપણા ચિત્તમાં લહેરો ઊમટે છે અને તે પ્રશ્ન બની જાય છે. પાણી સ્થિર થઈ જાય ત્યારે આ લહેરો શમી જાય છે. સ્વયંને જમ્યા સિવાય, અંતરમાં ડૂબકી માર્યા સિવાય આપણે જીવન અને ધર્મનાં સત્યોને સમજી શકીએ નહીં. આત્માના વિષયમાં, ધર્મના વિષયમાં આપણે જે કાંઈ જાણવું હોય તે મનના મનોવિકાર દૂર કર્યા વગર સંભવી શકે નહીં. શરીરની આંખોથી આપણે સંસારને જોઈ શકીએ પરંતુ મનની આંખોથી આત્માની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે. જ્યાં સુધી મનમાં અંધકાર છે ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનું સમાધાન થવાનું નથી. સંઘર્ષ અને વિચારભેદથી પ્રશ્નો ઊભા થાય છે. જ્યાં સુધી સમસ્યા છે ત્યાં સુધી સંસાર છે. પૂર્ણતા પામ્યા પછી કોઈ તૃષ્ણા રહેતી નથી. ધર્મ એ જીવનનું ધારકબળ છે. જીવનની વ્યવસ્થા અને અનુશાસન છે. જ્ઞાન પ્રકાશ છે, તો ધર્મ તેની ગતિ છે. ધર્મત્વ દ્વારા આત્મત્વ પ્રાપ્ત કરવાનો મનુષ્યનો પ્રયત્ન હોવો જોઈએ. આજ સુધી જન્મેલી કોઈ પણ વ્યક્તિ પોતાની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરી શકી નથી. ઇચ્છાની ખાસ તો મહાસાગર જેવી વિશાળ છે અને આકાશ જેટલી વ્યાપક છે. પ્રાપ્તિમાં તૃપ્તિ નથી. એનાથી તો આંતરજાગૃતિ શૂન્ય બને છે. શાંતિ હૃદયમાંથી પ્રગટે છે. તેને બહાર ક્યાંય શોધવાની જરૂરત નથી. સંસારનું પાણી જ્યાં સુધી મનરૂપી નાવની બહાર છે ત્યાં સુધી For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોખમ નથી. જ્યારે સંસારનું પાણી મનરૂપી નાવમાં પ્રવેશ કરે છે ત્યારે સર્વનાશ સર્જાય છે. જીવનનું આ સત્ય છે તેને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. જીવનના ગહન વિષયો અંગે શાસ્ત્રકારોએ ઘણું ઘણું કહ્યું છે તેનો તુલનાત્મક અભ્યાસ કરીએ. આ માટે મનને ચિંતન સાથે જોડીને તેને જાગ્રત બનાવવું પડશે અને બુદ્ધિને સતેજ કરવી પડશે. પરમપૂજ્ય ગુરુદેવના સાન્નિધ્યમાં શાસ્ત્રોના ઊંડા અધ્યયનથી મને જે પ્રાપ્ત થયું છે, તેને પ્રવચનના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યો છું. આ પુસ્તક તેના ફળરૂપે છે. આ પુસ્તક કેવું છે તે હું વાચકો પર છોડી દઉં છું. જ્ઞાનઉપાસના એ તો વહેતી ગંગા છે. શક્તિ પ્રમાણે સૌ તેનો લાભ ઉઠાવી શકે છે. - પાસાગર For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય જૈન શાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જેમણે વિશિષ્ટ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને જેમણે પોતાનાં ચિંતન, મનન અને ઊંડા અધ્યયન દ્વારા એક નવી આભા ઊભી કરી છે, એવા સુપ્રિન્દ્ર પ્રવચનકાર સદ્ગુરુવર્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનું “પ્રવચન-પરાગ' પુસ્તક ગુજરાતી ભાષામાં રજૂ કરતાં અને આનંદ અને સંતોષની લાગણી અનુભવીએ છીએ. અરુણોદય ફાઉન્ડેશને આચાર્યશ્રીનાં પ્રવચનોના સંગ્રહોને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને બીજી ભાષાઓમાં રજૂ કરીને સમાજના બહોળા વર્ગને આ જ્ઞાનસરિતાનો લાભ મળે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ અગાઉ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં આચાર્યશ્રીનાં અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે, અને જિજ્ઞાસુ લોકોમાં તેની સારી એવી માંગ રહી છે. આ પ્રવચનમાળાનો એક વધુ મણકો આપની સમક્ષ મૂકતાં અમે ધન્યતા • અનુભવીએ છીએ. આ પુસ્તકનું સંપાદન કરીને તેને સરળ અને સુંદર ભાષામાં મૂક્વાની જહેમત ઉઠાવનાર “મુંબઈ સમાચાર'ના મુખ્ય ઉપતંત્રી શ્રી મહેન્દ્રભાઈ પુનાતરના અમે આભારી છીએ. આ પુસ્તકનું સરસ મુદ્રણકાર્ય કરી આપવા બદલ “દેવરાજ ગ્રાફિક્સ'ના પાર્ટનરો શ્રી જયેશભાઈ – અશ્વિનભાઈના આભારી છીએ. અંતમાં પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમનાં પ્રવચનોને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવા, અમને આપેલી અનુમતિ માટે અમે તેમના અંતઃકરણપૂર્વકના ઋણી છીએ. શ્રી અરુણોદય ફાઉન્ડેશન For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકીય (પ્રથમાવૃત્તિથી) સુપ્રસિદ્ધ પ્રવચનકાર અને જૈન ધર્મને દૈદિપ્યમાન બનાવનાર આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રખર ચિંતક અને ઊંડા અભ્યાસી છે. ગહનમાં ગહન વિષયને સરળ ભાષામાં સમજાવવાની તેમની કુનેહ છે. સમૃદ્ધ શબ્દપ્રયોગ અને રોચક દૃષ્ટાંતો દ્વારા જીવન અને ધર્મનાં પરમ સત્યોને લોકોના અંતરમાં ઉતારતી તેમની મનોહર શૈલી આકર્ષણનું કેન્દ્ર બની છે. એમની સાધુતા ગૌરવપૂર્ણ અને સમન્વયધર્મી છે. જીવનની પ્રત્યેક પળને તેઓ સાધકની દૃષ્ટિએ જુએ છે. સાધુ જીવનની કઠોર પરિચર્યાભરી ક્ષણોમાં તેમનું ચિંતન અવિરતપણે ચાલુ રહે છે, અને તેના અર્ક સમા મોતીના આ મણકાઓ આપણને સાંપડે છે. ઈતિથી અંત સુધી જકડી રાખવાનો તેમનાં પ્રવચનનો જાદુ છે. અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલાં તેમનાં જુદાં જુદાં પુસ્તકો વાંચવાનો અવસર પ્રાપ્ત થયો છે. તેમાં ઊંડું ચિંતન અને મનન છે. દરેક પ્રશ્નનો મૂળમાંથી તાગ લેવાની અને તેને તાર્કિક રીતે સમજાવવાની તેઓશ્રી પાસે અદ્ભુત કલા છે. તેમના દરેક પુસ્તકમાં કાંઈ ને કાંઈ નાવીન્ય છે. જીવન અને ધર્મનાં પરમ સત્યોને તેમણે ખૂબ જ સાહજિકતાથી સમજાવ્યાં છે. તપ, સંયમ અને ચારિત્ર દ્વારા જીવનમાં તેમણે જે તેજસ્વિતા પ્રાપ્ત કરી છે તેનો આમાં પડઘો રહેલો છે. તેમનાં મનનીય પ્રવચનો અને તેમાં રહેલું સત્ત્વ પ્રાભાવિક કરે એવું છે. તેમનું ‘આ પ્રવચન-પરાગ' પુસ્તક ચિંતનની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. તેમાં જ્ઞાનપ્રાપ્તિ, જિજ્ઞાસા, ધર્મ, નીતિ, સદાચાર, સત્ય, આત્મજાગૃતિ, આસક્તિ, શ્રદ્ધા, સહિષ્ણુતા, પરોપકાર વગેરે જુદા જુદા વિષયો પર તલસ્પર્શી છણાવટ છે. દાનની યથાર્થતા, સાધુની શ્રેષ્ઠતા, સ્વાર્પણભાવના, મૌનનું મહત્ત્વ, આહાર, આચાર અને વિચાર, વાણી અને વ્યવહાર તેમ જ અનેકાન્તવાદ જેવા ગહન વિષયોની પણ તેમણે સરળ સમજ આપી છે. ભાષાની સરળતા, સુંદરતા અને દૃષ્ટાંતકથાઓ વાચકના મનને જકડી રાખે છે. ધર્મજ્ઞાન અને આનંદની અનુભૂતિ તેમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં સત્ત્વ છે, અર્થપૂર્ણતા છે. આવાં સુંદર પ્રવચનોનું સંપાદન કરીને તેને ગુજરાતી ભાષામાં પુસ્તક તરીકે રજૂ કરવાની મને જે તક સાંપડી છે તે માટે હું ધન્યતા અનુભવું છું. મારામાં આ વિશ્વાસ મૂકવા માટે પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને શ્રી અરુણોદય ફાઉન્ડેશનનો હું ખૂબ ખૂબ આભારી છું. મુંબઈ, તા. ૧-૫-’૮૬ મહેન્દ્ર પુનાતર છ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા જિજ્ઞાસા પ્રવચનનો પ્રભાવ જીવન માધુર્ય સ્વાર્પણ સમય ગોયમ મા પમાયએ ૬. પરમાત્માની વાણી ધર્મબિન્દુ ૮. પ્રશસ્ત ભાવના ૯. સરળતા ૧૦. પ્રશ્નોત્તરી – વ્યાખ્યાન For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચનપરાગ ૧. જિજ્ઞાસા જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા સર્વ વ્યક્તિમાં વિદ્યમાન છે. જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી કોઈ પણ પ્રશ્ન અંગે જાણવાની - તેમાં ઊંડા ઊતરીને તેનો તાગ મેળવવાની જિજ્ઞાસા રહેવાની. આપણે તેને પ્રશ્ન કહીએ, શંકા કહીએ કે જિજ્ઞાસા; પરંતુ જ્યાં સુધી તેમાં અપૂર્ણતા છે ત્યાં સુધી પૂર્ણતાને પામવા ને સમજવા પ્રશ્ન ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે. પ્રશ્નો વિવિધ સ્વરૂપના હોય છે. કેટલાક એવા ગંભીર પ્રશ્નો હોય છે, કે જે ઊંડાં ચિંતન ને મનનમાંથી જન્મે છે. કેટલાક પ્રશ્નો સામાન્ય હોય છે, જે હરતાંફરતાં પણ મનઃસ્થિતિ પર આકાર પામતા હોય છે, પરંતુ તે પ્રશ્નોનું બહુ મૂલ્ય હોતું નથી. જે પ્રશ્નો, દીર્ધકાળ પર્યત ચિંતન અને મનનમાંથી જન્મે છે તેનું મૂલ્ય કીમતી મોતી જેવું છે. ઊંડા ચિંતન પછી જે પ્રશ્નો આવશે તે પ્રશ્ન વિચારણીય અને મનનીય હશે : તે જીવનની સફળતાના અધ્યયનમાં માર્ગદર્શન રૂપ બની જશે. જીવનમાં ઘણા એવા પ્રશ્નો હોય છે જે મનમાં ઘૂમરાતા હોય છે. તેની અભિવ્યક્તિ માટે કેટલીક વખત તક સાંપડતી નથી, જેથી આ પ્રશ્નોનું યોગ્ય સમાધાન મળતું નથી. પ્રશ્ન એવો વિષય છે જે જિજ્ઞાસાથી અને શ્રદ્ધાની ભૂમિકા પર જે પૂછવામાં આવે અને તેની પાછળ જાણવાની-સમજવાની ઉત્સુકતા હોય તો તેનાથી સંતોષ પ્રાપ્ત થાય. પરંતુ પૂછવા ખાતર કે પોતાની હોંશિયારી અને ચતુરાઈ બતાવવા ખાતર પુછાતા પ્રશ્નોથી આત્મતૃપ્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. આવી દૃષ્ટિ હોય તો પ્રશ્નોના ઉત્તરમાંથી મધુરતા મળે નહીં. પ્રશ્ન હંમેશા જિજ્ઞાસાની દૃષ્ટિથી કરવો જોઈએ. મારે જાણવું છે, સમજવું છે એવી એની પાછળની ભાવના હોવી જોઈએ. જે પ્રશ્ન મનના ઊંડાણમાંથી ઉદ્ભવે છે તેનું સમાધાન થયા વગર રહેતું નથી. શાંતિ, એકચિત્ત અને મનની એકાગ્રતાથી સ્વયં કેટલાક પ્રશ્નોનું સમાધાન થઈ જતું હોય છે. પ્રશ્ન એ ચિત્તમાં ઊઠતી લહેર છે. સમુદ્રમાં જેમ તોફાન અને વાવાઝોડું આવે ત્યારે લહેરો ઊમટે છે તેમ સંસારના કારણે આપણા ચિત્તમાં લહેરો ઊમટે છે, અને તે પ્રશ્ન બની જાય છે. પાણી સ્થિર થઈ જાય, ત્યારે લહેરો શમી જાય છે. તેમાં પ્રતિબિંબ જોઈ શકાય છે. મન અને ચિત્ત શાંત હોય ત્યારે પ્રશ્નનું સમાધાન તેમાં ડૂબકી મારવાથી એની મેળે જ થઈ જાય છે. પછી આ પ્રશ્નના સમાધાન માટે બીજે ક્યાંય જવાની જરૂરિયાત રહેતી નથી. ભગવાન મહાવીર, કૃષ્ણ અને રામે કોઈ પ્રશ્ન પૂછ્યા નહોતા. જ્યાંથી પ્રશ્ન ઉપસ્થિત થયા ત્યાંથી જ તેમણે સમાધાન શોધી લીધું હતું. તેમણે પોતાનામાં જ સ્વયં આંદોલન પ્રગટ કર્યું હતું અને ચિત્તવૃત્તિઓ પર અંકુશ મેળવીને શુદ્ધિ દ્વારા સાધના પરિપૂર્ણ કરી હતી. વર્તમાનમાં આ પરિસ્થિતિ નથી. કેટલાક પ્રશ્નો જીવન પર્યંત For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચપરાગ રહેવાના છે. આપણો જે પ્રયાસ છે તે પરોક્ષ છે. તે માટેની આપણી એટલી દૃષ્ટિ અને યોગ્યતા પણ નથી. પરંતુ પ્રયાસ કરીએ તો એ પૂર્ણ તો નહીં જ બને પરંતુ અંશતઃ સમાધાન જરૂર પ્રાપ્ત કરી શકાય. જન્મથી અંધ વ્યક્તિ સામે પ્રકાશ શું છે? આ પ્રશ્ન ઉપસ્થિત થયો. બીજાએ વ્યક્ત કરેલા વિચારમાંથી આ પ્રકાશ શું છે તે જાણવા તેના મનમાં ભાવ થયો. કોઈ વ્યક્તિએ કહ્યું: “પ્રકાશ એટલે સર્ચલાઈટ, ડેલાઈટ, સૂર્યનો તાપ, દીપકની જ્યોત વગેરે ઘણા પ્રકારનો પ્રકાશ.” અંધ વ્યક્તિએ પ્રથમ પ્રશ્ન એ કર્યો કે પ્રકાશનો સ્વાદ કેવો હોય છે? તેનો બીજો પ્રશ્ન એ હતો કે પ્રકાશની સુગંધ કેવી હોય છે? ત્રીજો પ્રશ્ન તેણે એ કર્યો કે ભાઈ, મારું હૃદય વ્યાકુળ થઈ રહ્યું છે, તમે મને બતાવો કે પ્રકાશની આકૃતિ કેવી છે? તેનો આકાર કેવો છે? તેની સુંદરતા કેવી છે? પ્રશ્નોની હારમાળા સર્જાય છે. બહુ મોટી મૂંઝવણ ઊભી થઈ ગઈ. પ્રકાશ શું છે ? અંધ માણસને કેવી રીતે સમજાવવું ? બહુ પ્રયાસ કરવામાં આવ્યો અને સમજાવવામાં આવ્યું કે પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ ! સૂર્ય શું છે? સૂર્ય શું છે તે હું તને કેવી રીતે સમજાવું? તેનો પ્રકાશ એકદમ સફેદ રંગનો હોય છે. સફેદ રંગ શું છે? સફેદ રંગ દૂધ જેવો હોય છે ભાઈ. દૂધ શું છે? “અરે મિત્ર, દૂધ શું છે તે તું સમજ નથી તો તું રોજ પીએ છે, તેનો સ્વાદ માણે છે.” દૂધનો સ્વાદ નહીં પરંતુ તેનું સ્વરૂપ મને બતાવો. તેનો રંગ કેવો છે ? તેની સફેદી કેવી ? તને હજુ સમજણ પડતી નથી. સફેદ રંગ બગલાની પાંખ જેવો હોય છે. બગલાની પાંખ શું છે? એક એક પ્રશ્નમાંથી નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થતા રહ્યા. સમજાવવાવાળો વિચારી રહ્યો કે આને મારે કયા કયા માધ્યમથી સમાવવું. એને સમજાવવા માટે જે માધ્યમ છે તે દૃષ્ટિ છે; તે તેની પાસે નથી. હું તેને કાંઈ પણ કહીશ તો તેમાંથી એક બીજો નવો પ્રશ્ન ઉપસ્થિત થશે. તેણે જવાબ આપી દીધો કે બગલો એકદમ સફેદ રંગનો હોય છે.' અંધ વ્યક્તિએ કહ્યું : તે તો હું સમજી ગયો પરંતુ મારે જાણવું છે કે બગલો શું છે ? For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૩ મિત્રે તેના હાથના ઇશારાથી અને સ્પર્શથી તેની આછીપાતળી આકૃતિ રચી તેને કાંઈક થોડું બગલા અંગે સમજાવ્યું. હાથને આડોઅવળો કરીને લાઈટ શું છે તે સમજાવવાની કોશિશ કરી. આંશિક સત્ય તેને મળ્યું. તેને સંતોષ થયો નહીં. તે પૂછવા લાગ્યો કે પ્રકાશનો સ્વાદ કેવો છે ? સુગંધ કેવી છે ? તેની સુંદરતા કેવી છે ? બીજા એક મિત્રે કહ્યું : ભાઈ, તમે થાકી જશો પરંતુ તેને સંતોષ થશે નહીં. એ અપૂર્ણ છે અને પૂર્ણતાના વિષયમાં તે કદી સમાધાન પ્રાપ્ત કરી શકશે નહીં. સીધી વાત છે – તેની દૃષ્ટિનો ઉપચાર કરવો જેથી એ સત્યને જાણી શકે. એક અનુભવી વૈદ્યને બોલાવવામાં આવ્યો. નેત્રચિકિત્સા થઈ ગઈ. આંખે પટ્ટી બાંધી દેવામાં આવી. વૈદ્યે કહ્યું : ‘આજથી ૨૩ દિવસ સુધી તેની આંખમાં કોઈ પણ પ્રકારનો વિકાર પ્રવેશવો જોઈએ નહીં.' આરામ, વિશ્રામ, આહારશુદ્ધિ અને ઉપચાર પછી પટ્ટી ખોલવામાં આવી. પરિણામ એ આવ્યું કે પટ્ટી ખોલતાં જ પ્રકાશના માધ્યમથી પ્રકાશનો પરિચય થયો. પછી તેને પૂછવામાં આવ્યું કે પ્રકાશ શું છે તે તારે હવે જાણવું છે કે ? તેણેં કહ્યું : ‘ભાઈ, હવે જાણવા જેવું રહ્યું શું ?' પ્રશ્ન જ ખતમ થઈ ગયો. પ્રકાશ શું છે તે સમજાઈ ગયું. એ જાણવા માટે ભાષા કે શબ્દના માધ્યમની જરૂર પડી નહીં. પોતાના પ્રશ્નનું સ્વયંથી જ સમાધાન થઈ ગયું. પ્રકાશને જોવા માટે નેત્રો જોઈએ. જો તેમાં વિકાર હોય તો પ્રકાશ દેખી શકાય નહીં, સમજાય નહીં અને પછી તે કલ્પના કરે કે પ્રકાશ જેવું કાંઈ નથી, આ તો એકદમ ખોટી વાત છે. તો તે માનવીની મોટી ભૂલ ગણાય. આપણી દૃષ્ટિ જ્યાં ન પહોંચે ત્યાં તે વસ્તુ નથી એમ કેમ કહી શકાય ? આત્માના વિષયમાં, ધર્મના વિષયમાં આપણે જે કાંઈ જાણવું હોય તે મનના મનોવિકાર દૂર કર્યા વગર સંભવી શકે નહીં. શરીરની આંખોથી આપણે સંસારને જોઈ શકીએ. પરંતુ મનની આંખથી આત્માની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે. મનની અંદર મન દ્વારા આત્માની શક્તિનો પરિચય થઇ શકે. જે દિવસે મનોવિકારો દૂર થઈ જશે ત્યારે સ્વાભાવિક રીતે જ તમે આ મનઃસ્થિતિ પ્રાપ્ત કરી લેશો. સ્વયં પ્રકાશ પ્રગટશે અને પ્રશ્નો આશંકાઓ તિરોહીત થઈ જશે. પછી આ માટે કોઈ માધ્યમની જરૂર નહીં પડે અને પ્રશ્ન પ્ાની કોઈ આવશ્યકતા જ નહીં રહે. આપણે સમજી લેવું જોઈએ કે જ્યાં સુધી મનનો અંધાપો છે, અંધકારનું આવરણ છે, વિકાર છે ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનું સમાધાન થવાનું નથી. આપ નવા નવા પ્રશ્નો કરતા રહેશો. મહારાજ સાહેબ ધર્મના વિષયમાં બતાવો. હું ઉત્તર આપું કે ધર્મ આત્મામાં છે. ધર્મનો આત્મા સાથે નિકટ સંબંધ છે. આપ હવે નવો પ્રશ્ન પૂછશો કે ‘આત્મા શું છે ?' હું કહું કે તે તમે જોઈ નથી શકતા. તમે કહેશો, તો સાહેબ તેની અનુભૂતિ શું છે તે સમજાવો. આ રીતે આપ રોજ નવા નવા પ્રશ્નો મારી સામે ઉપસ્થિત કરતા રહેશો. હું For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ પ્રવચન પરાગ તમને ખોટી રીતે આ આમ છે, તેમ છે એમ સમજાવી દઉં તો તમે એમ માનીને ચાલ્યા જશો, આ ભૂલ છે. સમજવામાં અને સમજાવવામાં એક મોટું અંતર પડી જાય. સાચી વાત એ છે કે તેની ભૂમિકાને સમજી લેવાનો પણ આપણે એક પ્રયાસ કરવો જોઈએ. જે પ્રશ્ન છે તે અનુસાર તેને જાણવાની એટલી યોગ્યતા પણ પ્રાપ્ત કરી લેવી જોઈએ. ત્યારે એ પ્રશ્નની પૂર્ણતા સુધી પહોંચી શકાય. આ પછી સાધનાની એવી સ્થિતિ ઊભી થાય જેમાં શબ્દોની જરૂરત રહે નહીં. ભગવાન મહાવીરે જગતના તમામ પ્રશ્નોનું સમાધાન અનેકાંત દૃષ્ટિથી કરાવ્યું જેથી તેની અંદર બંને દૃષ્ટિનો સમાવેશ થાય. અને કોઈ પણ જાતનો વૈચારિક સંઘર્ષ ઊભો ન થાય. અનેકાંત એવી મંગલમય દૃષ્ટિ છે જ્યાં સમાધાન છે, સંઘર્ષ નથી. જ્યાં બીજાને સમજાવવાની ભાવના છે. એક્બીજાને જાણવાનો પ્રયાસ છે. આ ભૂમિકા પર ઊંડાણથી વિચાર કરવો જોઈએ. વિશ્વમાં આ સંસારમાં એવી કેટલીય વસ્તુઓ છે જે પ્રત્યક્ષ આપણે જોઈ શકતા નથી. પરંતુ બીજાઓ દ્વારા અથવા તો પરંપરાગત પ્રમાણો દ્વારા તેનો સ્વીકાર કરી લેવો પડે છે. કોઈ વ્યક્તિ એવી હોય જેની દૃષ્ટિમાં સહેજ વિકાર હોય. દૂરનું જોઈ ન શકે તો માઇનસ લૅન્સ લગાવવા પડે. એકદમ દૂરની આકાશી ચીજો જોવા માટે બાયનોસૂલ૨નો ઉપયોગ કરવો પડે. ટેલિસ્કોપથી ગ્રહો અને નક્ષત્રો પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય. દેખાતું નથી એમ તમે કહી દો તો હું તે માનવા તૈયાર નથી. તો ઘણી એવી બાબતો છે જે માની લેવી પડે છે. કોઈએ પણ તેનો સ્વીકાર કરી લેવો પડે છે. સાધનાની એવી સ્થિતિ તમે પ્રાપ્ત કરી લો કે જેથી બહુ દૂરની ચીજો પણ તમે જોઈ શકો. પોતાનાથી માંડીને સર્વને જોવાની મંગળમય દૃષ્ટિ મળી જાય, પ્લસ અને માઇનસ બંને લૅન્સ આપણી અંદર આવી જાય. દૂર-નજીક બધું આપણે જોઈ શકીએ. સ્વયંને પ્રાપ્ત કરી શકાય. અંતઃસ્તલ સુધી પહોંચી શકાય. પછી ન તો કોઈ પ્રશ્ન રહેશે ન કોઈ શંકા. સંઘર્ષ અને વિચારભેદથી પ્રશ્નો ઊભા થાય છે. સંસારમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે. જ્યાં સુધી સમસ્યા છે ત્યાં સુધી સંસાર છે. પૂર્ણતા પામ્યા પછી આ તૃપ્ત થઈ જશે; પછી કોઈ તૃષ્ણા રહેશે નહીં. ૨. ધર્મ શું છે ? ધર્મ શું છે ? ધર્મની જરૂરત ક્યાં છે ? એવો પ્રશ્ન કોઈને કદાચ થાય. આ સામાન્ય સ્તરનો પ્રશ્ન છે. એમાં પ્રાથમિક જિજ્ઞાસા છે. આપણે જાણીએ છીએ કે સંસારમાં જે કંઈ ચીજો અને પદાર્થો છે તે તેમાંથી શક્તિ મેળવે છે. શક્તિ વિનાની કોઈ પણ ચીજ ગતિ પ્રાપ્ત કરી શકતી નથી. ઘડિયાળને ચલાવવા માટે ચાવી દેવી પડે છે. મોટર રાખીએ તો તેમાં પેટ્રોલ ભરવું પડે છે. તો જ તેમાં ઊર્જા પેદા થાય છે અને તે ગતિ કરી શકે છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૫ જીવનને ચલાવવા માટે પણ શરીરને ખોરાક અને પાણી પૂરું પાડવું પડે છે. શક્તિઓ આવે છે ત્યારે જીવનમાં વિચારો સ્ફુરે છે અને જીવન ગતિમાન બને છે. આવી રીતે ધર્મના માધ્યમથી આત્માની અંદર એક શક્તિ ઊભી થાય છે. સત્કર્તવ્યો અને સદ્દવિચારોથી આ શક્તિ, આંતરિક ઊર્જા વધુ પ્રજ્વલિત બને છે. ધર્મ એ આત્માની તૃપ્તિનું સાધન છે. આ ક્રિયાથી આત્મામાં પરમ શક્તિ અને પ્રબળ ભાવના ઊભી થાય છે. ધર્મને જીવનમાં એટલે અત્યંત જરૂરી માનવામાં આવ્યો છે. ભોજન નહીં હોય તો ચાલે પરંતુ ધર્મ વગર ચાલી શકે નહીં. ધર્મ ન હોય તો આત્માનો વિકાસ થઈ શકે નહીં. ધર્મ એ જીવનની અવસ્થા છે. જીવનમાં ધર્મની શી જરૂરત છે ? એવો પ્રશ્ન કરનારને એટલી ખબર હોવી જોઈએ કે ધર્મ એક અનુશાસન છે. જીવનને ગતિમાન બનાવવાનું પરમ સાધન છે. એ બંધન નથી. ધર્મની સાથે પ્રેમ આવી જાય તો એ બંધન મોક્ષનું કારણ બની જાય. ધર્મ સંસારનાં બંધનોથી માણસને મુક્ત બનાવે છે અને તેને મોક્ષ તરફ લઈ જાય છે. આમાં પ્રેમનું તત્ત્વ સામેલ થવું જોઈએ. દિલમાં એવી ભાવના પ્રગટ થવી જોઈએ કે મારે મારા આત્મકલ્યાણ અને સર્વ આત્માઓના કલ્યાણ માટે ધર્મ દ્વારા જીવનની વ્યવસ્થા પ્રાપ્ત કરવી છે. ધર્મ એ આત્માની વસ્તુ છે. તે આત્માથી ભિન્ન નથી. આત્મા સ્વયં ધર્મમય છે. તે મૂર્છિત દશામાં છે. તેને પ્રેમથી જાગ્રત કરવાની જરૂર છે. આગ અને આગની ગરમી અલગ નથી થઈ શકતાં, પાણી તેની શીતલતાથી ભિન્ન હોઈ શકે નહીં. આ બંને ગુણ અને ગુણી એક જ જગ્યાએ હોવાનાં. જ્યાં આત્મા નામનું દ્રવ્ય છે ત્યાં ધર્મ નામનો ગુણ પણ વિદ્યમાન રહેશે. વસ્તુનો સ્વભાવ જ તેનો ગુણધર્મ છે. ‘વસ્તુ સાઓ ધમ્મો' ભગવાન મહાવીરે જ્ઞાન આપ્યું છે, કે વસ્તુનો સ્વભાવ એ તેનો ધર્મ છે. આગનો સ્વભાવ છે જલાવવું, તે તેનો ધર્મ. પાણીનો સ્વભાવ છે શીતલતા, તે તેનો ધર્મ. આવી રીતે આત્માનો સ્વભાવ પરોપકાર વૃત્તિ, સદાચારની વૃત્તિ. આ બધાને ધર્મ માનવામાં આવ્યો છે. ધર્મ શબ્દની વ્યાખ્યા ઘણી વ્યાપક અને વિસ્તૃત છે. આપણે લોકોએ શબ્દોના પૅકિંગમાં ધર્મને સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું છે. આ ભૂલ આપણી છે. પરમાત્માએ કદી કહ્યું નથી કે ધર્મ સંપ્રદાય છે. પરમાત્માએ તો સર્વના કલ્યાણ માટે ધર્મ પ્રરૂપેલ છે. એવી વ્યાખ્યા આપવામાં આવી છે કે અંતઃવળ શુદ્ધિત્વમ્ તિ ધર્મત્વમ્ ! અંતઃકરણની પવિત્રતા એ ધર્મ છે. વિચારની પવિત્રતામાં જાતિ, સંપ્રદાય, દેશ કે એ ક્યાં જન્મ્યો છે તેનું કોઈ મહત્ત્વ નથી. તેનું અંતઃકરણ શુદ્ધ અને સાફ છે કે નહીં તે જ માત્ર જોવાનું છે. માનવતાની દૃષ્ટિથી માનવતા પર વિચાર કરવાનો છે. આત્માની દૃષ્ટિથી જગતના પ્રાણીમાત્રનો પરિચય કરવાનો છે. પ્રેમના માધ્યમથી આ પરિચય For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ જે પ્રાપ્ત થઈ જાય તો તે ઘર્મ બની જાય છે. ઘર્મ એવી કોઈ વસ્તુ નથી કે મંદિરમાં જવાથી માણસ ઘર્મી બની જાય છે. મસ્જિદમાં જઈને નમાજ પઢવાથી ધર્મ પ્રાપ્ત થઈ શકતો નથી. ઉપવાસ કે અનશન કરવાથી માત્ર ધર્મ મળી જતો નથી. આપણે ઘણી ઝીણવટથી ધર્મના સિદ્ધાંતોને જોવા જોઈએ. દુનિયાના બધા ધર્મોમાં કાંઈક ને કાંઈક વિશેષતા છે. જુદા જુદા વિચારો છે. અલગ અલગ પ્રકારનું ચિંતન છે. ભગવાન મહાવીરે અનેકાન્ત દૃષ્ટિથી આ બધાનો સમન્વય કર્યો છે. અનેકાન્ત દૃષ્ટિ શું છે તે અંગે નીચેનું દૃષ્ટાંત સમજવા જેવું છે. વરસાદની મોસમ હતી. ચારે બાજુ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદને કારણે પ્રચંડ પૂર ઊમટતાં આખું ગામ તણાઈ રહ્યું હતું. પાણીમાં એક મોટું લાકડું તરી રહ્યું હતું. તેના પર ચાર દેડકાઓ બેસી ગયા હતા. આમાંથી એક મોટો વિચારક હતો, બુઝર્ગ હતો. જીવન અને દુનિયાનો એને અનુભવ હતો એટલે આ બધું તાંડવ જોઈને તે મૌન ધારણ કરીને બેઠો હતો. જરૂર પડે એ સિવાય ન બોલવું એવું તેણે મનમાં નક્કી કર્યું હતું. બીજે દેડકો હતો. તેનાથી ચૂપ રહેવાયું નહીં. તેણે કહ્યું : કે ઘણું સુંદર થયું, આખું ગામ તણાઈ ગયું. પરંતુ આપણે સલામત બહાર નીકળી ગયા. આગળ બોલતાં તેણે કહ્યું: આ લાકડું કેવું સરસ રીતે તરી રહ્યું છે? તે ગતિમાન છે. આપણે જરૂર લક્ષ સુધી પહોંચી શકીશું. આ સાંભળીને ત્રીજે દેડકો છળી ઊઠ્યો. તેણે વિરોધ કરતાં કહ્યું કે તું ખોટું બોલી રહ્યો છે. લાકડું વહી નથી રહ્યું પરંતુ નદી વહી રહી છે. એકે કહ્યું લાકડું વહી રહ્યું છે. ભારે વિવાદ સર્જાઈ ગયો. બંને પોતપોતાનાં મંતવ્યો પર મક્કમ હતા. ત્રીજો દેડકો જે અત્યાર સુધી ચૂપ હતો તે યોગદર્શનમાં નિપુણ હતો. તે ખૂબ જ આધ્યાત્મિક અને જગતને પોતાની દ્રષ્ટિથી જોવાવાળો હતો. ઘણી વ્યક્તિઓ એવી હોય છે જે પોતાનાં ચશમાંથી દુનિયાને જોતી હોય છે. એમની પાસે ઊંડી દૃષ્ટિ હોતી નથી. આ દેડકાએ સાફ કહી દીધું : “તમે બંને ખોટા છો.” તમે સમજતા નથી. નથી લાકડું વહી રહ્યું કે નથી નદી વહી રહી. પરંતુ આપણે ખુદ વહી રહ્યા છીએ. યોગદર્શનમાં પાતંજલ જેવા મહાન ઋષિએ પણ કહ્યું છે કે આપણે ખુદ વહી રહ્યા છીએ. આપણા મનની અંદર પ્રવાહ છે. મન પ્રવાહી છે તે વહેતું રહે છે અને તે ગતિની અંદર આપણે વહી રહ્યા છીએ. આ ત્રણે દેડકાઓ પોતપોતાના વિચારોને પકડીને બેસી ગયા. ચોથો દેડકો જે મૌન ધારણ કરીને બેઠો હતો એને બોલવું નહોતું પરંતુ બોલવાનું જરૂરી બની ગયું. તેણે જોયું કે અહીં મોટો સંઘર્ષ થઈ રહ્યો છે. ધર્મને નામે અધર્મ થઈ રહ્યો છે. આ ત્રણમાં એકાંત દૃષ્ટિ છે, તેઓ પોતપોતાની રીતે સાચા છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. તેણે ત્રણે દેડકાઓને ઉદ્દેશીને કહ્યું : “ભાઈઓ, તમે ત્રણે સાચા છો અને ખોટા પણ છો,, ત્રણે દેડકાઓ બોલી ઊઠ્યા : આ બંને વાત સાચી કઈ રીતે હોઈ શકે? આ જ્ઞાની દેડકાએ કહ્યું: “સ્યાદ્વાદ' એનું જ નામ છે. તમે ત્રણે સાચા પણ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ છો અને ખોટા પણ છો. તમે ત્રણે અલગ અલગ દૃષ્ટિથી કહી રહ્યા છો. તમારા ત્રણેના કથનમાં આંશિક સત્ય છે, ખંડિત સત્ય છે. તમારા ત્રણેના કથનને એક કરી દેવામાં આવે તો સંપૂર્ણ સત્ય બની જાય, મન પણ વહે છે, યોગ અને અધ્યાત્મ દૃષ્ટિથી વિચારને પ્રવાહ માનવામાં આવ્યો છે એટલે એ બિલકુલ સાચું છે, કે તમે તેનો અનુભવ કરી રહ્યા છે. તમારા મનની અંદર જે વિચારો છે તે પ્રવાહિત થઈ રહ્યાં છો. આ ત્રણે સત્ય છે. સવાલ આવ્યો : ‘આ ત્રણે સત્ય કઈ રીતે હોઈ શકે ?' તેણે કહ્યું : ‘હું અસત્ય બોલતો નથી. હું જે કહું છું તે સાચું છે. તમે ત્રણે સાચા પણ છો અને ખોટા પણ છો. આ ત્રણે દેડકાઓને થયું, આ દેડકો આપણને બનાવી રહ્યો છે. તેથી ત્રોએ તેના પર આક્રમણ કર્યું. અને તેને દરિયામાં ડૂબાડી દીધો. સાચું બોલવાનું આ પરિણામ આવ્યું. વાસ્તવિક જીવનમાં પણ આપણી આવી જ સ્થિતિ છે. આંશિક સત્યને પકડીને આપણે તેની ૫૨ ધર્મનું લેબલ લગાવી દઈએ છીએ. અને વિચારના સંઘર્ષમાં આવીને અનેકાંતની હત્યા કરી નાખીએ છીએ. એમ કરવું જોઈએ નહીં. આમ કરવાથી સત્ય કદી પ્રગટ થાય નહીં. સત્યની આપણે ઇજારાશાહી લીધી હોય એમ આપણે માનીએ છીએ. સદીઓથી ચાલી આવેલી ખોટી માન્યતાઓ અને પરંપરાના આપણે શિકાર બન્યા છીએ. પરંતુ આ બધામાં જે પરમ સત્ય છે તેનો સ્વીકાર કર્યા વગર ચાલશે નહીં. પરમ સત્ય સાપેક્ષ છે. આ બધા પ્રશ્નોને સાપેક્ષ દૃષ્ટિથી જોવા પડશે. આ બધા પ્રશ્નો પર જે વિચાર કરવાનો છે તે પણ આ દૃષ્ટિથી કરવો પડશે. વિચારના ઊંડાણમાં જઈએ તો આપણને માલૂમ પડે છે કે કેટલીક બાબતમાં સત્ય જૂઠ બની જાય છે અને જૂઠ સત્યનું સ્થાન ધારણ કરે છે. માણસે બુદ્ધિનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. આત્માને માટે બુદ્ધિનો સંમિશ્ર પ્રકારથી ઉપયોગ કર્યો નથી. તત્ત્વની દૃષ્ટિથી આત્માને જાણવાનો, સમજવાનો પ્રયાસ કર્યો નથી જેને પરિણામે ધર્મ અને આત્મા અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે. શંકાઓ ઉત્પન્ન થઈ રહી છે. આને કારણે મનમાં સમાધાન થતું નથી. પરંતુ અનેક નવી નવી શંકાઓ આકાર ધારણ કરી રહી છે. જ્યાં શંકા છે, ત્યાં સમાધાન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય ? કાળના પ્રવાહમાં આવા પ્રશ્નો ઘણી વખત ઊઠ્યા છે. એટલા માટે ભગવાન મહાવીરે અનેકાંત દૃષ્ટિ આપી છે. એકાંત દૃષ્ટિથી અથવા પોતાની દૃષ્ટિથી જોશો તો સમાધાન નહીં થાય. અને જે કાંઈ ઢૂંઢશો તેમાં સંતોષ નહીં મળે. જીવનમાં સૌથી વધુમાં વધુ ધર્મની જરૂરત છે. જીવનમાં ધર્મની વ્યવસ્થા દૂર . થઈ જાય તો અરાજક્તા ફેલાય અને નિયંત્રણ રાખવાવાળું કોઈ તત્ત્વ રહે નહીં. આપણે ત્યાંના આદર્શો જુઓ, ચીનનાં આદર્શો જુઓ, રોમન સંસ્કૃતિને પહેચાનો. પ્રાચીન ઇતિહાસના પૃષ્ઠોને ફંફોળો તો માત્ર એક સત્ય પ્રાપ્ત થશે કે ધર્મ દ્વારા માનવતા પ્રસરી છે. ધર્મ દ્વારા જે દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો હતો તેમાં સુવ્યવસ્થા હતી. રાજા રામચંદ્રજીનું રામરાજ્ય કેવું હતું ? શ્રીકૃષ્ણના સમયની For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન ૫રાગ વ્યવસ્થા કેવી હતી? ઘર્મ, આદર્શ અને મૂલ્યોની કેવી પ્રતિષ્ઠા હતી? લોકો આ માટે જાનની કુરબાની કરતાં અચકાતા નહીં. જૈન ઇતિહાસ દ્વારા જુઓ -- આદિનાથજી ભગવાનના સમયમાં કેવી વ્યવસ્થા હતી ? કેવી શ્રેષ્ઠ પરંપરા હતી ? જેમાં અવ્યવસ્થા કે અરાજકતાને જરા પણ સ્થાન નહોતું. ઘર્મ અને સદાચારના માર્ગે ચાલનારા લોકો હતા. ઊંચા આસને બેસનારાઓની આ અંગે સવિશેષ જવાબદારી રહેતી. પાપથી લોકો દૂર રહેતા. પાપ કરવું એ પોતાની હત્યા કરવા જેવું છે એમ લોકો માનતા. ખોટું કામ કરવાથી તેનું પરિણામ ભોગવવું પડે છે તેથી લોકો તેનાથી દૂર રહેતા. દરેક બાબતનો માનવતાની દૃષ્ટિથી વિચાર કરવામાં આવતો હતો, સંયમ હતો, મર્યાદા હતી, પરસ્પર આદર અને સ્નેહ હતો. ઘર્મને યથાર્થ રીતે સમજવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે તો ચોરી અને દુરાચાર બંધ થઈ જાય. ઘર્મમાં બાહ્યરૂપને આપણે સ્વીકાર્યું છે પરંતુ તેની 'ભીતરમાં આપણે ઊતર્યા નથી. આંતરિક દૃષ્ટિથી તેનો પરિચય કર્યો નથી. કેટલીક વખત લૌકિક દૃષ્ટિથી આપણે ધર્મને સ્વીકારી લઈએ છીએ. તેથી ભ્રમણા ઊભી થાય છે. ધર્મ એ જીવનની વ્યવસ્થાનું આવશ્યક અંગ છે, અરાજકતાને દૂર કરવાનું એક સાધન છે. બાલ્યાવસ્થાથી જો આ સંસ્કારનું સિંચન થાય તો સંસારમાં ઘર્મનો કદાપિ વિરોધ થાય નહીં. દુનિયાનો કોઈ ધર્મ કહેતો નથી કે ચોરી કરો, હિંસા કરો, પાપ કરો, દુરાચાર કરો. દુનિયાના તમામ ધર્મોએ સદાચારના આ આર્ય સત્યનો સ્વીકાર કર્યો છે. આત્માના પરમ ગુણોને જાણવા એ સાચો ધર્મ છે. ધર્મને કોઈ લેબલ નથી કે કોઈ ટ્રેડમાર્ક નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે માણસને સવહેવાર અને તેના સદ્ગુણો તેને ધાર્મિક બનાવે છે. ધર્મ શબ્દ પૃ ધાતુમાંથી બન્યો છે જેનો અર્થ થાય છે – “ઘારણા, ધર્મ ઉચ્યતે.” જે આત્માને સદ્દગુણમાં રાખે છે. દુર્ગતિ પ્રતત પ્રાના ઘારયતિ ઈતિ ઘર્મઃ” દુર્વિચારો અને કુમાર્ગે જતા રોકે, અટકાવે અને સંયમિત બનાવે તે ઘર્મ, ધર્મ એ જ માણસને ખરાબ રસ્તે જતા રોકે છે. પહેલાં લોકો ઇમાનદાર હતા. ધર્મના માર્ગનું અનુસરણ કરનારા હતા. ઘર્મના પાલન માટે પ્રાણનો ભોગ આપતાં અચકાતા નહોતા. દેશ સુખી હતો, સુવ્યવસ્થા હતી. જીવન સંગીતમય હતું અને પરમ આનંદ હતો. જેટલા આપણે ધર્મથી દૂર ગયા તેટલી દેશમાં અરાજકતા આવી. માણસમાંથી માણસાઈ ચાલી ગઈ. મનમાં વિકારો ઉત્પન્ન થઈ ગયા અને આ બધાં અનિષ્ટો સર્વનાશનું કારણ બની ગયાં. ગાંધીજીએ જે આદર્શોને અપનાવ્યા હતા તે ધર્મના આદેશો હતા. આપણા જે મહાન પુરુષો થઈ ગયા તેમના જીવનનો એ નિચોડ હતો. ધર્મગ્રંથોની આજ્ઞાનું એ અનુસરણ હતું. ગાંધીજીને ધર્મ પ્રત્યે ઊંડી શ્રદ્ધા હતી. ગાંધીજીનાં માતા સત્યનિષ્ઠ હતાં અને પિતા વૈષ્ણવ હતા. ઘરમાં જૈન સાધુ મહાત્માઓનું આગમન રહેતું. ગાંધીજીએ વિલાયત જવાનો નિર્ણય કર્યો ત્યારે માતા-પિતાએ તે માટે અનુમતિ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચનપરાગ આપવાનો ઇન્કાર કર્યો. પિતાએ કહ્યું, હું ત્યાં જવાની રજા નથી આપતો. ત્યાં જઈને તું ઘર્મ, સંસ્કૃતિને ભૂલી જાય, ખોટું કામ કરી નાખે કે બહારની - વિદેશની સંસ્કૃતિમાં રહીને તારું પતન થાય. ગાંઘીજીએ માતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને અનુમતિ માગી. ત્યારે માતાએ કહ્યું : આપણા ઘરમાં સાધુ મહારાજ ગોચરી લેવા આવે અને તે અનુમતિ આપે તો હું તે સ્વીકારીશ. ગાંધીજીએ પોતાની આત્મકથામાં આ વાત લખી છે. આત્મકથાના પહેલાં પ્રકરણમાં તેમણે લખ્યું છે, કે “અમારા ઘર પર સંપૂર્ણ દેખરેખ જૈન સાધુની હતી. તેમને પૂછ્યા વગર ઘરમાં કોઈ કામ કરવામાં આવતું નહીં. આ પરથી સમજાય છે કે જીવનમાં સાધુ અને સંત પુરુષોનું માર્ગદર્શન કેટલું મહત્ત્વનું હોય છે. - સાધુ મહારાજ ગોચરી માટે ઘર પર આવ્યા ત્યારે માતાએ પૂછયું : “આને વિદેશ જવું છે, તો શું કરવું ?” ધર્મની મર્યાદો તેને બતાવો – સાધુએ કહ્યું : ત્રણ પ્રતિજ્ઞા ધારણ કરો – માંસ નહીં ખાવું, શરાબ ન લેવો અને પરસ્ત્રીગમન ન કરવું – આ ત્રણે પાપનાં મુખ્ય દ્વાર છે : ગાંધીજી આપણી સંસ્કૃતિને અનુરૂપ આ ત્રણે નિયમો લઈને વિદેશ ગયા. ગાંધીજી લખે છે કે આ ત્રણે નિયમોનો તેમના જીવન પર ખૂબ પ્રભાવ પડ્યો. તેનાથી તેઓ અહિંસક બન્યા અને અહિંસામાં વિશ્વાસ ઊભો થયો અને અપાર શ્રદ્ધા જાગ્રત થઈ. આ પરંપરાથી તેમનો આત્મવિશ્વાસ થયો. આ પરથી ધર્મનું કેટલું મહત્ત્વ છે તે સૌ કોઈ સમજી શકશે. ધર્મ આપણને ખરાબ રસ્તે જતા રોકે છે. જીવનનું નાવ ખરાબે ન ચડી જાય તેની આ બ્રેક છે. ધર્મ આપણને બંધનમાં નથી મૂકતો. આપણી સાથે કોઈ જબરજસ્તી નથી. ધર્મ આપણી પાસેથી કાંઈ લઈ લેતો નથી પરંતુ તે જીવન જીવવાનું ભાથું આપે છે. ધર્મ દ્વારા એક ગાંધી પેદા થયા તો તેમણે આપણા દેશને આઝાદ બનાવ્યો. એક વ્યક્તિ બંધનમાંથી મુક્ત થઈ તો તેણે બધાને બંધનમાંથી મુક્ત કર્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે એક વ્યક્તિ સમષ્ટિનું પરિવર્તન લાવી શકે છે. ગાંધીજી કહેતા કે “હું ખોરાક છોડી શકું છું પરંતુ પરમાત્માની પ્રાર્થના કદી છોડી શકતો નથી. કોઈએ તેમને પૂછ્યું : દેશને જાગ્રત કરવાની તાકાત તમારામાં કયાંથી આવી? તેમણે જવાબ આપ્યો કે “ધર્મના પ્રાણતત્ત્વને મેં હૃદયમાં ઉતાર્યું છે.' ગાંધીજીએ પોતાના જીવન અને આચરણ દ્વારા સત્યને પ્રગટ કર્યું છે. રાજનીતિ જેવા વિષયમાં તેમણે સત્યનો પ્રયોગ કર્યો. સત્યના માર્ગે તેઓ ચાલ્યા અને અનેક સંકટો અને મુસીબતો વેઠી. પરંતુ તેનું પરિણામ સુંદર આવ્યું. સત્યનો વિજય થયો. એક વ્યક્તિએ ગાંધીજીને પૂછ્યું : Where can I Find truth – સત્ય મને ક્યાંથી મળશે ? ગાંધીજીએ કહ્યું : “No Where' કયાંયથી નહીં. સત્ય એ બજાર ચીજ નથી કે ક્યાંયથી પડીકું વાળીને તે લાવી શકાય. તેમણે કહ્યું : “One can find truth in one's own heart'' સત્ય આપના હૃદયમાં છે. આત્માનો એ ગુણ છે. ત્યાંથી જ તે તમને પ્રાપ્ત થશે. સાચું બોલવું શીખવું પડતું નથી. બાળક એ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ પ્રવચન પરાગ ખુદ શીખી જાય છે. પરંતુ જૂઠું તેને શીખવવું પડે છે. એક જૂઠને બદલે અનેક જૂઠ ઊભાં કરવાં પડે છે. સત્ય એ આત્માનો ધર્મ છે. સત્યનો સ્વીકાર કરવો એ ધર્મ છે. ધર્મની જુદી જુદી ઘણી વ્યાખ્યાઓ છે. જે દૃષ્ટિકોણથી જોઈએ તે રીતે તે ધર્મ છે. માતા-પિતા પ્રત્યેનું કર્તવ્ય એ ધર્મ છે. રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય એ રાષ્ટ્રધર્મ છે. પરિવારનું પોષણ એ પરિવાર-ધર્મ છે. ઇન્સાનને બચાવવો એ ઇન્સાનિયત ધર્મ છે. ધર્મની પરિપૂર્ણ વ્યાખ્યા છે – ચિત્તની શુદ્ધિ. આત્માની મલિનતાને દૂર કરવી, વિકારોમાંથી આત્માને મુક્ત કરવો એ સાચો ધર્મ છે. મોટર ભલે ગમે તેટલી સુંદર હોય પરંતુ તેમાં બ્રેક ન હોય તો પરિણામ ? દુર્ઘટના. આવી રીતે ધર્મ જીવનમાં બ્રેકનું કામ કરે છે અને દુર્ઘટનામાં જતાં આપણને રોકે છે. ભોગના અતિરેકનું શું પરિણામ આવ્યું છે તે આપણે નજરે નિહાળી રહ્યા છીએ. અમેરિકાએ ભૌતિક સિદ્ધિ મેળવી પરંતુ સંતોષ ઊભો થયો નહીં. ભૌતિક સુખની ઍલર્જી ઊભી થઈ ગઈ. લોકો તેનાથી થાકી ગયા. કંટાળી ગયા. તેમને પરાકાષ્ઠા પરથી પાછા ફરવું પડ્યું. ભગવાં વસ્ત્રો, માળા, કીર્તન વગેરેમાં ઊંડું સુખ માલૂમ પડ્યું. આજે આપણી સંસ્કૃતિનો ત્યાં સ્વીકાર થવા લાગ્યો છે. તેનાથી લોકોને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ છે. * હકીકતમાં ધર્મ એ જીવનનું બળ છે. જીવનની વ્યવસ્થા છે. અને આત્માના વિકાસ માટે એ અત્યંત આવશ્યક છે. ૩. મોક્ષનો અર્થ શું છે ? ધર્મ આપણે કરીએ છીએ; કાર્ય આપણે કરીએ છીએ. પરમાત્માએ પહેલેથી જ કહ્યું છે કે કાર્ય કરતા રહો. કોઈ પણ વસ્તુની ઇચ્છા-લાલસાથી આપ કાર્ય કરશો તો એ ખોટું છે : યેવાધિારસ્તે મા તેવુ વાચન કાર્ય કરતા રહો કર્મમાં વિશ્વાસ રાખો. ફળની આશા રાખશો નહીં. ફળ તો એની મેળે મળી રહેશે. કોઈ પણ કાર્યનું પરિણામ તો ઊભું થવાનું જ છે. પરંતુ ઇચ્છિત લાલસાથી - ઝંખનાથી કાર્ય કરવું એ ગલત રસ્તો છે. ધર્મનો ઉપયોગ આત્મા માટે, પરોપકારની ભાવના માટે કરવાનો છે. મોક્ષ તો એની મેળે મળવાવાળી ચીજ છે. જીવનની પૂર્ણતા એ જ મોક્ષ છે. અંતે તો ધર્મનો માર્ગ એ જ મોક્ષનો માર્ગ છે. 1 દીવો બળે છે અને જ્યાં સુધી બળે છે ત્યાં સુધી એ કાર્યરત છે. પરંતુ એ કાર્યનું શું પરિણામ આવશે તેનો તે કદી વિચાર કરતો નથી. તેનું કાર્ય બળવાનું છે અને જ્યારે દીવો બૂઝાઈ જાય છે ત્યારે પ્રકાશ અદૃશ્ય થઈ જાય છે. તો આ પ્રકાશ ગયો ક્યાં ? આપ કહો કે આ પ્રકાશ ક્યાં અદૃશ્ય થઈ ગયો ? આ પ્રશ્નનો ઉત્તર આપો પછી જ હું કે તમે ક્યાં જવાના છો ? જે રીતે પ્રકાશ વિલીન થઈ જાય છે, લુપ્ત થઈ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૧ જાય છે, નિર્વાણ પ્રાપ્ત કરી લે છે ત્યારે તેનું કોઈ અસ્તિત્વ રહેતું નથી; પુનરાગમન થતું નથી. એ પ્રકાશ પછી દીપકના કોઈ પણ પ્રકારના બંધનમાં ફરી આવતો નથી. એનું કાર્ય, કારણ અને કર્મ નષ્ટ થઈ જાય છે. આવી જ આત્માની સ્થિતિ છે. પરિપૂર્ણ સ્થિતિ. જ્યાં કોઈ બંધન નહીં, કર્મ નહિ, ઈચ્છા નહીં, તૃષ્ણા નહીં, લોભ-લાલચ નહીં, સંસારમાં ફરી આગમન નહીં, કોઈ કાર્ય નહીં, કર્તા નહીં, કારણ નહીં – કાંઈ પણ નહીં. આવી સ્થિતિમાં આત્માનો પ્રવેશ થઈ જાય તેને મોક્ષ માનવામાં આવે છે. આ નિરંજન, નિરાકાર, જ્યોતિ સ્વરૂપ છે. એક જ્યોતિમાં પચાસ જ્યોતિનો સમાવેશ થઈ જાય છે. આવી જ રીતે, એક આત્મામાં અનંત આત્માઓનો સમાવેશ થઈ જાય છે. આને જ નિર્વાણ અથવા તો મોક્ષ કહેવામાં આવ્યું છે. આ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં હંમેશાં ત્યાં કોઈ ઈચ્છા નથી રહેતી. બધાં દુઃખનું મૂળ ઈચ્છા અને તૃષ્ણા છે. આ મૂળ વસ્તુ જ ખતમ થઈ જાય છે પછી અતૃપ્તિ રહેતી નથી. જ્યાં ઇચ્છા નથી રહેતી, અતૃપ્તિ નથી રહેતી, તે નિર્વાણ છે. દીપક પોતાના કાર્યને પૂર્ણ કરીને બૂઝાઈ જાય છે. ત્યારે તે નિર્વાણ થઈ જાય છે. તેને આપણે ફરીથી જાણી શક્તા નથી, જોઈ શકતા નથી. એ પ્રકાશ ગયો કયાં ? માલૂમ નથી પડતું કે એ પ્રકાશ ક્યાં ચાલ્યો. ગયો, કેવી રીતે ચાલ્યો ગયો. પદાર્થ કદી નાશ પામતો નથી. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કોઈ પણ પરમાણુ કદી નાશ પામતો નથી. પરમાણુને કાયમી માનવામાં આવ્યો છે. તેનું સ્વરૂપ બદલાય છે પરંતુ તેનો નાશ થતો નથી. એ પ્રકાશ અને પરમાણુ છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. તેનું શુદ્ધીકરણ થઈ ગયું તે પદાર્થ તેની મૂળ સ્થિતિમાં ચાલ્યો ગયો. હવે એ સ્થિતિમાં કોઈ પરિવર્તન નહીં આવે. હવે તે કોઈ બંધનમાં આવશે નહીં. તો આત્માની પોતાની એવી સ્વયં સ્થિતિની પ્રાપ્તિ એ નિર્વાણ છે. પોતાની પરમ સ્થિતિ એક વખત પ્રાપ્ત થઈ જાય પછી આ સંસારમાં આવવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. મમત્વ, ઇચ્છા, તૃષ્ણાનું કોઈ આકર્ષણ રહેતું નથી. ઇચ્છાઓમાંથી મુક્તિ એ નિર્વાણનો માર્ગ છે. ઘર્મની જરૂરિયાતમાં પહેલો પ્રશ્ન ધર્મના પરિણામ અંગે પૂછવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન મોલ શી છે? અને ત્રીજો પ્રશ્ન એ થયો છે કે ઘર્મની વ્યાખ્યા શું છે? મેં આપને કહ્યું છે કે તેની અલગ અલગ વ્યાખ્યાઓ છે. લોકોએ પોતપોતાની રીતે તેને અપનાવી લીધી છે. લાંબા સમયથી ચાલી આવતી વસ્તુઓમાં વિકૃતિ આવી જાય છે. આ વિકૃતિઓને દૂર કરીને તેમાં સંસ્કારનું સિંચન કરવું અને તેના મૂળ સ્વરૂપને જાગ્રત કરવું એ ધર્મ છે. ભગવાન મહાવીરે ઘર્મના વિશુદ્ધ સ્વરૂપમાં આત્મા પર ભાર મૂક્યો છે વિકૃતિઓ સંસારમાંથી ઊભી થાય છે. આ બધી વાતોને યથાર્થરૂપમાં સમજાવવા માટે મહાન આચાર્યોએ અલગ અલગ માધ્યમો અપનાવ્યાં હતાં. બાળક સ્કૂલમાં જતું નથી ત્યારે આપ તેને સમજાવો છો. ખરા અર્થમાં તેને પઢવો છો. તમને તેના પ્રત્યે પ્રેમ છે એટલે ચૉકલેટ-પીપરમિટનું પ્રલોભન આપો For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ પ્રવચન પરાગ છો. આ પ્રલોભનથી તે સ્કૂલમાં જાય છે. અબુધ બાળકને ખબર નથી હોતી કે તેના સ્કૂલમાં જવાથી તેનું કલ્યાણ સધાશે કે નહીં. પરંતુ સ્કૂલમાં જવાનું થાય ત્યારે તમારા પર નારાજ તો જરૂર થશે પરંતુ પ્રલોભનના આકર્ષણથી તે સ્કૂલમાં જાય છે. તેને મનમાં થાય છે કે નહીં જાઉં તો ચાર આના મળશે નહીં. હું જઈશ તો મને કાંઇક મળશે. આ બાળકો જેને ભવિષ્યને જાણવા માટેની કોઈ દૃષ્ટિ નથી, બુદ્ધિની પરિપકવતા નથી, બૌધિક વિકાસ નથી – પ્રલોભનથી બાળક ન માને તો તમે કઠોર બનો છો, તેને થપ્પડ લગાડી દો છો. ભયથી તે સ્કૂલમાં જવા તૈયાર થાય છે. અભ્યાસ માટેની તેની સમજ નથી, તેનાથી શું ફાયદો છે તેનું તેને ભાન નથી. પ્રાથમિક શિક્ષણમાંથી તે માધ્યમિકમાં આવશે ત્યારે થોડી સમજ ઊભી થશે અને ઉચ્ચ શિક્ષણમાં તે પ્રવેશ કરશે ત્યારે અભ્યાસમાં સ્વયં રુચિ ઊભી થશે. પોતાનું ભવિષ્ય તે સારી પેઠે સમજશે. આ સમયે પ્રલોભન કે ભયની જરૂરત રહેશે નહીં. એ પ્રેમના માધ્યમથી પૂર્ણ બની જશે. ઘણા લોકો એવા હોય છે. તેઓ પૂછે છે ઃ મહારાજ સાહેબ, ઉપાશ્રયમાં તો આવું, વ્યાખ્યાન પણ સાંભળું, દેરાસરમાં પણ જાઉં પણ આમાં મળશે શું ? એ તો બતાવો. હું તેમને કહું છું ભગવાનની ભક્તિ કરો જરૂર મળશે. આત્મશાંતિ મળશે, આંતરિક સુખ મળશે. જે લોકો કાંઈ કરતા નથી તેના કરતાં જે લોકો કાંઈક થોડું પણ કરે છે તે ઇચ્છવાયોગ્ય છે. હું તમને કહું કે આમાંથી કાંઈક મળશે અને તમો કરો તે તો એક પ્રકારનું પ્રલોભન છે. આ રસ્તો સાચો નથી. હું હંમેશાં કહું છું પરમાત્માની ભક્તિ કરો, પરમાત્મા શું નથી આપતો ? જ્યાં સુધી લોકો આ બાબતને સમજે નહીં ત્યાં સુધી પ્રલોભન આ માટેનું માધ્યમ બને છે. સદ્વિચારથી પ્રાપ્ત કરી શકાય એવી આ બાબત છે. કોઈ પણ કાર્યની સફળતામાં પણ ઇશ્વરનું સાન્નિધ્ય જરૂરી છે. ઇશ્વરની કૃપાને હંમેશાં યાદ રાખવી જોઈએ, નહીંતર માણસમાં અહંકાર અને વિકાર ઊભો થાય. પોતાના પ્રયત્ન અને પ્રારબ્ધથી કાર્ય સફળ થાય તોપણ તેની પાછળની ઇશ્વરની કૃપાને ભૂલવી જોઈએ નહીં. પ્રલોભન એક માધ્યમ છે. તો બીજું માધ્યમ છે ભય. ભય વગર પ્રીતિ નહીં. જે લોકો પ્રલોભનથી માનતા નથી તેમને હું કહું છું કે ભાઈઓ, આનાથી તમને મોટી સજા થશે. જો તમે આમ નહીં કરો તો તેનું પરિણામ ભયંકર આવશે. ભયથી તમે ભાગો છો પરંતુ આ સાચો રાહ નથી. ધર્મને તમે સાચી રીતે સમજશો અને જીવનમાં ઉતારશો એટલે આ બધાં પોકળ માધ્યમોની જરૂર રહેશે નહીં. ધર્મને સમજવા માટે પ્રેમ એક બળવત્તર માધ્યમ છે. આ માધ્યમ પૂર્ણતા તરફ લઈ જઈ શકે છે. તેનાથી જીવનની બધી સમસ્યાનું સમાધાન થઈ જાય છે. એનાથી એક એવી સ્થિતિ ઊભી થાય છે કે સ્વયં તમે ઇશ્વરના દ્વાર પર ઊભા રહી જાઓ છો. આ માટે પ્રયત્નો કરવા પડતા નથી. આપણે પ્રેમના માધ્યમથી પરમાત્મા સુધી જવાનું છે પરંતુ આ પ્રેમની ગલી એકદમ સાંકડી છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ પ્રવચન પરાગ તુલસીદાસે કહ્યું છે કે “ની ગતી અતિ સંવરી તાપે તો ન સમ પરમાત્માના દ્વાર પર જવા માટેની ગલી ખૂબ જ સાંકડી છે. તેમાં તમે એકલા જઈ શકશો. તમારી સાથે ધન, દોલત, પરિવાર, સંસાર એ બધું આવી શકશે નહીં. આ બધું છોડીને તમારે એકલા જવું પડશે, તો જ તમે પરમાત્માનું સાન્નિધ્ય માણી શકશો. આવી પરિસ્થિતિમાં તમે પરમાત્માની પાસે જશો અને પરમાત્મા બનીને પાછા આવશો. પરંતુ ત્યાં કાંઈ પણ લઈને જવાનું નથી. કોઈ પણ પ્રશ્નનું સમાધાન સ્વયં દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. એ માટે મનને સાફ કરવું પડે. મગજની અંદર અનેક પ્રશ્નો ગૂંચવાયેલા હોય. મન ચારે બાજુ દરેક વસ્તુમાં ભટકતું હોય ત્યારે કોઈ પણ પ્રશ્નનું સમાધાન થઈ શકે નહીં. પહેલા દિમાગને ખાલી કરવું પડે. અહીં આપણે બે ટ્રેક પર ચાલી શકીએ નહીં. મન સંસારના વિકારોમાં ભટકતું હોય અને સાથે ઈશ્વરને પામવાની મહેચ્છા હોય એ બે કેમ બની શકે ? કહેવાનું તાત્પર્ય એ છે કે જગતની ભીડમાંથી આપણે મુક્ત બનવાનું છે. મનની અંદરના આ બધાં ધમસાણમાંથી આપણે અલગ, અલિપ્ત બનવાનું છે. આ બધી વસ્તુને સમજાવવા માટે હું એક માધ્યમ છું – પૂર્ણતા તો તમને સ્વયંમાંથી પ્રાપ્ત થશે. કેટલાક લોકો પૂછે છે ધર્મ એક છે કે અનેક ? દેવ અને પરમાત્મામાં કાંઈ ભિન્નતા છે કે ? પ્રથમ તો દેવ અને પરમાત્મા શું છે તે સમજીએ. દેવ એક કેટેગરી છે. યોનિ છે. એ ફરીથી જન્મ ધારણ કરી શકે છે. એમનું ફરીથી આગમન થઈ શકે છે. તેમાં રાગ, દ્વેષ, ઈચ્છા અને તૃષ્ણા છે. સાથે સાથે આશીર્વાદ, વરદાન, શાપ એ બધું પણ હોય છે. તેઓ આપણાથી વધુ શક્તિશાળી છે – માનવયોનિની જેમ દેવયોનિ માનવામાં આવે છે. - જ્યારે પરમાત્મા પરિપૂર્ણ છે, તેમાં અપૂર્ણતાને સ્થાન નથી. જે પરિપૂર્ણ છે તે પરમાત્મા. જેઓ અપૂર્ણ છે પરંતુ જેમની પાસે પુણ્ય અધિક છે તેઓ દેવ છે. આપણે પરમાત્માની ઉપાસના કરીએ છીએ. આપણે સંસારના પરિભ્રમણમાંથી મુક્ત બનવાનું છે.ધર્મની મારફત આપણે આત્માને ધારણ કરવાનો છે. ધર્મના માધ્યમથી આપણે ધ્યેય સુધી પહોચવાનું છે. દેવયોનિ અલગ છે, પરંતુ પરમાત્મા તો દેવોના દેવ મહાદેવ છે. જેઓએ મોક્ષ ધારણ કરેલો છે તેઓનું હવે આ સંસારમાં આગમન નથી. તેઓએ પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. એમના વિચારમાંથી આપણે પ્રકાશ પ્રાપ્ત કરવાનો છે. દુનિયામાં જુદા જુદા ધર્મો છે. અલગ અલગ પંથો છે. એક જ વસ્તુ છે પરંતુ તેને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. પદાર્થ એક છે પરંતુ પરિચય અનેક. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ પ્રવચન પરાગ અલગ અલગ ધર્મો છે. ખ્રિસ્તી ધર્મ છે, ઇસ્લામ પણ ઘર્મ છે, જૈન છે, બૌદ્ધ છે અને હિંદુ. એવા બીજા ઘણા ધર્મો છે. અલગ અલગ દર્શનો છે. ધર્મની ઘણી અલગ અલગ વિચારધારાઓ છે. આપણે મુંબઈ જવું હોય તો વિમાનમાં જઈ શકીએ, ટ નમાં જઈ શકીએ, હેલિકૉપ્ટર દ્વારા પણ જઈ શકાય, મોટર સાઈકલ. સાઈકલ અને બળદગાડીમાં પણ ત્યાં સુધી પહોંચી શકાય. એક જ સ્થળે પહોંચવાનું છે પરંતુ અલગ અલગ માધ્યમો દ્વારા. આપણું લક્ષ્ય એક છે, સાધનો જુદાં જુદાં. ભગવાન મહાવીરે આ માટેનો શૉર્ટ-કટ બતાવ્યો છે. સુપરસોનિક જેટ જેવો આ રસ્તો છે. સંપૂર્ણ ત્યાગ કરીને, વિચારોથી મુક્ત બનીને તમે મોક્ષ માર્ગમાં ચાલ્યા જાઓ. સંસારમાં તમે ભટકવા માટે આવ્યા નથી, લક્ષ પ્રાપ્ત કરવા માટે આવ્યા છો. આ સંસાર, માનવજન્મ રખડવા માટે નથી. પરમાત્માએ કહ્યું છે કે સંસારમાં તમે યાત્રી બનીને આવ્યા છો. તમારે યાત્રાનું લક્ષ પ્રાપ્ત કરી લેવાનું છે. લક્ષ વગરનો વિહાર એ ભટકવાનું છે. લક્ષ સાથેનો વિહાર એ યાત્રા છે. જુદા જુદા ધર્મો છે. જુદી જુદી વિચારધારાઓ. તમે જે ડેરીમાંથી દૂધ લાવો છો તે દૂધ સફેદ હોય છે. દૂધ દેવાવાળી ગાય કાળી, સફેદ, લાલ અને પીળી પણ હોય છે. પરંતુ દૂધ તો એક જ રંગનું હોય છે. ધર્મની ઉપર ભલે જુદાં જુદાં લેબલો લગાવવામાં આવે પરંતુ છેવટે તો બધાનું લક્ષ એક જ છે. ધર્મ તો એક જ છે પરંતુ તેના પરિચય અને માધ્યમો અલગ છે. લક્ષ એક છે પરંતુ રસ્તાઓ જુદા જુદા. ખ્રિસ્તી, ઇસ્લામ, હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે જુદા જુદા ધર્મો છે. લેબલો છે. લેબલોની સાથે આપણે મતલબ નથી. અંદર માલ કેવો છે તેનું જ મહત્ત્વ છે. તે આત્માને માટે ઉપયોગી છે કે નહીં. એમાં મોક્ષ દેવાની તાકાત છે કે નહીં? તે મારા આત્માને શુદ્ધ કરી શકશે કે નહીં. આ દૂધ પાણીની મિલાવટવાળું તો નથી ને? ધર્મમાં પણ અત્યારે ભેળસેળ શરૂ થઈ ગઈ છે. કેટલાક કહેવાતા અવતારી પુરુષો ધર્મનો ધંધો લઈને બેસી ગયા છે. તે તમને શાંતિ આપી શકવાના નથી. કારણ કે તેમાં સત્ત્વ નથી. તમને એમ લાગશે કે દૂધ પીધું છે પરંતુ તેનાથી તાકાત ઊભી નહીં થઈ શકે. કેટલીક વખત બહુ જ સહેલો અને સરળ રસ્તો અપનાવી લેવામાં આવે છે પરંતુ આ બહુ ઉપકારી નથી. આપને માત્ર સંતોષ થશે કે મેં બહુ મોટો ધર્મ કરી નાખ્યો પરંતુ તેનો અર્થ સરશે નહીં. આપણે તો દૂધની પરીક્ષા કરવાની છે કે તે ચોખ્યું છે કે ભેળસેળવાળું. અંદર કોઈ મિલાવટ તો નથી ને ? આટલી જાણકારી જો હાંસલ થઈ જાય તો પ્રશ્નનું સમાધાન એની મેળે થઈ જશે. ધર્મ એક છે પરંતુ તેનો પરિચય જુદી જુદી દૃષ્ટિથી કરવામાં આવેલો છે. ચોખાના એક દાણાને દબાવવાથી બધા ચોખાનો પરિચય થઈ જાય છે. એક આત્માના ધર્મનો પરિચય સ્વયંમાં થઈ જાય તો બધા ધર્મોમાં જે સત્ય છે તે ગ્રહણ થઈ જાય અને પરમ સત્યને પામી શકાય. સંત તુલસીદાસ પાસે કેટલાક લોકો આવ્યા અને પૂછ્યું : સ્વામીજી, ધર્મ કોને કહેવો એ વાત સમજાવો. તુલસીદાસે કહ્યું : ““થ પંથ સર્વ ગત વો વાત For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૫ બતાવત હોય.” જેટલા ગ્રંથો અને પંથો છે, શાસ્ત્રોની ભીડ છે, એમાં તમે ખોવાઈ જશો તો બહાર નહીં નીકળી શકો. આમાં માત્ર શબ્દોને વળગી રહેવામાં આવે છે, તેના હાર્દને – પ્રાણને ભૂલી જવાય છે. આત્મકલ્યાણ અને મોક્ષના માર્ગે લઈ જાય તે સાચો ધર્મ. કુરાન શરીફમાં અક્ષરો કેટલા? પ્રશ્ન પૂછનાર કેવળ શરીરનો પરિચય ઇચ્છે છે, પોતાના આત્માનો નહીં. એનો આશય અને રહસ્ય શું છે? હું કાંઈ શબ્દ ગણવા નથી બેઠો. હું એનો આશય અને ક્રીમને જોઉં છું; અમારી દૃષ્ટિ છાશ પર નથી હોતી, માખણ પર હોય છે. અમારી દૃષ્ટિ કવર પર નહીં પરંતુ એની અંદર રહેલા ચેક પર છે. ચેક છે કે નહીં ! કવર તો આવશે ને જશે. શબ્દ સાથે મારે કોઈ પ્રયોજન નથી કે ગ્રંથોમાં કેટલા શબ્દો છે. એને ગણીને સમય નષ્ટ ન કરાય. તે ગ્રંથ શું કહે છે, એનો આદર્શ શો છે એનો મારે સ્વીકાર કરવો છે. જો તમારે જાણવું હોય તો જાણી લો કે જગતમાં પ્રત્યેક રીતની ચીજ હોય છે, અને તેના સ્પેશિયાલિસ્ટો પણ હોય છે. જો તમારે આંખ દેખાડવી હોય તો આંખના જ ખાસ ડૉકટર પાસે જવું જોઈએ, આપને દાંતના દર્દનું નિવારણ કરવું હશે તો દાંતના સર્જન પાસે જવું જોઈએ. તેવી જ રીતે કોઈને કુરાનના વિષયમાં અધિક જાણવું હોય તો, તેના ખાસ અભ્યાસી પાસે જવું જોઈએ. એની અંદર કેટલા શબ્દ છે, તે મારા કરતાં વિશેષ અધિકારપૂર્વક કહી શકશે. હા, હું એના આશયને બતાવી શકું છું. એના રહસ્યને જયાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી એમાંના મૂળભૂત ઉપદેશ એટલે ક્રીમ આપી શકું છું, છાશ નહીં. મારે ત્યાં હૉલસેલમાં વ્યાપાર ચાલે છે, છૂટક નહીં. આત્માની પૂર્ણ માહિતી મળી શકે છે. અલગ અલગ પ્રકારથી નહીં. શબ્દમાં રાચનારા શબ્દના આત્માને ભૂલી જાય છે. માત્ર શબ્દ સુધી જ રહી જાય છે. શબ્દ તો આત્માનું શરીર છે અને તેમાં જે ભાવ છે, તે જ તેનો આત્મા છે. મારે આત્માને જોવો છે, નહીં તો તે ચીજ નિરર્થક બની જશે. એક મુલ્લા એક વાર રસ્તે જઈ રહ્યા હતા ત્યાં કૂવામાં પડી ગયા. ત્યાંથી કોઈ બૌદ્ધ સાધુ નીકળ્યા. મુલ્લા બૂમો પાડતા હતા : “હું મરી રહ્યો છું મને બચાવો.” તે સાધુ બિચારા પરોપકારી હતા. જઈને એણે જોયું તો મુલ્લા બિચારા લટકી રહ્યા હતા એક પથ્થર ઉપર. બહુ મુશ્કેલી હતી. ડૂબવાની તૈયારીમાં હતા. એણે કહ્યું : “મહાત્મનું બચાવો.” સાધુએ શબ્દ જ પકડી રાખ્યો હતો, શાસ્ત્ર છૂટી ગયું. શબ્દ પકડી લીધો પરંતુ તેનું રહસ્ય ચાલ્યું ગયું. પૅકિંગ આવી ગયું પણ માલ ચાલ્યો ગયો હતો. - સાધુ કહેવા લાગ્યા : “અરે ! બુદ્ધનો પરમ આદર્શ છે, કે કર્મક્ષય કર્યા વિના કદી મોક્ષ મળવાનો નથી ! આ તને કેવો મોકો મળ્યો છે, કર્મક્ષય કરવાનો ! For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ પ્રવચન પરાગ જન્મ-મરણના સંસારથી તું મુક્ત થઈ જઈશ. જો હું તને બચાવી લઉં તો, બુદ્ધની ભાષામાં નવો સંસાર જન્મશે, નવી સમસ્યા આવશે, રોજ તારા જીવનમાં સંઘર્ષ વધશે. ન જાણે કેટલાં પાપ અને અનર્થ થઈ જશે. જે મળ્યું છે : “સ્વયં કર્મ કરોતિ આત્મા, સ્વયં ફલમનુતે.” તારા કર્મક્ષયની વચ્ચે હું અંતરાય બનવા નથી ઇચ્છતો. તારા કાર્યમાં હું વિઘ્નરૂપ નથી બનવા માગતો. આ તો આત્મપ્રાપ્તિનું પરમ સાધન છે. સમભાવપૂર્વક જે મળ્યું તેનો સ્વીકાર કરો. તેમણે કહ્યું: “હું મરી જઈશ.” સાધુએ કહ્યું : તારા મૃત્યુથી શું થવાનું છે; પરંતુ મારે એવું પાપ નથી કરવું. તને બચાવીશ, ફરી તું પાપ કરીશ. કેટલી આશ્ચર્યની વાત છે ! તે શુક્રનો આશય અને બુદ્ધની કરુણાને ભૂલી ગયો. શબ્દને પકડી લીધો. ત્યાર પછી ફરતા ફરતા કોઈ નેતા એ રસ્તે આવી ચડ્યા. આજની જેમ. એને ભાષણ કરવાની આદત. મુલ્લા તો રાડો પાડતા હતા – નેતા આવા જ કોઈ અવસરને શોધી રહ્યા હતા. કોઈ પૉઈન્ટ મળે ચર્ચા કરવા માટે ! તે કૂવા પાસે આવ્યા – મુલ્લા પુકારી ઊઠ્યા : “હું મરી રહ્યો છું, મને બચાવો.” નેતાએ કહ્યું : “તારા એકલાના મરવાથી શું થવાનું છે ? હવે પછી સેશન આવવા દે. સેશનમાં હું બિલ લાવીશ કે હિંદુસ્તાનના સાત લાખ ગામડાં છે, તે સર્વ ગામોના કૂવાઓને કાંઠાઓ બાંધવા જોઈએ. મુલ્લા : અરે ! કાંઠાઓ જ્યારે બંધાવો ત્યારે વાત. અત્યારે હું મરી રહ્યો છું તેનું કાંઈક કરો ! નેતા : અરે ! કાંઠાઓ બંધાવવા અતિ આવશ્યક છે. તું નહીં સમજે ! પાર્લામેન્ટ ભરાશે, બિલની રજૂઆત કરીશ, એને મંજૂર કરાવીશ –– તું એક મરીશ યા જીવંત રહીશ એમાં શું ફરક પડવાનો છે? મુલ્લા : ફરકની કયાં વાત કરો છો ? હું મરી રહ્યો છું ! નેતા : તું મરીશ તો મારું કામ ઘણું સરળ બની જશે. તું શહીદ બની જઈશ. હું કહી શકીશ કે એક આદમી કૂવામાં પડીને મરી ગયો છે – કહેવામાં બળ પ્રાપ્ત થશે. મુલ્લા : અરે ! તમને બળ પ્રાપ્ત થશે, પણ મારું તો મૃત્યુ થશે ને? મોટી સમસ્યા હતી. પંરતા ફરતા કોઈ ક્રિશ્ચિયન પાદરી નીકળ્યા. એ તો એવું જ માનતા હતા કે સેવા જ પરમ આદર્શ છે. કૂવાકાંઠે ઘણા માણસો ભેગા થઈ ગયા હતા. મુલ્લા કરગરતા હતા : ભાઈ ! મને બચાવો ! પાદરીએ અંદર દોરી નાખી મુલ્લાને ઉપર લાવ્યો – બચાવી લીધો. બહુ ઉપકાર કર્યો. પાદરીએ કહ્યું : “અમારા લૉર્ડ ક્રાઇસ્ટે કહ્યું છે કે બાઈબલમાં સર્વિસ એ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૭ જ છે મોક્ષનું સાધન. તે જ તો અમને સ્વર્ગમાં પહોંચાડે છે. સેવાથી મોટો ધર્મ જગતમાં કોઈ નથી એમ અમે માનીએ છીએ. તમે અંદર પડીને મોટો ઉપકાર કર્યો - મને બચાવવાનો અવસર દીધો. જો તમે ફરી અંદર પડી જાઓ તો મને વધુ પુણ્ય મળશે. ને ફરી એણે ધક્કો મારીને મુલ્લાને અંદ૨ ધકેલી દીધો. અંદર પડેલા મુલ્લાએ કહ્યું : આ તમે શું કરી રહ્યા છો ? પાદરી : વારે વારે સેવાનો લાભ મળે એવું ઇચ્છુ છું. આટલી સસ્તી સર્વિસ થોડી રોજ મળવાની છે ? મુલ્લાએ કહ્યું : પણ તમે વારે વારે અંદર ધકેલી ધકેલીને મને મારી નાખશો ! જો આ રીતે ધર્મગ્રંથોનું અધ્યયન થાય અને માત્ર એના શરીરનો જ પરિચય કરીએ અને આત્માની ઉપેક્ષા કરીશું તો એ ઉપેક્ષાનું પરિણામ એ આવશે કે આપણે જીવનમાં પરમાત્માને બદનામ જ કરતા રહીશું. પરમાત્માના શાસ્ત્રને આપણે કલંકિત કરીશું. આપણા આચરણથી જ પરમાત્માની બદનામી થશે. આપણે શબ્દના આશય અને એના રહસ્યને જાણવું જોઈએ. જુદા જુદા ધર્મોમાંં જે કાંઈ સારું છે અને જે સ્વીકારવા યોગ્ય છે અને માનવતાની દૃષ્ટિએ સમાન ધર્મ માનીએ છીએ તેને આપણે ગ્રહણ કરવું જોઈએ. સંત તુલસીદાસે પણ એમ જ કહ્યું છે : ગ્રંથ-પંથ સબ જગત કે બાત બતાવત દોય – સમસ્ત જગતના ગ્રંથો ને ધર્મો બે વાત શીખવે છે : ‘સુખ દીધે સુખ મળે છે, દુઃખ દીધે દુઃખ.' તેમણે, ટૂંકાણમાં મધુરતાથી કહી દીધું-‘તમે બીજાને સુખ આપો, સુખ મળી જશે. કોઈને રડાવનાર જીવનમાં કદી હસી નથી શકતો. બીજાને પ્રસન્ન કરનાર જ જીવનમાં પ્રસન્નતાનો અનુભવ કરી શકે છે. બીજાને મારનાર સ્વયં કદી જીવંત નથી રહી શકતો. ઇતિહાસ સાક્ષી છે : હજારો-લાખોની કત્લેઆમ કરનાર સ્વયં મર્યો છે. બીજાને રડાવનાર, સ્વયં રડી રડીને મર્યો છે. આનાથી વિશેષ સત્ય-ધર્મ કયો હોઈ શકે ? પ્રકૃતિનો નિયમ અટલ છે, એની વ્યવસ્થા શાશ્વત હોય છે-તેને અનુકૂળ આપણે જીવન અને આચરણનો ઉપયોગ કરવાનો છે. પ્રત્યેક ધર્મમાં ‘અ' કારનું ઉચ્ચારણ આવે છે : ‘ૐ શાતિઃ શાંતિઃ શાંતિઃ'નો અર્થ શું છે ? આ ઍટમોસ્ફિયર નિર્માણ કરવા માટે એક શબ્દ-વિજ્ઞાન છે. આપ જાણશો કે પ્રત્યેક ચીજમાં આદિ અક્ષર અક્ષરમાં એક પ્રચંડ શક્તિ છે. મનમાં વિચારોને આપ અભિવ્યક્ત કરો છો તે કોઈ એક પ્રકારના સંગીતને શ્રવણ કરી લે છે. ઓમકારનાથ ઠાકુર જેવી વ્યક્તિ, સંગીતસમ્રાટ જ નહીં, સ્વર સમ્રાટ-હતા. તેઓ ઇટલી ગયા. મુસોલિનીને આપ જાણતા હશો, કેવો વિચિત્ર સ્વભાવનો હતો. વિશ્વયુદ્ધના સમયમાં તેના રૂપરંગ કેવા હતાં ? હિટલરનો તે સહભાગી હતો. મનસ્વીપણે લડનાર, For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ પ્રવચન પરાગ ઈટલીનો સરમુખત્યાર હતો. તેમણે ત્યાં ઓમકારનાથની પ્રશંસા સાંભળી તેમને બોલાવ્યા અને કહ્યું: મને નિદ્રા નથી આવતી. મેં સ્લીપિંગ ટેબ્લેટસ પણ લીધી. તેની પણ અસર, નથી થતી. આવી વ્યક્તિઓમાંથી સર્વ પ્રથમ તેની પ્રસન્નતા ચાલી ગઈ હોય છે. બીજાઓ પ્રત્યે દ્વેષ કરનાર વ્યક્તિ, એની સ્વયં પ્રસન્નતા નષ્ટ કરતી હોય છે. અશાંતિ, નિદ્રા અને શાંતિને ખાઈ જાય છે. તેણે કહ્યું : તમે મને એવો કોઈ ઉપાય બતાવો, હું ઊંઘી શકું, બહુ દિવસો થઈ ગયા. હું બેચેન થઈ ગયો છું – પાગલ બની જઈશ. ઓમકારનાથ ભારતીય સંગીત-શાસ્ત્રીય સંગીતના મહાન જાણકાર હતા. શબ્દની અંદર બ્રહ્મ છે, શબ્દની અંદર પ્રચંડ શક્તિ છે. ભગવાન મહાવીર જે સમયે ઉપદેશ આપતા તે સમયે ઉપદેશધારામાં લોકો પોતાની તૃષાને પણ ભૂલી જતા. તરસ ચાલી જતી, ભૂખ મરી જતી, સમયનો પણ તેઓને ખ્યાલ નહોતો રહેતો. તે એ પ્રવાહમાં તણાઈ જતા. ઓમકારનાથે કહ્યું : “હું સંગીત છેડું છું આપ સાંભળશો ? જરૂર. તમે મને સૂવરાવી દેશો ? તમે અવશ્ય સૂઈ જશો. આત્મવિશ્વાસ હતો. તેઓએ સંગીતના ધ્વનિ છેડ્યા. એક એવા રાગનો આલાપ કર્યો, તાનપુરાના તાર ઝણઝણવા માડ્યા. અતિ ક્રૂર, જેને જંગલી કહી શકાય એવી વ્યક્તિ હજારો-લાખોની કલ્લેઆમ કરનાર મુસોલિની, ખૂબ પ્રેમભરી નિદ્રામાં મગ્ન હતો ! આ ઓમકારનાથની કલા. આ શબ્દની તાકાત. શબ્દધ્વનિ. જેને આજની વિજ્ઞાનની ભાષામાં અલ્ટા સોનિક સાઉંડ કહેવાય. આ શક્તિ, હીરા જેવા સખ્ત પદાર્થને પણ પીગળાવી દે છે. આ શબ્દના પરમાણુઓનો ધ્વનિનું કંપન, હીરાની અંદર પણ કંપન સર્જી નાખે છે. અહીં શબ્દોની અંદર તેના ઉચ્ચારણ અને તેના લયની અંદર એક શક્તિ છે. જે તરત શાંતિ આપે છે. એનો પ્રતિધ્વનિ જ્યારે આવે છે, તે પરમ આનંદનું કામ કરે છે. ? " - પરમાત્માના મંદિરમાં ગયા પછી અને જે સમયે ૐકારના ધ્વનિ સાથે પ્રભુસ્તુતિ થાય છે તો તે સમયે મંદિરમાં શિલ્પ હોય છે. અષ્ટકોણ, ચતુષ્કોણ એનું માપ હોય છે. તે માપની અંદર આપ ધ્વનિ કાઢશો તે ત્યાં ટકરાઈને ફરી આપના કાનમાં આવે છે. તે મેડિસિન બનીને આવે છે. આપણે ત્યાં શિલ્પની વ્યવસ્થાને વાસ્તુશિલ્પ માનવામાં આવે છે. આપે મિસરના શિલાલેખો જોયા હશે. ત્યાં અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો કરવાથી તેનો ધ્વનિ એક પ્રકારે અંદર ભાવ જન્માવે છે. ત્યાં શબ્દોને રાખ્યા છે, તેને અઢી-ત્રણ હજાર વર્ષ વ્યતિત થયાં હોવા છતાં પણ તે આજે પણ મૂળ રૂપમાં જોઈ શકાય છે. આપણાં મંદિરોની શિલ્પ-રચના એ પ્રકારની છે. ત્યાં જઈને જે “ૐકારનો ધ્વનિ નાભિથી જમ્યો ને ત્યાં શુદ્ધ શિલ્પ અનુસાર તે ભાષાના બે પુદ્ગલ, જે તમે તમારાં મુખમાંથી પ્રલિપ્ત કર્યા, છોડ્યા, તે ટકરાઈને પાછા તમારા શરીરની અંદર વ્યાપક બને છે. દવાનું કામ કરે છે. પરમાત્માની સામે જઈને તમે સાષ્ટાંગ પ્રણામ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri પ્રવચન પરાગ - ૧૯ કરો, પંચાંગ વંદન કરો; આપની ગમે તેવી મુશ્કેલીઓ હશે, ચાલી જશે. તમે આ કરી શકો છો. આ ધ્વનિઓમાં એટલી શક્તિ છે કે માથાના દર્દને મટાડી જ શકે. વાસ્તુ શિલ્પ અનુસાર, તે ધ્વનિ વિજ્ઞાન અનુસાર જો ૐકારની ધ્વનિ તમારી નીકળે ને પરમાત્મા સંમુખ આપે પંચાંગ ખમાસણ દીધું, વંદન કર્યું તો વાયુનો તે કંપન, વ્હાયબ્રેશન થાય છે, તે આપના માથાના દુખાવાને કાઢી નાખે છે – એકદમ શાંતિ મળી જાય છે. પ્રત્યેક મંત્રના પ્રારંભમાં, પ્રત્યેક અનુષ્ઠાનની શરૂઆતમાં, બધી જ ધર્મક્રિયા, મંગલક્રિયા, પ્રારંભ કરતા પૂર્વે, “આકારનો ધ્વનિ આપણી જૈનપરંપરા અનુસાર, બૌદ્ધ અને હિન્દુ પરંપરામાં – ત્રણેયમાં આ ૐકારનું એક સ્વરૂપ ઇસ્લામમાં પણ આવે છે. તે ત્યાં પણ “અ'થી શરૂ થાય છે. અલ્લાહ તે પણ અકારથી બન્યા છે. તો પ્રત્યેક ધર્મમાં કોઈને કોઈ રીતે તેનો ધ્વનિ પ્રગટ થઈ જાય છે અને તે ધ્વનિ આપણી શાંતિ માટે છે. એનો બીજો કોઈ આશય નથી. જૈનોમાં એને પરમેષ્ઠી વાચક “ઓ' માન્યો છે. નવકાર મહામંત્ર જે જૈનોનો સૌથી મોટો મંત્ર છે. જેમાં પાંચે પદોના આદ્ય અક્ષરની અંદરથી લેવાયો છે. અરિહંતથી “અ”. અશરીરી માનીએ જે મોક્ષમાં ગયું; જેનું શરીર નહીં, તેનો “અ”. “અ” અને “અ” મળીને “આ” બન્યો અને એની અંદર આચાર્યપદનો “આ' મેળવી દીધો તો “સમાનાને તેની દીર્વમ્' વ્યાકરણના સૂત્ર અનુસાર સમાનથી સમાન અક્ષર મળીને દીર્ધ થઈ જાય છે, તેથી “અ” નો ‘આ’ થયો અને “આમાં ઉપાધ્યાયનો “ઉ' મેળવ્યો તો ‘આ’ અને ‘ઉ' મળીને “ઓ બન્યો. અને અંતમાં મુનિ પદનો “મ' તેમાં મેળવી દીધો તો “ૐ” અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પાંચેય તેમાં આવી ગયા. એટલા જ માટે આપણે એને પરમેષ્ઠી બીજ માન્યો છે. જૈનોમાં એનું મોટું મહત્ત્વ છે. આપણો એ પ્રાણબીજ છે. એ બહારનું વાતાવરણ શુદ્ધ કરે છે અને તમારા અંતરમાં, જે અનુષ્ઠાનમાં, જે જાપમાં પ્રવેશ થઈ રહ્યો હશે તે માર્ગ ચોખ્ખો કરી દેશે. ગંદકી સાફ કરી, ત્યાં સુવાસિત થઈ જશે. આ પરમેષ્ઠી બીજનો જાપ, એનું વાયબ્રેશન એના પરમાણુ ઉચ્ચારણ કર્યા પછી તમારા મનને સ્થિરતા આપશે. આ છે એનું પ્રયોજન; ને આ છે એનો વૈજ્ઞાનિક ભાવ. પરંતુ શ્રદ્ધાની ભૂમિકામાં કરાય તો શક્તિ મળે છે. અકાદ્ધાથી કશું જ પ્રાપ્ત નહીં થાય. હું કહેતો જઈશ ને તમે સાંભળતા રહેશો. તર્કની ભૂમિકા દ્વારા કોઈમાં – શ્રદ્ધા જન્માવવી એ અશકય જ છે. પરંતુ શ્રદ્ધા સમજાવનારમાં પણ એની યોગ્યતા હોવી જરૂરી છે. પ્રથમ સ્વયં એ યોગ્યતા પ્રાપ્ત કરવી આવશ્યક છે, તો જ આ સર્વ સમજાવવું સરળ થઈ પડે – એને માટે શબ્દ પણ ઉપયોગી થઈ પડે. નીતિ અને નીતિયુક્ત આચરણનો આશય શું છે? તમારી પાસે એક “કૉઈન' છે અને એની બંને બાજુ સિક્કા કેવી રીતે છે? For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ પ્રવચન પરાગ નીતિ છે. એને જ આચરણ કહેવામાં આવે છે, મૉરલ કહેવાય છે. જો મૉરલ ક્રિયેટ કરાય તો ધર્મપ્રાપ્તિ અતિ સરળ બની જતી હોય છે. તેને ધર્મનું પોષકતત્ત્વ માન્યું છે, એને એનું ઑકિસજન માની લેવાયું છે. આપણે ત્યાં નીતિ અને આચરણ પર્યાયવાચી શબ્દ છે, એકબીજાના પૂરક અને પોષક છે. તે નીતિને, તે જ વાચને પોતાના આચારમાં પ્રગટાવવો તે સદાચાર છે. અને સદાચાર તો ધર્મનું પ્રાણતત્ત્વ છે કેમકે તે ધર્મને શક્તિ પહોંચાડનારી એનર્જી છે. આપણા આચરણ દ્વારા, માત્ર બોલવાથી નહીં; અહીં તો કર્મથી ધર્મને પ્રગટ કરવો છે. આશાના માધ્યમથી નહીં, આચરણ દ્વારા આપણા ધર્મને પ્રગટ કરવાનો છે. આંતર-જાતીય લગ્ન યોગ્ય છે કે નહીં ? એક માણસે મને પૂછ્યું : જોકે એ મારો વિષય નથી. મેં તો લગ્ન કર્યાં જ નથી એટલે આ વિષયમાં મારો કોઈ અનુભવ ન મળે. પરંતુ જેણે કર્યો છે, એના અનુભવથી તમે જાણી શકશો કે વર્તમાનપત્રમાં વિશેષ સમાચારો છપાય છે, જેણે ઇન્ટર-કાસ્ટ લગ્ન કર્યાં છે. કેમ કે એમાં તાલમેલ હોતો નથી, સ્વર સમભાવી હોતો નથી, આ જ કારણ એનું અશાંતિનું બની જાય છે. એનાથી બૌદ્ધિક દુર્બળતા આવી જાય છે. તેઓની વચ્ચેની જે પવિત્રતા છે, તે નષ્ટ પામી જાય છે. આપણા ઋષિ-મુનિઓએ જાતિવ્યવસ્થાની જે મર્યાદાઓ આંકી છે, તે આત્માની તિરસ્કાર ભાવનાથી નથી આંકી. કોઈને નીચા ગણી સ્વયંની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે નહોતી પરંતુ એ એક મર્યાદાની વ્યવસ્થા હતી. જાતિઓની અલગ અલગ પ્રકારની વિશેષતાઓ હતી. તે વિશેષતાઓના રક્ષણ માટે મર્યાદા આંકવામાં આવી કે જાતિની અંદર જ વિવાહ થાય, તો એ વધુ યોગ્ય ગણાશે. જો એવું ન બને તો વિશેષતા ખત્મ થઈ જશે, પરંપરા નષ્ટ બની જશે, પરિણામે સંઘર્ષ વધી જશે. સમજી લો, પરસ્પરમાં કોઈ એવું વાતાવરણ સર્જાશે તો એક કહેશે હું ઊંચો છું ને તે કહેશે હું ઊંચી છું. આમાં આંતર-જાતિયની સમાનતા તો રહેશે જ નહીં ! પરિણામે જીવન સંઘર્ષમય બનશે. સારોય પરિવાર કલેશમાં જલશે. રોજ ન્યૂઝ પેપર તમે જોતા હશો. આનાથી વિશેષ તમારે કયું પ્રમાણ જોઈએ ? વધુ પડતાં સિવિલ મૅરેજ, ઇન્ટરકાસ્ટ મૅરેજ કરનારી વ્યક્તિઓનું શું પરિણામ હશે ? અંતિમ પરિણામ ક્રોધનું પછી મૃત્યુ. એના સિવાય અન્ય પરિણામ શું હોય ? ઘણી વાર મારી પાસે આવીને આવા લોકો રડે છે. કહે, મહારાજ ! હું પશ્ચાત્તાપ અનુભવું છું - આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે છે ! સમસ્યા જન્મે છે, પછી સમાધાન માટે તૈયાર થાય છે પણ ક્યારેક સમાધાન પણ મળતું નથી ! તો પ્રથમથી જ જે પ્રાચીનકાળથી વ્યવસ્થા છે, એને સમજીએ તો ? બેશક, મારો આ વિષય નથી. બીજું મને આ વિશે અનુભવ પણ નથી ! પરંતુ ઘર-ઘરમાં જોઉં છું. મને એટલો અનુભવ જરૂર મળી ગયો છે કે આપ લોકોની આ પરંપરા For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri છે. પ્રવચન પરાગ જોઈએ તેટલી યોગ્ય નથી. જે આપણી વ્યવસ્થા આપણા દ્વારા યોગ્ય રીતે કરાય તો અલગ અલગ પ્રકારની જાતિઓની પોતપોતાની વિશેષતા કાયમ રહે જે તમે કરો છો, એની જવાબદારી પણ તમારી છે-તમારે શું કરવું એનો નિર્ણય તમારે કરવાનો છે. સાધુ અહીં મૌન રહેશે. સંસારના કોઈ પણ કાર્યમાં સાધુ ભાગીદાર નહીં બને. હું કદી તમારો શેર- હોલ્ડર નહીં બની શકું. તમે આવું કરો એવું પણ હું કદી નહીં કહું. કોઈ પણ સાધુનું આચરણ આવું જ હશે. એ માત્ર નિર્દેશક હશે, પરંતુ અમે કહી તો ન જ શકીએ, કારણ કે અમારી પણ મર્યાદા છે – સીમા છે. પુણ્ય અને પાપનો મતલબ શું છે? આનો સીધો જ મતલબ છે - સદાચારને પુણ્ય માન્યું છે. પુણ્યનો મતલબ – જે આત્માનું પોષણ કરે તે છે. આત્માનું પોષણ કરે તે ક્રિયાને પુણ્ય માન્યું છે. આત્માનું શોષણ કરે તે પાપ છે. સવિચાર દ્વારા જે કામ તમે કરશો, જેટલો પરોપકાર કરશો તે સર્વ પુણ્ય બની જશે. દાન કર્યું હશે, પરોપકાર કર્યો હશે, કોઈ સવિચાર આવ્યો હશે તે સવિચાર માત્ર પુણ્ય બની જાય છે. જે અહીં ખરાબ વિચાર આવે, કોઈને હેરાન કરો, ખતમ કરો, ક્રોધદશામાં આવી જવું, કોઈને માટે અપ્રિય બની જવું, કોઈ એવી ઘટના ઘટી જાય, પોતાના જીવનમાં કે જેનાથી અપ્રિય બની જવાય તો તે પાપ છે. જે આત્માને સ્વીકાર્ય નથી તે પાપ,અને જે આત્મા સ્વીકારે તે પુણ્ય. બહુ જ સીધી વ્યાખ્યા છે : ““પરોપકારઃ પુણ્યાય પાપાયડ પરપી નમ્.' મોટા મુલ્લાએ એક વાર કહ્યું : “અરે ! તમે શું સમજે છો, મને ? અલ્લાહનું નામ લઈને નીચે પડીશ તોપણ મારા પગને કશી ઇજા નહીં થાય, એટલો મને મારામાં વિશ્વાસ છે. બીજા મિત્રે કહ્યું : “એ તો હું જાણું છું કે તમે અલ્લાહનું નામ લઈને મકાનની નીચે પડશો છતાં તમને કશી ઈજા નહીં થાય. તમારા વિશ્વાસને હું જાણું છું. પરંતુ આ વાતો સાંભળનારાઓને શ્રદ્ધા નહોતી. એકે કહી દીધું – “મુલ્લાજી આ વાત હું માનવા તૈયાર નથી. ભાગ્યવશાત્ અમેરિકામાં ઉપરથી નીચે પડીને બચી શકાય છે, એમાં શું મોટી વાત છે? એમાં અલ્લાહને વચમાં શા માટે લાવો છો ?' તેમણે કહ્યું : “મારે તમારામાં શ્રદ્ધા જન્માવવી છે. તમને વિશ્વાસમાં લેવા છે. તમે નથી સમજતા, બીજી વાર હું જો હું ઉપર ચડીને પડું તો જ તમને વિશ્વાસ બેસશે.” એમણે કહ્યું : “સંજોગ ! કેટલીય વાર પ્લેનથી પડનારા પણ બચી જાય છે, મુલ્લા ! એમાં કોઈ મોટી વાત નથી.” તે એ વાત ન સમજી શક્યો એમાં સાયકોલૉજી નહોતી કે શ્રદ્ધાપૂર્વક ન સમજી શક્યા – કે ન તકની ભૂમિકામાં હતો ! કેમ કે શ્રદ્ધા એ ધર્મને પ્રાપ્ત કરવાની ભૂમિકા છે. અશ્રદ્ધા એ ધર્મથી વિમુખ થવાની સ્થિતિ છે. આવી અયોગ્ય અથવા અપાત્ર વ્યક્તિને કહેવાનો કોઈ અર્થ નથી ! એમ જ કહી For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ પ્રવચનપરાગ શકાય કે, સાંભળનારાઓ આવી વાતો પસંદ કરતા નથી ! ત્રીજી વાર સાહસ કરીને મુલ્લાએ કહ્યું : “હું ત્રીજી વાર મજિદ ઉપર ચડી જાઉં અને આપણા પ્યારા અલ્લાહનું નામ લઈને નીચે પડું તો તમારામાં શ્રદ્ધા જન્મશે કે ખુદામાં એક શક્તિ છે, દિવ્ય શક્તિ છે જે મારું રક્ષણ કરે છે.” તો સામેવાળી વ્યક્તિએ કહ્યું : “મુલ્લા ! ત્યારે તો તમે સરકસમાં જ ભરતી થઈ જાઓ. કૂદવાની બહુ સારી કલા છે, તમારામાં. આવી કલા તો મેં હજી નથી જોઈ.” મુલ્લાએ કહ્યું : “જહન્નમમાં જાય તમારો પ્રશ્ન. મેં તમને સમજાવ્યા. કોશિશ કરી, કે તમારામાં શ્રદ્ધા જાગ્રત થાય. તમે તો એવા અશ્રદ્ધાવાન નીકળ્યા કે મને મસ્જિદથી છેક સરકસ સુધી પહોંચાડી દીધો. કહેવાનો આશય એટલો જ છે કે તે વ્યક્તિઓની જિજ્ઞાસાઓને શાંત કરવી જોઈએ, જેઓ આપણી શ્રદ્ધાની ભૂમિકામાંથી પ્રશ્નો ઉપસ્થિત કરે છે. જે સ્વયંના વિચારોને લઈને આવે કે ભણવાની ઇચ્છા જન્મ કે મને પરમાત્માની તરસ છે. મારે જાણવું છે એમની ઈચ્છા તૃપ્ત થઈ શકે છે. પરંતુ એને સમજાવવા માટે બૌદ્ધિક ઉપયોગ જ જરૂરી છે. તર્ક જન્માવવો સહજ છે. પરંતુ વ્યાસ ઋષિએ કહ્યું છે : "अष्टादश पुराणेशु व्यासस्य वंचनद्वयम् पारोपकारः पुण्याय पापाय परपीडनम्" અઢાર પુરાણોની અંદર વ્યાસ ઋષિએ બે શબ્દો કહ્યા છે: “પરોપકાર તે પુણ્ય છે, અને પરપીડા તે પાપ.” હવે તમે સમજી લો કે આ વ્યાસ ઋષિના શબ્દો છે – આ એનો ખુલાસો છે. ચિંતન શું છે? ચિંતનને શું કહેવાય છે? એની ફલશ્રુતિ શું છે? - ચિંતન એક દિવ્ય અગ્નિ છે. આ એવો ભયંકર અગ્નિ છે, જે પાપને જલાવી શકે છે. આ અગ્નિમાં આટલી શક્તિ છે. ૧૫૦૦ સેંન્ટિગ્રેડ ગરમી પડે છે તો લોઢું પીગળી જતું હોય છે. ૨૫૦૦ સેન્ટિગ્રેડ સેગરમીની અંદર તાંબું અને લોઢું પીગળી જાય છે અને બાષ્પ બની જાય છે. આટલી ગરમીમાં સર્વ ધાતુ પીગળી જાય છે. કર્મને પીગળાવવા ચિંતનની આગ, દિવ્ય અગ્નિ જોઈએ. જે પ્રચંડ આગમાં આપણાં પાપને ખાખ કરવાં પડે છે. કર્મોને ભસ્મીભૂત બનાવી દેવાય છે. સર્વથા કર્મનો નાશ કરી દેવાય છે – આવી સ્થિતિ કયારે જન્મે ? ચિંતન એક આગ છે. જેવી ચિંતા તેવું ચિંતન. ચિતા તમને બાળે છે અને ચિંતન સર્વને લાવે છે. ચિંતા તે સંસાર છે, અને ચિંતન તે મોર છે. ચિંતાથી મુક્ત થઈને, ચિંતનમાં પ્રવેશ કરવો જોઈએ. જે દિવસે તમે ચિંતનમાં પ્રવેશ કરશો, તે દિવસે તમે સમજી જશો કે આત્માની પરિપૂર્ણતા. શુદ્ધ સ્થિતિનો પરિચય આપને મળી જશે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ક્રોધ, માયા, મત્સર, મોહના વિનાશ માટે બ્રહ્મચર્ય જરૂરી ? ક્રોધ, માયા, મત્સર, મોહ, લોભ સર્વ દુર્વિચાર છે. એના નાશ માટે બ્રહ્મચર્યની આવશ્યકતા છે, ત્યાં વ્યક્તિ શું કરશે? જ્યાં શક્તિ જ ન હોય ત્યાં વ્યક્તિ લડે કઈ રીતે ? લડવા માટે શક્તિ જોઈએ. એ શક્તિ ભીતરમાં ક્યાંથી આવશે ? વિચાર પુષ્ટ કેવી રીતે બને ? બ્રહ્મચર્યથી, એના આદર્શથી ! પ્રત્યેક ચીજ માટે બ્રહ્મચર્ય તેનું ફાઉન્ડેશન છે. પ્રત્યેક ધર્મક્રિયાની અંદર તે પ્રાણસ્વરૂપ માનવામાં આવે છે. પ્રત્યેક જગ્યાએ જીવનનું બ્રહ્મચર્ય જોઈએ, ભલે તે એક પત્નીવ્રત રૂપમાં હોય, યા સદાચાર રૂપમાં યા આજીવન કૌમાર્ય રૂપમાં. તે જ પરમ આવશ્યક છે. એના વિના કોઈ મહત્ત્વ નથી. બ્રહ્મચર્ય પરમ આવશ્યક માનવામાં આવ્યું છે તે પ્રાથમિક સ્થિતિ છે. આપ ક્રોધથી લડશો કેવી રીતે ? સદ્વિચારનું પ્રોડકશન કેવી રીતે થાય ? સદ્વિચાર માત્ર સદાચારથી જન્મશે અને સદાચારથી નિર્માણ થનાર વિચાર પણ ખૂબ પુષ્ટ હોય છે. તે સિંહના સંતાનની જેમ બળવાન હોય છે. જે કર્મને સર્વથા નષ્ટ કરી શકે એવો એનો વિચાર સમર્થ હોય છે. તે વિચારોના માધ્યમથી આપ વિતરાગ સુધી પહોંચી શકો. વિરાગની સ્થિતિ સુધી લઈ જશે. ૨૩ પ્રત્યેક ધર્મની અંદર, યમ-નિયમ તો આવશ્યક છે. તેના વિના આ સ્થિતિ આવી જ ન શકે. લડવાની શક્તિ જ ન આવે. આપ લડી નહીં શકો, માત્ર બોલીને રહી જશો. માર ખાઈ લેશો. અહીં પણ બુદ્ધિની જરૂર પડે છે. જ્યાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. ત્યાં માણસ વિશેષ શક્તિશાળી પુરવાર થાય છે. એક જ વિચારમાં બે લક્ષ્ય હોય છે સંસાર પણ ખત્મ કરવો છે અને કર્મ પણ ટળી જાય એક તીરથી બે શિકાર થઈ જાય. મોટા મુલ્લા જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે એક માણસને મારીને આવ્યા હતા. કોર્ટમાં જે જ્યારે એને પૂછ્યું, ઊલટતપાસ કરી ‘મોટા મુલ્લા, તમે એને માર્યું શા માટે ? મુલ્લા : મારી મરજી. જજ : તમારી મરજી અહીં કામ ન લાગે. તમે એને માર્યો શા માટે ? મુલ્લા : હજૂર, એને જ પૂછોને. વ્યક્તિ : અરે સાહેબ ! બહુ જોરથી એણે મને માર્યો છે. જ ઃ તેં કેટલા જોરથી એને માર માર્યો હતો ? For Private And Personal Use Only મુલ્લાએ પેલા માણસ પાસે જઈને જોરથી તમાચો લગાવ્યો. ‘આનાથી દસમો ભાગ માર માર્યો હતો.' બજારમાં માર્યો અને કોર્ટમાં પણ માર્યો. એક તીરથી બે શિકાર કર્યા મુલ્લાએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ પ્રવચન પરાગ સમજ્યા ? આપણે પણ બ્રહ્મચર્ય દ્વારા સંસારને પણ મારી નાખવો છે, સંસારનાં જે કારણો કર્મ છે એને પણ મારી નાખવાં છે. બંને બાજુ તમાચો મારવો છે. આને માટે વીરત્વ જોઈએ. આ વીરત્વ આવે છે, સદાચારના પ્રભાવથી; બ્રહ્મચર્યના પ્રભાવથી. આવી ગર્જના આવે છે, બ્રહ્મચર્યની શક્તિથી. જ્યાં તેલ જ ન હોય ત્યાં દિપક કેવી રીતે પ્રગટે ! જયાં બ્રહ્મચર્ય ન હોય ત્યાં ગર્જના પણ કયાંથી આવે ? હંમેશાં એની મુખ્ય જરૂરિયાત રહે છે. એને જ લક્ષમાં લઈને ધર્મ-ક્રિયા કરવાની છે, બ્રહ્મચર્ય વિનાનો ધર્મ કયાંથી સંભવે ? બ્રહ્મચર્ય વગર ઘર્મ કરવો એ તો જીવ વિનાના ખોળિયાની ક્રિયા છે—ધર્મના શબને લઈને ચાલ્યા કરો, કશું જ મળવાનું નથી ! કેટલીક વાર માણસની અંદર એક નશો જન્મે છે, કે હું ધર્મ કરું છું. પણ ચાલે છે ધર્મના જીવ વિનાના ખોળિયાને ઉપાડીને. જ્યારે પૂછવામાં આવે ત્યારે એનામાં અહં પ્રગટે છે-હું પણ કાંઈક છું... મોટા મુલ્લા લગ્ન કરીને આવ્યા. ગામની અંદર રિવાજ હતો કે તેની બીબીને સાથે ન મોકલાય. કહ્યું કે બીબીને એક મહિના પછી તેડી જજો. જ્યારે એ પોતાના ગામમાં આવ્યો ત્યારે લોકોએ મશ્કરી કરતાં કહ્યું : “અરે ! શું મોટા મુલ્લાજી, મજાક કરો છો ! ક્યારે તમારી શાદી થઈ ? ગપ હાંકો છો ગપ. શાદી થઈ? તો ભલા બીબી ક્યાં છે? મુલ્લા : બીબી તો છે જ. પણ સાસરે છે. એક મહિના પછી લાવીશ. લોકો : અરે યાર, તું જૂઠું બોલે છે ! ઘણું ખરાબ લાગ્યું એને. એનું અહં ઘવાયું : “હું સાચું કહું છુંપરંતુ ગામના લોકો માનતા જ નથી !' એ પોતે સાચો થવા પોતાની બીબી પાસે ગયો. બીબીએ તો હા પાડી દીધી ! એ એની સાથે ચાલવા તૈયાર હતી. સાસુ-સસરાએ પણ આદેશ આપી દીધો, “તમારો આગ્રહ છે તો તેડી જાઓ.” આખર એને આવવાનું તો ત્યાં જ છે ! જયારે એ બંને ચાલવા માંડ્યાં ને રસ્તામાં આવ્યા તો બીબી બોલી ઊઠી : “બડે મિયાં, મારા પગમાં મહેંદી લાગેલી છે. અને સામે નદી ઊતરવાની છે ! મારા પગ પાણીમાં પડશે એવો મહેંદીનો રંગ ઊડી જશે ! રંગ જશે તો મારી મહેનત ચાલી જશે !' મોટા મુલ્લાએ કહ્યું : “ખબરદાર ! યાદ રાખજે કે તારો રંગ ન ઊડવો જોઈએ !' મુલ્લા ઉસ્તાદ હતા. પગથી પકડી બીબીને. પગ ઉપર કર્યા ને મોં નીચું. આમ માંડ માંડ નદી પાર કરી. બીબી બિચારી ગભરાઈ ગઈ. શ્વાસોચ્છવાસ રૂંધાવાથી બેચેન થઈ ગઈ – મરી ગઈ. બીબી મરી ગઈ હતી તોપણ મુલ્લા ખભા પર ઉઠાવીને ગામમાં આવ્યો : “હું સસુરાલથી બીબીને લાવ્યો–કહ્યું હતું ને કે મેં શાદી કરી છે ! બીબી તો મરેલી હતી. કોઈએ કહ્યું : “મુલ્લા, જુઓ બીબીનો જીવડો તો ચાલ્યો ગયો છે – મરી ગઈ છે !' For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ - ૨૫ મુલ્લા : “જીવડો ગયો તો ભલે ગયો, રંગડો તો રહ્યો !” મારો કહેવાનો મતલબ સમજે – “જીવ ગયો તો ગયો પરંતુ રંગ તો રહ્યો !' દુરાચારની સ્થિતિમાં આપણે પણ આવું જ છે. ભલે આપણે ધર્મ કરીએ છીએ, આપણે બધું જ કરીએ છીએ. તપ કરીએ છીએ, જપ કરીએ છીએ – પરંતુ મડદું ઉઠાવીને ક્યાં સુધી ચાલશો ? એની અંદરથી આત્મા તો ચાલ્યો ગયો છે. ધર્મનો જેના ઉપર આધાર રૂપ જે બ્રહ્મચર્ય, સદાચાર હતો એ તો છે નહીં – આપણે આ મદ્ ઉઠાવીને નથી ચાલવું. આપણો ધર્મ, આપણો આદર્શ એમ નથી કહેતો કે મદ્ ઉઠાવીને ચાલો ! ગંગાસ્નાનનું શું મહત્ત્વ છે? હિન્દુ અને વૈદિક પરંપરામાં ગંગા-સ્નાનનો મોટો ભાવ છે. તે ગંગા, જે આપણને જીવનદાન આપે છે, આપણી તૃષાને તૃપ્ત કરે છે. આપણે માટે એનું અર્પણ મોટું છે. આપણી સંસ્કૃતિમાં ગંગા સમાયેલી છે. એનું સામાજિક મૂલ્ય છે. આધ્યાત્મિક સ્થિતિએ પહોંચવા આપ સો વાર સ્નાન કરો પણ ચિત્તમાં શુદ્ધિ ન આવે તો સ્નાનનું કોઈ મહત્ત્વ નહીં ! ગુરુ નાનક એક વાર હરિદ્વારમાં હતા. એમને એક અનુભવ થયો. એક બ્રાહ્મણ પુરુષ બે હાથે પાણી પી રહ્યો હતો. તો નાનકજીએ તેમને કહ્યું: “ભલા માણસ, મારી પાસે લોટો છે. મેં એને ત્રણ વખત ઊટક્યો છે – સ્વચ્છ કર્યો છે. ગંગાનું પાણી ભરેલું છે. નિર્મળ છે ! તમે આનાથી પાણી પીને તૃપ્ત થાઓ. આ રીતે અવ્યવસ્થિત પાણી પીવાથી તમને તકલીફ થશે. તમારો લોટો અપવિત્ર છે.” તેમણે કહ્યું : “ભલા માણસ શું વાત કરે છે? આ લોટો નથી પાપ કરતો, ન એ અધર્મ કરે છે, ન કોઈ પ્રત્યે દ્વેષ કરે છે. મેં એને ત્રણ વખત માંજ્યો છે. ગંગાનું સ્નાન કરાવ્યું છે. આ લોટો ભલે પવિત્ર નથી થયો, તું થઈ જઈશ ?' શું જવાબ આપે ? એના આશયથી આપણે વિમુખ બની ગયા છીએ, ગંગાસ્નાનનું બહુ મોટું મહત્ત્વ છે – જો એને સમજો તો. જે પાણી આપણે માટે અમૃતતુલ્ય બની જાય છે એ પાણીમાં વિનાસમજ ડૂબકી લગાવી તો પાપ એટલું સસ્તુ નથી કે એ ધોવાઈ જાય. પુષ્ય પણ એટલું સસ્તું નથી કે ડૂબકી મારો અને પરમેશ્વર મળી જાય. એનો આશય, એનું રહસ્ય, એના ભાવને સમજવો જોઈએ. ગંગાને પવિત્ર સમજવામાં આવે છે કારણ કે એ હિમાલયમાંથી વહેતી વહેતી આવતી ગંગામાં કેટલીય જડીબૂટીઓ અને ઔષધિઓનું મિશ્રણ છે. કેટલી ભૂમિનો સ્પર્શ છે. પાણીમાં એક એવી શક્તિ છે, કે એની અંદર કોઈ જીવ-જંતુ નથી જન્મતાં. એટલા માટે એને પવિત્ર માનવામાં આવે છે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રવચન પરાગ આપણા મંગલ કાર્યોમાં, પ્રતિમાની અંજનશલાખા, પ્રતિષ્ઠા યા કોઈ પણ ધર્મ-અનુષ્ઠાનમાં ગંગાનું પાણી આવશ્યક રખાયું છે. કારણ કે એ પવિત્ર છે. એ પાણીમાં એવી તો ઇલેક્ટ્રિસિટી હોય છે, એટલો મોટો કરંટ હોય છે કે એમાં સ્નાન કરવાથી આપણા વિચારોને શાંતિ મળે છે. ઉત્તેજિત વિચારો શાંત બને છે. એના સિવાય બીજો કોઈ અર્થ નથી ! એના સિવાય બીજો કયો આશય હોઈ શકે ? ગંગાસ્નાન કરી લેવું એ જુદી વસ્તુ છે, અને એની અંદરની પવિત્રતા પ્રાપ્ત કરી લેવી એ જુદી વાત છે. આત્મસ્નાન કરવું જોઈએ મારે શરીરની શુદ્ધિ નહીં, મારે આત્મશુદ્ધિ જોઈએ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ચીજ પ્રાપ્ત છે એમાં સંતોષ લઈએ તો મહત્ત્વાકાંક્ષા શું છે ? મહત્ત્વાકાંક્ષા આત્મા માટે હોવી જોઈએ. પરમાત્મા માટે હોવી જોઈએ. કોઈ પણ શુભ પ્રયોજન માટે મહત્ત્વાકાંક્ષા હોવી જોઈએ. પરંતુ સંસાર માટે મહત્ત્વાકાંક્ષા નહીં, ત્યાં તો સંતોષ જ હોવો જોઈએ. સંસારમાં સહજ રૂપે, આપણા પ્રારબ્ધથી જે મળી જાય એમાં જ સંતોષ માનીને ચાલવું જોઈએ, પરંતુ આત્મપ્રાપ્તિ માટે મહત્ત્વાકાંક્ષા હોવી જોઈએ. ત્યાં તો હંમેશાં અસંતોષની આગ જલતી રાખવી જોઈએ. ક્યારે હું પ્રાપ્ત કરું ? ક્યારે હું પૂર્ણ બનું ? ચારે પરમાત્માનો પ્રિય બન્યું ? ક્યારે એની અનુભૂતિ મળે ? આધ્યાત્મિક ભાષામાં અસંતોષ આત્મા માટે હોવો જોઈએ, લોભ પરમાત્મા માટે હોવો જોઈએ, ચોરી સદ્ગુણોની હોવી જોઈએ – જો આ સર્વ શક્ય બને તો વ્યક્તિ સ્વયંની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. મહત્ત્વાકાંક્ષાનો એવો અર્થ નથી થતો કે આપ સંસારને લૂંટીને ભગવાન બની જાઓ. બીજાને મારીને જીવતા રહો. એવી મહત્ત્વાકાંક્ષાનું કોઈ પ્રયોજન નથી હોતું ! મહત્ત્વાકાંક્ષા સાચા દૃષ્ટિકોણથી હોવી જોઈએ. એમાં સંયમ જોઈએ, એમાં મર્યાદા જોઈએ. તે મહત્ત્વાકાંક્ષા અતિ આવશ્યક છે. કેમ કે મહત્ત્વાકાંક્ષા વગર તે પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? ભારતમાં ગેરુ રંગનાં વસ્ત્રો વૈરાગ્યનું પ્રતીક શા માટે છે ? ગેરુ રંગનાં વસ્ત્રોને વૈરાગ્યનું ચિહ્ન માનવામાં આવ્યું છે. આપણે ત્યાં પણ છે. જુદું જુદું એનું મહત્ત્વ છે. એ વૈરાગ્યનું પ્રતીક હોવાથી, ત્યાં દૃષ્ટિ સ્થિર કરવાથી આપણો જાતીય વિકાર ઓછો થઈ જાય છે. વિચારોને દબાવી દે છે, વસ્ત્રોનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણા મન પર પ્રભાવ પડે છે. આપ એક દિવસ અત્તર છાંટી, ફૂટબૂટ પહેરી નીકળો. તમારો વિષય ઉત્તેજિત બની જશે. નિમિત્ત મળતાં જ તમારી વાંસના જાગ્રત બનશે. એક દિવસ અત્તર વિના, માત્ર શરીર શુદ્ધ કરી, અમારા જેવાં વસ્ત્રો અથવા ગેરુઆ રંગનાં વસ્ત્રો પહેરી આપ જશો તો આપના વિચારો શાંત બની જશે; આપની ઉત્તેજના નાશ પામશે મેં આટલા માટે એક દિવસ રાવણની ઘટનાનું વર્ણન કર્યું હતું. For Private And Personal Use Only - Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ જે દિવસે સીતાનું હરણ થયું તે સમયે ત્યાં આવીને રાવણના મિત્રોએ જ્યારે કહ્યું: ‘તું કેવો વિદ્યાધર છો? રૂપ પરિવર્તન કરવાની શક્તિ તારી પાસે છે. રામ જેવું રૂપ બનાવો, એની જેમ ગેરુઆ રંગનાં વસ્ત્રો પહેરો, એક જ મિનિટમાં સીતા તારી અનુકૂળ બની જશે. રાવણે કહ્યું : “મેં અનેક વખત પ્રયત્ન કર્યું જ્યારે જ્યારે રામનું રૂપ ધર્યું, રામની નખશિખ આકૃતિ બનાવી, રામના વિચારોથી વિચારો દ્વારા રૂપના પરમાણુઓમાં પરિવર્તન આવ્યું. રાવણ પાસે મહા યોગિક પ્રક્રિયા હતી કે એણે રામનું રૂપ બનાવી દીધું. જેવા એણે ગેરુઆ વસ્ત્રો પહેર્યા સીતા પાસે જવાનો વિકાર જ નાશ પામ્યો. જ્યારે જ્યારે મેં આવો પ્રયાસ કર્યો, ત્યારે ત્યારે હું પરાભવ પામ્યો. વિકાર જ નાશ પામ્યો. એને ઉઠાવીને એક બાજુ મૂકી દીધાં! વસ્ત્રનો મન પર બહુ મોટો પ્રભાવ પડે છે. આપણા કપડાં આપણા મન પર, વિચારો, પર પ્રભાવ પાડે છે. આપ સાત્ત્વિક વેશભૂષા કરીને આવો. તમારા મનની અંદર વિચારધારા પણ સાત્ત્વિક હશે અને બીજી ખોટી વેશભૂષા પહેરીને આવશો, એની મન પર બહુ ભયંકર દૂષિત અસર પડશે. ધર્મબિંદુ ગ્રંથમાં આ વાત આવવાની છે કે દેશાનુકૂળ વેશભૂષા, આર્ય-મર્યાદા અનુકૂળ કેવી વેશભૂષા જોઈએ તે આવશે. આજે એને માટે વિસ્તારથી નહીં કહું. ભારત ધર્મ-નિરપેક્ષ રાજ્ય છે, તેનું કારણ શું છે? ભારતમાં અલગ અલગ પ્રકારની – જાતિની વ્યક્તિઓ જીવે છે. એની અંદર એક આદર્શ રખાયો છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના ધર્મ માટે સ્વતંત્ર છે, પ્રત્યેક વ્યક્તિ પોતાની મર્યાદા અનુસાર પોતાના ધર્મની આરાધના, ઉપાસના કરી શકે. ભારતમાં એક વિશિષ્ટતા છે. આપણી હિંદુ પરંપરામાં આજ સુધી આર્ય સંસ્કૃતિમાં એટલી સહિષ્ણુતા છે કે આપણે કદી ધર્મના નામે આક્રમણ નથી કર્યું, ધર્મના નામ પર કદી જબરદસ્તી નથી કરી, ક્યારેય પ્રલોભન દઈને પરિવર્તન નથી કર્યું કે નથી કરાવ્યું. કયારેય તલવારના બળ પર પરિવર્તન નથી કરાવ્યું. માત્ર હૃદયના, પ્રેમના માધ્યમથી પરિવર્તન કરાવ્યું છે. તમને સ્વીકાર્ય હોય, તમને અમારો આદર્શ સારો લાગતો હોય અને તમને જો આ સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ હોય, તમે આવી શકો છો; તમારે માટે દ્વાર ખુલ્લાં છે. કદી આપણી સંસ્કૃતિ પર એવું કલંક નથી લાગ્યું કે તલવારના બળે પરિવર્તન કરાવ્યું હોય ! ખરાબ ચીજ કે વિચારણા આપણી સંસ્કૃતિમાં હજુ સુધી નથી આવ્યાં. એટલા જ માટે ઇડિયન ગવર્નમેન્ટે પોતાના કૉન્સ્ટિટ્યૂશનમાં સેક્યુલર સ્ટેટ રાખ્યું. જેથી કોઈ પણ ધર્મને આંચ ન આવે. વિશ્વમાં એક એવો આદર્શ જન્માવવો જોઈએ કે અમારા દેશમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના વિચાર અનુસાર પોતાના ધર્મનું પાલન કરી શકે છે, થોડીક ક્ષતિ હોઈ શકે છે. પરંતુ થવું એ જ યોગ્ય હતું. તે સમય ને સંયોગને અનુકૂળ તેને તે રીતે રાખવું જરૂરી હતું – એમાં થોડા સુધારા કરવા જરૂરી છે, કારણ આપણી સંસ્કૃતિ માટે એ કોઈ વખત ઘાતક પણ પુરવાર થયું છે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ પ્રવચન પરાગ મૂર્તિપૂજા, જન્મ, જન્મ પર આધારિત ધર્મ, જાતિ અને ધર્મ એમાં આપની શી માન્યતા છે ? ભગવાન મહાવીરે એક શ્લોકમાં સારો પરિચય આપ્યો છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, જન્મ અને ધર્મથી જીવનને શું સંબંધ છે ? એમણે કહી દીધું કે : આપણે ત્યાં આ વિચારને કોઈ માન્યતા નથી ! વર્ણવ્યવસ્થા એક પદ્ધતિ હતી, અનુશાસન હતું. અલગ અલગ કાર્યનું વિભાજન હતું. ઋષિમુનિસ કર્યું હતું એ ખોટું કર્યું છે એવું કહેવાનો મારો આશય નથી. પરંપરામાં હંમેશાં પરિવર્તન આવે છે. ભગવાન મહાવીરે પોતાની વિચારધારા આ રીતે કહી છે ઃ 'कम्पुणा होइ बम्पुणो, कम्मुणा होइ खत्तियो कम्णा होई सुधा, कम्पुणा होई वैश्यो " - ભગવાને કહ્યું છે ઃ કર્મથી બ્રાહ્મણ, કર્મથી વૈશ્ય, કર્મથી ક્ષત્રિય, કર્મથી જ શૂદ્ર બને છે – જન્મથી નહીં. જન્મગત પરંપરાને જો સ્વીકારી લઈએ તો તે કાયરતા છે. તેમણે કહી દીધું, ‘તમે તમારા કર્મથી બનો.' તમે જન્મ બ્રાહ્મણ કુળમાં લો, જૈન કુળમાં લો અને કર્મ ચાંડાલ જેવાં કરો તો પરમાત્મા મહાવીર તેનો સ્વીકાર નથી કરતા. કોઈ ભલે શૂદ્ર હશે, અને એનો આદર્શ બ્રાહ્મણ જેવો હશે તો એ આદરણીય બનશે. એટલા માટે આપણે ત્યાં શૂદ્રોએ પણ દીક્ષા લીધી છે. બ્રાહ્મણોએ તો બહુ મોટો ઉપકાર કર્યો છે આપણી પરંપરામાં લગભગ ૮૫ ટકા જૈનાચાર્ય બધા બ્રાહ્મણ જ થયા. ભગવાન મહાવીરથી આજ પર્યંત. આજે વર્તમાનમાં પણ આપણા સૌથી મોટા જૈનાચાર્ય મેરુપ્રભસૂરી વિશુદ્ધ બ્રાહ્મણ છે. એટલા માટે તો, તે જાતિનો તો આપણા સમાજ પર બહુ મોટો ઉપકાર છે. સ્વભાવે તીખા, વિદ્વાન થઈને આપણા આચાર્ય બન્યા. આપણા ધર્મગ્રંથોનાં નિર્માણ પણ એમણે જ કર્યાં છે. મહાવીર કર્મનો સ્વીકાર કરતા હતા. આપ આપના આચરણથી પવિત્ર બનો. આચરણ જો અપવિત્ર છે તો આપ શૂદ્ર જેવા છો. શૂદ્રનો મતલબ જ એવો થાય છે કે તે ગ્રહણ કરવા યોગ્ય નથી. આત્મા માટે યોગ્ય નથી. આ સ્પષ્ટ વિચાર છે. મહાવીરની ભાષામાં ખૂબ સ્પષ્ટ દૃષ્ટિકોણ છે. તેઓશ્રીએ કર્મને પ્રમુખતા આપી. જન્મગત દૃષ્ટિકોણ આપણી પરંપરા છે. જ્ઞાન અને ધર્મમાં શું ફરક છે ? જ્ઞાન પ્રકાશ છે, અને ધર્મ એની ગતિ છે. જ્ઞાન લાઈટ છે, પ્રકાશ છે, અને એ પ્રકાશમાં ચાલવું જેને ધર્મ માનવામાં આવે છે. જ્ઞાનના પ્રકાશમાં જ ધર્મની ગતિ છે. જ્ઞાન લૂલું-લંગડું છે તો ધર્મ આંધળો છે. બંને વચ્ચે સંઘર્ષ થયો. જ્ઞાનનો તો સંઘર્ષ અજીર્ણ થઈ ગયો, પરંતુ ધર્મને થયું – I am Something મારા વિના ગતિ કેવી ? સંયોગથી બંને અલગ અલગ બેઠા હતા. શું કરવું ? આગે જંગલને ઘેરી લીધું. પ્રશ્ન જન્મ્યો, પણ હવે શું ? For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૨૯ અમારા એક મોટા મુલ્યા હતા. દરરોજ કોઈ ને કોઈ સાથે ઝઘડો કરતા. એને અદાલતમાં ઊભો રાખ્યો. જજે પૂછયું : તું ઘરમાં, આજ એક સાથે, કાલ બીજાની સાથે, હંમેશા ઝઘડો જ કરે છે? ક્યારેય તમે સર્વ ઘરવાળા એક થઈને રહ્યા છો? મુલ્લા : હા સાહેબ. અમે સૌ ઘરમાં હતાં. આગ લાગી ત્યારે સૌ એક થઈ ગયાં હતાં. ઘર્મ અને જ્ઞાન અલગ અલગ હતાં. બંનેની જિંદગીનો સવાલ હતો. ધર્મે કહ્યું : “મારામાં ગતિ છે.' તો જ્ઞાને કહ્યું: “મારામાં પ્રકાશ છે.” મેં કહ્યું : તું મારા ખભા પર બેસ. જ્ઞાન એના પર બેસી ગયું. તેણે પોતાના પ્રકાશથી માર્ગ બતાવ્યો, તકલીફ વગર બંને આગમાંથી – વનમાંથી બહાર આવ્યા. મુક્ત થયા. “તત્ત્વાર્થાધિગમ્” સૂત્રમાં ઉમાસ્વામી મહારાજજીએ કહ્યું છે : “જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષ' જ્ઞાન અને ધર્મ અલગ અલગ ન રહી શકે. એકના પ્રકાશમાં બીજાએ ગતિ કરવાની છે. આજના જમાનામાં અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલી સંપત્તિના ભૌતિક સુખમાં મસ્ત રહેનારા આદર્શ મનાય છે – “આપણે એનું અનુકરણ શા માટે કરીએ છીએ?” બ્રહ્મને છોડી જગતને માનનારાઓ માટે કોઈ ઉત્તર નથી. પોતાના હૃદયને જોઈ-સમજીને ચાલનારાઓ માટે ઉત્તર છે. સિનેમામાં ખૂબ ભીડ થાય છે. પરંતુ ત્યાં ફિલ્ટર માલ મળશે. જગત શું કરે છે, એ અમારે નથી જોવું. જેવું એ છે, કે અમારે શું કરવું જોઈએ. ચાર મિત્ર હતા. પૂના જવા નીકળ્યા. ટિકિટ પણ લઈ લીધી. ડુિંકસના ખૂબ શોખીન હતા. આનંદના અતિરેકમાં કૉફી પી લીધી. સ્ટેશન જવા રવાના થયા. જવું હતું વી. ટી. પરંતુ ગયા સેન્ટ્રલ. ટ્રેનમાં બેસી ગયાં. તેઓ ગુજરાતી હતા. ગાડી ચાલવા માંડી. દાદર સ્ટેશન આવ્યું. ટિકિટ ચેક કરતો કરતો ટિકિટ ચેકર એની પાસે આવ્યો. એકની ટિકિટ જોઈ. તે તો હતી પૂનાની. ટી. સી.એ કહ્યું : ટિકિટ ખોટી છે. બીજાની જોઈ તે પણ પૂનાની હતી. તેણે કહ્યું તમારી ભૂલ છે. તો પહેલો બોલ્યો : શું ગરબડ કરે છે ? You are wrong. Get Out. ત્રીજાની જોઈ તો તેણે કહ્યું : અમારી પાસે ટિકિટ છે. You are without ticket. Get down or sit Down. ચોથો થોડો હોશમાં હતો. રાજનીતિનો જાણકાર હતો. તેણે કહ્યું અરે ભલા આદમી! તું કઈ દુનિયામાં છે ! દિલ્હીનું રાજ્ય પણ મેજોરિટીપર ચાલે છે. So. we are right and you are wrong. અમારી મેજોરિટી સાચી છે, તારી નહીં. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ હંમેશાં સાચો માર્ગ બતાવે છે. તે તમારા For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ પ્રવચન પરાગ ચીંધેલા માર્ગ પર નથી ચાલતો. અહીં ક્વૉન્ટિ નહીં કવૉલિટી જોવાય છે. મને પોતાને નહીં, સંસારને નહીં, જગતપતિને જોવાનો છે. મારે દુર્ગુણોને નહીં, સદગુણોને જોવા છે – અપનાવવા છે. મંદિરમાં ત્રણ પ્રદક્ષિણાઓ શા માટે? આ એક સાધારણ પ્રશ્ન છે. મંદિરમાં જ રહે છે તે ત્રિલોકીનાથ રહે છે. તે તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણે લોકોના નાથ છે, તે વંદનીય છે, પૂજનીય છે – સર્વેસર્વા છે. એને સંપૂર્ણ સન્માન દેવા માટે ત્રણ પ્રદક્ષિણાઓ છે – એ ત્રણેત્રણ લોકની સૂચક છે. જેમાં ગુણ વિદ્યમાન છે, જે ગુણોનો ભંડાર છે, એને માન-સન્માન દેશું તો તેના સત્સંગથી આપણે પણ ગુણી બની જઈશું. ત્રિલોકીનાથ તો સ્વયં ગુણોના અસીમ ભંડાર છે. તેને સન્માન દેવાથી, આપણે પણ ગુણોના ભાગીદાર બની શકીએ છીએ. એટલા માટે ત્રણ પ્રદક્ષિણાઓ દેવાની છે. આજની શિક્ષાપદ્ધતિમાં કેવા પરિવર્તનની આવશ્યકતા છે? આજકાલ શિક્ષાપદ્ધતિની અંદર, યુનિવર્સિટીની અંદર કેન્સર લાગી ચૂક્યું છે. ત્યાં સંસ્કાર નથી, સંસ્કૃતિનું જ્ઞાન નથી, ત્યાં તો સર્વનાશ છે. રાધાકૃષ્ણ કહ્યું હતું : ભારતમાં શિક્ષણની નહીં, ચારિત્ર્યશીલતાની જરૂરત છે. “Not Education but Character. એક ભારતીય મુદ્રાલેખ છે : સા વિદ્યા યા વિમુક્તયે.” શિક્ષણ અનેક દુરાચાર, દુર્વિચારથી મુક્ત હોવું જોઈએ. જ્યાં ચારિત્ર્ય નિર્માણ થાય છે, સંભાવના પ્રગટ થાય છે, સવિચારોનું સર્જન થાય છે, તેને જ આદર્શ શિક્ષણ માનવામાં આવે છે. આજ બે આનાના સર્ટિફિકેટ મળે છે, જેનાથી જ્ઞાનનું અજીર્ણ થાય છે, જ્યાં જ્ઞાનનું અજીર્ણ થયું હોય ત્યાં અહં આવશે, જીવનનો વિકાસ રૂંધાઈ જાય. પરોપકારની ભાવનાની જાગૃતિ માટે આવશ્યકતા છે શિક્ષણની. આધુનિક શિક્ષણપદ્ધતિ એક ઝેર છે. એનો મૂળ પાયો નાખનાર હતો લૉર્ડ મેકોલે. એણે પોતાની જીવનીમાં – ડાયરીમાં લખ્યું છે : જે ભવિષ્યમાં અંગ્રેજોને ભારત છોડવું પણ પડે તો અંગ્રજો તો ચાલ્યા જશે પરંતુ એણે દીઘેલી ભાષા નહીં જાય. અંગ્રેજીપણું નહીં જય. તે અહીં ઘર બનાવીને રહેશે. હિંદુસ્તાની તેને પ્યારથી અપનાવશે અને એમાં એમનું ગૌરવ અનુભવશે. આજે તો પશ્ચિમી અનુકરણ, ફૅશન જ જોવા મળે છે. બધા સમજે છે, કે અમે ખૂબ આગળ નીકળી ગયા છીએ, સુઘરી ગયા છીએ, અહંથી બીજાઓને બૅકવર્ડ – પછાત માનીએ છીએ. પાશ્ચાત્ય શિક્ષણપ્રણાલિના અનુકરણથી આપણને શબ્દજ્ઞાન મળશે, આત્મજ્ઞાન નહીં. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રવચન પરાગ ૩૧ આજની શિક્ષણપદ્ધતિનું ભારતીયકરણ નથી થયું. અહીં દિશા જ બદલી ગઈ છે. ભારત, ભારત નથી રહ્યું અહીં હિંદી રાષ્ટ્રભાષા હોવા છતાં તેનો સ્વીકાર નથી થતો, દેશી ભાષાનો સ્વીકાર પણ નહીં ! તેનાથી કેટલું નુકસાન થાય છે ? જનસામાન્યની બુદ્ધિનો કેટલો વિનાશ થઈ રહ્યો છે ? હાઈબ્રીડ જે બહારથી બહુ સારું, પરંતુ ન તો તેમાં પ્રોટીન છે, ન વિટામિન. એમાં સ્વાદ નથી. જ્ઞાનમાં પૂર્ણતા નથી. આજનું શિક્ષણ કેવું છે એનું એક ઉદાહરણ આપું છું. રાજસ્થાનમાં આ ઘટના ઘટી છે. એક સજ્જન હિંદી શિક્ષક નવી સ્કૂલમાં ભરતી થયા. તેમણે જોયું કે હિંદીના વિદ્યાર્થીઓની દુર્દશા છે. આજે ક્વૉલિટી ડાઉન થઈ ગઈ છે. નવું સત્ર શરૂ થયું. અધ્યાપકે વિચાર્યું કે પાછલા પોર્શનનું થોડું પુનરાવર્તન કરીને, એના આધારે આગળ વધીએ. વિદ્યાર્થીઓનું જ્ઞાન કેટલું છે, આગળ એની પ્રગતિ માટે જાણી લઈએ. એવા આશયથી એણે પૂછપરછ કરી. શિક્ષક : બોલો વિદ્યાર્થીઓ, તમારા પાઠ ક્યાં સુધી ચાલ્યા છે ? વિદ્યાર્થીઓ : સાત. શિક્ષક : તમે ભણી ચૂક્યો છો તેમાંથી થોડુંક પૂછી લઉં ? Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાર્થીઓ : જરૂર પૂછો સાહેબ. શિક્ષક : તમે ‘આ' એકાંકી નાટક શીખ્યા છો ? વિદ્યાર્થીઓ : જી. શિક્ષક : બતાવો કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું ? એક વિદ્યાર્થી : (ખૂબ ગભરાઈને ઊભા થતાં) સાહેબ, મેં નથી તોડયું ? શિક્ષક : આ શું ? મારા પ્રશ્નનો આશય નથી સમજ્યા ? ફરી પૂછ્યું, ફરી એ જ ઉત્તર ! બીજાનો, ત્રીજાનો કે ‘સાહેબ મેં ધનુષ્ય નથી તોડ્યું !' શિક્ષકે જોરથી પૂછ્યું: ‘યોગ્ય અને ઠીક ઉત્તર આપો કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું ? ફરી એ જ ઉત્તર : ‘મેં નથી તોડ્યું ! મેં નથી તોડ્યું !' વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા. બધાં જલદી જલદી ક્લાસની બહાર નીકળી ગયા. તેઓ બોલ્યા : ‘અમે તોડ્યું નથી છતાંય તમે અમારા પર આક્ષેપ લગાડો છો ? જરા બહાર આવો, બતાવીએ છીએ કે કોણે તોડ્યું !' શિક્ષક ગભરાઈ ગયા. ‘પ્રથમ ગ્રાસે મક્ષિકાપાત !’ તે તો હેડમાસ્તર પાસે દોડ્યા. તેણે કહ્યું : મેં પુનઃઅધ્યયન માટે પ્રશ્ન પૂછ્યો : ‘શિવજીનું ધનુષ્ય કોણે For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ પ્રવચન પરાગ તોડ્યું?' તો સર્વ વિદ્યાર્થીઓ આક્રમણ કરવા આવ્યા છે ! કહે છે, કે બહાર આવો બતાવી દઉં બરાબર ! તો હેડમાસ્તરે કહ્યું : “અરે ! શું વાત કરો છો? નાનાં બાળકો છે ! રમતાં રમતાં તૂટ્યું હશે તો શું થઈ ગયું? નવું બનાવી લો ! આવી છે, આજની શિક્ષાપદ્ધતિ ! જ્યાં અજ્ઞાન, અસંસ્કાર, અહંભાવ છે. આમાં પરિવર્તનની આવશ્યકતા છે. આપણી સંસ્કૃતિના સંસ્કારોની આવશ્યકતા છે. ત્યારે જ આપણે સાચા અર્થમાં વિકાસ કરી શકીશું. - ૨. પ્રવચનનો પ્રભાવ સ્વયંનો પરિચય પ્રવચન દ્વારા, ઉપકાર ભાવથી અને અપૂર્વ વાત્સલ્યની ભાવનાથી ભગવાને દીધો છે. પ્રવચનને અનુકૂળ જીવનનો પ્રારંભ થઈ જાય તો આત્મા તેને અનુકૂળ બની જાય છે. વ્યવહારમાં જો ધર્મ આવી જાય, તો પછી મોક્ષ દૂર નથી ! પરમાત્માનું પ્રવચન બહુ સરળ છે. જો એ સહજતાથી સમજમાં આવી જાય, થોડા પ્રયત્ન સમજમાં આવી જાય તો આત્માની પૂર્ણતા અને સ્વયંસિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. મહાવીરની મૉનોપોલિ એ નથી કે હું જ સુખી બનું ને બીજા દુ:ખી રહે. એના પ્રવચનનો ઉદ્દેશ કોઈ સંપ્રદાય નિર્માણ કરવાનો નથી. અનુયાયીઓ વધારવાનો પણ કોઈ હેતુ નહોતો. પોતાની દીર્ધકાળની સાધનાથી જે પ્રાપ્ત કર્યું હતું તેને પ્રત્યેક આત્મા પ્રાપ્ત કરે એવી એમની અભિલાષા હતી. પરમાત્મા બનવાની પ્રક્રિયા તેઓએ બતાવી. જીવ અને જગતનો પરિચય આપ્યો. જીવનને જ્યોર્તિમય બનાવવા માટે, આત્માની અનુભૂતિને પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપ્યું. સ્વયં પરિચય અહંની દીવાલ તૂટી જાય તો સ્વયંનો પરિચય સહજ થઈ પડશે. I am nothing I have nothing આ છે “નાહમ્'ની ભૂમિકા, અહં'ની ભૂમિકામાંથી નીકળીને “નાહની ભૂમિકામાં આવી જઈએ તો આપણે જગતથી શૂન્ય બનીને, નીરસ બનીને પરમાત્મા પાસે જઈ શકીએ. હે પરમાત્મા, તમારી અનુકંપાથી સર્વ કાંઈ મારા અનુરૂપ થઈ જાય – જે મનમાં આવી ભાવના હોય તો પોતાને પોતાનો પરિચય મળી જાય. કયા પ્રકારે માનસિક વિકાર નષ્ટ થાય? અહંની દીવાલમાં શું છુપાયું છે? એની ખબર નથી. હું વિદ્વાન છું, હું જ્ઞાની છું એવા જ્ઞાનનું અજીર્ણ સર્વનાશનું કારણ બની જાય છે. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ પ્રવચન પરાગ ખોરાક હજમ જ ન થાય તો શક્તિ ક્યાંથી મળે? ખોરાક લેવાથી સંતોષ મળી જાય છે પરંતુ શક્તિ નિર્માણ અથવા ઉત્પન્ન કરવા માટે પાચનની મોટી આવશ્યકતા છે. આજ સુધી અહંની ભૂમિકા પ્રદર્શનની ભૂમિકામાં હતી. જ્યાં પ્રદર્શન-પ્રયાસ એ નાશનો પ્રારંભ. જ્યાં પ્રદર્શન હોય ત્યાં દર્શનનો અભાવ હોય છે. પ્રદર્શન કરશો તો સ્વદર્શન કદી નહીં થાય. આજ સુધી આપણે પ્રદર્શન કરતા રહ્યા છીએ. રોગને પ્રગટ ન કરો તો ઉપચાર કેમ થાય? આરોગ્યની દષ્ટિથી સાધના થાય તો તે સાધના શક્તિ પ્રદાન કરે છે. ૧૦૫ ડિગ્રી ટેમ્પરેચર હોય અને તે સમય અતિ સ્વાદિષ્ટ, રુચિકર મનભાવન પદાર્થ બનાવ્યા હોય, ત્યારે ખાવાની ઇચ્છા થાય ? કોઈ અતિ પ્રેમથી આગ્રહપૂર્વક કહે, “અરે ! આ તો આપની બહુ જ મનભાવન વસ્તુ છે. તમે થોડી તો ખાવ તો તમે ખાશો ? માન્યું કે તમે ખાઈ લીધું, તો તરત ઊલટી થઈ જશે ! ક્રિોધની ક્રૂરતા આત્માને કોઈ પણ સ્વાદપૂર્ણ ચીજ આપી દો, તરાત્માને તૃપ્તિ મળશે, વિચારો ઊર્ધ્વગામી બનશે. બહુ મોટું સુખ મળશે. મોક્ષ પ્રાપ્ત કરવાની તૃષા જાગ્રત થશે. ક્રોધ વગેરે કષાય તે સર્વ પ્રત્યે રુચિ થવા નહીં દે, ગ્રહણ કરવાની ઇચ્છા પણ નહીં થાય. પરંતુ ટેમ્પરેચર નોર્મલ થયા પછી ખાવાની ઈચ્છા થશે. ક્રોધને ઉપશમ કરવાનો પ્રયત્ન જ કર્યો, ઉપશમની ભૂમિકાનો સ્વાદ ન લો તો કષાયનું પ્રભુત્વ રહેશે અને ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય. કષાયનો મતલબ શું છે? કઆય. કષ એટલે સંસાર. આય એટલે લાભ. સંસારનો લાભ જ્યાંથી થાય તે કષાય. તે સમયે જો આપને કોઈ પણ સામગ્રી દે તો આપ એને ગ્રહણ નહીં કરો. આગ્રહ કરીને દઈ દઉં તો તમે તેને ઊલટી કરીને કાઢી નાખશો. અનંતકાળની યાત્રામાં અહંની ભૂમિકા ચાલી આવે છે. અનાદિ અનંત કાળની સાધના અહંની ભૂમિકા પર બેઠી છે. તેનાથી તે નિષ્ફળ બનતી રહી છે. કોણ છું ? એ જાણવા માટે સાધના સહજ અને સરળ બનશે. દયદષ્ટિ પ્રાપ્ત થશે અને આગળ જવાનો માર્ગ પ્રાપ્ત બની જશે. અહમ્ અને નાહમ્ અહમ્'ની ભૂમિકા નષ્ટ થતાં જ “નાહમૂ'ની ભૂમિકા આવી જાય છે. એમાં સ્વયંને પ્રાપ્ત કરી શકાય છે. અંતરસંગીત મધુર લાગે છે. પરમાત્માનો એકેએક શબ્દ આત્માને તૃપ્ત કરે છે. એના પછી પ્રવચનનું શ્રવણ પરમ સાધના બની જશે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ પ્રવચન પરાગ અહંનો નાશ થશે તો નાહમેં આવે છે. નાહમુમાં જગતનો પરિચય નહીં. ત્યાં અંતરાત્માનો પરિચય થાય છે. ખાલી પાત્ર હોય તો ભરી શકાય છે. “પ્રદર્શનની પ્રવૃત્તિ છોડીને “દષ્ટિ'ની શરૂઆત કરો. ડૉકટર પાસે જઈને કહો કે મને ખૂબ ભૂખ લાગે છે. શરીરમાં ખૂબ સ્કૂર્તિ છે. સર્વ કામ કરી શકું છું. ત્યારે ડૉકટર કહેશે કે તમારી પાસે આરોગ્ય છે તો અહીં આવવાની શી જરૂરત હતી? અહીં તો બીમાર આવે છે. સ્વયંના આરોગ્યનો પરિચય આપશો તો ડૉકટર કહેશે : “ચાલ્યા જાઓ અહીંથી.' આ રીતે તમે તમારી સાધનાનો પરિચય આપશો કે, “હું સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું. વંદન-દર્શન-પૂજન કરું છું, દાન-પુણ્ય પણ કરું છું તો હું કહીશ – અહીં ઉપાશ્રયમાં આવવાની શું જરૂરત છે?' સ્વયંનો પરિચય અહમૂની ભૂમિકાથી દેશો તો ઉપચાર ક્યાંથી થાય? પાપ પ્રગટ કરો, પુણ્ય છુપાઓ પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે : “નિદિય, ગરહિય ગુરુ સગાસે.” ગુરુ સમક્ષ સાચા ભાવથી પાપની નિંદા કરો, પાપ પ્રગટ કરો, તો ઉપચાર મળશે. પાપી પણ પરમેશ્વર બની જશે. આજ સુધી પુણ્ય પ્રગટ કરતા રહ્યા ને પાપને છુપાવતા રહ્યા. પરંતુ સાચી વાત તો એ છે કે, “પાપને પ્રગટ કરો અને પુણ્યને છુપાવો.” જો પાપ પ્રગટ થઈ જાય તો, તેનાથી બચાવનાર કોઈક તો મળી જ જાય. એમાંથી જ કોઈ માર્ગદર્શક પણ મળી જાય; જેનાથી પાપથી પુણ્યની પ્રક્રિયા બની જશે; સંક્રમણ બની જશે. પાપ છુપાવવાની આત્માને કેન્સર થઈ જશે અને તેનો અંત સર્વનાશ બની જશે. છુપાવવું જ હોય તો પાપ છુપાવો – પુણ્ય નહીં. માતા બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે તેને સાડીના છેડાથી ઢાંકી દેતી હોય છે, કારણ કે બાળકને કોઈની નજર ન લાગી જાય અને બાળકનું રક્ષણ થાય. આજ રીતે, પુણ્ય પણ ઢાંકીને કરો જેથી કર્મની એના પર નજર ન લાગી જાય. પુણ્યક્રિયા સ્તનપાન જેવી છે, આત્માને રક્ષણ આપનારી છે. નજર લાગી જશે તો, અહમ્'ની ભૂમિકા જન્મશે. આત્માના પરિચયથી પ્રથમ “નામુ'ની સ્થિતિ આવશ્યક છે. તેના સિવાય આત્મા તૃપ્ત નહીં થાય. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૩૫ તલ્લીનતાની તારતમ્યતા જેની પ્રાપ્તિ માટે મોટા મોટા ઋષિઓને પણ સફળતા નથી મળી. પોંડિચેરીના આશ્રમમાં અરવિંદજી અંતર્મુખ થઈ ગયા. ચાળીસ વરસ સુધી એક જ જગ્યાએ બેસી તલ્લીન થઈ, પોતાને શોધવા પોતાની જાતને ખોઈ નાખી. તે ભાવોને વ્યક્ત કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી – ક્યાંય ભટકવાની પણ જરૂર નથી. . સાધકનો આત્મા સ્થિર બને છે ને સ્થિરતામાં તૃપ્તિ છે. રેસના ઘોડાને તો ઘાસ ચારો મળે છે, પરંતુ કમાણી માલિકને મળે છે. તે જ પ્રકારે શરીર પણ ઘોડાની જેમ દોડ્યા કરે છે અને કમાણી ઈદ્રિયો લઈ જાય છે. એટલા માટે પ્રથમ “અહમ્'ની બહાર નીકળવું જોઈએ. ચાળીસ ચાળીસ વર્ષ સુધી અરવિંદજી ખોજ કર્યા પછી પણ કહે છે કે, “મારી ખોજ અધૂરી છે.” મંડનમિશ્રની તલ્લીનતા મંડનમિએ લગ્ન પછી સ્ત્રીનું મુખ હોતું જોયું. તે અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા હતા. શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર પર “શાંકરભાષ્ય” લખ્યું. તેના પર ટીકા-વિવેચન-શબ્દોનું વિવેચન તેમણે લખ્યું. તે જ્ઞાનમાં તલ્લીન અને પાગલ બની ગયા હતા. એક જ જગ્યા પર પાંત્રીસ વર્ષ સુધી દિવસ-રાત બેસી રહ્યા. ખાવાના સમયે જે ખાવાનું આવતું તે ખાઈ લેતા. ત્યાં સૂતા, ત્યાં જ જાગતા, સ્વપ્નોમાં પણ તે જ વિચારો કરતા. પ્રત્યેક ક્ષણ મનમાં એક જ વિચાર ઘૂમ્યા કરતો હતો. એક દિવસ સંધ્યા સમયે દીપકમાં તેલ પૂર્ણ થઈ ગયું. એમાં તેલ પૂરવા માટે તેમની પત્ની ત્યાં આવી. તેમની એકાગ્રતાનો ભંગ થઈ ગયો. જેવી તે દીપકમાં તેલ પૂરવા માંડી કે મસ્તક ઊંચું કરીને તેમણે પૂછ્યું, “તું કોણ છે? અહીં કેવી રીતે આવી ?' લેખનકાર્યમાં એ સર્વ ભૂલી ગયા હતા. સ્ત્રી બોલી : “આપના કાર્યમાં હું સહયોગ દવા આવી છું. હું આપની સ્ત્રી ભામિની છું.' મંડનમિશ્રને એવું લાગ્યું કે આ મારી પત્ની ! વૃદ્ધત્વ આવી ગયું. આટલાં વર્ષોના લેખનકાર્યમાં પત્નીને પણ તેઓ – ભૂલી ગયા હતા. તેમણે તે ગ્રંથ પોતાની ભામિનીને અર્પણ કરી દીધો. એની ટીકાનું નામ રાખી લીધું “ભામિની ટીકા.” તેમણે લખ્યું, “ભામિનીનો જે સહયોગ ન મળ્યો હોત તો આ ગ્રંથ ન જ લખી શકાયો હોત.' જ્ઞાનની શોધમાં કેવી તલ્લીનતા ! આત્માની શોધમાં આવી મગ્નતા આવી જાય તો ઘર, દુકાન, પરિવાર સર્વ ભુલાઈ જાય. ઝંખના થાય છે કે હું કોણ છું?' એ મારે જાણવું છે. આ વાત શબ્દોના માધ્યમથી નહીં જાણી શકાય. – આત્માનો પરિચય શબ્દોથી નહીં, અનુભવથી થશે. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ પ્રવચન પરાગ નાડહમ્ એ પરમ આનંદ છે. “સ્વ'ને જાણતો નથી એ સર્વને જાણવા માટે યોગ્ય બની જાય છે. હું જાણું છું' આ અહમની ભૂમિકામાં આપણે જે જ્ઞાન ધરાવીએ છીએ તે વિકૃત બની જાય છે. દેખાડવાની ક્રિયા બંધ કરો.” જોવાની ક્રિયા શરૂ કરો.” ઘર્મક્રિયા પ્રદર્શન ન બની, સ્વ-દર્શન માટે બનવી જોઈએ. વૈભવની પરાધીનતા અયોધ્યાના એક નવાબ હતા. એના રાજ્ય પર એકવાર અંગ્રેજોએ હુમલો કર્યો. નવાબ ન ભાગ્યા. અંગ્રેજો આવી પહોંચ્યા અને જોયું તો... લખનૌનું પતન થયું. આખી સેના ભાગી ગઈ. અંગ્રેજો નવાબના મહેલ સુધી આવી ગયા હતા. ત્યારે ત્યાંની સેના પણ નવાબને મૂકીને ભાગી ગઈ. પરંતુ નવાબસાહેબ તો હજુ સુધી ત્યાં જ હતા – મહેલમાં. અંગ્રેજો મહેલના દરવાજાઓ સુધી આવ્યા. ત્યાં સુધી નવાબ નોકરની પ્રતીક્ષામાં ત્યાંના ત્યાં બેઠા રહ્યા. અંતે અંગ્રેજો મહેલમાં ઘૂસી ગયા. તેઓએ નવાબને પકડ્યા. પૂછ્યું : “તમારા બોડીગાર્ડો તો ભાગી ગયા; તમે કેમ ન ભાગ્યા?” નવાબે કહ્યું : “શું કરું ? હું તો કયારનો નોકરની પ્રતીક્ષા કરતો બેઠો છું – અગર કોઈ નોકર આવીને મને જૂતા પહેરાવી દે તો. હું પણ ભાગી જાઉં! પરંતુ નોકર ન આવ્યો !” સમજી ગયાને ! વૈભવની પરાધીનતા કેવી વિચિત્ર હોય છે, તે ! વૈભવથી મનુષ્યનું પતન કેવી રીતે થાય છે એ જોઈ લેજે ! પ્રદર્શનથી પતન આપણા બડા મુલ્લા પણ આવા જ હતા. એક વાર એમને બાદશાહ તરફથી નમાજ પઢવાનું આમંત્રણ મળ્યું. મુલ્લાએ બીબીને કહ્યું : “આજ મારે બાદશાહને ત્યાં નમાજ પઢવા જવું છે; શાહી નમાજ પછી ત્યાં શાહી ભોજન પણ મળશે. એટલા માટે સવારથી જ હું ભૂખ્યો રહી જાઉં તો સ્વાદપૂર્ણ મિષ્ટાન્ન પેટ ભરીને ખાઈ શકે.” કહેવત છે ને – “પૂરીને અતિ દુર્તમ.” બીબીએ કહ્યું : “જેવી તમારી મરજી.” સવારથી ભૂખ્યા મુલ્લા નમાજ પઢવા ગયા. જોરજોરથી નમાજ પઢવા લાગ્યા. પરંતુ મનમાં તો ભાવના એવી હતી કે નવાબને, સર્વ રઈસ વ્યક્તિઓને ખુશ કરી દઉં. સર્વના મનમાં એવી ભાવના જન્મ કે આ મુલ્લા ખુદાની બંદગી ખૂબ જ – સરસ રીતે, દિલથી કરે છે. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ મુલ્લાના મનમાં પ્રદર્શનની ભાવના હતી, નમાજ બાદ ભોજન શરૂ થયું. મેજ ઉપર ભાત ભાતની સ્વાદપૂર્ણ ચીજો રાખી હતી. ભોજન માટે સર્વ વ્યક્તિઓ બેસી ગઈ. શાહી મહેમાનો તો એક-બે કોળિયા લઈને ઊઠી ગયા. આ જોઈને મુલ્લા વિચારવા લાગ્યા: “અરે ! આ લોકો તો ઊઠી ગયા ! હવે મારે પણ ઊઠી જવું પડશે. જે નહીં ઊઠું તો આ લોકો કહેશે : “જુઓ, આ મુલ્લામાં જરા પણ વિવેક નથી ! કોણ જાણે કેટલા દિવસનો ભૂખ્યો હશે !' પોતે નહોતો ઇચ્છતો તોપણ ઊઠવું પડ્યું. પોતાના ઘરમાં પ્રવેશતાં જ એણે બીબીને કહ્યું : “જલદી જલદી રસોઈ બનાવી નાખ.” બીબી : કેમ, શાહી ખાણું ખાઈને પણ પેટ નથી ભરાયું? મુલ્લા : “બરાબર. પણ શું બતાવું – ભોજન તો શાહી હતું. ભોજન કરવા સૌ બેઠા. પરંતુ મોટા માણસો તો એક-બે કોળિયા લઈને ઊઠી ગયા. મારે પણ ઊઠવું પડ્યું. અહીં ભૂખ્યા આવવું પડ્યું. મારા પેટમાં તો ઉંદર દોડાદોડી કરે છે; અને તને મજાક સૂઝે છે !' બીબી હતી સમજદાર. તે તરત બોલી : 'સારું, પણ અંદર જાઓ અને ફરીથી નમાજ પઢીને આવો.” મુલ્લાએ આશ્ચર્યથી કહ્યું : “કેમ?' બીબી : “કારણ કે પહેલી નમાજ શાહી હતી. તે બાદશાહ અને અમીરોને ખુશ કરી ઈનામ મેળવવા માટે હતી. દેખાવ માટે હતી, ખુદા માટે નહોતી. તે ખુદા સુધી ન પહોંચવાને કારણે શાહી ભોજન પણ આપના પેટ સુધી ન પહોંચી શક્યું.” જુઓ ! માત્ર દેખાવા માટે ઘર્મ કરો તો એ આત્મા સુધી નથી પહોંચતો. જ્યાં ધર્મ ત્યાં જ સત્ય હું શું કરું છું એ આપણે ગુપ્ત રાખવું જોઈએ. આપણે કોઈ મોટા માણસની મુલાકાત માટે જઈએ તો એનો સેક્રેટરી આપણને એનો પરિચય આપે છે. તેવી જ રીતે આત્માનો પરિચય ધર્મ આપે છે અને તે પરિચય પૂર્ણ હોય છે. ધર્મ આત્માનો પરમ મિત્ર છે. ધર્મનો મતલબ શું છે? ઘર્મ અંત:કરણની પવિત્રતા છે. જે તે પવિત્રતા આવી જાય તો સત્યની પ્રાપ્તિ થાય છે. સત્ય અને ધર્મના સમન્વય પછી જ ધર્મની પરિણતી થાય છે. તે સત્ય જીવનમાં પ્રતિષ્ઠિત બને છે. અને તે ધર્મ તેના શરણમાં આવનારાના જીવનનો રક્ષક બને છે.ધારણા કરવામાં આવે તે ધર્મ. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ પ્રવચન પરાગ ધર્મ આત્માનું રક્ષણ કરે છે. અંતરના સવિચારોને સ્થિર રાખી દુર્વિચારોથી બચાવે તેને ધર્મ કહેવાય છે. આપણી પવિત્રતાના રક્ષણ માટે સત્ય પરમ ઔવશ્યક છે. હરિભદ્રસૂરિએ કહ્યું છે : “મારે સત્ય સાથે સંબંધ રાખવો છે, મહાવીર હો યા કૃષ્ણ યા કોઈ અન્ય પણ મારે તો સત્ય જ્યાંથી જન્મે છે ત્યાંથી ગ્રહણ કરવું છે. આ છે “ધર્મબિંદુ રચયિતાની સમદષ્ટિ. હરિભદ્રસૂરિ તો હરિભદ્ર ભટ્ટ હતા. તે ચિતોડના રાજપુરોહિત હતા. તેઓએ “ચૂર્ણાવૃત્તિ' લખી છે. એમાં કહ્યું છે : “મને કોઈ પ્રત્યે રાગદ્વેષ નથી. મને તો સત્યનો આગ્રહ છે, જે ક્યાંયથી મળે.' જો સત્યનો આગ્રહ હશે તો ધર્મના નામ પર થતા સર્વ ઝઘડાઓ દૂર થઈ શકે છે. ઘર્મની શુદ્ધિને જ આપણે વિચારો દ્વારા અશુદ્ધ બનાવી દઈએ છીએ. અંત:કરણની વિશુદ્ધિ, એ જ ધર્મ છે. જ્યાં ધર્મ હોય છે, ત્યાં સત્યની ઉપાસના, પરમાત્માની ઉપાસના સત્યથી હોય તો લક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે : “હે ગૌતમ, જે સત્યની ઉપાસના કરે છે, તેને પરમતત્ત્વ પ્રાપ્ત થાય છે. તેની જીવનયાત્રા પૂર્ણ થશે, જીવનનો ધ્યેય પૂર્ણ થશે.” વર્તમાન સમયમાં ધર્માનુસાર આચરણ કરવું કષ્ટમય લાગે પણ કષ્ટ વિના ઈષ્ટ પ્રાપ્તિ થતી નથી. “ તે પૈસા માટે માનસિક, શારીરિક કેટલો શ્રમ કરો છો ? તો મહેનત કર્યા વિના પરમાત્મા સહજમાં મળી જશે? સાધનાથી સફળતા “સ્વ”નું અર્પણ કરવામાં આવે તો જીવનની સાધના પૂર્ણ થાય છે. લોકોનો સ્વભાવ છે, કે ધર્મનું ફળ તો એ ઈચ્છે છે પણ ધર્મ કરવા નથી ઇચ્છતાં. પાપના ફળની ઈચ્છા કોઈ કરતું નથી; પરંતુ આદરપૂર્વક, પ્રેમપૂર્વક, પાપ કરવું છે. પુણ્યના ફળની ઈચ્છા તો પ્રત્યેકને થાય છે, પરંતુ આચરણ સિવાય એ સ્થિતિ પ્રાપ્ત નથી થતી. સાધનાનું પ્રથમ સાધન શરીર છે. જીવનની સાધના કયાંથી શરૂ કરાય કે જે વના – પરિચય માટે બને ! જીવનની સાધના મુખથી પ્રારંભ કરવી છે – “નાડહયુ”ની સ્થિતિથી તે પરિસ્થિતિ જન્મે છે. તેના પછી આવે છે, “કોહમ્.” કોડઇમુ પછી સોડહની સ્થિતિ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૩૯ અહં'ની દીવાલ તૂટે તો “કોડહમ્'ની પ્રાપ્તિ થાય છે. કૂવામાં ખાલી નાડહમ્ કોડહમ્ સોડહમ્ – ડોલ નખાય તો તરત ભરાઈને આવે છે. શ્રમ સફળ થાય. બાલદી પણ નમન કરે છે, ત્યારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. નમ્ર બનવાથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે.” કુવામાં ડોલ સીધી નાખો તો તે કદી પણ ભરાતી નથી. નમવાથી જ તે ભરાય છે. ડોલ સીધી રહે તો પોતાનો શ્રમ નિષ્ફળ જાય. સિગ્નલ હોય તો ટ્રેન પણ રોકાય છે. અગર જે સિગ્નલ અકડો રહે તો ટ્રેન કહેશે : “મારે સ્ટેશનમાં આવવાની શી જરૂર ?' જયાં સિગ્નલ ડાઉન થાય છે, તે નમે છે – તેણે નમસ્કાર કર્યો, સ્વાગત કરે તો ટ્રેન અંદર પ્રવેશ કરે છે. જીવનનો સિગ્નલ છે, સગર, બુઝર્ગ. પરમાત્મા આદિ સામે નમન થાય તો ધર્મતત્ત્વ જીવનમાં પ્રવેશ કરશે, નહીં તો તે મૂચ્છિત બનશે. એટલા માટે જીવનમાં લઘુતા આવશ્યક છે. તુલસીદાસે કહ્યું છે : “લઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ દૂર...' જીવનની સાધના મુખથી શરૂ થાય છે. અહીંથી અહમુની સુગંધ પ્રગટ થાય છે. દુર્ગધ પણ ત્યાંથી જ પ્રગટ થાય છે. તપેલામાં શું છે ? તે ચમચો બતાવી દે છે. અંતરાત્મામાં શું છે ? એ રૂપી મુખચમચો બતાવી દે છે ! દૂધપાક તૈયાર હોય, અપૂર્વ સ્વાદવાળું હોય, ચમચો જ સારાય પરિવારને તૃપ્ત કરે છે. તેને પૂછો, “તું દૂધપાકના તપેલામાં રહે છે, તને તૃપ્તિ મળી?' ચમચ કહે છે : ટેસ્ટલેસ – સ્વાદહીન. આપણી પણ આ જ સ્થિતિ છે. ધર્મસ્થાનરૂપી દૂધપાક – પરમાત્માનું મંદિર, સાધના માટે સુંદર સ્થળ છે. જે આપણું જીવન ચમચા જેવું હોય અહીંથી (ધર્મસ્થાનમાંથી) બહાર નીકળીએ અને કોઈ પૂછે – “સાધનામાં સ્વાદ આવ્યો?' તો તરત જવાબ મળશે : ટેસ્ટલેસ – સ્વાદહીન. આપણે જીવનમાં રોજ ઘર્મસ્થાનમાં જઈએ છીએ. પરંતુ શું આત્માની તૃપ્તિનું સમાધાન થયું ? જે ન મળ્યું હોય તો સમજો કે સાધનામાં કચાશ છે. જ્યાં લઘુતા ત્યાં પ્રભુતા તમારી પાસે માંખો બે છે. પરંતુ એનું કામ એક જ છે – જોવાનું. હાથ બે અને કામ એક – લેવાનું. કાન છે અને શ્રમ એક – સાંભળવું. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ પ્રવચન પરાગ પગ બે અને કામ એક – ચાલવું. પગની લઘુતા તો જુઓ ! એક આગળ જાય છે તો બીજે પાછળ રહે છે. પાછલો પગ કહે છે – “તું આગળ વધ, હું આવું છું.” આ લઘુતાના કારણે જ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. પગની નમ્રતા જેવી નમ્રતા આવી જાય તો આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ. ભગવાન મહાવીરે જે વાત કહી છે, એ ખોટી નથી. તે તો સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તેમણે જે કાંઈ કહ્યું તે આપણને પૂર્ણ બનાવવા માટે કહ્યું છે. તેમણે કહ્યું છે : જીભ એક છે, પરંતુ એના કામ બે છે. પાર્લમેન્ટમાં બે ડિપાર્ટમેન્ટ મહત્ત્વપૂર્ણ છે – Food supply and Broadcasting. શેઠ આત્મારામભાઈએ જીભને બે કામ સોંપી દીધાં છે – ફૂડસપ્લાય અને બ્રોડકાસ્ટિંગ. આહાર અને આચાર ન ખાવા જેવું ખાઈએ તો વિચાર ખરાબ બને છે. વિચાર બીજ છે અને એનાથી આચારનો જન્મ થાય છે. વિચાર અને આચારથી સંસારનો નાશ પણ થાય છે. એના માટે આહારશુદ્ધિ નિતાંત આવશ્યક છે. પાસપોર્ટ વગર વિદેશયાત્રા નથી થતી. તે જ રીતે શુદ્ધ સાત્ત્વિક આહાર વિના સાત્ત્વિક વિચાર અને આચાર નથી હોતા. આહારના પરમાણુ વિચારની શુદ્ધિ કરે છે. જો એમાં દૂષિત પરમાણુ આવે તો સર્વ કાંઈ બગડી જાય છે. રજિસ્ટર આવે અને એમાંથી એકડો જ ગાયબ હોય તો? ઘર્મસાધનામાં આહાર-શુદ્ધિ ન હોય તો ? જીભ પાસે બે ડિપાર્ટમેન્ટ છે – ખાવાનું અને બોલવાનું. આવાં મહત્ત્વપૂર્ણ ખાતાં સંભાળનારી જીભનું રક્ષણ પ્રકૃતિએ કેવી રીતે કર્યું છે? જોઈએ આ માટે આપણી શારીરિક રચના. આંખોનાં રક્ષણ માટે માત્ર ભ્રમર છે. કાનને કોઈ દરવાજા નથી – ખુલ્લા છે. નાકને રક્ષણ નથી, તે પણ ખુલ્લું છે. ત્યારે જીભ ! બત્રીસ એસ. આર. પી. ની વચ્ચે છે. તે ઘણી ખતરનાક છે. જ્યાં સુધી બોલતાં નહોતું આવડતું ત્યાં સુધી માતાએ ખવરાવ્યું અને બાળકે ખાધું. જે બોલતાં શીખવ્યું તે બોલે. પરંતુ જ્યારે ભયનો જન્મ થયો ત્યારે જરૂરત પ્રમાણે દાંત આવી ગયા. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન ૫રાગ ૪૧ જીભ ન ખાવાનું ખાય ને કર્મ બંધન બાંધે છે. જીભ ન બોલવા જેવું બોલીને જીવનને જ્વાળા બનાવી દે છે. પ્રથમ જીભ ઉપર સંયમ જરૂરી છે; વાણી પર નહીં. ધર્મનો પ્રારંભ જીભથી. આહાર-શુદ્ધિ અશુદ્ધ આહારથી દુવિચાર અને ત્યાંથી દુરાચારનો જન્મ થાય છે. પ્રથમ આહાર શુદ્ધ હોય તો વિચારમાં પવિત્રતા આવી શકે છે. આચારહીન વ્યક્તિને વેદ પણ પવિત્ર નહીં કરી શકે. પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, વ્રત-નિયમ રાખો, મંદિર જાઓ, સર્વ પ્રયત્ન કરો, પણ તે આહાર-શુદ્ધિ વિના સફળ નહીં થાય. આહાર-શુદ્ધિ એટલે પવિત્ર વિચાર. જે પ્રકારનું ભોજન કરશો એવા જ પ્રકારના વિચાર આવશે. અન્ન તેવો ઓડકાર. ૮૦ ટકા લોકો જે ખાવાનું ખાય છે, તે ડૉકટરો માટે ખાય છે. જેટલી હોટલોની સંખ્યા વધી તેટલી જ હૉસ્પિટલો વધી છે. હોટલ તો પોતાની પાસે ન આવવાની ચેતવણી ઉચ્ચારે છે. કેવાં નામ હોટલોને અપાય છે ? “હિન્દુ હોટલ” એનો અર્થ શું છે? તમે હિન્દુ છો, તો અહીંથી ટળો, ચાલ્યા જાઓ. તમારું કામ જ નથી. તમારી પવિત્રતા નાશ પામશે. ભાષા-શુદ્ધિ કેવી રીતે બોલવું જોઈએ તે પણ આચાર્યોએ બતાવ્યું છે. મુખ જો પવિત્ર હશે તો તે ધર્મ-સાધના સુખ શાનિ દેશે. નહીંતર મનોવિકારો દ્વારા ઈદ્રિયોનો વિકાર વધતો જશે. નફો અને નુકસાન રોજ મજૂરી અને નફો કાંઈ નહીં. . મોટા મુલ્લા એક વખત ચોપાટી ઉપર બિઝનેસ કરવા ગયા. તેણે એક મિત્રને પણ શોધી કાઢ્યો. બંનેએ મળીને શરબતનો ધંધો કરવાનો નિશ્ચય કર્યો. મુલ્લાએ કહ્યું હું શરબત લાવું છું, તું બરફ લાવ. પાણી અને – ડોલ પણ લાવજે. જે આવશે એને પાંચ પૈસામાં એક ગ્લાસ દેશું. એમાંથી ત્રણ પૈસા ખર્ચના, બે પૈસા નફો. એક તારો ને એક મારો. અરધો અરધો નફો. પરંતુ લાભાંતર કર્મનો ઉદય કેવો હોય ? પ્રયત્ન કરે પણ સફળ ન થાય. પાપનો એવો ઉદય કે સવારથી બપોર સુધી કોઈ ગ્રાહક ત્યાં આવ્યો જ નહીં. ખુલ્લા પાણીનો કોણ ભરોસો કરે ? હવે બડા મુલ્લાને ખૂબ તરસ લાગી. તેણે મિત્રને કહ્યું : “મને પાણી આપીશ ?” મિત્રે કહ્યું : “આ તો ધંધો છે, અહીં ઉધાર નહીં ચાલે.” મુલ્લાએ કહ્યું: “મારી પાસે પાંચ પૈસા છે.” તેણે પાંચ પૈસા આપીને એક ગ્લાસ શરબત પીધું ત્યારે જ એને તૃપ્તિ થઈ. થોડા સમય પછી એના મિત્રને તરસ લાગી. બડા મુલ્લાએ કહ્યું : “જેમ મેં કર્યું તેમ તું પણ કર.” For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ પ્રવચન પરાગ બસ. સવારથી સાંજ સુધી વારે વારે બંને શરબત પીતા રહ્યાં. પાંચ પૈસા અહીંથી ત્યાં, ત્યાંથી અહીં ફરતા રહ્યા. શરબત પૂરું થયું. સાંજના ઘેર આવ્યા. માતાએ પૂછયું : “કેમ, ધંધો કેવોક થયો ?' મુલ્લા : બહુ સરસ વ્યાપાર થયો. માતા: તો તો નફો પણ ઘણો થયો હશે ! મુલ્લા : નફો તો કાંઈ જ નથી થયો ! મુલ્લા એ બધી વાત કરી દીધી. માતા માથા પર હાથ મૂકીને રડી. આવી રીતે, સાધના આપણો વ્યાપાર છે. આત્માને નફો ન મળે તો પૂજન, દર્શન, સામાયિક, પ્રતિક્રમણની હજુ અણસમજ છે. એનાં રહસ્યો જાણવાં બાકી છે એમ સમજવું. સાધનાના શ્રમ પછી, આત્માનો આનંદ, ચિત્તની સમાધિ અને મનની પ્રસન્નતા સાધનાનો નફો છે. આત્માની સ્થિરતા સાધના દ્વારા થઈ જાય તો તે સાધના મોક્ષ સુધી પહોંચાડી દે. એનાથી જીવનની પૂર્ણતા થાય છે. પહેલાં જીવનને શુદ્ધ કરો. પછી પરિચય કેળવો. આત્માનો પરિચય એ તો સાધનાનું લક્ષ્ય છે. ત્યાં સુધી જવાની યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. સામાન્ય વ્યક્તિ પણ જો તમારે મળવું હોય તો કેટલી ભલામણની આવશ્યકતા હોય છે ! પરંતુ આ તો સુપ્રીમ પાવર છે. તો તેને મળવું હોય તો કેટલું કષ્ટ ઉઠાવવું પડે ? કેટલા બધા સાધુ-સંતોની ભલામણની જરૂર પડે ! માર્ગદર્શન અને આશીર્વાદની જરૂર પડે? લક્ષ્ય વિના લાભ નથી - સાધના તરફ વધવા માટે પ્રયત્ન કરવા જરૂરી છે. મુંબઈ જવું હોય તો ત્યાં પણ દિશા-કાર્ય નિશ્ચિત કરવું પડે છે. જીવનની યાત્રા માટે મોક્ષ લક્ષ્ય છે. એને માટે ધર્મ કાર્ય છે. કૌરવો અને પાંડવોની એક વખત દ્રોણાચાર્યે પરીક્ષા લીધી. તેમણે કહ્યું: “જુઓ! આજ તમારા લક્ષ્યની, સાધનાની પરીક્ષા લેવાશે. સામે વૃક્ષ છે. એના પર લોટનું બૂતર છે. એની ડાબી આંખને નિશાન બનાવવાનું છે. ત્યાં લક્ષ્ય લગાવવાનું છે. એકેએક કૌરવને બોલાવીને, દ્રોણાચાર્ય સર્વને એક જ પ્રશ્ન કરતા – જુઓ, ત્યાં તમે શું જુઓ છો? જવાબ મળતા તેને પાછો મોકલી દેતા. બધા કૌરવો નિષ્ફળ ગયા. પછી પાંડવોને બોલાવ્યા. એમાંથી ચારેય નિષ્ફળ. પ્રશ્ન પૂછતા, ઉત્તર મળતો – કોઈ કહેતું આકાશ, કોઈ કહેતું બધું જ દેખાય છે. અંતમાં એક અર્જુન રહ્યો. તે પૂર્ણતયા જાગ્રત હતો. એને બોલાવ્યો. પ્રેમથી કહ્યું : “જો મેં તને પ્રેમથી શીખવ્યું છે. બતાવ, ત્યાં શું દેખાય છે ?' For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચનપરાગ ૪૩ ૪૩ અર્જુન : કાંઈ જ નથી દેખાતું, માત્ર એક આંખ સિવાય. દ્રોણ : “તો પછી લગાવી દે નિશાન.' અને અર્જુન એક જ પાસ થઈ ગયો. બધાને ઝાડ, ફળ, ફૂલ, પત્તાં અને આકાશ દેખાતું હતું. પરંતુ એક માત્ર અર્જુનને કબૂતરની ડાબી આંખ સિવાય કશું જ દેખાતું નહોતું ! ધ્યેય, લક્ષ્ય સિદ્ધ, થયા તો આશીર્વાદ પણ મળ્યા. હું પણ તમને રોજ લક્ષ્ય બતાવું છું – મોક્ષનું. કર્મને કઈ રીતે મારવું તે પણ શીખવું છું. હવે તમારી પણ પરીક્ષા લઈ લઉં તો ? દશ અને પાંચ મિનિટ થઈ હોય અને હું પૂછું –- બતાવો, શું દેખાય છે? શું જવાબ આપશો? જવાબ : મકાન, દુકાન બધું દેખાય છે. જ્યાં બધું દેખાય છે ત્યાં મોક્ષ ક્યાંથી દેખાય? સાધના દ્વારા સાધ્યના લક્ષ્યનો પરિચય કરો. જીવનની સાધના મુખથી શરૂ થાય છે. તે સાધના કઈ રીતે પૂર્ણ થાય ? જ્યારે જીવનનો વ્યવહાર સુધરે ત્યારે. વ્યવહારમાં ગરબડ હશે તો વિચારોમાં પણ હશે. પછી વિતરાગ કેવી રીતે બનશો? જે મન શેતાન છે, તેને સંત બનાવવાનું છે. એને માટે મનની ચારે તરફ નિયંત્રણ જોઈશે. નિયંત્રણ યુદ્ધમાં શું કરવામાં આવે છે? વૉર-પૉલિસી શું છે? પ્રથમ બોંબ એરોડ્રોમ, સ્ટેશન, પુલ આદિ પર ફેંકવું છે. એવું શા માટે કરાય છે ? કારણ કે ત્યાંથી ફૂડ-સપ્લાય, સૈનિક, શસ્ત્ર વગેરેની મદદ મળવાની સંભાવના હોય છે. એટલે ત્યાંથી સપ્લાય કટ કરવા પ્રથમ અહીં બોંબ ફેંકાય છે – રેશન અને શસ્ત્ર ન મળે તો સૈનિક લડી શકે ? કર્મ સાથે યુદ્ધ કઈ રીતે લડવાનું છે ? બિલકુલ સપ્લાય કટ, નહીં તો નિષ્ફળતા. - પાંચેય ઈન્દ્રિયો અને વિષયોથી મળતી સપ્લાય આપણાં શત્રુ કર્મને બંધ કરી દેવી જોઈએ. એવું કરવાથી સંસાર સ્વર્ગ બની જાય છે. જો દિવસે સપ્લાય કટ કરશો તો રાતમાં પૂર્ણતા પ્રાપ્ત થઈ જશે. એને માટે સત્યની ઉપાસના કરવી જરૂરી છે. એને માટે અહમૂનો નાશ, પછી નાહમુની આવશ્યકતા છે. જો આમ કરશો તો મનમાંથી શેતાન ચાલ્યો જશે. મન સ્થિર બનશે. તે સ્થિરતામાં આ માનુભવ થશે. મન જ્ઞાતા અને દ્રષ્ટા - સમાન દર્પણ જેવું બની જશે. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org દર્પણનો સ્વભાવ છે – જોવાનો. છે તેવું જ જોવાનો. - દર્પણ જેવું હ્રદય બનાવવું જોઈએ. મનનો સ્વભાવ છે કરવાનો. Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્પણને બધાનો પરિચય હોય છે; પરંતુ તે કોઈનો સંગ્રહ નથી કરતું. મનને પણ એવું બનાવો – તે સર્વનો પરિચય કરે પરંતુ સંગ્રહ કોઈનો પણ ન કરે. કેમ કે પરિચય કરીને સંગ્રહ કરશે તો સંઘર્ષ જન્મશે. એટલા માટે મનને શાતા, દ્રષ્ટા અને સ્થિર બનાવો. જીવનમાધુર્ય પ્રવચન પરાગ મનને કઈ રીતે સ્થિર કરી શકાય ? ભાષામાં વિવેક અને આહાર પર સંયમ રાખવાથી મનને સ્થિરતા પ્રાપ્ત થાય છે. જોવાનો. પરિચય ૩. જીવનમાધુર્ય અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્માએ અનંત ઉપકારની ભાવનાથી પ્રવચન દ્વારા આત્માઓને જાગ્રત કરવા માટે સ્વયંની જાગૃતિમાં સ્વનો પરિચય લેવા માટે તત્ત્વનો પરિચય કરાવ્યો છે. એનાથી જો આત્મા અનંતકાળ સુધી ઘોર પ્રમાદ-સુષુપ્ત અવસ્થામાં રહ્યો હોય, તો એનો વિવેક જાગ્રત થઈ જાય, તે જીવન સતત કાવ્યનો મહાગ્રંથ બને, મહા-ઇતિહાસ બને. તે જીવન હાલતી-ચાલતી યુનિવર્સિટી બને, જાગ્રત જીવન અન્ય લોકોને પ્રેરણા આપે, સ્વયં જીવન-જ્યોતિ બનીને પ્રકાશ ફેલાવી દે. પ્રવચનના પ્રભાવથી જાગ્રત બનેલો આત્મા વર્તમાન જીવનની સ્થિતિપરિસ્થિતિ ૫૨ રુદન કરે છે. ઉદાસીન બની જાય છે. આજના વર્તમાન જીવનમાં ચિત્તની પ્રસન્નતાનો દુકાળ છે. શબ્દમાં રુદન છે, તે જીવન નહીં પરંતુ જ્વાળા છે. તે જ્વાળા પોતાને અને અન્યને બાળે છે. - For Private And Personal Use Only જીવન તાનપુરા તંબૂરા જેવું છે. તે સ્વરપ્રાપ્તિ માટે અપૂર્વ સાધન છે. તેમાંથી અપૂર્વ સંગીત પ્રગટે છે. તેમાં પણ ત્રણ તાર હોય છે, જેના સુમેળથી મધુર સંગીત નિર્માણ થાય છે. આમેય જીવનના ત્રણ તાર દર્શન, જ્ઞાન, ચારિત્ર્યનો સુમેળ થઈ જાય તો તેમાંથી જન્મેલું સંગીત પરમ આનંદ આપે છે. તે સંગીતની સાધના દ્વારા જીવન પૂર્ણ અને પવિત્ર બને છે. અને શ્રદ્ધાની સ-૨-ગ-મથી જીવન સુંદર, મધુર અને પાત્ર બને છે પરંપરાએ મોક્ષને અપાવનારું બને છે. તેનાથી મહાવીરના મહાન આદર્શ જીવનમાં પ્રગટે છે અને તે અનેકોને પ્રેરણા આપે છે. તે જીવન સદાચારી ગ્રંથ અને પ્રેરણાનું સ્રોત બને છે. તે પાવર હાઉસ જેવું બની જાય છે, જેનાથી ‘સ્વ’ ને ‘પર’ને પ્રકાશપ્રાપ્તિ થાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ પ્રવચન પરાગ આદર્શ વ્યવહાર વ્યક્તિ સુધરે છે તો સમષ્ટિ સુધરે છે, પરિવાર સુધરે છે, સમાજ સુધરે છે અને રાષ્ટ્ર પણ સુધરે છે. આવા દેશમાં રામરાજ્ય હોય છે. ત્યાંના પરમાણુનું નિર્માણ સૂક્ષ્મ-રિચાર્જ થવાથી સંપૂર્ણ પૃથ્વી તીર્થભૂમિ બની જાય છે. પછી ત્યાં સાધના કરનારાઓમાં શુદ્ધ પરમાણુ રિચાર્જ થાય છે. એટલા માટે જ તીર્થયાત્રા કરવાનું કહ્યું છે. તીર્થયાત્રા તીર્થભૂમિમાં અનેક અવતારી પુરુષોના પરમાણુનો સ્પર્શ થયો છે. તે સ્પર્શથી સુષુપ્ત આત્મા જાગ્રત બને છે. તેની ભાવના ઊર્ધ્વગામી બને છે. સુવિચારોની પુષ્ટિ થાય છે. તે પરમાણુના પ્રભાવથી પૃથ્વી ધન્ય બને છે. નિરાશક્તિ બહુ વર્ષો પૂર્વે આદ્ય શંકરાચાર્ય ભ્રમણ કરી રહ્યા હતા. એના મનમાં વિચાર આવ્યો કે સાધના માટે આશ્રમની સ્થાપના કયાં કરું? તે એ સમયના યુગપુરુષ હતા. વેદજ્ઞાતા હતા, આધ્યાત્મિક માર્ગ પર વિચરનારા હતા. પાણીમાં હાથ નાખવાથી તે ભીંજાય છે, પરંતુ હાથ પર તેલ ચોપડીને મર્દન કરીને પછી પાણીમાં હાથ નાખો તો તે હાથ પાણીથી અલિપ્ત રહે છે. જરા પણ ભીંજાશે નહીં. આધ્યાત્મિક ક્ષેત્ર આવે છે. સાધન્ક-આત્મા સંસારના કીચડમાં કદાચ ઊતરે, તો પણ વૈરાગ્યના મર્દનથી સંસારમાં જાય તેની આસક્તિથી તે અલિપ્ત રહે છે. વૈરાગ્યનું મર્દન કરીને, ધર્મના સાધકને ટ્રાય કરી દે છે, અથવા તો તેની વિષયવાસના, તેનો વિકાર, પાંચેય ઈન્દ્રિયોની વાસનાઓને સૂકવી નાખે છે. તે વિષયોની આસક્તિથી વિરક્ત બને છે. એટલા માટે ધર્મ દિવ્ય અગ્નિ સમાન છે. તે દિવ્ય અગ્નિમાં પાપનો નાશ થાય છે. અને વ્યક્તિ પુણ્યશાળી બને છે. ધર્મને કારણે વૈરાગ્યમર્દનથી સંસારમાં રહેવા છતાં પણ સંસારની આસક્તિ. વ્યક્તિને ભીંજવી નથી શકતી. એનામાં રહેલી વિષયવાસના સુકાઈ જાય છે. સ્થિરતા દહીં કેમ બને છે? દૂધમાં સ્થિરતા આવવાથી દહીં બને છે. તે દહીંનું મંથન થવાથી નવનીત પ્રાપ્ત થાય છે. આ છે સ્થિરતાનું પરિણામ. દૂધની ચંચળતાને દહીંથી સ્થિરતા પ્રાપ્ત થઈ. પછી એનું મંથન પરિણામે માખણ, માખણ છાશમાં હોવા છતાં ડૂબતું નથી. અલિપ્ત રહેશે. આ જ રીતે, સાધના દ્વારા ચિત્તવૃત્તિને સ્થિર કરી દેવાય તો આત્મામાં માખણ-તત્ત્વ પ્રાપ્ત થશે અને પછી જીવનમાં આંધી આવે, તોફાન આવે તોપણ તે સ્થિર રહેશે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ પ્રવચન પરાગ સાધના-ધ્યાન દ્વારા તત્ત્વનું માખણ બને છે. પછી કદાચ રહેશે સંસારમાં તોપણ અલિપ્ત. સંસારમાં તે ડૂબશે નહીં. આશ્રમની સ્થાપના કરવા માટે આદ્ય શંકરાચાર્ય ઘૂમતા હતા. તે દક્ષિણમાં આવ્યા. ત્યાં એણે એક આશ્ચર્યજનક પ્રસંગ જોયો. તે જ પ્રસંગ આશ્રમ સ્થાપવા માટે નિમિત્ત બન્યો. તે ત્યાં ભાવવિભોર બની ગયા. એમણે વિચાર્યું મેં શાસ્ત્રોનું નિર્માણ કર્યું, સર્વ સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરી લીધું પરંતુ આ પરમ આનંદ ન મેળવી શક્યા ! વિચારની કુશાગ્રતા શંકરાચાર્ય સ્નાન કરવા નદીકિનારે ગયા. ત્યાં કોઈ કારણવશ તે ગુસ્સે થઈ ગયા. પ્રાતઃકાળનો સમય હતો. એક હરિજન રસ્તો સાફ કરતો હતો. સ્નાન કરીને આવતી વખતે શંકરાચાર્યને ઝાડુનો સ્પર્શ થઈ ગયો, અને તે ગુસ્સાથી બોલી ઊઠ્યા : “બેવકૂફ ! આંધળા ! જાણે છે, હું કોણ છું? નદીમાં સ્નાન કરીને, પવિત્ર થઈને આવતો હતો તો તારા જેવા અસ્પૃશ્યનો સ્પર્શ થઈ ગયો ! હું અપવિત્ર બની ગયો !” તે વખતે હરિજને તેમને સમજાવ્યા. ભારતમાં ડાકુઓ પણ સંત બને છે. ભારતીય સંસ્કૃતિમાં ઇમાનદારી છે. હરિજને હાથ જોડીને કહ્યું: “મને ક્ષમા કરો. પરંતુ મારે પણ આજે સ્નાન કરવું પડશે.” આ સાંભળીને શંકરાચાર્ય વિચારોમાં ડૂબી ગયા. એને જાણવાની જિજ્ઞાસા થઈ ગઈ કે આ હરિજને શા માટે સ્નાન કરવાની વાત કરી ? તેમણે પૂછ્યું : “તું આ શું બોલી રહ્યો છે ? તારે શા માટે સ્નાન કરવું પડશે ?' હરિજન બોલ્યો : “ભગવાન, મને આજે મહાચાંડાલનો સ્પર્શ થઈ ગયો, એટલા માટે સ્નાન કરવું પડશે.” હરિજનનું હૃદય સંતના દૃય જેવું હતું. એ જ્ઞાનનો જાણકાર હતો. એના જીવનનો આદર્શ ઉત્તમ હતો. ઉપશમની ગંગા સાધનાની ભૂમિકામાં ઉપશમ જોઈએ. ઉપશમ સિવાય ચિત્તસ્થિરતા નથી અને ચિત્તસ્થિરતા વિના સત્યની પ્રતીતિ નથી. હરિજન બોલ્યો : “ભગવાન, આપ જેવા પવિત્ર પુરુષની અંદર ક્રોધ, એ મહાચાંડાલ જેવો છે. તે મહાચાંડાલના સ્પર્શને કારણે મારે સ્નાન કરવું પડશે. આ સાંભળીને શંકરાચાર્યને પશ્ચાત્તાપ થયો. તેમણે હરિજનને ખૂબ ધન્યવાદ દીધો – કહ્યું : “તેં મને આજે જાગ્રત કરી દીધો. આથી હવે હું ખરેખર સંત બની શકીશ - મેં કરેલું કાર્ય અકાય છે. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રવચન પરાગ www.kobatirth.org - बालादपि हितं ग्राह्यम् । ભૂલને સ્વીકાર કરનારા એના સંશોધન માટે જાગ્રત રહે છે. જાગ્રત અવસ્થા સંશોધન કરે છે. આશ્ચર્ય - રહસ્ય શંકરાચાર્યે ભ્રમણા કરતાં કરતાં દક્ષિણમાં આશ્રમની જ્યાં સ્થાપના કરી. ત્યાં તેમણે એક આશ્ચર્ય જોયું એનું સમાધાન કરવા તેમણે ત્યાંના આસપાસના ઋષિ-મુનિઓને આશ્ચર્ય વિશે પૂછ્યું ‘આવા તપતા તાપમાં એક ઘાયલ દેડકો ગરમ રેતીમાં પડ્યો તરફડે છે.’ – Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ દેડકો તો પાણીમાં રહેનાર કોમળ પ્રાણી છે. કોઈક કારણવશાત્ એના પગ તૂટી ગયા હતા. એ તરફડતા દેડકા પર એક નાગ છાયા બનીને બેઠો હતો કે જેનાથી દેડકાને તાપ ન લાગે. એમને આની પાછળનું રહસ્ય જાણવાની જિજ્ઞાસા થઈ. તેમણે ૠષિ-મુનિઓને પૂછ્યું : ‘આનું રહસ્ય શું છે ? કેમ કે દેડકો સાપનું ભક્ષ છે – છતાં સાપ છાયા કરી બેઠો છે !' પરમાણુનો પ્રભાવ ઋષિ-મુનિએ કહ્યું: ‘અહીંની ભૂમિના પરમાણુઓનો આ પ્રભાવ છે, કે અહીં હિંસક પણ અહિંસક બની જાય છે. અહીં વર્ષો સુધી શૃંગેરી ઋષિએ આત્મસાધના કરી. તેના આહાર-વિહાર, આચાર- વિચાર અતિ પવિત્ર હતા. એટલા માટે આ ભૂમિ પવિત્ર બની ગઈ. આ ક્ષેત્રની સીમામાં આવનાર પ્રત્યેક અહિંસક બને છે. તે આચારથી કોમળ અને હૃદયથી દયાળુ બને છે.’ આ સાંભળીને શંકરાચાર્યજીએ નિશ્ચય કરી લીધો કે હું પહેલાં અહીં જ મઠની સ્થાપના કરીશ. આ ભૂમિ તો તીર્થ છે. એટલા માટે પ્રથમ મઠ સ્થાપના કર્યું શૃંગેરીમાં. આત્મ-જાગૃતિ વિચારોના પરમાણુની અસરથી સાધના આત્માને જાગ્રત કરે છે. વિચારોમાં જાગ્રત બનેલો આત્મા સત્યનો સ્વીકાર કરે છે. સત્ય એ આત્મામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. For Private And Personal Use Only ‘સત્યથી આગળ વધાય છે. અને– અસત્યથી ભટકાય છે.' સત્યમાં તૃપ્તિ છુપાયેલ છે ત્યાં જિજ્ઞાસા પૂર્ણ થાય છે. જ્યાં વિરામ ત્યાં અભયદશા. ત્યાં ચિત્તમાં મગ્નતા, તલ્લીનતા હશે. પછી બાહ્ય પદાર્થો જોવાની ઇચ્છા પણ નહીં થાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ પ્રવચન ૫રાગ સ્વયંને ઓળખવાનો પ્રયત્ન કરો કે મારા જીવનની કિતાબમાં શું લખું? જીવન ગ્રંથનાં દરરોજનાં અધ્યાયોમાં શું લખ્યું છે? અવલોકન કરશો તો ખબર પડશે કે ખોટું લખાયું છે. પરીક્ષામાં ભૂલ તો પરિણામ પણ ખોટું ! આજ સુધી જીવનનું મૂલ્યાંકન થયું નથી, જીવનનો પરિચય થયો નથી. મનની સ્થિરતા વિના સ્વનો પરિચય, સ્વની આંતરિક પ્રચંડ શક્તિનો અણસાર પણ મલવો મુશ્કેલ છે. ભેદ-વિજ્ઞાન સ્થિરતામાં પૂર્ણતા મળે છે. આજ સુધી દુકાન, મકાન આદિ સંસારમાં ભટકતા રહ્યા, શરીરના આત્માના ભેદ-વિજ્ઞાનમાં પ્રવેશ ન કર્યો, ભેદ-વિજ્ઞાનના સત્યનો પરિચય નથી થયો તો એના સિવાય “સ્વ”નો પરિચય કેવી રીતે થશે? “ભેદ-વિજ્ઞાન તો તત્ત્વનો આધાર છે.” “દેહ અને આત્માનું શ્રીફળ ભેદ-વિજ્ઞાનનું પ્રતીક છે. એમાં પાણી છે. ત્યાં સુધી ભીનાશની એકમેક રહે છે. શ્રીફળને સુકાવા દ્યો – પાણી સુકાઈ જાય છે, અખંડ ટોપરું જુદું બહાર આવી જાય છે. પછી પરિણામ સુંદર આવે છે. આસક્તિથી ભીંજાયેલ જ્યાં સુધી આપણો આત્મા રહે છે ત્યાં સુધી દેહ અને આત્માને એક અનુભવે છે પણ જ્યાં આસક્તિઓને અંતરમાંથી ફગાવી દે છે, એ જ દેહ – આત્મશાંતિનું સાધન બને છે. પર વસ્તુને પોતાની માનીને ન ચાલવાથી. આસક્તિ દૂર થાય છે એટલે અંતરધ્વનિ પ્રગટ થાય છે. અનાહત નાદ સંભાળશે અંતરમાં. આત્મદર્શન - જ્યાં સુધી સંસારમાં છો ત્યાં સુધી પરિવાર, દુકાન, મકાન બધું તમારું. શરીરને ચોટ લાગતાં જ ધર્મ વિચારોના ટુકડેટુકડા થઈ જાય છે. માનો છો. પરંતુ જ્યારે શુભ વિચારના માધ્યમથી, ભેદ-વિજ્ઞાનથી શરીરમાં અંદર પ્રવેશ કરશો ત્યારે જ સમજશો કે શરીર અને આત્માનો સંયોગ અસત્ય છે. તેની પ્રાપ્તિથી વંચિત રહેશો, દેહનો વિયોગ કરશો છતાં પણ આત્માને ચોટ નહીં લાગે. ગીતામાં કહ્યું છે : “આ આત્મા અમર, નિરંજન, નિરાકાર છે, શાશ્વત છે. એને છેદી શકાતો નથી, એને જલાવી નથી શકાતો, એને નષ્ટ નથી કરી શકાતો. ભગવાન મહાવીરે કહ્યું છે કે : “આ આત્મા જ્ઞાનમય છે, દર્શનમય છે, ચરિત્રમય છે, આત્માને કોઈ પણ વસ્તુ સાથે કોઈ સંબંધ નથી, શરીર સાથે પણ સંબંધ નથી “હું' તે શરીર નથી, શરીર તે હું નથી. આ વિચારોમાં મનને કેળવવાથી ગમે તેવાં ભયંકર દર્દી વખતે ભયંકર પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ માણસ ધૈર્યના ખોચા For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૪૯ વિના ચિત્તને સ્વસ્થ રાખી શકે છે. પરમાત્માનો અનુગ્રહ આનાં માટે અવશ્ય જરૂરી બને છે. તે સિવાય આ શક્ય નથી – આ છે ભેદ-વિજ્ઞાન.' અજ્ઞાન દશા અજ્ઞાન દશામાં પારકાઓને પોતાના માન્યા, પોતાનો પરિચય પણ ન થયો. રાગદ્વેષમાં જીવન વિતાવ્યું. વૈષ કર્યો તેનાથી જીવન જ્વાળામય બની ગયું! આધ્યાત્મિક ભૂમિકાથી જેવું જોઈએ કે “હું કોણ છું?' જગતનું મૂલ્યાંકન શા માટે? સંસારની સર્વ ચીજોનું મૂલ્યાંકન કરો છો પરંતુ સ્વયંનું મૂલ્યાંકન કર્યું? તમારા ગામથી મુંબઈ ગયા. લાખો કમાણા. પરમાત્માની કૃપાથી સાધન, પરિવાર, બંગલા, કાયા વૈભવ પ્રાપ્ત થયો. આવા વિચારો કરો કે નહીં? પણ લાખો લઈને ગયા હો, અને ગાંઠની લંગોટી પણ જતી રહે ત્યારે શું વિચારો ? “આ સર્વ મારી બુદ્ધિનું પરાક્રમ છે.' આનાથી જ વૈભવનો નશો ચડી ગયો. આ નશામાં તમે પરમાત્માને ભૂલી ગયા છો, આત્માને ભૂલી ગયા છો, ત્યારે જો શરીર પર કર્મનું આક્રમણ થાય અને ડૉકટર કહે : “તમારી તબિયત ખતરનાક છે, બેન-ટ્યૂમર છે, શરીરમાંથી શક્તિ ચાલી ગઈ છે, બ્લડ સરકયુલેશન બરાબર નથી થતું, ઑપરેશન કરવું પડશે. ૯૯.૯૯ ટકા જોખમ છે. એટલે આ ઓપરેશન અહીં નહીં થાય. તમારે લંડન જવું પડશે. ત્યાં એના જાણકાર ડૉકટર છે. તેને બતાવીને ઑપરેશન કરાવવું પડશે.' | ડૉકટરે મૃત્યુનું સર્ટિફિકેટ દઈ દીધું. તમે જાણો છો? ચીનમાં આવા ડૉકટરોને એકસપર્ટ માનવામાં આવે છે, કે જેના હાથે ઘણા પેશન્ટ મરી ગયા હોય. કારણ કે ઘણાં પેશન્ટોને મારીને તે પ્રયોગમાં સફળ હોય છે. “હવે શું કરું? લંડન જાઉં ? બેંક-બૅલેન્સ પુરું થઈ જશે, લોન લેવી પડશે, મકાન ગીરવી મૂકવું પડશે. આવી સ્થિતિમાં તમે શું કરો ? પૈસા જોશો કે શરીરનો બચાવ કરશો? હા, ગમે તે કિંમત પર શરીરનો જ બચાવ કરશો. કેમ કે પૈસાનો માલિક શરીર છે; કોઈ પણ હાલતમાં માલિકને બચાવશો. પણ તે પણ અજ્ઞાન દશાનું લક્ષણ સમજજો. આત્માને બચાવો એક મકાનને આગ લાગી, જે લાકડાનું હતું. લોકોએ આવીને પ્રયત્નપૂર્વક એને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ મકાનને બચાવવાનો પ્રયત્ન એટલા માટે કરતા હતા કે પાસેના મકાન સુધી આગ ન ફેલાય. “બીજાના રક્ષણમાં જ પોતાનું રક્ષણ છે.” એ ભૂલી ગયા. સ્વાર્થમાં અંધ બનીને, યાદ રાખજો બીજના આત્માને બચાવવો તે પોતાના આત્માને બચાવવા બરાબર છે. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ પ્રવચન પરાગ જલતા મકાનમાંથી લોકોએ સર્વ કાંઈ બચાવ્યું. સામાનનો તો મોટો ઢગલો થઈ ગયો. પછી કોઈએ પૂછ્યું “આ મકાનનો માલિક ક્યાં છે?' તો તે વખતે સર્વને જાણ થઈ કેઃ “તે તો બળીને મરી ગયો છે. આપણી સ્થિતિ પણ આવી જ છે. બધી ચીજોનો બચાવ કરીએ છીએ – પૈસા બચાવો છો, નાની-મોટી ચીજો બચાવો છો, પરંતુ અંદરનો આત્મા બળી રહ્યો છે. આત્માનું રક્ષણ નહીં કરો, પરંતુ સંસારને બચાવશો – આ છે અજ્ઞાન દશા. તમે વિચારો : પહેલાં શરીરને બચાવવું છે, જે શરીર બચશે તો, બુદ્ધિથી, દિમાગથી વધુ પૈસા કમાઈ લઈશ... આ રીતે પૈસાથી શરીર મૂલ્યવાન છે. પ્રભુકૃપાથી શરીર બચ્યું. તે પાછો ભારતમાં આવી ગયો. વરસો પછી જિંદગીનો અંતિમ દિવસ આવ્યો ! આત્મા મૂલ્યવાન છે. તમે માની લીધું કે પૈસાથી શરીર વધુ મૂલ્યવાન છે. પરંતુ એ શરીરમાંથી આત્મા નીકળી જાય તો ? તો પછી એ શરીરનો સ્પર્શ પણ કોઈ નહીં કરે. તમને કોઈ પાસે નહીં રાખે. ઘરના માણસો જ કહેશેઃ “આને અહીંથી જલદી બહાર કાઢો.” શરીર પર ઘરેણાં હશે તો ઘરના જ ડાકુ લોકો લૂંટી લેશે ! જેને માટે તમે સર્વ છોડ્યું તે તમને છોડી દેશે. પૈસાથી મૂલ્યવાન શરીર, શરીરથી મૂલ્યવાન આત્મા– તે શાશ્વત છે.તો એવા આત્મા માટે તમે ચોવીસ કલાકમાં કાંઈ કરો છો ? પૈસા C/class સર્વન્ટ છે એના માટે ૨૪ કલાક અને આત્મચિંતન માટે કેટલો સમય રાખો છો? જે છોડવાનું છે, જે અશાશ્વત છે, તેમાં આસક્તિ કેટલી? આસક્તિ એ ભ્રમ જે સ્વયં છે, જે શાશ્વત છે, જે સાથે આવનાર છે તેને માટે એક કલાક પણ નહીં ? ઘર્મદશા પ્રાપ્ત થઈ જાય તોપણ અંતરાત્માને આનંદ નહીં ? કેમ ? અનાદિકાળના સંસ્કારો જે દુષણોનાં પડ્યા છે તેને તો દુર કરવા માટે સમય નથી લક્ષ્ય નથી તમારી પાસે. ત્યાગની ભૂમિકામાં મન રડે, વિના કારણે પરેશાન થાય, જ્યાં ત્યાગનો ભાવ જન્મે ત્યાં ચિત્ત ઉદાસ બની જશે. જ્યાં સંસારનું નિયંત્રણ આવશે ત્યાં ચિત્ત પ્રસન્ન બને અને પરોપકારનું કાર્ય આવશે તો ચહેરો એવો બની જશે જાણે એરંડિયું લીધું હોય ! આત્મતત્ત્વનો પરિચય થશે તો, પરવસ્તુનો ઉપયોગ પરોપકાર માટે થશે અને સ્વ” જીવનનું સર્જન કરશે. એટલા માટે બાહ્યમાં “સ્વ”ની કલ્પના કરવી યોગ્ય નથી. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન ૫રાગ ૫૧ ગુપ્તદાન પરોપકારમાં દેવાની વાત આવશે તો બજારની મંદીને યાદ કરાવી દેશો. ઘણાં બધાં બહાના બતાવશો. પરંતુ સેલટેકસ યા ઇન્કમટૅસ ઑફિસર પાસે અથવા પોલીસ-સ્ટેશન પર જવું પડે ત્યારે ? તમારું એક ખાતું પકડાઈ ગયું અને ઑફિસર કહે કે આ ખોટી એન્ટ્રી છે. એના પર પેપરવેઈટ રાખો નહીં તો પેપર ઊડી જશે. ત્યાં કોઈ બહાનાં બતાવશો ? તે દસ હજાર કહેશે તોપણ સમર્પણ કરી દેશો. Forgive and Forget – ગુપ્તદાન. ને અરિહંત પરમાત્માને અર્પણ કરવા હશે તો ? ધર્મ અને દેશ માટે આપવું પડે તો? બહાના બતાવનાર I. T. 2. ને પ્રસન્નતાપૂર્વક સમર્પણ કરશે. આત્મદશાનો પરિચય આત્મદશાના સ્વભાવનો ખ્યાલ આવશે તો પરોપકારવૃત્તિ આપોઆપ જન્મશે. પછી એ અંધકારમાં નહીં ભટકે. દિવ્ય-પ્રકાશ સ્વયં માર્ગ બતાવશે. ધર્મગ્રંથના સ્વાધ્યાય દ્વારા સ્વયંનો પરિચય થાય છે. પરમાત્મા સુધી પહોંચવાની પ્રક્રિયાનો ત્યાં રાજમાર્ગ મળે છે. આજે ઘર્મ સાહિત્ય વાંચનનો શોખ અને જિજ્ઞાસા કેટલી ? જીવનમાં આનંદ અને પ્રસન્નતા પૂર્વક જીવવા માટે ગહન અભ્યાસ કરવો દિવસે-દિવસે ગૃહસ્થો માટે પણ જરૂરી બનતો જાય છે. માનસિક રોગોનાં પ્રમાણોને ઘટાડવા માટે પ્રાકૃત, સંસ્કૃતનો અભ્યાસ કરવો જરૂરી છે, એના માટે આપણે આપણી સંશોધન વૃત્તિને જગાડવી જોઈએ. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે રસ્તા અનેક છે. પરિચયનાં સાધન અલગ અલગ છે. એટલે એક વાર પરિચય થતાં જ તમે પૂર્ણતા સુધી પહોંચશો. એક વખત સિંહનું બાળક જંગલમાં રસ્તો ભૂલી ગયું. શિયાળનો સાથ થયો. એની સાથે રહેવાથી એનામાં પણ એના સંસ્કાર આવ્યા. બચ્ચામાંથી એનું સિંહપણું અદશ્ય થઈ ગયું. તે પોતાના સંસ્કાર ભૂલી ગયું. વરસો પછી તે જવાન થઈ ગયું ! એક વાર એક સિંહ વિ. ની ખોજમાં ત્યાં આવ્યો. તેણે જોરથી ગર્જના કરી... કારણને પકડો સિહ ગર્જના કર્યા વિના શિકાર નથી કરતો. આત્મામાં પરમાત્માની પુકાર હોય છે. સિંહ કાર્યને નહીં, કારણને પકડશે. કૂતરાને જે પથ્થર મારશો તો તે પથ્થરને પકડશે ને તેને કરડશે. પરંતુ સિંહને ગોળી મારશો તો તે ગોળીને નહીં, ગોળી છોડનારને પકડશે. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨ પ્રવચન પરાગ મહાવીરનો ઉપાસક કદી પણ નિમિત્તને નહીં માને. તે કારણને પકડશે. તે પૂછશે : આ બધું આવ્યું ક્યાંથી? અજ્ઞાન દશામાં ઉપાર્જન થયેલું જે કાર્ય છે તેનું ફળ છે. મારે આવેલ ફળ સહર્ષ વધાવી લેવું જોઈએ. કાર્યને નહીં, પરંતુ કારણને જોવાનું છે. સિંહની ગર્જનાથી બધાં શિયાળો ભાગી ગયાં. સિંહના બચ્ચામાં વરસોથી કાયરતા જીવતી હતી. સિંહત્વનું વીર્યત્વ ચાલ્યું ગયું હતું. એટલે તે પણ ભાગવા માંડ્યું. સિંહે એને પકડી લીધું અને પૂછ્યું : “બોલ, આ કાયરતા તારામાં આવી કયાંથી ?” જ્યાં પરિચય ત્યાં પૂર્ણતા સ્વયંનો પરિચય ભુલાઈ ગયો. હું પણ શિયાળ છું એવું માનવાથી તે પણ તેના જેવું ડરપોક બની ગયું હતું. એનામાં સ્વયંની પ્રતીતિ નહોતી રહી. તે સ્વયંની જાતને ભૂલી ગયું હતું. સિંહે એને પકડ્યું અને એક જળાશય પાસે લઈ ગયો. સ્થિર પાણીમાં તેને મોં જોવાનું કહ્યું : “તું તારું મોં ને મારું મોં પાણીમાં જો ! તારામાં ને મારામાં, કોઈ ફરક નથી. આપણું સ્વરૂપ એક જ છે !” પરિચય મળતાં જ તે સભાન થઈ ગયું. સિંહે કહ્યું : “હવે કર ગર્જના. સર્વ ભાગી જશે.' આપણે આ સંસારમાં રહીને શિયાળ જેવા બની ગયા છીએ. પરંતુ તમારામાં જ કોઈ મહાવીર છે, રામ-કૃષ્ણ છે. ગર્જના કરો તો ક્રોધ-કષાય ભાગી જશે. તમને શાસ્ત્રના દર્પણમાં દેખાશે કે તમારામાં, મારામાં યા મહાવીરમાં કોઈ ફરક નથી ! તમને જાગ્રત કરવા માટે જ હું બોલી રહ્યો છું. તે પરમ સત્ય છે.” આ રીતે જે દિવસે સ્વયંને જાણી જશો તે દિવસે સ્વયંમાં સ્થિરતા આવશે. એટલા માટે જીવનને જોવા-જાણવા માટે ચિંતન કરવાનું છે. તેથી સંસારનાં કષાયોને આગ લાગશે, તે બળીને રાખ થઈ જશે. આગ અને તપ વિહારમાં રસ્તે જઈ રહ્યો હતો. આવતી વખતે મેં એક કરુણ દશ્ય જોયું. મનોર ગામ પાસે રોકાયો હતો. સામે આદિવાસીઓનાં ઝૂંપડાઓ હતાં. રાતમાં દસથી બાર ઈચ વરસાદ પડી ગયો હતો. ચારે તરફ પાણી જ પાણી. આદિવાસીઓનાં ઝૂંપડાઓ ભીંજાઈ ગયાં હતાં. તેઓએ લાકડાંઓ કાપી ચૂલાઓમાં નાખ્યાં. લાકડાં ભીંજાઈ ગયાં હતાં. ખીચડી પકાવવી હતી. બાળકોને ખાવાનું આપવાનું હતું. કેરોસીન લાકડાંઓ પર નાખ્યું. માચીસની કાંડી લગાવી. વૃદ્ધા લાકડાંઓ જલાવવા માંડી. ટૂંક મારી મારીને એનું મોં લાલચોળ થઈ ગયું. પરંતુ ન લાકડાંઓ જલ્યાં, ન ચૂલો. ઘણા પ્રયત્નો પછી પણ વૃદ્ધા નિરાશ થઈ ગઈ. પછી પડોશમાં જઈને સૂકાં લાકડાં ઉધાર લઈ આવી. સૂકાં લાકડાંઓ જલ્યાં અને ભોજન પણ તૈયાર થયું. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૫૩ અમારું પણ આ જ કાર્ય છે. અમે અહીં આવ્યા છીએ, કારણ કે તમારા તપેલામાં ખીચડી પકાવવી છે. મારા પ્રવચનપ્રકાશથી તમારા હૃયમાં ખીચડી પાકશે – પરંતુ અફસોસ ! સંસારની આસક્તિથી તમારા સ્ક્રય ભીંજાયેલાં છે. ત્યાં આગ નથી લાગતી. એટલા માટે તારૂપી દિવ્ય આગથી દયનાં પાપને ભસ્મ કરો. જીવનનો આ જ પ્રશ્ન છે. ધર્મમિત્ર ધર્મ આત્માનો મિત્ર છે. ધર્મના પરિચયથી આત્માનો સંપૂર્ણ પરિચય મળે છે. ઘર્મમિત્રથી આત્મદશાનો સંપૂર્ણ પરિચય મળે છે. એટલા માટે ધર્મતત્ત્વ દ્વારા આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કરુણા અને કલ્યાણ ધર્મ સિવાય આત્માના સદગુણોનો પરિચય કયાંથી થશે ? મહાપુરુષોના શબ્દોમાં અપાર દયા, અપૂર્વ કરુણા થય છે. ભગવાને પરોપકારની ભાવનાથી એક વાકયમાં કહ્યું છે : “કરુણા એ શબ્દ પ્રાણ દેનારો છે.” शिवमस्तु सर्व जगतः । मा कार्षित् कोऽपि पापानि । આ છે મહાવીરનો આદેશ – સર્વ આત્માઓ નિષ્પાપ બને, સર્વ દુઃખ રહિત હોય. એમની એવી કરુણા હતી કે : “મેં જે પ્રાપ્ત કર્યું છે તે સર્વ પ્રાપ્ત કરે.” મહાવીર સર્વજ્ઞ બન્યા બાદ તેમણે ઉપદેશ દેવાનું કોઈ કારણ નહોતું. પરંતુ જગત અને પ્રાણીમાત્ર પ્રતિ કરુણાભાવથી, વાત્સલ્યભાવથી તેમણે કહ્યું. તેમને જગતમાં પ્રસિદ્ધિની કોઈ આવશ્યકતા નહોતી. આપણને પરમાત્મા બનાવવા માટે તેમણે પ્રવચન દીધાં. મહાવીરના એ વિચારોને આચારમાં પ્રગટ કરવાથી, આચારમાં જીવંત રાખવાથી જીવન કરુણાનું વટવૃક્ષ બનશે. તેની નીચે અનેક જીવોને શાન્તિનો છાંયડો મળશે. અને પોષણ કરવાનું છે તેનું સદાચરણથી. સત્યનો પ્રયોગ વ્યવહારમાં કરો. ભાષાશુદ્ધિ શરીરમાં કાન, નાક, આંખો, પગ, હાથ સર્વ અંગો બે છે. પરંતુ એનું કાર્ય એક છે – પરંતુ જીભ એક છે, અને એનાં કામ બે છે. જીભથી સંસારની વૃદ્ધિ થાય છે. અને જીભથી તેનું વિસર્જન પણ થાય છે. શબ્દ ઉપર ધ્યાન દો અને જુઓ, કે ભેળસેળ તો નથી ? મારી પ્રતિ કોઈની શત્રુતા તો નથી ? મારા શબ્દો પરંપરામાં નવો સંઘર્ષ તો નહીં જન્માવે ? આ વાણી મારી સાધનામાં પ્રતિકૂળતા તો નહીં લાવે? એવો વિચાર કરો, કેમ કે એ સર્વનો આધાર છે ભાષા. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ આહાર અને વિચાર જેવો આહાર તેવો વિચાર, જેવો વિચાર તેવો આહાર વિચાર ધર્મ ઉત્પન્ન ક૨શે કે નવો સંસાર તે વિવેક પર નિર્ભર છે Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણો આત્મારામ એક વાર પ્રમાદમાં હતો. તે વખતે તેના નોકરોએ ગરબડ ઊભી કરી દીધી. જીભ બોલી : યાદ રાખ, મહત્ત્વ મારું છે. દાંત બોલ્યા : અરે ! તારા પર હકૂમત મારી છે. જીભ બોલી : ‘યાદ રાખ; મારા પડોશમાં રહીને મારાથી દુશ્મની કરે છે ? બજારમાં ગઈ, અને બે શબ્દ બોલીશ તો બત્રીસી બહાર.' અને ત્યારથી દાંતોને ડર લાગવા માંડ્યો. તે સ્વયં મજૂરી કરી, અન્ન ભેગું કરે છે અને જીભની, આહા૨ની આસક્તિને પોષે છે. જે શરીરનો નાશ કરે છે. નિયંત્રણથી ફાયદો પ્રવચન પરાગ જીભનો દુરુપયોગ થશે તો ભાવાંતરમાં જીભ દુર્લભ બની જશે. એટલા માટે એનો સદુપયોગ કરો. શબ્દો પર નિયંત્રણ રાખો. તે નિયંત્રણ જીવનમાં આશીર્વાદ બને છે. તે જીવનને વ્યવસ્થિત બનાવે છે. જીવનને સુગંધમય બનાવે છે. વિચાર કર્યા બાદ બોલવું જોઈએ, એમાં જ મનુષ્યની મનુષ્યતા છે. નહીંતર જો બોલ્યા પછી તમે વિચારતા હશો, તો તમે મૂર્ખામાં જ ખપશો. ધર્મ જીવનનું રક્ષણ કરે છે; ધર્મ માર્ગદર્શન દે છે. ધર્મ શબ્દોથી નહીં, આચરણથી પ્રગટ કરો. જે પ્રાપ્ત કરું છું તેને મારે છોડવું છે. આત્મા સાથે દેહનો સંબંધ કેવો ? ધર્મનો વિયોગ આત્મા માટે અસહ્ય છે. જગતના વ્યવહારની ધમાલમાં આત્મા રુદન કરે છે.તે રુદન, તેની પુકાર સાંભળવા માટે કોઈને સમય નથી. દરરોજ બંગલાની બહાર બોલતી કોયલોને, વૃક્ષના વિકાસને નિહાળ્યો છે ? ચોમેર કુદરતે બધી જ વસ્તુઓ પાથરી છે શાન્તિ મેળવવા માટે પણ મેળવી ન શકયા. આત્મા અને દેહ For Private And Personal Use Only શાહી અને કલમનો સંબંધ જુઓ. ચોપડીમાં કલમથી, શાહીની મદદથી લખી શકાય છે. કલમ પર રાખડી બાંધવામાં આવે છે, તે સંકલ્પનું પ્રતીક છે. કલમને લાગે છે, કે મારાથી અપ્રિય અને ખરાબ કાર્ય ન થાય. Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૫૫ - શાહી અને કલમ જગત પર ઉપકાર કરે છે. શાહી સ્વયંને સમર્પિત કરે છે; સ્વયંનો પ્રાણ અર્પણ કરે છે. શાહી સુકાઈ જઈને અર્પણ થઈ જાય છે અને કલમ ઘસાઈને અર્પણ કરે છે. જ્યાં શાહીનો વિયોગ હશે ત્યાં કલમ અટકી જશે. બંને વચ્ચે સંયોગ, સાથ અને મિત્રતા હોય ત્યારે કલમ આગળ ચાલે છે. શાહીના વિયોગમાં કલમ ખતમ થઈ જાય છે. આવા વ્યવહારમાં કલમ નીચે આવી જાય અને બિન્દુ પડી જાય તો શું થાય? ગામમાં ધૂળ-રેતી હોય છે. તે રેતી શાહી ઉપર નાખવામાં આવે છે. ધૂળ કહે છે : ધિક્કાર છે. તારા જીવનમાં. તારો મિત્ર ગયો અને તું રહી ગઈ. આત્માને ધર્મ મળ્યો અને જગતને માર્ગદર્શન મળ્યું. ધર્મનો વિયોગ ધિક્કાર છે. સંસારના પ્રત્યેક કાર્યમાં વૈરાગ્યની પ્રેરણા મળે છે. વિતરાગની દષ્ટિએ તો સંસાર વૈરાગ્યનું ગોડાઉન છે. ચામડાની આંખોથી તો સંસાર વિકારોથી ભર્યો ભર્યો લાગે છે. મૌનનું મહત્ત્વ વચન રત્નનો ભંડાર છે. કોઈ ઉત્તમ ગ્રાહક આવી જાય તો મુખરૂપી ભંડાર ખોલી નાખો અને બે-ચાર રત્ન આપી દ્યો. તેનો અંતરાત્મા તૃપ્ત બની જશે. પ્રેમ સંપાદન કર્યા પછી ગ્રાહક ચાલ્યો જાય તો ફરીથી મુખરૂપી ભંડાર બંધ કરી દેજો. મૌનની આરાધના તે સાધના છે. બોલવાથી લૂંટાઈ જશો. કહે છે કે, “મૌનથી ચિત્તની સમાધિ વધુ થાય છે.' વધુ બોલવું તેને ચિત્તની ચંચળતા કહેવામાં આવે છે. वचन पादात् वीर्यपातात् गरीयसी । વચન-વાણીના પતનથી, શરીરની શક્તિનો નાશ થાય છે. વૈજ્ઞાનિક દષ્ટિએ પણ આ સત્ય છે. એક પાઉન્ડ દૂધ પીવાથી જે શક્તિ મળે છે તે શક્તિ એક શબ્દ બોલવાથી નાશ પામે છે. ડૉકટર પાસેથી શરીરનું આરોગ્ય પ્રાપ્ત થાય છે. સાધુ પાસેથી આત્મા આરોગ્ય ભાવ પ્રાપ્ત કરે છે. જેટલું ઓછું બોલશો, એટલા વિચાર ઉત્તમ અને સારા બનશે, સ્થિરતા આવશે, અને કલેશોમાંથી તમે બચી શકશો. મૌનના મહત્ત્વનો અંદરમાં અનુભવ કરો, દરરોજ ઓછામાં ઓછું એકાદ કલાકનું મૌન રાખો. દરરોજ જુદી - ૨ ઇન્દ્રિયોનું મૌન સેવો, એકવિદસ નેત્રનું મૌન કરો એક દિવસ જીભનું મૌન. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ પ્રવચન પરાગ મધુર ભાષા મૌન સાધનાનું સાધન છે. જૈન દર્શનમાં ભાષાના આઠ ગુણ બતાવાયા છે. પ્રથમ ગુણ : સ્ટોકમુ. અલ્પમ્ - ઓછું, ઉપયોગપૂર્વક, થોડું બોલો. બીજો ગુણ: મધુરમ્ – સ્વાદ આવે એવી વાણી બોલવી. મિત્રને ચા પાઓ અને એમાં સાકર ન નાખો તો મોં કડવું બને. સાકર નાખવાથી ચા મધુર બને. વિવેક વિના બોલવાથી કટુતા જન્મશે. એટલા માટે મીઠાશની સાકર નાખો. સંત પુરુષોના શબ્દ આંતરિક જાગૃતિમાંથી જન્મે છે. વેલૂર મઠના સ્થાપક રામકૃષ્ણ પરમહંસની વાણી ઉપર કેટલાક કુરબાન થઈ જતા હતા. વિવેકાનંદ બોલતો તો ગર્જના થતી હતી. તે જેવું બોલતા તેવું જ આચરણ કરતા હતા. સદાચારીના વચનમાં ગર્જના હોય છે. ભારતીય તત્ત્વની શ્રેષ્ઠતા એક દિવસ અમેરિકામાં એક પાદરીએ સ્વામી વિવેકાનંદને આમંત્રિત કર્યા. તેમણે તેમને ઘેર બોલાવ્યા. તેમણે જાણીબૂઝીને ભારતીય તત્ત્વ પર વ્યંગ્ય કર્યો. તેમણે ટેબલ પર પુસ્તકો એવાં રાખ્યાં કે આવતાં જ વિવેકાનંદની નજર એના પર પડે. એણે સૌથી નીચે ગીતા રાખી. અને સૌથી ઉપર બાઈબલ રાખ્યું. ત્યાંથી જતી વખતે, સ્વાભાવિકતાથી પાદરી બોલ્યા : “અરે જુઓ તો સ્વામીજી ! આ કેવો સંયોગ ! સૌથી ઉપર બાઈબલ અને સૌથી નીચે ગીતા. વિવેકાનંદે જોયું કે ગીતા સૌથી નીચે અને બાઈબલ ઉપર હતું. ભારતીય સંતો તો સહિષ્ણુ હોય છે. કોઈના પર વ્યંગ્ય નથી કરતા. અયોગ્ય માર્ગો નથી અપનાવતા અને સર્વ ધર્મ પ્રત્યે પ્રેમ રાખે છે. તેમણે જરા હસું ને પાદરીને ધન્યવાદ દીધો. તેમણે આદરપૂર્વક કહ્યું : “હું તમને નમ્ર સૂચન કરું છું. બાઈબલ ઉપર છે એનો આદર કરું છું. પરંતુ એટલું યાદ રાખજો કે ગીતા જ્યાં છે ત્યાં જ રહેવા દેજો. એને ત્યાંથી કદી નહીં ઊંચકતા. કેમ કે એ તો ફાઉન્ડેશન છે. એને ઊંચકી લેશો તો તરત બાઈબલ નીચે પડી જશે – તે એનું મૂળ છે.” આવી હતી તેમની બૌદ્ધિક પ્રતિભા. જ્યાં સાધના ત્યાં સિદ્ધિ વેલૂર મઠમાં એક બૅરિસ્ટર રામકૃષ્ણ પરમહંસના દર્શને આવ્યા. તેમને સ્વામીનો જ્યારે પરિચય દીધો ત્યારે એને અપૂર્વ આનંદ થયો. સ્વામીજીને માથાનો દુખાવો થતો હતો. તે બેચેન હતા. બૅરિસ્ટરે એને કહ્યું : “આપની ઈચ્છા હોય તો સારા ને સૌથી મોટા ડૉકટર પાસે ઈલાજ કરાવું.' સ્વામીજી કાંઈ જ બોલ્યા નહીં. પછી તે ફરી બોલ્યા : “આપના યોગનો શું ઉપયોગ ? આપ તો યોગ દ્વારા For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૫૭ સ્વયં મુક્ત બની શકો છો. સદાચારીના આશીર્વાદથી રોગ ચાલ્યો જાય છે. આપની પાસે તો અપૂર્વ યોગ-સાધના છે, તો આપ રોગમુક્ત બની શકો.” સ્વામીજી હસ્યા ને બોલ્યા “તમે મને અજ્ઞાની સમજો છો ? તમે કેટલી મૂર્ખતાભરી વાતો કરો છો ? રાખમાં ઘી કોણ નાખે ? મારી વરસોની સાધના હું શરીર માટે લૂંટાવી દઉં?' મેં સાધના અંતરાત્મા માટે કરી છે, આ નાશવંત શરીર માટે નહીં. ધર્મબિન્દુ અંતરાત્માનું લક્ષ્ય છે સિદ્ધ બનવું. જે કાંઈ હું કરું છું તે આત્મા માટે કરું છું. જગત કે આ શરીર માટે નહીં. હું ધર્મ આત્મા માટે કરું છું. સંસારની આસક્તિ દૂર કરવા માટે ધર્મ છે. ધર્મનું આચરણ કરો તો “સ્વ” પરિચય માટે માર્ગ મળી જશે. કરણાથી યુક્ત આચાર્ય હરિભદ્રસૂરિએ સુલભ રીતથી ઘર્મનો પરિચય “ધર્મબિન્દુ' ગ્રંથમાં આપ્યો છે. તેમણે “પદર્શન'; “યોગસમુચ્ચય,” “યોગદષ્ટિ' આદિ અમર ગ્રંથ લખ્યા છે. તે બ્રાહ્મણ હતા. રાજપુરોહિત હતા. તે મહાન જૈનાચાર્ય થઈ ગયા. ધર્મબિન્દુ'નો અર્થ શું? ધર્મ દરિયા જેટલો વિશાળ એટલો જ એનો અર્થ વ્યાપક છે. તેમાંથી માત્ર એક બિન્દુ લઈને જગતના કલ્યાણ માટે ગ્રંથની રચના કરી. વ્યક્તિ હરતાં-ફરતાં ધર્મનું સ્મરણ રાખે તો દિમાગમાં ધર્મ જીવિત રહેશે. ઘર્મ વિચારમાં મૂચ્છિત ના રહે. ઘર્મ આચારમાં સક્રિય (જીવિત) રહે. એટલા માટે ગ્રંથની રચના તેમણે કરી છે. ૪ સ્વાર્પણ અનંત ઉપકારી, અરિહંત પરમાત્માએ વિશ્વની કલ્યાણભાવના માટે સ્વયંના અપૂર્વ ચિંતનથી જે પ્રાપ્ત થયું તે ઉપરની ભાવનાથી જગતને અર્પણ કર્યું. પરમાત્માએ કહ્યું છે કે : “હે આત્મન્ ! તું બાહ્ય દશામાં મૂચ્છિત બન અને અંતરાત્માની જાગૃતિ પ્રાપ્ત કર. આત્માના અંતર વૈભવ-સૌંદર્યને પ્રાપ્ત કરવાની કોશિશ કર. જે ચીજ તું બહાર જુએ છે તે તારી સાથે આવવાની નથી.' ઉધાર લીધેલી ચીજ કેટલા દિવસ રહે? ઉધારથી ઉદ્ધાર નથી થતો, કર્મ દ્વારા પુણ્યની સમૃદ્ધિ ઉધાર લાવ્યા છો તો તેમાં સ્થિરતા કેવી રીતે આવશે ? સ્વયંની For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra O ૫૮ www.kobatirth.org પ્રવચન પરાગ પવિત્રતામાં પૂર્ણતા છે. બાહ્ય પ્રાપ્તિમાં માત્ર વેદના જ છે. એ ખોટા રૂપથી શક્તિનો ઉપયોગ કરશો તો તે શક્તિ આત્માના ગુણોને નષ્ટ કરી દેશે. આજ સુધી જન્મેલી કોઈ પણ વ્યક્તિ પોતાની ઇચ્છાતૃપ્તિ પૂર્ણ નથી કરી શકી. ‘ઇચ્છા-પ્યાસ’તો મહાસાગર જેવી વિશાળ છે. અને આકાશ જેટલી વ્યાપક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્તિમાં તૃપ્તિ નથી. એનાથી તો અંતર-જાગૃતિ શૂન્ય બનશે. બાહ્ય જાગૃતિ સ્વયંનો નાશ કરશે. આજ સુધી કેટલાય ચક્રવર્તી, શહેનશાહ, સમ્રાટ આવ્યા અને ચાલ્યા ગયા, પરંતુ કોઈ પણ સ્વયંની ઇચ્છાપૂર્તિ નથી કરી શક્યા. એરિસ્ટોટલ સિકંદરના ધર્મગુરુ હતા. દિગ્વિજય કરવા જતાં પૂર્વે પ્રથમ સિકંદર ગુરુના આશીર્વાદ લેવા ગયો. એરિસ્ટોટલે પૂછ્યું : પ્રથમ ક્યાં જઈશ ? સિકંદર : મધ્ય એશિયા. એરિસ્ટોટલ : ત્યાર પછી ? સિકંદર : પૂર્વ આફ્રિકા. એરિસ્ટોટલ : ત્યાર પછી ? સિકંદર : ભારત. મનની કલ્પના તો જુઓ ! મનની કલ્પનામાં તથ્ય નથી હોતું, સત્ય નથી હોતું, પૂર્ણતા નથી હોતી, આત્માને કોઈ તૃપ્તિ નથી મળતી. એરિસ્ટોટલ : પછી ક્યાં જઈશ ? સિકંદર : યુરોપને જીતીશ. એરિસ્ટોટલ : ત્યાર પછીની તારી યોજના શું હશે ? સિકંદર : સારાય વિશ્વ પર વિજય પ્રાપ્ત કરીશ. એરિસ્ટોટલ : પછી ? સિકંદર : પછી તો થાકી જઈશ ? પછી શાંતિથી રાજધાનીમાં રહીશ. એરિસ્ટોટલ : હું તારા જેવા પાગલને આશીર્વાદ ન આપી શકું. અહીં તારે શું નથી ? અશાંતિ ફેલાવવાથી શું તને શાંતિ પ્રાપ્ત થશે ? આવા અયોગ્ય કાર્યમાં આશીર્વાદ નહીં મળે. હજારોને રડાવ્યા બાદ તું હસી શકીશ ? હજારોને મારીને તું જીવવાની ચાહના સેવે છે ? અશાંતિનાં બીજ વાવવાથી શાંતિના મોલ કેવીરીતે ઊગે ? સમસ્યા અને સમાધાન જ્યાંથી સમસ્યાનો જન્મ થાય છે, ત્યાંથી જ તેનું સમાધાન મળી જાય છે. શાંતિ હૃદયમાં જ જન્મે છે, ને તેને શોધવા આપણે બહાર ભટકીએ છીએ. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચનપરાગ ૫૯ એકવાર મુલ્લા બીમાર પડી ગયા. તેને શ્વાસ લેવામાં બેચેની થવા લાગી. ચાલવામાં તકલીફ થવા માંડી. આંખો આગળ અંધકાર છવાવા લાગ્યો. એનો સંપૂર્ણ મેડિકલ ચેક-અપ કરાવ્યો. છતાંય રોગનું કાંઈ પણ નિદાન ન થઈ શકર્યું. મુલ્લા તો બહુ બેચેન થઈ ગયા. ડૉકટરે સલાહ આપી : “આના ઉપચાર માટે લંડન જાઓ. ત્યાં કદાચ તમારા રોગનું નિદાન કરી શકે એવો ડૉકટર મળે.” મુલ્લા લંડન ગયો. ત્યાં સર્વથી પ્રખ્યાત ડૉક્ટરને પોતાનું શરીર બતાવ્યું. તેને સર્વ તકલીફ પણ કહી. 'મુલ્લાએ કહ્યું: હું બહુ ગભરાઈ ગયો છું – મને બચાવો. ડૉકટરે સારી રીતે નિદાન કર્યું. એને કોઈ પણ રોગ દેખાયો નહીં. ત્યારે ડૉકટરે કહ્યું : “લાગે છે, કે આંખમાં કાંઈક ગડબડ હોવાથી તમને બેચેની અને આંખો સામે અંધકાર વગેરે તકલીફોની શક્યતા છે. એટલે તમે “આઈ સ્પેશિયાલિસ્ટ'ને બતાવો.” મુલ્લાએ આંખના ખાસ ડૉકટરને બતાવ્યું. એણે આંખનું ચેક-અપ કરીને કહ્યું – આંખમાં કોઈ દોષ નથી. મુલ્લા ફરી પાછા પોતાના પ્રથમ ફિજિશિયન પાસે ગયા. એણે એને સલાહ આપી કદાચ પાયોરિયા હશે, તો એવાં સર્વ લક્ષણો હોઈ શકે છે. એટલા માટે દાંતના ખાસ ડૉકટરને બતાવો. દાંતના ડૉકટરે નિદાન કર્યું. કહ્યું: “કોઈ રોગ નથી. છતાં પણ તમારા આ દાંત કઢાવી નાખો, દાંતનું નવું ચોકઠું નખાવી લો.” મુલ્લાએ તેમ પણ કર્યું. પરંતુ તેની તકલીફ હતી એની એ જ રહી. ફરીને ચેક-અપ કરાવ્યું તોપણ નૉર્મલ ! ડૉકટરે કહ્યું : આ રોગ મહા ભયંકર લાગે છે. કોઈ નવો જ રોગ લાગુ પડી ગયો છે. એટલે તમે જલદી તમારા દેશભેગા થઈ જાઓ. અને અંતિમ દિવસ સુધી બીબી-બચ્ચાંઓ સાથે ગુજારો. ડૉકટર પાસેથી મૃત્યુનું સર્ટિફિકેટ લઈને મુલ્લા પાછા આવી ગયા. મુલ્લાએ વિચાર્યું: “મરવું જ છે તો પ્રસન્નતાથી મરીશ. આનંદ કરીશ.” તેણે દરજીને બોલાવ્યો ને કહ્યું: “માપ લઈ લો. બહુ કીમતી કોટ અને પાટલૂન તૈયાર કરો.” દરજીએ માપ લીધું. પહેલાં કરતાં માપ વધી ગયું હતું. કૉલર ૧૪” થયું પરંતુ પહેલા તું ૧૨.” મુલ્લાએ પ્રથમના માપ પ્રમાણે કૉલર બનાવવા કહ્યું. ત્યારે દરજી બોલ્યો : “જે એવું કરશો તો તમને શ્વાસ લેવામાં બેચેની થશે.” મુલ્લા એકદમ બોલ્યા : અરેરે ! સાચો વેંકટર તો ઘરમાં જ હતો ! અને મેં કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા ! મુલ્લાના રોગનું નિદાન સરળ હતું ! મુલ્લાએ બે ઇંચ ટૂંકું કૉલર બનાવી For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ પ્રવચન ૫રાગ કંજૂસાઈ કરીને બેચેની માથે ઓઢી લીધી હતી. આ જ રીતે, તમે રોજ દુકાને જઈ પાછા આવો છો, પૈસા પ્રાપ્ત કરો છો, પરંતુ તેનાથી શાંતિ મળે છે ? પુણ્યોદયથી સુંદર ભૌતિક સુખની પ્રાપ્તિ થશે, પરંતુ મનને શાંતિ મળશે? નહીં. શાંતિ નહીં મળે. શાંતિ છે અંતરાત્મામાં જ્યાં અશાંતિ જન્મે ત્યાંથી જ સમાધિ મળે. ઘરમાં ખોવાયેલી ચીજ રસ્તા પર નહીં મળે. જે ચીજ અંતરાત્મામાં મળશે, તે બહારથી નથી મળવાની. ઈદ્રિયોના વિકારોમાં મન અશાંત બને તો ત્યાંથી શાંતિની પ્યાસ નહીં બુઝાય. પેટની ભૂખને મિટાવી શકો છો; પરંતુ મનની ભૂખ નહીં મટે. એને માટે મનને સમજાવવું પડશે. સિકંદર વિશ્વવિજેતા બનીને એક દિવસ મરી ગયો. એને કબરમાં દાટવામાં આવ્યો. ત્યારે એની મા રોવા માંડી. રડતી રડતી તે કબ્રસ્તાન ગઈ અને જોરજોરથી ચિલ્લાવા માંડીઃ “મારો સિકંદર ક્યાં છે? મારો દિકરો ક્યાં છે?' એનું રુદન સાંભળીને ત્યાં બેઠેલા એક ફકીર બોલ્યો : “અરે પાગલ સ્ત્રી ! અહીં તો હજારો સિકંદર દટાયેલા છે ! તું કયા સિકંદરને ગોતે છે ? એક દિવસ તું પણ અહીં જ દટાવાની છે ! પછી તું કોને માટે રડી રહી છો ? જે સંસારનો સ્વીકાર કર્યો છે, જેને મેળવવા પ્રયત્ન કરો છો, તે સંસાર તમારો બનશે? કોઈનોએ થયો છે? નિરપેક્ષતા રામને વનવાસ મળ્યો, પાંડવોને વનમાં ભટકવું પડ્યું, શ્રીકૃષ્ણ પાણી પાણી કરીને પ્રાણ છોડવો પડ્યો. તે પ્રકારે કર્મના અશુભ યોગ દ્વારા બનાવેલ સુંદર મકાન છોડવાનો વખત આવશે તો મકાનની આંખમાં આંસુ આવશે? શું તેના મનમાં એવો વિચાર આવશે કે મને ચણાવનાર, મારે માટે દિવસ-રાત મજૂરી કરનારો ચાલ્યો ગયો? શું તે રડશે? મકાન તો જડ છે. આવી જ રીતે છે. આ મકાન મારું છે, આ દુકાન મારી છે, આ પૈસા મારા છે, આ પરિવાર મારો છે – આ બધો તમારો ભ્રમ છે. અજ્ઞાન છે, વાસ્તવમાં આ કોઈ સાથ આપશે નહીં. માત્ર ઘર્મ પરમ મિત્ર છે. તેના પરિચયથી ભ્રમ ભાંગી જાય છે. ધર્મ તમારી પાસે લેવાની અપેક્ષા નથી રાખતો, એટલા માટે તેના દ્વારા માનસિક સંતુલન રહે છે. કર્મની કઠણાઈ તમે જાણો છો કે કર્મને કારણે બધું થાય છે. આપણી અજ્ઞાન દશામાં જ કર્મનું For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૬૧ ઉપાર્જન થયું છે. તે જ ઉપદ્રવ કરે છે. છતાં પણ એનું તમે સ્વાગત કરો છો પણ એના દ્વારા જે અનુકૂળ – પ્રતિકુળ સંજોગો આવે તે સહન કરજે. અનુકૂળ સંયોગમાં લીન ન બનતા પ્રતિકૂળ સંયોગમાં દીન ન બનતા. એકાંતમાં વિચાર કરો. તમે જે કરો છો તેનાથી તમને કાંઈ મળ્યું ? એનાથી કાંઈ ફાયદો થયો ? આત્માને પુષ્ટિ મળી ? બહાર માટે તીવ્ર પુરુષાર્થ કરો છો, પરંતુ અંદર માટે શું કર્યું? શરીરથી પૈસા અધિક મૂલ્યવાન છે. પૈસાથી વિશેષ આત્મા કીમતી છે. તો સ્વયં માટે, આત્માના વિકાસ માટે, આત્માની પૂર્ણતા માટે શું પ્રયત્ન કર્યો? આજ સુધી શરીર માટે સર્વ કાંઈ કર્યું. પરંતુ આત્મા માટે કાંઈ જ નથી કર્યું. જે ક્ષણભંગુર છે, નાશવાન છે, પરાયું છે, તેને માટે સર્વસ્વ અર્પણ કર્યું. જે શાશ્વત છે, “સ્વ” છે તેને માટે કાંઈ ન કર્યું - કેવી વિષમતા ! પોલીસ જોઈને કસ્ટડી યાદ આવે છે. વકીલ જોઈને અદાલત યાદ આવે છે. પ્રાધ્યાપક જોઈને વિશ્વવિદ્યાલય યાદ આવે છે. પરંતુ સાધુ નજરે પડે તો ? સાધુને જોઈને દષ્ટિ ક્યાં જાય છે? સાધુને જોઈને શું રિાદ્ધ પરમાત્મા યાદ આવે છે? સ્વયંનું ચિંતન આપણામાં સ્વયંનું ચિંતન નથી. ઉધાર લાવીને ક્યાં સુધી ચલાવશો ? સામાયિક તો સેલ્ફ-રીડિંગ, અર્થાત્ સ્વાધ્યાય, સેલ્ફ ચૅપ્ટર તેનાથી સ્વયંનો પરિચય થાય છે. સ્વયંને સ્વયંમાં મગ્ન બનાવો. તે લક્ષ્ય સુધી પહોંચવા માટે માધ્યમ બનશે નદીકિનારે ઊભા રહેવાથી તરવાનું નથી શિખાતું. તરવાનું શીખવા માટે પાણીની અંદર પોતાને જ કૂદવું પડે છે. સ્વયંના પ્રયાસથી જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. પરમાત્મા સુધી પહોંચી શકાય છે. તમારી દૃષ્ટિમાં સ્વાધ્યાય આવશે ત્યારે દૃષ્ટિ પૂર્ણરૂપેણ શુદ્ધ બનશે. સાધુને જોઈને સાધનાનું લક્ષ્ય નજર સમક્ષ આવે છે? સાધુને જોઈને પરમાત્મા યાદ આવી જાય છે? પરલોકનું દશ્ય નજર સમક્ષ આવે છે.? તમે તમારા ભવિષ્ય વિશે ચિંતન કર્યું છે? સાધુની શ્રેષ્ઠતા સાધુ એન્જિનિયર છે. તે એન્જિનિયરની જેમ જીવનના નિર્માતા છે. જીવનને પવિત્ર બનાવે છે. સાધુ વકીલનું કામ કરે છેઃ વકીલ કોર્ટમાં યુક્તિ-પ્રયુક્તિથી આપનો બચાવ કરે For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ૨ પ્રવચન પરાગ છે. તે જ રીતે સાધુ કર્મબંધનથી છોડાવે છે. તમારા જીવનની ફાઈલ સાધુને સોંપી ધો. પછી તમે નિશ્ચિત ! પછી સાધુ તમને સંસારનાં બંધનોથી મુક્ત કરી દેશે. પરંતુ કોઈ પણ અહીં સત્ય ન બોલે. પોતાની ફાઈલ ન સોંપે. એવી સ્થિતિમાં કર્મ સામે કેવી રીતે લડી શકાય ? સાધુ ડૉકટર પણ છે ! ડૉકટર સમક્ષ બધી ખુલ્લી વાત કરવામાં આવે છે. ત્યારે કોઈ રોગ છુપાવી શકે છે? ડૉકટર કહેશે તેવી દવા પણ લો છો- અનુકૂળ પથ્ય લેવું પડે છે. તેવી જ રીતે સાધુ આધ્યાત્મિક દવા આપે છે. આચારના પથ્યપાલન કરવાનું કહે છે. તમે કહેશો : હું વિષય-કષાયોથી ઘેરાઈ ગયો છું. આત્મપ્રશંસાનો મનોવિકાર મારામાં છે. કુટિલતા જીવનની નીતિ બની ગઈ છે. આ રીતે બધું જ ખુલ્લી રીતે બતાવશો તો સાધુ શાંતિ અને સમાધિનો માર્ગ બતાવશે. તમે રોગ જ બતાવ્યો નથી તો સાધુ ઉપચાર કઈ રીતે કરી શકે? ચાતુર્માસ તો એક આધ્યાત્મિક કૅમ્પ છે – અહીં ઇન-ડૉર પેશન્ટ આવે છે. તમે બધા આઉટડૉર પેશન્ટ છો. આ ઈન- આઉટ-ડોર પેશન્ટને આરાધનાની ગોળીઓ દેવામાં આવે છે. પ્રાયશ્ચિત દ્વારા કૅલ્શિયમ ઇજેક્ષન દેવામાં આવે છે. - સાધુ કવૉલિફાઈડ ડૉકટર છે. આ ઘર્મસ્થાનક હૉસ્પિટલ છે. અહીં હૉસ્પિટલની જેમ રોગોની ચિકિત્સા થાય છે, ઉપચાર બતાવવામાં આવે છે, પથ્ય બતાવાય છે. આત્માના રોગની ચિત્સિા થાય છે. આત્માને નિરોગી બનાવવાનો ઉપચાર અને પથ્ય બતાવાય છે. સાધુ તો પોસ્ટમેન છે : ઘેર ઘેર જઈને ધર્મનો લાભ આપે છે. પ્રત્યેક ઘેર જઈને મનુષ્યોને ધર્મની પ્રેરણા દે છે. વિતરાગની આજ્ઞાથી ચાલનાર સાધુ બધાં ક્ષેત્રમાં ઉપયોગી છે. જગતને પ્રાપ્ત કરવા માટે આજ સુધી કેટલા પ્રયત્ન કર્યા? અને ક્યાં સુધી કરશો ? આજ સુધી કાંઈ પણ ન મેળવ્યું તો ક્યારે મેળવશો ? જગત માટે આપ પોતાની જાતને ખર્ચી ન નાખો, અને સ્વયં માટે જગતનો પ્રયોગ કરી લો – સાધન બનાવી લો. લોભનો અંત નથી કવિ કહે છે : “હે આત્મનું, યાદ રાખ. કેટલાયે અપૂર્ણતા પ્રાપ્ત કરીને જ ચાલ્યા ગયા. વિનાને પોતાનું સમજીને ચાલ્યા ગયા, તોપણ વિશ્વ એનું નથી થયું. સ્વર્ગ-પાતાલ પર રાજ્ય કરવા માટે દર દર ભટક્યા. પરંતુ તે મૂર્ખ ! શું તેં તારી અક્કલ ગિરવી મૂકી છે ? સંસાર-પ્રાપ્તિ માટે કેટલો લોભ ! કેવી ચિત્તની અસ્થિરતા ! For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૬૩ દસ મળે તો પચાસનો લોભ, પચાસ મળે તો સોની ઈચ્છા, પાંચસો મળે તો હજાર માટે પ્રયત્ન ! આ રીતે પ્રાપ્તિની ઇચ્છા વધતી જશે. તે કદી પણ પૂર્ણ નહીં થાય ! પેટની ભૂખ મિટાવી શકશો પરંતુ મનની ઈચ્છાઓની ભૂખ કદી પણ નહીં મટે. જે દિવસે સંસારપ્રાપ્તિની ઈચ્છા, ખાસ મરી જશે તે દિવસે આત્મા માટે સ્વર્ણ યુગ પ્રારંભ થશે. વિવેક અને સંયમનો અભાવ જીવન અને વ્યવહારનો આધારસ્તંભ વાણી છે. વાણીના વ્યાપારથી જીવન સફળ યા નિષ્ફળ બને છે. એટલા માટે વાણીમાં શુદ્ધતા, વિવેક અને સંયમ જોઈએ. જીવન સફળ બનાવવા. સુંદર, સજાવેલી, સર્વ રીતે મૂલ્યવાન – કાર હોય, એરકંડિશન હોય એમાં બેસવાથી કેવો આનંદ થાય? આવી કલ્પનામાં તમે રાચતા હો ત્યારે જ ડ્રાઈવર કહે – “બ્રેક ખરાબ છે. તો પછી તમે એમાં બેસશો? ના. ગમે તેટલી સુંદર, આરામદાયી ને મૂલ્યવાન ગાડી હોય, બેક નથી તો મૃત્યુને નિમંત્રણ... જે શબ્દ સુંદર હોય, પરંતુ વિવેક રૂપી બ્રેકનું નિયંત્રણ ન હોય તો? સેલ્ફ-કંટ તેલ ન હોય તો? તો તે શબ્દ મૃત્યુનું કારણ બને. હિટલરની એક ભૂલને કારણે કરોડ વ્યક્તિ માર્યા ગયા ! શબ્દમાં થોડો વિવેક, વિનયની ઓછપને કારણે મહાભારત થયું. ૧૮ દિવસમાં કરોડોનો નાશ થયો. પાંડવોએ કૌરવોને ભોજન માટે આમંત્રણ આપ્યું. તે દિવસે પરિસ્થિતિ અનુકૂળ હતી. એમનામાં સંસ્કાર હતા, સદ્ગુણ હતો. પણ એક ભૂલ થઈ ગઈ. પાંડવોનાં જીવનની ભૂલો નિરખવાથી જાતની ભૂલોનું ભાન થશે. પાંચસો વર્ષોમાં ૧૫,૩૦૦ યુદ્ધ થયાં છે, માનવ ઇતિહાસમાં. પાંડવોએ કૌરવોને રાજપ્રાસાદમાં આવવાનું આમંત્રણ આપ્યું. ત્યાંની ફર્શ એટલી સુંદર બનાવી હતી કે તેમાં પાણીનો આભાસ થતો હતો. કૌરવ ત્યાંથી કપડાં ઊંચાં કરી જવા લાગ્યા, એ જોઈ 'પાંડવ હસી પડ્યા. એક જગ્યાએ પાણી એટલું નિર્મળ, સ્થિર હતું કે ત્યાં સુંદર ફર્શનો આભાસ થતો હતો. ત્યાંથી કૌરવો ચાલ્યા તો પાણીથી એનાં કપડાં ભીંજાઈ ગયાં. પાંડવો ફરી હસી પડ્યા. તે સમયે પાંડવ-પત્ની દ્રૌપદીના મોંમાંથી એવા શબ્દો નીકળ્યા એણે એટબૉબનું કામ કર્યું તે બોલી : “મને આજે ખબર પડી કે આંધળાના પુત્રો પણ આંધળા હોય છે.' For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ પ્રવચન પરાગ ત્યાં વિવેકનું નિયંત્રણ ન રહ્યું. આત્મસંયમ ન રહ્યો. કૌરવ ક્રોધિત બની ગયા. તે બોલ્યા : “અમારા પિતાનું અપમાન ?' ત્યાં જ દુર્યોધને પ્રતિજ્ઞા કરી કે : “આ દ્રૌપદીને જો મારી જાંધે ન બેસાડું તો મારું નામ દુર્યોધન નહીં !' આ સાંભળીને અતિ ક્રોધથી ભીમ ગર્જી ઊઠ્યો, તે જાંઘને તોડીને તેનું લોહી ન પીઉં તો મારું નામ ભીમ નહીં !' બસ વાણીનું તીર છૂટી ગયું. અને ૧૮ દિવસનું મહાભારત સર્જાઈ ગયું. યુદ્ધ આપણા હૃદયમાં જન્મે છે. વિશ્વયુદ્ધ હિટલરના વિચારમાંથી જન્યું હતું. તેનો વિચાર આચારમાં પરિણમવાથી હજારો માણસોનો વિનાશ થયો. આ હિટલરનું મૃત્યુ કેવી રીતે થયું, કેવી કરુણ દશામાં એ મર્યો એ જાણશો તો તમને દયા આવશે – પોતાના જં હાથે ગોળી ખાવી પડી. મરતાં પૂર્વે પોતાના વિશ્વાસપાત્ર નોકરને કહ્યું : મર્યા પછી મારી લાશ પર પેટ્રોલ નાખીને મને બાળી નાખજે.” જગતને જીતવા મથતો પોતાના હાથે જ મરી પરવાર્યો. એટલા માટે વાણી પર નિયંત્રણ આવશ્યક છે. સર્વ સંઘર્ષ જીભ દ્વારા મુખમાંથી જન્મે છે. તે એનું મૂળ છે. બધા જ સંઘર્ષ અહીંથી જ જન્મ્યા છે. આજે વાણી પર નિયંત્રણ નથી રહ્યું. ઘેર-ઘેર કલેશ અને અશાંતિનું વાતાવરણ જાતે બનાવ્યું. આત્માની ગવેષણા કરી તત્ત્વની વિચારણા નથી થતી. “હું કોણ છું?” તેની ઝાંખી પણ નથી થતી. બુદ્ધિનું અજીર્ણ આજ બુદ્ધિનું અજીર્ણ થયું છે. એનાથી આપણો નાશ થઈ રહ્યો છે. ઍટમ બોંબ બનાવવા માટે એટૉમિક થિયરી બતાવાઈ. એનું પરિણામ શું આવ્યું ? ભયંકર આવિષ્કાર થયો. એનું નિર્માણ કરનારનું મૃત્યુ કરુણાસ્પદ થયું. અંતિમ સમયે તે પાગલ થઈ ગયો. તે રડી રડીને મર્યો. એના અંતિમ શબ્દો આ હતો: He Shall go to hale એને ઘોર પશ્ચાત્તાપ થયો. બુદ્ધિનો કેટલો ઘોર દુરુપયોગ ! વાણીમાં બુદ્ધિ છે. બુદ્ધિને પ્રગટ કરવાનું માધ્યમ શબ્દ યા વાણી છે. એક શબ્દ ઔષધરૂપ બને છે તો બીજો દઝાડે છે. શબ્દની કરામત તો જુઓ ! એક, હજાર માથાંઓ વઢાવે છે તો બીજો હજારો માથાં અર્પણ કરાવે છે. કટુ શબ્દ દ્ધયને આઘાત પહોંચાડે છે. કોઈ પણ કટુ શબ્દ સહન નથી કરી શકતું ! સંપૂર્ણ કલેશનું કારણ વાણી પર નિયંત્રણનો અભાવ છે. જ્યાં સુધી અભાવ છે, ત્યાં સુધી ભાવ નથી. એટલા માટે વાણી ઉપર નિયંત્રણ તો અતિ આવશ્યક છે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ પ સંત અને શેતાન - એક વખત સંત – પાસે એક ક્ષત્રિય-રાજપૂત આવ્યો. કોઈ કારણસર એને સંત પર ગુસ્સો આવ્યો હતો. તે સંતના મોં પર થંક્યો. એના શિષ્યોની સામે એનું ઘોર અપમાન કર્યું. પરંતુ સંત તો એકદમ શાંત હતા. જેનાથી પેલા રાજપૂતનો ક્રોધ વધી ગયો. તે બીજી વાર, ત્રીજી વાર, ઘૂંકીને ચાલ્યો ગયો. છતાં પણ સંત શાંત ! એક પણ અક્ષર મોંમાંથી ન નીકળ્યો. તેના શિષ્યોએ કહ્યું : “આપની આજ્ઞા હોય તો એક સેકંડમાં જ એનો નાશ કરી નાખીએ.” સંતના એક શબ્દથી તે રાજપૂત ખતમ થઈ જાત – પરંતુ સંત ન બોલ્યા. મારી નાખવું આસાન છે, જીવતા રાખવા બહુ મુશ્કેલ છે. રસ્તે જતો કૂતરો જો તમને કરડે તો શું તમે એને કરડશો? સંત બોલ્યા : “તે શેતાન બની ગયો છે. શું હું સંતમાંથી શેતાન બનું? નિમ્ન દરજે પહોંચું? તે તેનો સ્વભાવ બતાવે છે, હું મારો. શું હું એના જેવો બનું?” તેનામાં આવેલ આવી ગયો હતો. એની પાસે શબ્દોનો દુકાળ હતો એટલે એ થેંકયો. એને શાંતિ મળી. તેને જે માધ્યમથી શાંતિ મળી છે, એની સાથે મારો કોઈ મતલબ નથી ! કોઈને ખૂબ ક્રોધ આવી ગયો હોય. તે ટેલિફોન પર જોર જોરથી ગાળો દેતો હોય – એ સમયે તમે એક વાક્ય બોલો - This is wrong number બસ ! તેનો પાવર તરત ઝીરો ડિગ્રી પર આવી જશે. સંભળાવનાર સામે બોલનાર કોઈ નહીં હોય તો સંભળાવનાર પોતાની મેળે શાંત થઈ જશે. તમે મનમાં એવું વિચારી જુઓ કે – હું જો ગ્રહણ કરીશ, તો તે મારે માટે અશાંતિનું કારણ બનશે. જ્યાં ગ્રહણ, ત્યાં અશાંતિ ! ગ્રહણ કરવાની, પકડી રાખવાની ભાવના જ દુઃખનું કારણ છે. જ્યાં ગ્રહણ, ત્યાં બંધન જ્યાં ગ્રહણ, ત્યાં જ સર્વનાશ... જ્યાં પ્રહાર ત્યાં પતન કોઈ ગાળો આપે તો સંત શાંત રહે છે. તેને ગ્રહણ પણ નથી કરતા. અંતમાં ગાળો દેનારા જ થાકી જાય છે. સહન કરનારા થાકતા નથી. ગાળો આપનારને ફળ ન મળ્યું. એટલે તેને બોજરૂપ લાગે છે, એટલે થાકી જાય છે. બદલામાં ક્રોધને ઉત્તેજન ન મળવાથી, થાકી જવું પડ્યું : For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra F www.kobatirth.org પ્રવચન પરાગ કેવા એ સંત ! જરા પણ આવેશ નહીં, ઉત્તેજન નહીં, જરા પણ બાહ્ય પ્રભાવ નહીં. શાન્ત અને સ્થિર. આ જોઈને, તે વ્યક્તિ આવીને સંતના ચરણોમાં આવ્યો ને બોલ્યોઃ ‘હે ભગવાન, મેં તમારી અવજ્ઞા કરી. આપને ગાળો દીધી, આપનું અપમાન કર્યું, મને માફ કરો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir સંત બોલ્યા : મને ભેટ આપવા માટે તું કોઈ ચીજ લાવ્યો હો, અને મેં એનો સ્વીકાર ન કર્યો હોય, તો પછી એ ચીજ પર અધિકાર કોનો ? આ પ્રકારે તમે ગાળોની ભેટ મને આપી. મેં સ્વીકાર ન કર્યો, હવે એના પર અધિકાર કોનો ? આ પ્રકારે તમે ગાળોની ભેટ મને આપી, મેં સ્વીકાર ન કર્યો. હવે એના પર અધિકાર કોનો ? મેં ગાળોનો સ્વીકાર કર્યો હોત તો તે મારી પાસે રહેત. મેં એનો સ્વીકાર ન કર્યો એટલે એ તમારી પાસે રહી. હવે ક્ષમા કઈ વાતની ? પરાઈ ચીજ સાથે મારે શું લેવા-દેવા ? કેટલો સુંદર વર્તાવ ? તમારે સહુએ જીવનમાં ખરેખર જો શાન્તિ અને સુખ મેળવવું હોય તો આ માર્ગ સ્વીકારવો જ પડશે. આજે નહીં તો આવતી કાલે પણ આ રસ્તે આવ્યા વિના છૂટકો નથી. વાણી અને વ્યવહાર વિચારપૂર્વક બોલેલા શબ્દો વ્યવહારથી ધર્મ બને છે. વિચારની ભૂમિકા પર કરેલો વ્યવહાર ધર્મ કહેવાય છે. એને માટે નિયમ કેવા છે. ? સ્તો, અલ્પ, મધુરમ્. અલ્પ બોલો, જે બોલવું છે તે સમજીને બોલો. સંત તુલસીદાસ કહે છે - ‘તું ખોટો વ્યવહાર કરે અને જો એ વખતે મૌન રહું તો સામાવાળી વ્યક્તિને પેટ્રોલમાં આગ નહીં મળે. જો હું પણ ગાળો આપું તો ‘ગાલી આવત એક હે, જાવત ગાળ અનેક !' પરંપરા નિર્માણ થશે. ચૂલામાં કરગઠિયું નાખો તો તે ક્યાં સુધી બળે ? થોડો સમય. ભગવાન મહાવીરે સમ-ભાવથી ઘોર ઉપસર્ગ સહ્યા, એટલા માટે અંતમાં ઉપસર્ગ દેનારાની આંખમાં જ આંસુ આવ્યાં. એ કરુણાનાં આંસુઓ પર ચિન્તન મનન અને અધ્યયન કરવા જેવું છે. સ્વયં કોઈ કાર્ય કરે તો તેનું ફળ પણ સ્વયં ભોગવવું પડે છે. ભગવાનનું કેવું અપૂર્વ ચિંતન ! कृतापराधऽपि जने, कृपामंथर तारयोः ईषद्बाष्पादयोः भद्रं श्री विरजिन नेत्रयोः For Private And Personal Use Only - Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૬૭. અપરાધ કરનારા આદમી (સંગમદેવ) ઉપર પણ દયાવાળા દયની વિનમ્ર આંખો, આંસુઓથી ઊભરાઈ જાય છે એવા શ્રી મહાવીર પ્રભુ વિચાર કરે છે કે – તીર્થકરને પ્રાપ્ત કરીને સર્વ જીવો મોક્ષ સુખને મેળવે છે પણ આ બિચારો સંગમ મને પ્રાપ્ત કરી તીર્થંકરની આશાતનાના પાપે દુર્ગતિનો મહેમાન બનશે. સ્વયંને કષ્ટ દેનારાને વર્યાના ઉપકારી માને છે. તેઓ કહે છે : “તેણે મારા સમત્વને સ્થિર રાખ્યું. તેણે મારી સત્ત્વ પરીક્ષા લીધી. તેણે મને કસોટી પર ચડાવીને મારી શુદ્ધતા સિદ્ધ કરી.” ભગવાનની આંખોમાં આંસુ આવ્યાં. ભયંકર વેદના આપનાર માટે પણ દયા અને કરુણાનો વિચાર કરવાવાળા પરમાત્માની આંખોમાં નિર્મળ - વાત્સલ્ય અને સ્નેહનાં અશ્રુઓ આવી જાય છે. પરમાત્માનાં અંતર દયની કરુણા અશ્રુ વાટે બહાર આવે છે તે વખતે. 'To return good for evil' ખરાબ લોકો માટે પણ મનમાં સારી ભાવના રાખો. એટલા માટે સર્વ પ્રથમ ભાષા પર નિયંત્રણ આવશ્યક છે. “ભાષા સમિતિ” એ જૈન પારિભાષિક શબ્દ છે. એનો અર્થ છે – ભાષાનો વિવેકપૂર્વક ઉપયોગ. ઉપયોગિતાની જાગૃતિ રાખવાની છે. સાવધાની. પરલોકને દષ્ટિમાં રાખીને જો આપણો વ્યવહાર બધાંની જોડે થાય તો, તે વ્યવહાર ઘર્મ બને છે. સહિષ્ણુતા સંતે કદી પણ કાયરતા નથી બતાવી. હંમેશાં તેની કસોટી થઈ છે. મહમદ પેગંબરને યુદ્ધ લડવું પડ્યું. મહાવીરે ઉપસર્ગ સહન કર્યા, બુદ્ધનો દુશ્મન દેવદત્ત બન્યો. એ રીતે સર્વ પ્રકારના અતિ કષ્ટ સહન કર્યા પછી જ મહાન થાય છે. મહાન બનવા માટે સહન કરતાં શીખવું જ પડશે. હસતે મુખડે કણે વેઠવાં પડશે. આવશ્યક છે. દહીંવડાં પણ બને છે. તો કેટલું સહન કર્યા પછી ! દહીંવડાં – વડાં – કેમ બને છે? દહીંવડાંના મુખે જ સાંભળીએ : पहले थे हम मर्द, मर्दसे नार कहाये कर गंगामें स्नान, मैल सब दूर कराये कर पथ्थरसे युद्ध, घाव बरछे के खाये निकल गये जब पार, तब हम 'बडे' कहाये ! મેં ઘણું સહન કર્યું. પહેલાં મર્દ હતો, પછી નારી બન્યો, પછી ગંગા સ્નાન કર્યું બરછીના ઘાવ સહન કર્યા પછી તેલમાં તળાઈને આવ્યો ને પછી હું વડો બન્યો. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ પ્રવચન પરાગ અડદ અને મગ ઉચ્ચારણમાં પુલિંગ છે. તેની દાળ તે સ્ત્રીલિંગ કહેવાય છે. પછી એને ધોવાય છે – તે ગંગાસ્નાન છે, પછી પીસીને આટો બનાવે છે. પછી હાથથી ગોળ ગોળ બનાવે છે. ગરમ તેલમાં નાખે છે. તળાઈને, લાલ થઈને જ્યારે બહાર આવે છે, આકરી સાધના કરી બહાર આવે છે ત્યારે ટેસ્ટફુલ (સ્વાદયુક્ત). હોય છે. લોકો કહે છે. ખૂબ જ સ્વાદિષ્ટ દહીંવડાં છે.' સાધનાનો સ્વાદ આ સાધનાનો સ્વાદ છે. અહીં સહિષ્ણુતાની સૌરભ છે. કેવી સહનશીલતા, કેવી પ્રસન્નતા, કેવો પ્રેમ. તેની સાધનામાં સ્વાદ હતો. માનવતાનો ગુણ. માનવતાનો ગુણ કઈ રીતે પ્રાપ્ત થાય છે? 'आत्मवत् सर्वभूतेषु सः पंडितः ।' જ્યાં સંઘર્ષ, ક્લેશ ન હોય એવા આત્મામાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરો. એને માટે અલ્પ, હિતકારક, વિનયપૂર્વક બોલો. મધુરવાણીનો પ્રેમ મધુર વાણી બોલો. ખાવાની ચીજમાં સ્વાદ ન હોય તો તે ચીજ ખાવામાં સ્વાદિષ્ટ નથી લાગતી. આવી રીતે સાંભળવામાં મધુરતા ન હોય તો તેમાં સ્વાદ યા રુચિ નથી આવતી. એટલા માટે મધુર વાણીની જરૂર છે. તેના પાનથી સ્વાદ આવે છે. પરમાત્મા મહાવીરનું ચિંતન એવું છે, કે મારા શબ્દોથી કોઈ પણ આત્માને કદી પણ દુઃખ ન થાય. વિચારપૂર્વક, આવશ્યક મધુર બોલવું જોઈએ. તમારા ઘરનાં નાનાં બાળકો દ્વારા ઘરના સંસ્કારોની જાણકારી મળે છે. બાળ બ્લૉટિંગ પેપર જેવાં હોય છે. બાળકોથી ઘરનું વાતાવરણ સમજાઈ જાય છે. ઘરની પ્રત્યેક સારી-નરસી ચીજોને બાળક તરત ગ્રહણ કરી લે છે. કેટલાંય ઘરોમાં જ્યાં ક્રોધ હોય છે ત્યાં તે દુર્ઘટનાઓના પ્રસંગ પણ બને છે. બોલતાં ન આવડે તો વિશ્વયુદ્ધ પણ થાય છે. વાણીમાં માધુર્ય જોઈએ. તેમાં સાપેક્ષવાદ (Theory of Relativity) હોય તો વિચારમાં દુર્ગધ નહીં આવે. બીજાને પણ સમજવાની શક્તિ, આપણે જ ખરાં છીએ અને બીજા હોય છે એવા અભિમાનના વિચારો કાઢી નાખવા જેવા છે. કોઈના પણ વિચારો સાથે આવાં અનેકાન્ત - દર્શનથી સમન્વય થઈ શકે છે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯ પ્રવચન પરાગ સત્ય બોલવામાં વિવેક ન હોય તો તે ઝેર બને છે. ડિસેંટ્રી થઈ ગઈ હોય તો દૂધ ઝેર જેવું લાગે છે. તે સમયે દૂધ જેવો અમૃતનો ઉપયોગ ઝેર જેવો બની જાય છે. સત્યનો પ્રયોગ સત્ય, અપ્રિય ન લાગે તેમ બોલવું જોઈએ. હું તમને એમ નહીં કહું કે “તમે ચોર છો. પરંતુ એવું કહીશ કે “તમે શ્રીમંત બની જાઓ, ઇમાનદાર બની જાઓ” તેનો મતલબ છે કે તમે ઈમાનદાર નહીં, બલકે ચોર છો. રાતમાં એક રાજાએ સ્વપ્નમાં પોતાના ૩૨ દાંત પડતાં જોયા. એનું ફળ જાણવા માટે એણે જ્યોતિષીને બોલાવ્યો. સત્ય બોલવામાં વિવેક ન હોય તો તે સત્ય પોતાના નાશનું કારણ બને છે – ઝેર બને છે. રાજાએ સ્વપ્નની વાત કરી. અને જ્યોતિષીને ફળ પૂછ્યું. જ્યોતિષીએ કહ્યું : “રાજનું, તમારી સામે તમારા પરિવારના સર્વ સભ્યો મરી જશે. આ સાંભળી રાજા ઉદાસ બની ગયો. તેણે જ્યોતિષીને કશું ઈનામ ન આપ્યું. રાજાએ જૈન સાધુને બોલાવ્યો. રાજાના મનમાં થયું કે સાધુ પ્રાણ જાય તો પણ જૂઠું નથી બોલતા. જૈન સાધુએ અનેકાન્તવાદનો ઉપયોગ કર્યો. કટુ લાગે એવાં વચનો ન બોલીને સત્યનો પ્રયોગ કર્યો. રાજાએ પૂછયું : આપ સ્વપ્નનું ફળ જાણો છો? મુનિએ સંમતિમાં ડોકું ધુણાવ્યું. રાજા ઃ સ્વપ્નમાં મારા ૩૨ દાંત પડી ગયા. એનું ફળ શું? મુનિ : અતિ સુંદર. રાજા : અતિ સુંદર ! ઉત્તમ ! આ શું ? સર્વ તો અતિ ખરાબ કહે છે. અને આપ કહો છો કે મુનિ : રાજન આખા પરિવારમાં આપની આયુ વધારે છે. રાજા : ધન્યવાદ ઘણું સરસ. આનો અર્થ એ કે રાજ સર્વની પછી મરશે. એની આંખો સમક્ષ સર્વ મૃત્યુ પામશે. સત્ય બોલવાની રીતો જુદી હતી. પહેલા જ્યોતિષીએ નકારાત્મક (Negative) રૂપમાં જવાબ દીધો પરંતુ જૈન મુનિએ સ્વીકારાત્મક (Positive). બંનેનો અર્થ તો એક જ થતો હતો. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ પ્રવચન પરાગ પ્રેમથી બોલવાથી સદ્ભાવ જન્મે છે. વ્યવહાર શુદ્ધ હોય તો નિશ્ચય શુદ્ધ અને પરંપરાથી મોક્ષ તરફ પ્રયાણ હશે. એટલા માટે સંસારમાં શુદ્ધ વ્યવહાર કરો. ઈદ્રિયોનો ઉપયોગ વ્યવહારમાં ઉપયોગ સારો કરો. તે પહેલાં વાણીમાં સત્યનું સિંચન કરો. અમૃત તત્ત્વમાં ઝેર ન આવે એટલા માટે બુદ્ધિ પર વિવેકનું નિયંત્રણ રાખો. વ્યક્તિ જ્યારે જરૂરતથી વધારે જાતને હોશિયાર માનવા લાગે, ત્યારે ગુરુજનોનો, વડીલોનો તિરસ્કાર કરવા લાગે છે. એ વખતે બુદ્ધિનો અયોગ્ય ઉપયોગ થાય છે. બુદ્ધિનો દુરુપયોગ મુલ્લાએ કોઈકને થપ્પડ મારી દીધી. જેથી તેને કોર્ટમાં ઊભો કરાયો. તેની સામે ક્રિમિનલ કેસ થયો. જજે પૂછ્યું : કેમ, તમે થપ્પડ મારી હતી? મુલ્લાજી ન બોલ્યા. ફરીથી પૂછવામાં આવ્યું. એટલામાં થપ્પડ ખાનાર વ્યક્તિ ત્યાં આવીને ઊભી. એને જોઈને મુલ્લાએ કહ્યુંઃ હા, થપ્પડ મારી હતી. જ: કેટલા જોરથી મારી હતી? મુલ્લા : બતાવું? જજ : બતાવો. મુલ્લાએ તે વ્યક્તિને જોરથી થપ્પડ મારી. જજને કહ્યું: “સાહેબ, આ થપ્પડનો દસમો ભાગ થાય એટલી થપ્પડ મેં મારી હતી. મુલ્લાએ બુદ્ધિનો આવો ઉપયોગ ર્યો હતો. આવી બુદ્ધિએ જ તમારાં જીવનમાં અસ્થિરતા સર્જી છે. પરમાત્માએ બુદ્ધિ જ્ઞાન ઉપાર્જન કરવા માટે દીધી છે; સંસાર ઉપાર્જન માટે નહીં. ભાષાની શુદ્ધિની માત્રા વાણીનો સંયમ, એટલે કે મૌન. અનાવશ્યક બોલવું જ નહીં, મા જેટલું વધારે તેમ કરશો, એટલું સુખ વધુ. ઘર્મમિત્ર દ્વારા પુરુષાર્થથી આત્મા જાગ્રત થાય એ જ શુભ કામના. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રવચન પરાગ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ ૫. સમય ગોયમં મા પમાયએ અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતે પ્રવચનના માધ્યમથી મોક્ષનો પરિચય આપ્યો. દીર્ઘકાલીન સાધનાથી સ્વયં જે કાંઈ પ્રાપ્ત કર્યું, તેને કરુણાભાવથી અને પરમ વાત્સલ્યથી જગતને અર્પણ કરી દીધું. પ્રવચનના માધ્યમથી પરમાત્મા સુધી પહોંચવાની એક પ્રક્રિયા બતાવી. સમય गोयमं मा पमायह । હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ તું ન કર. ગૌતમનાં માધ્યમથી સહુને પ્રમાદ ન કરવા માટે જાગ્રત કર્યા છે. સમય માત્રનો પ્રમાદ જીવન યાત્રાની પૂર્ણાહુતિ કરી દેવા માટે તૈયાર છે. મોટર ચલાવતાં ક્ષણભરની તંદ્રા પણ તમને પરલોક પહોંચાડી દે છે, ત્યારે આ મૂલ્યવાન જીવન ગાડીમાં આપણે સૂતાં કેમ રહીએ છીએ ? ક્લેશ ઝઘડા, ઇર્ષ્યા, આ બધી જ વસ્તુઓ આત્મામાં અજ્ઞાનની નિદ્રા સૂચવે છે. પ્રમાદ દશામાં મૃત્યુ પ્રાપ્ત થાય તો તે મૃત્યુ અનંત મૃત્યુ જન્માવે, અનંત સંસારનું ઍડ્વાન્સ બુકીંગ થઈ જાય. એટલા માટે ભગવંતે શબ્દના પ્રહારથી આત્મજાગૃતિ માટે પ્રવચન આપ્યું. પ્રમાદની હીનતામાં જીવનજાગૃતિ છે. આ જાગૃતિમાં સ્વયંને જોઈ શકાય છે. મહાવીરના ઉપાસક જીવનમાં આત્માને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખશે, તો તે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકશે. જાગ્રત આત્મા જ મૃત્યુના ભયથી રહિત બની શકે છે. મૃત્યુ આજે થાય યા કાલે, જાગ્રત આત્માને એનો કોઈ ભય રહેતો નથી. જાગ્રત આત્મા કહે છે : ‘મને દોષ ન દેતાં, મારા ૫૨ કોઈ દોષારોપણ ન કરતાં, મને બદનામ ન કરતાં, શું હું મૃત્યુથી ડરું છું ? હું મૃત્યુથી ડરતો નથી મહાવીરનો ઉપાસક છું.’ હું For Private And Personal Use Only - લોકો કહેશે : જગત આખું મૃત્યુથી ડરે છે. અને તું જ નથી ડરતો !' ‘હા. તે ઇન્સાન મૃત્યુથી ડરે છે, જેણે જીવનમાં પાપ કર્યું છે, પરમાત્માએ ચીંધેલા માર્ગ અને આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. પણ જેનાં જીવનમાં પાપનો આનંદ નથી પાપ થયા બાદ પાપનો ડંખ છે. તેને મૃત્યુનો ભય સતાવી નહીં શકે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને ગમે તે રીતે પૂર્ણ કરવા આ જીવન નથી !' પરમાત્માના દ્વારે જઈને આપણે યાચના કરવી જોઈએ : ‘મારે સંસારની સમૃદ્ધિ નથી જોઈતી, મારી કોઈ કામના નથી, દરિદ્રતા નથી. હું ભિખારી બનીને તારા દ્વારે નથી આવ્યો, કોઈ પણ કામના લઈને તારી પાસે નથી આવ્યો. મારી એક જ ઇચ્છા છે ઃ અભિલાષા છે : ‘હે પ્રભુ ! મને સમાધિ મરણ દે. આ શક્તિ માત્ર તારી પાસે જ છે. ચિત્તની શુદ્ધતા અને સમાધિ તારી પાસે છે, તે મને પ્રદાન કરો. Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨ પ્રવચન પરાગ પૂ. જ્ઞાનસાગરજી મહારાજને કૅન્સરની વ્યાધિ હતી. પણ તેઓનો સમાધિભવ સુન્દર રહ્યો, અન્તિમ સમયે ચિત્ત વ્યાકુળ ન બન્યું, લોહીની ઊલટી થઈ, તેઓ જાતે હાથમાં કુંડી લઈને બેઠા હતા, શિષ્ય મુનિ હેમચંદ્રસાગરજી આદિ મુનિઓ પણ પાસે હતા. તેઓને હાથના ઇશારાથી સૂચવ્યું કે - મને મહામંત્ર નવકાર સંભળાવો અને પ્રાણ નીકળી ગયા. જોયું ? વ્યાધિ ભયંકર છતાં પણ જાગૃતિ કેવી ? રોગ છે તો શરીરને આત્માને એની અસર ન પહોંચતી જોઈએ, ત્યારે સમાધિભાવ ટકે, મૃત્યુ સુધરે, ગતિ ન બગડે, પણ આના માટે જાતને ઘસતાં શીખવું પડે, સર્વ માટે. અને પરમાત્માનાં ચરણોમાં, ગુરુરાજનોનાં ચરણોમાં સમર્પિત થતાં શીખવું પડે. ત્યારે અન્તિમ સમયે જીવનની સાધનાનું ફળ મળે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી અભિલાષા વ્યક્ત કરનાર પરમાત્મા પાસેથી કંઈક લઈને જ જાય છે. સંસારથી શૂન્ય બનીને પરમાત્મા પાસે આવશો તો પૂર્ણતાથી પરમાત્મા બનીને પાછા ફરશો. પરમાત્મા પાસે ભૂલોનો સ્વીકાર કરનારા સ્વયં પરમાત્મા બનીને પાછા ફરે છે. સાધના દ્વારા પરમાત્માની ઝાંખી મળે છે. ધર્મ શું છે ? આત્મા શું છે ? ધર્મ આત્માનો મિત્ર છે. ધર્મ એક છે પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે નિમિત્ત-પ્રકાર અનેક છે. ધર્મ શુભ વિચારોના સંકલ્પોથી પુષ્ટ બને છે. સત્યથી એને પ્રોટીન મળે છે. સત્યના આચરણથી ધર્મ પુષ્ટ બને છે. કર્મને દુર્બળ બનાવે છે. કર્મમાં આપણે કૅન્સર અને ટી. બી. જન્માવવાં છે, જેથી આરાધના મૂચ્છિત ન બને. આત્મામાં યા આરાધનામાં કૅન્સર ન હોય એનો ખ્યાલ આપણે રાખવાનો છે. એટલે ધર્મની આરાધના કરવી છે. અયોગ્ય શિક્ષા બદલી નાખો સર્વ કાંઈ મળી જશે. એને માટે આપણે વિચારવું છે કે શું બોલવું ? કેમ બોલવું ? ધર્મનો પ્રારંભ મુખથી થાય છે. અને અંતરાત્મામાં તેની પૂર્ણતા મળે છે. એક વાર ધર્મનો પ્રારંભ કરો. તેને માટે પ્રયાસ કરો, તેને ‘મૅકિટકલ' બનાવો, તો આમા પૂર્ણ બનશે. . તમે શું એમ સમજો છો કે તેનું કોઈ મૂલ્ય નથી. તમે શું કરો છો તેની સાથે તેને મતલબ છે. પ્રતિક્રમણને ઘરમાં, દુકાનમાં જીવિત રાખવો એ ધર્મ છે. સામાયિકને વ્યવહારમાં જીવિત રાખવો તે ધર્મ છે. તમારા આચરણથી જ તમારો પરિચય થશે. શબ્દ વિના અનુભવ સહેજમાં પ્રાપ્ત થશે. અત્તરની દુકાનની જાહેરાત કરવા માટે ઢોલ નથી પીટવો પડતો. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવેચન ૫રાગ વિચારમાં અને આચારમાં વિતરાગતા આવે તો આપ સર્વનો પ્રેમ સંપાદન કરી શકો છો. ત્યારે જ તમારી સાધના સુગંધમય અને પ્રેમમય બને છે. સ્વથી સર્વ પ્રાણીમાત્ર સાથે આપણી મિત્રતા હોવી જોઈએ. *મિત્તિ વૈરું મન્ન ન ” “જગતમાં કોઈ સાથે મારે વેર નથી.” આવી ભાવના હોવી જોઈએ. દુર્વિચાર, વાસના અને દુરાચાર એ જ આત્માના ખતરનાક શત્રુ છે. બહારના શત્રુઓ સાથે યુદ્ધ કરનારા સંસારી હોય છે અને અંતર-શત્રુ સાથે યુદ્ધ કરનાર અરિહંત પદને પ્રાપ્ત કરે છે. હૃદયમાંથી પોતાના અંતર-શત્રુઓને નસાડવાનાં છે. એના માટે સહુ પ્રથમ અહંનો નાશ કરવાનો. જીવનમાંથી જ્યાં સુધી અહં નથી ચાલ્યો જતો ત્યાં સુધી જીવનનો વિકાસ રોકાઈ જાય છે. ફૂલ-સ્ટૉપ જીવનનો આવી જાય છે. જીવનસાધનાનું પ્રથમ વાર મુખ-જીભ છે. વાણીનો વ્યવહાર ધર્મમય ન બને તો જીવન-વ્યાપાર ખરાબ બની જશે. અહંને કયાં સુધી સાથે લઈને ચાલશો? અહં રોગ છે, જે વાણીથી પ્રગટ થાય છે. આપણે આદતથી મજબૂર હોઈએ છીએ. ભૂતકાળનાં મડદાં ઉઠાવીને તમે કયાં સુધી ચાલશો ? તમારે આગળ ચાલવું છે, તમારે વિકાસ કરવો છે, તો ભારરહિત બનવાનો પ્રયાસ આદરી. ભૂતકાળમાંથી તમે પ્રેરણા લો, બોજ નહીં. નહીં તો આપનું કાર્ય, આપનો શ્રમ સંઘર્ષ જન્માવશે. ભવિષ્યની કલ્પનામાં તણાઈ જવું એ મૂર્ખતા છે. વર્તમાનમાં આપનું જીવન સત્યમય નહીં હોય, તથ્યમય અને સત્ત્વમય નહીં હોય તો આપનું ભવિષ્ય સાકાર નહીં બને. એટલા માટે આપણે વર્તમાનમાં શ્રમ કરવો છે – જીવન જીવવું છે. ભૂતકાળમાં ડૂબવું નથી અને ભવિષ્યકાળમાં વહેવું નથી. વર્તમાનના પ્રશસ્ત પ્રયાસમાં જીવનનું સુંદર ભવિષ્ય છુપાયું છે. જે વર્તમાનમાં સુંદર આરાધના – સાધના કરે છે તે પોતાને માટે ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરે છે. પરંતુ તમારું વર્તમાન જીવન દુર્વિચાર-વાસના અને વિકારનું “ગોડાઉન' બનેલું છે. એને સહુ પ્રથમ સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરો. બાહરની ગટરો તો સ્વચ્છ કરાવીએ છીએ પણ આપણાં અંતરની ગટરો સાફ કરવા માટે હરિજન બનો. અંતરની શુદ્ધિ સર્વ પ્રથમ કરવી ઘટે. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪. પ્રવચન પરાગ ભિખારી કલ્પનાના તરંગમાં ચાલે છે. તેની પાસે માત્ર ફયુચર પ્લાન્સ હોય છે – તેનું ભવિષ્ય અસ્પષ્ટ હોય છે. ખુદા પાસે દરિદ્રતા લઈ ને જશો તો ત્યાં સન્માન નહીં મળે. બપોરનો સમય હોય, શેક્સાહેબ આરામ કરતા હોય, તે સમયે કોઈ ભિખારી આવે ને પૈસા માગે તો શેઠ શું કરે છે? પાંચદસ પૈસા દઈને એને કાઢી મૂકે છે. તમે પણ પ્રભુ પાસે દરિદ્રતા લઈને જશો તો કાંઈક દઈને આપને પણ કાઢી મૂકશે. આ માર્ગ પ્રશસ્ત નથી. ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. આપનું લક્ષ્ય આત્મપ્રાપ્તિનું હોવું જોઈએ, ભૌતિક વૈભવ તો “બાય પ્રોડકટ' છે. આપ પ્રભુના મંદિરે જાઓ અને ડબલ રોલનું નાટક કરો, મુખથી શાંતિનાથ પ્રભુને મનમાં પ્રાર્થના કરો અને અંદરમાં પ્રાર્થના ચાલતી હોય કે કપાસિયા ગોળ મોંઘાં કરો ! પરમાત્મા તો સર્વજ્ઞ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણનાર છે. તેનાથી કાંઈ જ છુપાયેલું નથી. ' ડૉકટર પાસે રોગ છુપાવશો તો ઇલાજ નહીં થાય. પરમાત્મા પાસે પાપને પ્રગટ નહીં કરો તો પાપ નષ્ટ નહીં થાય. ભગવાનને ઠગવા મુશ્કેલ છે. તે સર્વ પદાર્થોનો, સર્વ પર્યાયોના ભાવો જાણે છે. મનના તરંગો પણ દેખે છે. એક ભિખારી ફૂટપાથ પર સૂતો હતો. ત્યાંથી લગ્નનો એક વરઘોડો જઈ રહ્યો હતો. સુંદર વરઘોડો જોઈને ભિખારી મનમાં વિચાર કરે છે – મને સ્ટેટ લૉટરી લાગી જાય, અને પહેલું ઈનામ મળી જાય, તો દસ લાખ મને મળશે. હું વેપાર કરીશ, વેપારમાં મને સરસ પ્રૉફિટ મળશે. પછી મારા લગ્નમાં આનાથી પણ સરસ વરઘોડો કાઢીશ. ભિખારી ઝવેરીની દુકાનની સામે સૂતો હતો. દિવસમાં જે વિચાર તે ભિખારી કરતો રહ્યો તે વિચાર રાતમાં તેના સ્વપ્નામાં આવ્યો. ભિખારીને સ્વપ્ન આવ્યું કે લૉટરી લાગી ગઈ. દસ લાખ રૂપિયા મળી ગયા. મોટો બંગલો ખરીદી લીધો. અમીરને ઘેર તેની સગાઈ નક્કી થઈ ગઈ. ઠાઠ-માઠથી તેનો વરઘોડો નીકળ્યો. સવારે જે વરઘોડો જોયો હતો, તે વરઘોડો, તે જ દશ્ય તેની સામે આવ્યું. ફરક માત્ર એટલો જ હતો કે ઘોડા પર સ્વયંને જોયો. વરઘોડો લગ્ન-મંડપમાં આવી ગયો. લગ્નવિધિ થઈ ગઈ. ચાર ફેરા ફરી લીધા. હસ્તમેળાપનો સમય આવી ગયો. હવે સમસ્યા આવી. સ્વપ્ન આખરે સ્વપ્ન હોય છે. હસ્તમેળાપ માટે હાથ આગળ વધે છે. પત્નીનો હાથ તો હાથમાં આવતો નથી. ભિખારી હાથ આગળ ને આગળ કરે છે. રાત્રિમાં પોલીસ-રોન ચાલુ હતી. ભિખારીનો હાથ આગળ વધતો હતો, ત્યાં ઝવેરીની દુકાનનું તાળું હતું. પોલીસે વિચાર્યું કે આ કોઈ ગુંડો લાગે છે. પોલીસ ત્યાં નજીક આવી અને તેણે દંડાથી ભિખારીના હાથ પર જોરદાર ફટકો માર્યો. ભિખારી જાગી ગયો. ભિખારી પોલીસને કહે છે : “તું બે મિનિટ મોડું કરત તો કમસે કમ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫" પ્રવચન પરાગ હસ્તમેળાપ તો થઈ જાત !' પોલીસ કહે છે : “સ્વપ્નમાં લગ્ન કરવા નીકળ્યો તો અંજામ એ આવ્યો કે પોલીસનો દંડો ખાવો પડ્યો. ખરેખર લગ્ન કરીશ તો કેટલા દંડા ખાવા પડશે?” દિવસનો આચાર અને વિચાર સ્વપ્નમાં આવશે. એક કપડાંનો વેપારી હતો. એક દિવસ દુકાનમાં સરસ સેલ થઈ. ગ્રાહકોની એવી તો ભીડ થઈ કે આખો દિવસ એ વેપારી કપડાં ફાડતો જ રહ્યો. એક મિનિટની પણ ફુરસદ એને ન મળી. રાતના એને તેનું જ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એ કપડાં ફાડતો જ રહ્યો. સવારે એણે ઊઠીને જોયું તો પોતાનું ધોતિયું ફાટેલું હતું ! સ્વપ્નમાં કોઈ સત્ય નથી હોતું. સંસાર પણ સ્વપ્નવત્ છે. આંખ ખોલીને બન્દ કરો એટલી વારમાં અનેકની જીવન લીલા શરૂ થઈ જાય, નિરોગી રોગી બને, ક્રોડપતિ રોડપતિ પલકારામાં બની જાય છે. કલ્પનામાં પણ તણાવું નહીં. આપણે વર્તમાનમાં રહેવું છે. વિચારોને આચારમાં લાવવા છે. મનની વાસના બહારથી નુકસાન કરે ત્યા ન કરે, પરંતુ અંતરમાં તો નુકસાન કરે છે. મહાવીર છદ્મસ્ત અવસ્થામાં હતા. પૂર્ણતા પ્રાપ્ત નહોતી થઈ. મહાવીર તો મૌન રહેતા હતા. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થઈ ત્યાં સુધી મહાવીરે મૌનની ભૂમિકામાં જ સાધના કરી. મૌનમાં સ્થિરતા છે. જ્યાં સ્થિરતા છે ત્યાં આત્મવિકાસ છે. પછી ત્યાં પૂર્ણતા પ્રગટ થાય છે. આંતરમાં છુપાયેલ અપાર સંપત્તિ લાધે છે ચિત્તની ચંચલતા નષ્ટ થયે. સાધના – ચિત્તની સ્થિરતા માટે કરવાની છે, કર્મોનો ક્ષય ચિત્તની સ્થિરતામાં, શુભ મન, વચન અને કાયાના યોગમાં થાય છે. - બીજાનું અહિત અને બૂરું વિચારવામાં પણ કર્મો આત્માને વળગે છે જે ભારેપણું અને કાલિમાનો જ વધારો કરે. પાપની કાલિમા અતિ ખતરનાક હોય છે, તેને દૂર કરવાં – પ્રતિક્રમણ સાધના છે. પ્રતિક્રમણનો અર્થ છે – પાછા ફરવું. પાપપ્રવૃત્તિથી પાછા ફરવું એ પ્રતિક્રમણ છે. જે વ્યક્તિ સમત્વમાં આવે છે, તેને શાંતિ-વિશ્રામ મળે છે, માનસિક સંઘર્ષ દૂર થાય છે. પ્રતિક્રમણમાં – “ઠાણેણં મોણેણં' બોલો છો તેનો અર્થ છે – વિતરણ કાર્ય. આત્માથી, વિચારથી, દ્રવ્યથી, ભાવથી સ્થિર થવું અને મૌનથી અને ધ્યાનથી સાધના કરવી. પ્રથમ સ્થિરતા. પછી મૌન અને પછી ધ્યાન. ધ્યેયનો સ્વીકાર એ તે ધ્યાન છે. જન સવાર્થ સધિયે' -- મૌનથી સર્વ કાંઈ પ્રાપ્ત કરી શકો છો. મૌનથી કલેશ અને સંઘર્ષ દૂર થાય છે. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ પ્રવચન ૫રાગ મૌન જીવનનું પરમ મિત્ર છે – પરમ સહાયક છે. મૌન ધર્મની ચેતના છે. મૌન આધ્યાત્મિક અને વ્યાવહારિક સ્કૂર્તિરૂપ છે. ભાષાનો અલ્પ ઉપયોગ કરવાની કલા પ્રાપ્ત કરશો તો અંતરાત્માની સુંદરતા વધશે. જ્યાં સુધી તમે બોલતા રહેશો, ત્યાં સુધી જીવનમાં કોઈ તમને અનુકૂળ નહીં બને. અંતરાત્મામાં – સ્થિરતા આપને કદી પ્રાપ્ત નહીં થાય. - સાધનાની પૂર્ણતા માટે શબ્દની કોઈ જરૂરત નથી. સર્વોચ્ચ સ્થિતિનો પરિચય મૌનમાં નિઃશબ્દની સ્થિતિમાં જ થાય છે. આ સ્થિતિમાં અહિંસા પ્રતિષ્ઠિત થાય છે. વ્યવહાર પ્રેમપૂર્વક થાય છે. ત્યાં એટ્રેકશન ઑફ લવ.” કામ કરે છે. પરમાત્માની વાણીનો ચમત્કાર અભુત હોય છે. ભૂખ અને તૃષ્ણા ભૂલી જાય છે લોકો પરમાત્મા જ્યાંથી વિચરે છે ત્યાં અને ત્યાંના પરિસરમાં હિંસક પ્રાણી પણ અહિંસક બને છે. સુવિચાર પરમાણુનું આ પરિણામ છે. એક ગામમાં એક સાધુ હતા. પરમ સાધક હતા. જિતેન્દ્રિય હતા. બહુ ઓછું બોલતા. વધુ વખત તો મૌન જ રહેતા. લોકોએ આગ્રહ કરીને તેને કાંઈક બોલવા વિનંતી કરી. મહારાજે કહ્યું : “મારે કાંઈ બોલવું નથી.” ચાતુર્માસનો દિવસ આવ્યો. લોકોએ ફરી આગ્રહ કર્યો. કાંઈક ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. આટલો આગ્રહ જોઈએ મહારાજને થયું કે કાંઈક બોલું. પ્રેમથી આટલો આગ્રહ થયો તો ફરી વિનંતીનો સ્વીકાર કરવો પડ્યો. મહારાજ તો સાધનામાં પહોંચી ગયા હતા તેના આચારમાં વિચાર પ્રગટતા હતા. મહારાજજીએ મંગલાચરણ કર્યું. લોકોની પ્રવચન સાંભળવાની બહુ દિવસથી પ્રતીક્ષા હતી. લોકોએ વિચાર્યું, આજ તો ઉપદેશામૃત મળશે. આજે અમારી તૃપ્તિ પૂર્ણ થશે. મહારાજ દિલ ખોલીને બોલશે. એવા આશયથી ઘણા લોકો પ્રવચન સાંભળવા આવ્યા હતા. પ્રવચન સાંભળવા સૌ આતુર હતા. મહારાજે ખૂબ શાંતિપૂર્વક એક સવાલ કર્યો – “મારે એ જાણવું છે, કે આપ સૌને પરમાત્મા પર વિશ્વાસ છે?' લોકો વિચારમાં પડી ગયા. મનમાં વિચારવા માંડ્યા કે આ કેવો સવાલ છે? “શું આપણે વિશ્વાસ વગર મંદિરમાં આવીએ છીએ? લોકોએ કહ્યું : “હા મહારાજ અમારો પરમાત્મા પર વિશ્વાસ છે.” મહારાજે કહ્યું : “સર્વ માન્યમ્ વ્યાખ્યાન પૂર્ણ થઈ ગયું. લોકોએ પૂછયું : “મહારાજજી, આ કેવી રીતે ? આપે તો એક સવાલમાં જ પ્રવચન પૂર્ણ કરી નાખ્યું ?' મહારાજજીએ કહ્યું : “મારે જે વાત તમને બતાવવી હતી, તેને તો આપ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ પહેલેથી જાણો છો. તો પ્રવચનમાં વ્યર્થ સમય વ્યય કરવામાં શો લાભ? એના કરતાં તો અંતર્મુખ સાધનામાં લીન બનવું સારું.” થોડા દિવસ પછી લોકોએ ફરી આગ્રહ કર્યો : “આજ મંગળ દિવસ છે. કાંઈક ઉપદેશ આપો.' લોકોનો આગ્રહ જોઈને મહારાજે સંમતિ દઈ દીધી આ વખતે પણ લોકો આશા લઈને આવ્યા હતા. પ્રવચન સાંભળવાની મોટી જિજ્ઞાસા લઈને આવ્યા હતા. મોટી સંખ્યામાં શ્રાવક એકઠા થયા હતા. મહારાજજીએ પુનઃ એ જ સવાલ કર્યો. શું આપ સૌને પરમાત્મા ઉપર વિશ્વાસ છે?' લોકોએ જવાબ આપ્યો – “ના મહારાજ !' પહેલાંનો અનુભવ લોકોને હતો. એટલે સર્વ જાગ્રત હતા. મહારાજને જવાબ શું દેવો એ વિચારી, રેડીમેડ જવાબ લઈ આવ્યા હતા. જવાબ સાંભળીને મહારાજ સાહેબે મંગલાચરણ સંભળાવ્યું. લોકો તો વિચારમાં પડી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે “આ પ્રવચનની કેવી રીતે છે? પ્રવચન બંધ કરવાનું શું રહસ્ય હશે ?' મહારાજજીએ કહ્યું : “મારા સંયમી જીવનમાં હું આટલા પ્રયત્ન કરું છું પરંતુ મેં જે મેળવ્યું નથી તે આપે પ્રાપ્ત કરી લીધું છે. આપે પ્રયાસ કર્યો છે. અને આપને સૉલ્યુશન મળી ગયું છે. આપને કહેવા જેવું હવે મારી પાસે શું છે ? આપ સર્વને મારા ધન્યવાદ.” એક બીજો ચાન્સ પણ હાથમાંથી ચાલ્યો ગયો. ચાતુર્માસ પૂર્ણ થઈ ગયા. મહારાજને વિદાય દેવાનો સમય આવી ગયો. લોકોએ મહારાજજીને આગ્રહ કર્યો. મહારાજે કહ્યું : “પ્રવચન આપીને જઈશ.” મહારાજ મંગલાચરણ બોલ્યા અને ફરી એ જ સવાલ કર્યો : “પરમાત્મા ઉપર આપને વિશ્વાસ છે?' આ વખતે લોકો સાવધાન હતા. હા યા ના કહેશે તો મહારાજ તરત જ મંગલાચરણ કરી દેશે. સર્વ લોકોએ વિચાર કરીને એક રસ્તો કાઢ્યો – એ બે ભાગે વહેચાઈ ગયા. એક ભાગે કહ્યું : “હા.” અને બીજાઓએ કહ્યુઃ “ના.” લોકોએ વિચાર્યું હવે તો મહારાજે કાંઈક બોલવું પડશે. મહારાજજીએ મંગલાચરણ કર્યું – પ્રવચન પણ બંધ કર્યું લોકો આશ્ચર્યમાં ડૂબી ગયા. લોકોએ મહારાજને પૂછયું : “મહારાજજી, આજ પણ આપે તરત જ પ્રવચન બંધ કરી દીધું, એનું શું રહસ્ય છે? મહારાજ બોલ્યા : “પ્રવચન એ પણ એક પ્રપંચ છે. તે પણ ઘણીવાર પતનનું કારણ બની જાય છે. તમારા આગ્રહથી જ હું પ્રવચન કરવા તૈયાર થઈ ગયો. પરંતુ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ પ્રવચન પરાગ તમને કહેવા જેવું મારી પાસે કાંઈ નથી ! આપનામાંથી જે લોકો જાણે છે, તેના દ્વારા જે નથી જાણતા તે ગ્રહણ કરી શકે છે. તમારામાં લગભગ અરધા લોકો પરમાત્મા પર વિશ્વાસ કરનારા છે, તેની પાસેથી તમે ગ્રહણ કરી લો. તમે સૌ જાણી જશો. ઇચ્છા તૃષ્ણાના અભાવે આપ કોઈ પણ મુશ્કેલીથી બચી શકો છો, માર્ગ સરળ બને છે. અને સ્યાદ્વાદથી સર્વ દિશાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી શકાય છે. માનવ માત્રની જ્ઞાનવૃત્તિ સામાન્ય અધુરી હોય છે અને એને જ છેવટની માની બેસે છે, પણ સ્યાદ્વાદ સમન્વયની ભૂમિકા પર આધારિત છે. એનાથી આપણે સંઘર્ષ મિટાવી શકીએ છીએ. સમાધાન પ્રાપ્ત કરી શકીએ છીએ. સમ્રાટ અકબર અને આચાર્ય સૂરીશ્વરજી મહારાજનો બહુ જ નિકટનો સંબંધ હતો. તેનું વર્ણન અબુલ ફઝલે “આઈને અકબરી' ચોપડીમાં સરસ રીતે કર્યું છે. જગતુ-ગુરુની મહાન પદવી સમ્રાટ અકબરે આચાર્ય હિરસૂરિશ્વરજી મહારાજને આપી છે. આચાર્ય મહારાજનું સ્વાગત કરવા માટે સમ્રાટ અકબર ઉઘાડા પગે ગયા હતા. આ સ્વાગતમાં છ લાખ લોકો હતા.' દુનિયામાં જ્યાં ત્યાગ હોય છે, તેમનું સન્માન હોય છે. જ્યાં સોનું હોય છે ત્યાં જ એનું મૂલ્ય કરવામાં આવે છે. સમ્રાટ અકબરે મહારાજ આચાર્ય હિરસૂરિશ્વરજીને એક સવાલ પૂછ્યો : “મહારાજજી, આપ ઇશ્વરના નામની માળા કરો છો ત્યારે માળાના મણકા અંદર લો છો, અને અમારે ત્યાં માળાના મણકા બહાર કાઢીએ છીએ – તો તેમાં સાચી પદ્ધતિ કઈ છે? હિરસૂરિશ્વરજી મહારાજ સાહેબે કહ્યું: “બંને પદ્ધતિ સાચી છે' સત્ય એક જ છે – તેનો પરિચય અનેક રૂપે દઈ શકાય છે. કોઈ પૂછે છે : “સમય શું થયો ?' કોઈએ જવાબ આપ્યો : “નવ અને ત્રીસ મિનિટ થઈ. બીજાએ કહ્યું : દસમાં અરધો કલાક ઓછો છે. બંને સાચા છે. અમે માળાના મણિ અંદર લઈએ છીએ. એનો મતલબ એ છે કે અમે સગુણોને બહારથી અંદર લઈએ છીએ અને દુર્ગુણોને બહાર રાખીએ છીએ. તમે ખુદાનું સ્મરણ કરતી વખતે, મણકા બહાર કાઢો છો – એનો અર્થ એવો છે, કે તમે દુર્ગુણોને બહાર કાઢો છો, સદ્ગણોને અંદર લો છો. બસ, માત્ર જોવાની દૃષ્ટિ અલગ છે - બંને સત્ય છે. મૌનપણે કરેલી સાધના પૂર્ણ બને છે. મૌન એ વિચાર માટે શક્તિ છે. સ્વયં પર નિયંત્રણ આવે છે. એટલા માટે ભાષાનો ઉપયોગ “સ્તોક' યાને અલ્પ જ કરવો જોઈએ. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯ પ્રવચન પરાગ મૌનથી સંઘર્ષ દૂર ચાલ્યો જાય છે. જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. આત્મચિંતન માટે મૌનથી બળ મળે છે. “અખાણ વોસિરામિ' આનો અર્થ છે – સંસારમાંથી મુક્તિ. આત્માનું વિસર્જન કરવું. સંસારથી રાજીનામું. કાયાને ભૂલી જવી. બોલતાં પૂર્વે વિચારવું જોઈએ; સમજવું જોઈએ. મૌનથી સમજવા માટે યા વિચારવા માટે અવકાશ મળે છે. ટૉલસ્ટૉયે કહ્યું છે : Life of a man is a field of battle'. માનવજીવન યુદ્ધનું મેદાન, ત્યાં અશાંતિ છે. સાઘનાથી અશાંતિ નષ્ટ થાય છે. શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યાં કલેશ ત્યાં અશાંતિ, ત્યાં વૈચારિક મતભેદ અને અહંનો જન્મ, જ્યાં અહં પ્રવેશ કરે છે ત્યાં અજ્ઞાન અંધકાર વધે છે. બોલવાથી ક્લેશ જન્મે છે – મૌનથી શાંતિ. સાધકનું લક્ષ્ય સ્વ-ઘર તરફ હશે તો જરૂર તે સાધ્ય સુધી પહોંચી શકશે. ઘરનો અર્થ આત્મા. ઈદ્રિયોનો ધર્મ લડવાનો છે, સંઘર્ષ કરવાનો છે. આત્માને ઈદ્રિયોથી – તેના કારણે જન્મનારા કષાયોથી સ્વયં બચાવવાનો છે. સંસાર બળી જાય, પરંતુ તેમાં આત્મા ન દાઝે એનું ધ્યાન રાખવાનું છે. સંઘર્ષનું નામ છે સંસાર. સંસાર-કષાય એ જ્વાળા છે. ક્રોધનો, ક્લેશનો જન્મ વાણીના અવિવેકથી થાય છે. સાધનામાં પ્રવેશ કરવો છે તો પ્રથમ મૌનની ભૂમિકામાં પ્રવેશ કરો. અહંનું વિસર્જન કરો. અહં પછી નાડાંની ભૂમિકા આવે છે. તેના પછી સવાલ જન્મે છે – કોડહં? હું કોણ છું ? એના ચિંતનમાં જ ચિંતન સમાપ્ત થશે. અંતમાં “સોડહં'ની ભૂમિકા આવશે. “સોડહં' એ પરમ મિત્ર છે, આપણો પરમાનંદ છે. મિત્રને મળવા માટે એક વ્યક્તિ ગઈ. એણે દરવાજા પર ટકોરા માર્યા. અંદરથી અવાજ આવ્યો – કોણ ? મિત્રે જવાબ આપ્યો, “હું છું.' અંદરથી કોઈ જવાબ ન આવ્યો. દરવાજો બંધ જ રહ્યો. ગને પાછું જવું પડ્યું. બીજે દિવસે પણ આમ જ બન્યું. ફરી મિત્ર આવ્યો. મિત્ર મનમાં વિચાર કરે છે કે મિત્ર હોવા છતાં પણ અંદરથી જવાબ કેમ નથી આપતો? ચોથે દિવસે મિત્રએ જવાબ આપ્યો – “તું છો !' દરવાજો ખોલ્યો. આ જવાબ દાર્શનિક છે. મિત્રના જવાબમાં ભેદ ન રહ્યો. ભેદનું વિસર્જન થતાં જ સત્યના દરવાજામાં પ્રવેશ મળી ગયો. “હું” ને પરમાત્માની મુલાકાત નથી થતી. અહંની ભૂમિકાનો નાશ થતાં જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ પ્રવચન પરાગ “નાહં થી બહાર નીકળો; “કોડાં' પ્રાપ્ત થશે. કોણ છો ? હું છું હું એ સ્વયંનું પ્રતીક છે. “હુંમાં રહસ્ય છુપાયું છે. “હું” એ આત્માનું પ્રતીક છે. હું' શબ્દ ગુજરાતીમાં કેવી રીતે લખાય છે ? આર્ય લિપિ પણ આત્માને જાગ્રત કરે છે. આજે આપણામાં ભાષાજ્ઞાન નથી. ધર્મ-વિજ્ઞાનની ખબર નથી. બ્રાહ્મી લિપિપદ્ધતિ આદિનાથ ભગવંતે બનાવી છે. દશાંક પદ્ધતિ, શિલ્પ પદ્ધતિ આદિનાથ ભગવંતે બનાવી છે. શિલ્પ કલા પણ સર્વ પ્રથમ કુંભ દ્વારા આદિનાથ પ્રભુએ બતાવી છે દુનિયાને. કુંભ મંગળ શા માટે છે? સર્વ પ્રથમ ઋષભદેવે કુંભની રચના હાથેથી કરી એટલા માટે એને મંગળ માનવામાં આવે છે. શબ્દોના અર્થમાં જવાથી તેનાં રહસ્યોની જાણ થાય છે. હું તમને બાબુસાહેબ કહું તો કેટલો આનંદ થશે! પ્રસન્ન થશો. પરંતુ બાબુસાહેબ શબ્દ કેમ બન્યો? ખબર છે ? અંગ્રેજ ભારતમાં આવ્યા. તેમણે કલકત્તા, બંગાળ વગેરે જગ્યાઓ પર ઇસ્ટ ઈડિયા કંપનીની સ્થાપના કરી. ત્યાં પોતાની કોઠી શરૂ કરી. આ કંપનીમાં તેમણે સ્થાનિક લોકોને કલાર્કની નોકરીમાં લીધા. બંગાળનું હવામાન ખરાબ હોય છે, કે ત્યાં સરસોં તેલનું મર્દન કરવામાં આવે છે. તે સમયે ઍર-કૂલર નહોતાં. સ્થાનિક મુનીમ અંગ્રેજ અફસરોને મળવા જતા હતા. અભક્ષ્ય ખાણાથી મુનીમ લોકોના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી. બંગાળમાં તેને ઉર્દૂ ભાષામાં “બદબૂ' કહે છે. અંગ્રેજો જ્યારે પણ મુનીમ લોકોને બોલાવતા ત્યારે બદબૂ નામથી જ પુકારતા. એ બદબૂ અહીં આવ, એવા તિરસ્કારથી જ બોલાવતા હતા. બાદમાં બદબૂ શબ્દનો અપભ્રંશ “બબૂ' શબ્દ બની ગયો. બબૂ શબ્દ અંગ્રેજીમાં “Babu' એવો લખાય છે. આ શબ્દનું ઉચ્ચારણ બાદમાં “બાબુ” એવું થઈ ગયું. પછી તો “બાબુ' શબ્દ રૂઢ બની ગયો. હું તમને બાબુ કહું તો કેવું લાગે ? પરંતુ હવે બાબુ શબ્દને સંસ્કાર મળી ગયા છે. હવે બાબુ શબ્દનો ઉપયોગ આદરભાવથી થાય છે. હું” શબ્દ પરમાત્માનું પ્રતીક છે. આ શબ્દ પરમ શુદ્ધ છે. આ શબ્દમાં સંગીત છે. “હું” શબ્દ કેવી રીતે લખાય છે? પહેલાં આઠ બાદમાં પછી નવ અને નીચે સાતડા રૂપે “ઉ”ની માત્રા અપાય છે. કુલ ૨૪. હું બને બધા મળીને ચોવીસ થાય છે, ૨૪ અવતાર છે, ચોવીસ તીર્થંકર છે, ચોવીસ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧ પ્રવચન પરાગ બુદ્ધ છે. હું પણ એમાંનો જ છું – એનાથી બહારનો નથી. આ મહાપ્રાણ “હ” મોક્ષનું સૂચન છે. - આત્માના પરિચયથી સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ આત્મ-પરિચયથી દૂર રહેશો તો ૭નો અંક એવું સૂચિત કરે છે કે આપને નીચે નારકીમાં જવું પડશે. જ્યાં મૌનની પૂર્ણતા હોય છે ત્યાં વિવેકનું પ્રતિષ્ઠાપન હોય છે. વિવેક મધુર હોય છે. વિવેકપૂર્ણ શબ્દોમાં સ્વાદ આવે છે. વિવેકમાં નિપુણ બનવાથી આપને લાભ થશે. સફળતા મળશે. ખોટ કદી નહીં જય. - વિવેકી વ્યક્તિ વિચાર કરીને બોલે છે. વસ્તુ એક પણ એને જાણવાના માર્ગ અનેક હોય છે. એટલા માટે બૌદ્ધિક, નિપુણતા, કુશાગ્રતા હોવી જોઈએ. હું જે પણ કાંઈ બોલું છું, એનાથી મારા આત્માને કાંઈ લાભ થવાનો છે કે નહીં તેનો વિચાર થવો જોઈએ. આ વિવેક જે જીવનમાં આવશે તો કર્મોનો મૂળથી ઉચ્છેદ થાય. જે વ્યક્તિને આત્માનો પરિચય થઈ જાય છે તે પછી સંસારના ચક્કરમાં નથી આવતો. લોકો બુદ્ધિનો ઉપયોગ કેવો કરે છે? અંગ્રેજોનો જમાનો હતો. એક અંગ્રેજ અફસરનો ઘોડો ગુમ થઈ ગયો. સિપાઈ ઘોડાની ખોજમાં બજારમાં ઘૂમી રહ્યો હતો. તેમણે એક વણિકને ઘોડા વિશે પૂછ્યું. વણિકે કહ્યું : “આ તરફ થોડી વાર પહેલાં એક ઘોડો ગયો છે.' સિપાઈઓએ એને કહ્યું: “અમારી સાથે ચાલ અને ઘોડો ક્યાં છે તે બતાવ.” વણિક તો દુકાનમાં એકલો હતો. સિપાઈઓ તો એને સાથે લીધા વિના જવા માટે રાજી નહોતા. સિપાઈઓએ કહ્યું : “જો અમારી સાથે નહીં આવે તો બરાબરની મરમ્મત કરી નાખશું.” વણિક મનમાં વિચારે છે – મેં તો ભલાઈથી કહ્યું એનું આ પરિણામ આવ્યું. પણ તે બડો હોશિયાર નીકળ્યો. વણિકે કહ્યું : “ઘોડો સફેદ હતો?' સિપાઈ : “હા સફેદ જ હતો.' વણિક : સફેદ હતો અને એના માથા પર શિંગડું હતું? સિપાઈ : આ તું શું બકે છે ? ઘોડા કે ગધેડા પર કદી શિંગડું હોય ખરું ? તે કોઈ બળદ જોયો હશે. સિપાઈઓ ચાલ્યા ગયા. બુદ્ધિનો ઉપયોગ કર્યો વણિકે. આત્મા માટે આપણે બુદ્ધિનો કેટલો ઉપયોગ કરીએ છીએ? મોહ, માયા અને કર્મથી મૂચ્છિત. આત્માને જાગ્રત કર્યો છે? For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ આ પ્રવચન એક “કલાસ' છે. ચાતુર્માસમાં પ્રવચન સંભળાવવામાં આવે છે. જ્ઞાનપંચમીએ હું પેપર કાઢીશ. મારે જવું છે, કે મારો ચાર માસ સુધી કરેલો શ્રમ નિષ્ફળ તો નથી ગયો? પેપર જેવાથી ખબર પડી જશે. હું મહેનત કરું છું. મારો સ્વાધ્યાય કરું છું. હું ઈચ્છું છું કે મારો શ્રમ ખોટમાં નહીં જાય. ચાતુર્માસમાં ચાર મહિના સુધી મારું પ્રવચન સાંભળ્યા પછી પૂછું કે : “સંસાર કેવો છે?' એક કહેશે : ખૂબ ખરાબ. બીજો કહેશે રહેવા જેવો નથી. ત્રીજો કહેશે : અતિ કટુ. દુઃખદાયી. ચોથો કહેશેઃ અતિ દર્દમય–વેદનામય. પાંચમો: અતિ ખતરનાક. સર્વનું કહેવું સમાન હશે. હું કહું : “અગર સંસાર કટુ છે, ખરાબ છે, દુઃખમય છે, રહેવા જેવો નથી તો કાલે મારો વિહાર છે મારી સાથે ચાલો.' કોઈ આવશે? મારે આચરણ જોઈએ છે – થિયરીમાં નહીં પ્રેક્ટિકલ હોવું જોઈએ. વૃક્ષ તરફ જુઓ : વૃક્ષ પર જ્યારે ફળ આવે છે ત્યારે પોતે પડી જાય છે. તેને તોડવું પડતું નથી. આ ફળમાં સ્વાદ હોય છે. મીઠાશ હોય છે. કાચાં ફળને તોડવાં પડે છે. વિચારોમાં પરિપકવતા આવે તો સંસાર સહજ છૂટે. તમારા વિચારોમાં પરિપકવતા લાવવી એટલા માટે મારો આ કૅમ્પ છે. સમ્યગુ રીતે શ્રવણ કરવાથી એ આવ્યા વિના રહેતી જ નથી. સંસારમાં રહેવું તે પણ કલા છે. નાવ પાણીમાં જ તરે છે. પાણી નાવમાં ન જાય એને માટે સારું વેલ્ડિંગ કરવું પડે છે. જ્યાં સુધી પાણી નાવની બહાર છે ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ પાણી જેવું નાવમાં આવશે ત્યારે નાવ ડૂબે. સંસારનું પાણી જ્યાં સુધી મનરૂપી નાવની બહાર છે ત્યાં સુધી જોખમ નથી. જ્યારે સંસારનું પાણી મનરૂપી નાવમાં પ્રવેશ કરશે, ત્યારે તો સર્વનાશ જ હશે. આ દુર્ઘટના ન થાય એને માટે આત્મારામ શેઠે સાવધાન રહેવું પડશે ! ૬. પરમાત્માની વાણી અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્માએ પ્રાણીમાત્રના કલ્યાણ માટે પ્રવચન દ્વારા ધર્મનો પરિચય દીધો. વ્યક્તિગત જીવનનો આધાર વાણી છે. વ્યવહારનો આધાર વાણી છે. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ પરમાત્માની વાણી પૂર્ણ છે, શુદ્ધ છે, રાગ-દ્વેષ રહિત છે, શાપ નહીં પરંતુ આશીર્વાદરૂપ છે. પરમાત્માએ સ્વયંની સાધના પછી કેવળજ્ઞાનમાં જે જોયું, જે પ્રાપ્ત કર્યું તે સંપૂર્ણ પ્રાણીમાત્ર માટે કરુણાની ભાવનાથી, કલ્યાણની ભાવનાથી અર્પણ કર્યું. પરમાત્માની વાણીમાં કાંઈ પણ વધુ – અતિ નથી. અશુભ વૃત્તિ નથી માત્ર શુદ્ધ તત્ત્વ છે. તે રૂચિકર છે, અપૂર્વ, પ્રભાવી છે. અગર તેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ થાય તો તે શ્રવણની – સાધના વિરક્ત ભાવના જન્માવશે. અને મોક્ષની ભૂખ નિર્માણ કરે છે તે છે પ્રભુનો વચનાતિશય. તેમાં એક રીતની વિશેષતા છે. તેમની વાણીમાં પ્રેમનું આકર્ષણ છે. રાગ-દ્વેષના અંશ-માત્ર પરમાણુ નથી. સમ્યક પુરુષાર્થ તે ધર્મ સ્વયને પ્રાપ્ત કરવા માટે તીવ્ર પુરુષાર્થ કરવો તે ધર્મ. ચાર પુરુષાર્થ બતાવાયા છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મપુરુષાર્થથી પરમ શુદ્ધ તત્ત્વ મળી શકે છે. વિતરાગ દશા પ્રાપ્ત કરવા માટે પ્રવચનનું પ્રેશર (દબાણ) જોઈએ. ભાવ સ્થિર રહેશે તો વિતરાગતા પ્રાપ્ત થશે. ભાવ અને ભાવના વિના મોક્ષ નહીં મળે. જે ભાવના પ્રવચન દ્વારા હંમેશાં મળે છે. ૩૦૩ રાઈફલની ગોળી નાની હોય છે છતાં તેની તીવ્ર ગતિ હોય છે. વિચારનો વિસ્ફોટ શુભ વિચારોનો વિસ્ફોટ થાય, તો એક ક્ષણમાં મોક્ષ મળી જાય. તેથી વાણી-વ્યાપાર આત્મા માટે કલ્યાણકારક છે. તેને માટે પરમાત્માએ પ્રવચન દીધું. માત્ર આત્મદૃષ્ટિ પ્રત્યેકને મળે અને જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય તે જ ઉદેશ છે. પરમાત્માની પ્યાસ જેને લાગે છે, તે વ્યક્તિ સ્વયં અહંનું વિસર્જન કરે છે. ઉપાસના ઉપાસના માટે સર્વપ્રથમ મંત્ર “નવકાર છે. તેમાં સર્વ આત્માઓને વંદન કરાયાં છે. તેમાં કોઈ તીર્થકરને નહીં, બલ્ટ જેનામાં વિતરાગના ગુણો છે તે સર્વને, જેઓએ કર્મશત્રુઓ રાગ-દ્વેષ જીતી લીધા છે તે સર્વને વંદન કર્યા છે. કલર ચિકિત્સા અને રત્ન ચિકિત્સાનું ઊંડું રહસ્ય આની અંદર રહેલું છે. જેઓએ સાધનાનો વિકાસ ર્યો છે તેમને ભાવવંદના. “નમો અરિહંતાણ'માં જગતના સર્વ આત્માઓને વંદન, જેઓએ રાગ-દ્વેષ-કામ-કષાય-વિકાર-વિષય આદિ પર અધિકાર પ્રાપ્ત કર્યો છે. જે આજે, કાલે અથવા ભૂતકાળમાં થઈ ગયા તે સર્વને વંદન કરવામાં આવ્યાં છે. અરિહંત બનવાની યોગ્યતા રાખે છે તે સર્વને પણ વંદન. 2ઢે છે. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ પ્રવચન પરાગ જે સિદ્ધ બની ગયા, જ્યાં ક્ષતિની અંશમાત્ર પણ સંભાવના ન હોય, રાગ-દ્વેષ ન હોય, પછી તે રામ, કૃષ્ણ હોય. આત્માને જે શુદ્ધ કરે અને જે સિદ્ધ બની ગયા છે તે આત્માઓને વંદન કર્યા છે. અરિહંત બનવાની, સિદ્ધ બનવાની સર્વ પ્રક્રિયા નમસ્કાર મંત્રમાં છુપાયેલી છે. અરિહંત બનવાની ભૂમિકા અરિહંત બનવાની યોગ્ય ભૂમિકા શી છે? પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની શક્તિ છુપાઈ છે, તેને શોધવી છે. છેદ-ભેદ કરી આતમા અરિહંતરૂપી થાયે રે... મહાવીરે કોઈ મોનૉપોલિ અથવા કોઈ ગુપ્તતા નહોતી રાખી. કોઈ પણ આત્મા પરમાત્મા બની શકે છે. પ્રત્યેક આત્મામાં યોગ્યતા છે. પરમાત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. તેઓ કોઈનું કશું બગાડતા નથી, દુ:ખ આપતા નથી. તેઓએ ફક્ત માર્ગદર્શન દીધું છે, કે જે રીતે હું ઉચ્ચ સ્થિતિ પર પહોંચી ગયો છું તે રીતે તમે ચાલશો તો તમે પણ એ સ્થિતિ પર આવી શકશો. કઈ રીતે ચાલશો? જીવનનો વ્યવહાર એવો કરજો કે જેનાથી સંસાર આશીર્વાદ બની જાય. વાદ, વિવાદ, વિખવાદ, સામ્યવાદ, સમાજવાદ. મૂડીવાદ આવા સહુ વાદ-વિવાદને સંવાદમાં બદલી નાંખવાની તાકાત આશીર્વાદમાં છે. આહારશુદ્ધિની આવશ્યકતા જેવો આહાર તેવો વિચાર. વિચારને અનુકૂળ નહીં પણ ઘર્મને અનુકૂળ જીવન બનાવવું જોઈએ. | વિચારમાં આદર્શ હોય પરંતુ આચારમાં એનો દુકાળ હોવાનો તો આ ભિન્નતા સંસાર નિર્માણ કરે છે. આદર્શ વિચાર જો આચારમાં પણ હોય તો મોક્ષપ્રાપ્તિ સરળ બને. નમિ રાજર્ષિની પરીક્ષા માટે, વૈરાગ્યની કસોટી કરવા, માયાજાળ ઊભી કરવામાં આવી, મિથિલા નગરી બળી રહી છે એવો ભાસ ઉત્પન્ન કરવામાં આવ્યો . જ્યારે નમિ રાજર્ષિને પૂછ્યું કે તમારી નગરી, તમારો મહેલ, તમારી રાણીઓ જલી રહી છે “શું તમે નહીં જાઓ તેઓને બચાવવા? નમિ રાજર્ષિએ કહ્યું. “મિથિલા બળી રહી છે. મારું કશું નથી બળતું.” સ્ત્રી, પુત્ર, આદિ સહુને છોડીને આવેલા ભિક્ષુ માટે પ્રિય – અપ્રિય કશું નથી, માટે જે બળી રહ્યું છે તેમાં મારું કશું નથી, મારું જે છે તેમાંથી કશું બળી નથી રહ્યું. જે બહાર છે, તે ઉધાર છે જે બળી રહ્યું છે તે બહારનું છે, નાશવંત છે – તે મારી સાથે આવનારું નથી. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૮૫ મિથિલા મારી નથી, મહેલ મારો નથી, શરીર મારું નથી, નામ પણ મારું નથી. તે બધી ઉધાર લીધેલી વસ્તુઓ છે ઉધાર લીધેલી વસ્તુઓ સમય આવ્યે પાછી આપવી પડતી હોય છે. તે બધું પુણ્ય-સંયોગથી પ્રાપ્ત થયેલું, પ્રકૃતિ દ્વારા ઉધાર પ્રાપ્ત કર્યું – મારું કાંઈ નથી. અનાસક્તિ હુકમીચંદ જૈન, આગેવાન, ઈદોરના સાધુ જેવી વૃત્તિ. તે એક વખત કોઈ બીમારીથી બિછાના પર પડ્યા હતા. અંતિમ સમયની અવસ્થા આવી લાગી. તે વખતે એક પરમ મિત્ર તેમને મળવા આવ્યા. મિત્રે પૂછયું : “તમારી પાસે સારી સંપત્તિ છે.' સર હુકમીચંદ કૉટન કિંગ કહેવાતા હતા. તેનો સમૃદ્ધ વ્યાપાર હતો ને સુપ્રસિદ્ધ હતા. તેમણે અંતિમ – સમયે ફકીરી વૃત્તિ સ્વીકારી હતી. અપાર મિલકત હતી. તેનો શીશમહેલ એક પેલેસ -- રાજમહેલ જેવો. સેંકડો તો નોકર. પુણ્યથી કે જ્યાં હાથ નાખે ત્યાંથી સંપત્તિ પ્રાપ્ત થાય. અપાર-સમૃદ્ધિ હતી. આવા હુકમીચંદના પરમ મિત્રે પ્રશ્ન કર્યો – “તમારી આ અઢળક સંપત્તિ માટે આપે કાંઈ વિલ (મૃત્યુપત્ર)ની વ્યવસ્થા કરી છે કે નહીં ?' તેમણે જવાબ આપ્યો : મારી પાસે કાંઈ પણ સંપત્તિ નથી. મારી પાસે માત્ર સત્તર લાખ રૂપિયા છે. મિત્ર : આવું કેમ ? માત્ર આ મહેલ લાખો રૂપિયાનો છે. તમે કેવી વાતો કરો છો? હુકમીચંદ : હું જે કહી રહ્યો છું તે જ સત્ય છે. મારી જાયદાદ માત્ર સત્તર લાખની છે – બીજું કાંઈ નથી. મિત્રને થોડું આશ્ચર્ય થયું કે જ્યાં કરોડોની મિલકત કોઈ પણ કહી શકે છે ત્યાં આ સત્તર લાખ કેમ કહી રહ્યા છે ? જરૂર શેઠના મનમાં કોઈ ભ્રમ થયો લાગે છે. તેમણે પૂછ્યું : “જરા મને સમજાવો.” શેઠ બોલ્યા : “જે મેં આજ સુધી દીધું છે તે જ મારું છે, અને તે જ મારી સાથે પરલોકમાં આવવાનું છે.” - પરોપકારાર્થે જે આપ્યું તે પરલોકની બેંકમાં જમા થઈ ગયું. આ મકાન, મહેલ, મિલ, વ્યાપાર આદિ કોઈ ચીજ પર મારો અધિકાર નથી. એ બધું પુત્રોનું છે. જે મેં સમજપૂર્વક પરોપકારમાં દીધું છે, તે જ મારું છે. તે મારે કામ આવશે – બીજું કાંઈ નહીં. | વિચારમાં વિરક્તિ આવશે તો સોનું પણ કથીર લાગશે. આંતરવૈભવ બાહ્ય સ્વરૂપમાંથી નીકળીને આંતર-સ્વરૂપમાં પ્રવેશ કરવો છે. અહં અને For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir e પ્રવચન પરાગ મમત્વનું વિસર્જન કરવું છે. જે બહારનું છે તે મારું નથી. જે અંદરનું છે તે મારું છે. બાહ્ય વસ્તુની પ્રાપ્તિથી સફળતા મળતી નથી. તે અજ્ઞાન દશા છે. બહારની વસ્તુનું ઉપાર્જન કરવા માટે શ્રમ કરશો તો તે શ્રમ વિશ્રામ નહીં આપી શકે. બહારથી પૂર્ણ બનવા પ્રયાસ ક૨શો તો અંદરથી અપૂર્ણ બનશો. એટલા માટે મહાવીરે કહ્યું છે : ‘તમે અંદરથી પૂર્ણ બનો.’ બહારથી અપૂર્ણ બનવાથી અંદરથી પૂર્ણ બની શકશો. પછી જ યોગ્યતા પ્રાપ્ત થાય છે. પવિત્રતા આવે છે, પછી જ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત થશે. અહમ્ દ્વેષનું પોષણ કરે છે, રાગ મમત્વનું પોષણ કરે છે. શરીરબંધન તે બંને આત્માના શત્રુ છે. જીવનમાં સામાન્ય ભૂલ માટે શરીરને કસ્ટડી મળી. સંસારનું બંધન મળ્યું. અજ્ઞાનતાથી સ્વયં બંધન પ્રાપ્ત કરે છે. સમ્યદૃષ્ટિ બીડી પીવી તે દુર્ગુણ છે. ચેન-સ્મોકર માટે વિચારશો તો તેમનામાં ત્રણ વસ્તુ દેખાઈ આવે છે. ૧. જે ચેન-સ્મોકર હશે તેનાં ઘરને ચોકીદારની આવશ્યકતા નહીં પડે. સ્વયં ચોકીદારનું કામ કરશે. આખી રાત ખાંસીથી ખોં ખોં કરતો બેઠો હશે. એટલા માટે ત્યાં ચોર આવવાની હિંમત નહીં કરે. ૨. તે શારીરિક દૃષ્ટિએ અપંગ બની જશે એટલા માટે તેને લાકડીના સહારે ચાલવું પડે છે; જેથી કોઈ કૂતરું પણ તેને કરડશે નહીં ૩. સામાન્યતઃ વૃદ્ધાવસ્થામાં લાચારીથી દુઃખ ભોગવવુ પડતું હોય છે. ઘરની અને બહારની સમસ્યા વધી જાય છે, જીવન દુઃખી બની જાય છે. પરંતુ બીડી પીનારા જો આ પાસું જોઈને પીતા હોય તો ખબર નહી. સતત બીડી પીનાર સાઠ વરસમાં તો આ જગતમાંથી ટ્રાન્સફર થઈ જાય છે. આનાથી વધુ સારું શું ? કે બૂઢાપાનું દુઃખ જ જોવું ના પડે ? કેમ ? પણ આપણી દૃષ્ટિ બદલવી પડે. આપણે સારા બનવું પડે ! ‘All are good if you are good.' આપણી દૃષ્ટિ સુંદર હોય તો સર્વ સુંદર દેખાય છે. જીવનમાં અંતર્મુખદૃષ્ટિ પ્રાપ્ત થશે, તો અહં પર સ્વયંનું નિયંત્રણ પ્રાપ્ત થશે. શરીરનું યા સંસારનું બંધન આત્મા માટે ખતરનાક છે. માચીસને જુઓ– For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭ પ્રવચન પરાગ અહમ્ અને મમત્વ જ્યાં સુધી તેનામાં જલાવાની શક્તિ છે – અન્યને, ત્યાં સુધી તેને બંધનમાં પેટીમાં રાખવામાં આવે છે. પરંતુ તે જલી ગઈ, નકાની થઈ ગઈ તો તરત સ્વતંત્રતા – પછી તેને કોઈ ડબ્બી, બંધન નહીં રાખે. જ્યાં સુધી રાગ, દ્વેષ, વિષય, કષાય સ્વયંને જલાવે છે, બીજાઓને જલાવે છે ત્યાં સુધી શરીરનું બંધન છે, ત્યાં અહં અને મમત્વ છે. જ્યાં અહં અને મમત્વ છે ત્યાં વિકાસ નહીં હોય. તે બંને આત્મપ્રગતિને રોકે છે. જ્યાં મમત્વ અને અહમ્નો વિનાશ, ત્યાંથી આત્મવિકાસ શરૂ. મથુરાના બે પંડાજીને જમવાનું નિમંત્રણ મળ્યું. પંડાઓને પેટ એટલે સ્વર્ગનો લેટર બૉકસ, અને તેમાં -‘પાનં ગતિ તુર્તમમ્' ઘરમાં આઈસક્રીમ ખાવાની ઇચ્છા થાય તો વિચાર કરવો પડે અને રિસેપ્શનમાં ? બમણું—બમણું ! પંડાઓએ સારી રીતે ખાઈ લીધું. એટલું ખાધું કે તેમનામાં ઊઠવાની શક્તિ પણ ન રહી. એ જોઈને શેઠને દયા આવી. તેમણે પાચનની ગોળી બંનેને આપી; જેનાથી ખાણું પચાવવાનું સુલભ બને.ગોળી જોઈને પંડાજી બોલ્યા : ‘શેઠ, શું વાત કરો છો ? અમારા પેટમાં આ ગોળી માટે જરા પણ જગ્યા હોત તો એક લાડુ ન ખાઈ નાખત ?’ એક ચૂર્ણની ગોળી પણ ન ખાઈ શકાય એટલી જગ્યાયે ન રાખી પેટમાં. તેમને ઘેર પહોંચાડ્યા. ઘેર તેમણે ભાંગનો નશો કર્યો. તે દિવસે ચાંદની રાત હતી. એટલા માટે બંને ગંગાકિનારે નાવની સેર કરવા ગયા. જેનાથી સેર પણ થાય ને ખોરાક પણ પચી જાય. બંને નાવમાં બેસી ગયા. જોર જોરથી હલેસાં મારવા મારવામાં રાત વીતી ગઈ. સવાર થઈ ગયું. તેમને થયું અમે ગોકુળ પહોંચી ગયા. આખી રાત નાવ ચલાવી હતી. ઘાટ ઉપર લોકોનો કોલાહલ સંભળાયો અને તેમને થયું કે આ ગોકુળ છે. તેમણે પૂછ્યું : ‘આ કયો ઘાટ છે ?' લોકોએ કહ્યું : ‘મથુરાનો ઘાટ.’ તે બોલ્યો : હેં ? મથુરાનો ઘાટ ? એ કઈ રીતે હોઈ શકે ? તે બંને રાતભર નૌકા ચલાવતા રહ્યા પરંતુ નૌકા તો દોરડાથી કિનારા સાથે બાંધેલી હતી. દોરડું છોડવાનું જ ભૂલી ગયા હતા ને નશામાં મસ્ત બનીને નૌકા ચલાવતા જ રહ્યા. તે રાતભર હલેસાં મારતા જ રહ્યા પણ નૌકા તો સ્થિર જ હતી. બધી જ મહેનત પાણીમાં ગઈ. For Private And Personal Use Only આપણું જીવન આ પ્રકારનું છે. જીવન નૌકા છે, મોક્ષ એ લક્ષ્ય છે. સંસાર-મહાસાગરમાં નૌકાને ઉર્ધ્વ દિશા તરફ લઈ જવી છે. અજ્ઞાન દશામાં અહં અને મમત્વની દોરી બાંધેલી રાખીને ધર્મસાધના થઈ રહી છે, રાગની દ્વેષની ગાંઠ તો ખોલતા નથી. પછી જીવન નૌકા આગળ જ ક્યાંથી વધે ? રાગ-દ્વેષની ગાંઠો ખોલીને Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮. પ્રવચન પરાગ ધર્મસાધના કરો. તે બંને બંધન છે. જોઈએ તેટલો પુરુષાર્થ કરો તોપણ એક કદમ આગળ નહીં જઈ શકો. શરીરના બંધનથી છૂટવા માટે, અહમ્ અને મમત્વના બંધનથી છૂટવા માટે વાણીનો પ્રહાર જરૂરી છે પછી વાણીનો વ્યાપાર, વાણીનો વ્યવહાર કેવો જોઈએ ? – www.kobatirth.org વાણીનો વ્યવહાર સુંદર મકાન બનાવવું છે, પરંતુ જો તેનું ફાઉન્ડેશન મૂળમાં ઢીલું હશે તો તે મકાન પડી જશે. તો પ્રથમ આધાર મજબૂત બનાવવો જોઈએ. ધર્મતત્ત્વની પ્રાપ્તિમાં વિચારશુદ્ધિ એ ફાઉન્ડેશન છે. આધાર મજબૂત હશે તો ધર્મની ઇમારત મજબૂત અને ભવ્ય થશે. સાધુની વિશિષ્ટતા મનના ધરતીકંપથી ધર્મની દીવાલ પડી જાય છે. મનની – ચિત્તની અસ્થિરતા હશે તો ધર્મતત્ત્વ સ્થિર નહીં બને. - એટલા માટે વાણીનો વ્યવહાર કેવો હોવો જોઈએ ? સ્તોકમ્, અલ્પમ્ · આવશ્યકતાપૂર્વક ઉપયોગ અને નહીંતર મૌન ! મૌન એ સાધનાનો પ્રાણ છે Acharya Shri Kailassagarsuri Gyanmandir साध्नोति स्वपरहितानि कार्याणि ईति साधुः । સાધનામાં જાગ્રત છે તે સાધુ. સંપૂર્ણ નિષ્પરિગ્રહની ભૂમિકા – વિચારમાં, આચારમાં નિઃસ્પૃહી તે સાધુ. સાધુના ત્રણ ગુણ ૧. સહન કરે તે સાધુ. ૨. સહાય કરે તે સાધુ. 3. સહયોગ દે તે સાધુ. (મોક્ષ સાધનામાં) આવનારી પ્રતિકૂળતા સમતાપૂર્વક સહન કરે તે સાધુ. ગુણગ્રાહક દૃષ્ટિ દુઃખનો પ્રતિકાર ન કરે, તેનો સ્વીકાર કરે, તે જ્યાં પ્રતિકાર ત્યાં સંઘર્ષ. અને ત્યાં સંસારનો જન્મ. મૌનની ભૂમિકામાં સાધનાનું દ્વાર પ્રાપ્ત થયા પછી, અંતરપ્રવેશ સુલભ બને છે. પછી દુર્ગુણો તરફ દૃષ્ટિ નહીં જાય. પરંતુ જીવનમાં બીજાઓના ગુણ દેખાશે. દ્વારકા નગરીના કૃષ્ણની દૃષ્ટિ કેવી ગુણગ્રાહક હતી ? રસ્તા પર મરેલો કૂતરો પડ્યો હતો. તેનું શરીર ખૂબ ગંધાતું હતું. શરીરમાં For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ce કીડા ખદબદતા હતા. ભયંકર દુર્ગધ આવતી હતી. ત્યાંથી જનારા લોકો નાક પર હાથ રાખીને જતા હતા. લોકો કહેતાઃ જીવતો કૂતરો ખતરનાક અને મરેલો કૂતરો તેથી પણ વધુ ખરાબ ! પરંતુ કૃષ્ણએ કહ્યું : “તમે એના દાંત જોયા ? કેવા શુભ્ર વર્ણના છે? જાણે કે મોતીના દાણા !' કૃષ્ણની દૃષ્ટિ તેની શુદ્ધતા પર ગઈ. જ્યારે બીજાઓની દૃષ્ટિ તેની દુર્ગધ પર ગઈ. યોગીનો વિચાર સ્વસ્થ, સુંદર હશે, તે જાગ્રત અને શુદ્ધ હશે. તેની વાણીનો વ્યવહાર તે સમ્યફ હશે. શબ્દ-પંડિત બે પંડિત હતા. બંને ભણેલા હતા. પરંતુ આચરણશૂન્ય હતા તે શબ્દ-પંડિત હતા. પરંતુ આચરણથી પંડિત નહોતા. શેઠે બંને પંડિતોને જમવાનું નિમંત્રણ દીધું. બંને ઘેર આવ્યા. પહેલો પંડિત શરીર-શુદ્ધિ માટે સ્નાન કરવા ગયો. તેના આવ્યા પછી બીજો ગયો. જ્યારે પહેલો પંડિત નાહવા માટે ગયો, ત્યારે શેઠ બીજા પંડિત પાસે બેઠા અને ગયેલા પંડિતનાં ગુણગાન કરવા માંડ્યા. ‘તે તો પ્રચંડ વ્યાકરણાચાર્ય છે, કાશીમાં અનેક શાસ્ત્ર ભણ્યા છે.” જે યોગ્ય-પંડિત હોય છે તે બીજાઓના સગુણથી આનંદ અને પ્રસન્નતા પામે છે. અને પોતાના ગુણ વ્યક્ત નથી કરતો. પરંતુ અર્થો ભરેલો ઘડો જ છલકાતો હોય છે. બીજે પંડિત બોલ્યો – “એ શું પંડિત છે ? એ તો ગધેડો છે, ગધેડો.' શેઠ સમજી ગયા. પહેલો પંડિત આવ્યા પછી બીજે સ્નાન માટે ગયો. ત્યારે શેઠે પહેલા પંડિતને કહ્યું : “આપ તો મહાન છો, વ્યાકરાણાચાર્ય છે. આ પંડિત સાહિત્યાચાર્ય છે; આપ જેવા પંડિતો મારે ઘેર આવ્યા તેથી હું ધન્ય બની ગયો છું.” તે પંડિત બોલ્યો : “શું કહી રહ્યા છો? પંડિત? તે બળદ છે, બળદ.” એટલા માટે ભૂલીને પણ બે પંડિતોને એક જગ્યાએ ન બોલાવશો. બે જ્યોતિષીઓ, બે વકીલોને એકસાથે એક જગ્યાએ ન બોલાવવા. નહીં તો સંઘર્ષ જન્મશે. એક વકીલ પાસે જશો તો બોલશે, શું મારામાં અક્કલ ઓછી છે તે બીજા પાસે સલાહ લેવા જવી પડે. પછી બંને પંડિત જમવા માટે અંદર ગયા તો તેમણે શું જોયું? ગુણી લોકોનો ધર્મ શું છે તે શેઠે બતાવ્યું. એક થાળીમાં ઘાસચારો રાખ્યો અને બીજી થાળીમાં ભૂસું-કચરો રાખ્યો. થાળી બહુ સુંદર ને સ્વચ્છ હતી. બંને પંડિત આ જોઈને ગુસ્સે થઈ ગયા. શું અમે પશુ છીએ ? અમારું આવું અપમાન ? શેઠે સત્ય જ કહી દીધું – જેવો આપનો પરિચય મળ્યો તેવી મેં ભક્તિ કરી. એકે બીજાનો પરિચય ગધેડો કહીને આપ્યો : ગધેડાનો પ્રિય ખોરાક ભૂસું-કચરો For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ પ્રવચન પરાગ છે તે રાખ્યો. બીજાનો પરિચય બળદ કહીને દીધો એટલા માટે બળદનો ખોરાક ઘાસ રાખ્યો. બીજાની ઇર્ષા અને નિંદા કરનારા પોતાની જાતને જ જલાવે છે, નિંદિત કરે છે. ભાષાનો ગુણ જ્યારે અહમ્ અને મમનો નાશ થશે, ત્યારે ભાષામાં વિવેક આવે. વ્યક્તિનો વિકાસ થશે. ભાષાનો પહેલો ગુણ – સ્ટોકમ્ – ખપ પૂરતું જ બોલવું. બીજે ગુણ – મધુરમ્ મધુરતાપૂર્વક બોલવું. વાણીમાં અમૃત અથવા અમૃતમય વાણી, પ્રેમનું આકર્ષણ છે. જ્યાં મધુરતા, ત્યાં બુદ્ધિની નિપુણતા. નિપુણતા આત્માનો ઉત્કર્ષ કરે છે. નિપુણતા એ ત્રીજો ગુણ. વિચારની ગહનતામાં પ્રવેશ કરવાથી કાર્ય-અનાર્યનો પરિચય થશે. નિપુણતા કર્મનો નાશ કરે છે, ત્યાં યુક્તિ આવે છે. જ્યાં વિચારમાં યુક્તિ ત્યાં મુક્તિ. આજ સુધી બુદ્ધિનો ઉપયોગ સંસાર માટે, પરિવાર માટે કર્યો. પરંતુ આત્મા માટે કર્યો નહીં, પરમાત્મા માટે કર્યો નહીં. એટલા માટે ધર્મનું આગમન ન થયું, કેમ કે બુદ્ધિનો દુરુપયોગ કર્યો. વિચાર-પરમાણુ વિચારના પરમાણુમાં પ્રચંડ શક્તિ છે, જે કર્મનો નાશ કરી શકે છે. એનાથી સાધના સિદ્ધ થાય છે. વિચાર વિકાસ કરે છે અને વિનાશ પણ કરે છે. કોઈ અશુભ કર્મનો ઉદય થવાથી બીમારી આવી જાય તો સમક્તિ આત્મા વિચારમાં સ્થિર રહી, કર્મને ઘર્મ બનાવે છે. વિતરાગ સુધી પહોંચવા રસ્તો શોધે છે, તે જાણે છે કે શાતા વેદનીય કર્મનો ઉદય થયો. તે વિચાર કરે છે, આજ અહીંતહીં ન જતાં ઘરમાં જ રહેવું પડશે. તે કર્મની સજા થઈ ગઈ. સમજદાર સમજશે કે બીમારી આવી યાને શત્રુ આવ્યો છે, એટલે શાંતિથી ઘરમાં જ રહેવું પડશે. સમભાવનો લાભ મળશે. સમજશે ચાલો, ડૉકટરની આજ્ઞાથી – કૃપાથી ઉપવાસ કરવાનો ચાન્સ મળશે. ટેમ્પરેચર વધશે તો તે કર્મના આક્રમણને ધર્મ સમજશે અને આહારનો ત્યાગ કરી ઉપવાસ કરશે. બાવનાર કર્મને ઉપકાર સમજશે કારણ કે જે કષ્ટ થવા માંડ્યું છે For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧ પ્રવચન પરાગ એનું કારણ તો હશે જ. કાર્ય-કારણનો સંબંધ હંમેશાં હોય છે. કારણ વિના કાર્ય હોતું નથી. એટલા માટે એ વિચારશે : ‘આજનો આખો દિવસ ધ્યાનમાં સમાધિમાં રહીશ; જેથી આવનારાં કર્મ સમજી જશે કે અહીં મારું કોઈ પણ પ્રકારનું સ્વાગત નહીં થાય. બુદ્ધિનો સદુપયોગ જ્યાં લાંઘણ ત્યાં ઔષધની ચિંતા નહીં હોય. ઉપવાસ એ લાંધણ. સમયદૃષ્ટિ નહીં હોય તો થોડા જ ટેમ્પરેચરથી અસ્વસ્થ બનશે. તરત ડાયલ ઘુમાવશે અને મિત્રોને, સગાંસંબંધીઓને બોલાવશે. મોટા મહેમાનો ઘેર આવે ત્યારે તેની સેવામાં ઉપસ્થિત રહેવું પડે. ઘણા લોકો મહેમાનોની આગતાસ્વાગતા કરશે, પોતે ઘરની બહાર નહીં જાય. તે દિવસે સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા માટે બનાવશે.મહેમાન જતો હોય તોપણ ન જાય, દર્દ મહેમાનને તમે જેટલું પોષો એટલો વધારે અડ્ડો જમાવે. તે જરૂર બે-ચાર દિવસ વધુ રોકાશે. બુદ્ધિની કુશળતા નહીં હોય તો તે અસાધ્ય બનશે, ડૉકટરોને બોલાવ્યા – મિત્રોને બોલાવ્યા. મોસંબીનો રસ, અથવા ફળનો રસ બે-ચાર વાર પીધો. ત્રણ-ચાર વાર થોડી ચા પીધી. અશુભ કર્મનું આટલું સુંદર સ્વાગત કર્યું ! તો પછી આવનારા મહેમાન (બીમારી, કર્મ) માની લેશે કે અહીં મારી આટલી કદર કરે છે, મારું કેટલું સ્વાગત થઈ રહ્યું છે તો તેની પાસેથી હું કેમ ચાલ્યું જાઉં ? ચાર-પાંચ દિવસ વધુ રોકાઈશ. બૌદ્ધિક નિપુણતા હોય તો નિર્જરાનું પણ કારણ બની જાય છે. સંસાર માટે જે ખર્ચ કરો છો તે સંસારવૃદ્ધિનું કારણ બને છે અને તેનો જો સમ્યક્ ઉપયોગ હોય તો મોક્ષનું કારણ બને છે. તેના ઉપયોગ આધાર છે. બુદ્ધિનો નિપુણતાપૂર્વક ઉપયોગ કરવો ઘટે. ઇંગલેંડમાં એક વ્યક્તિએ ખૂન કર્યું અને ત્યાંની કોર્ટમાં તેને નિર્દોષ ઠરાવી છોડી દેવાયો. કારણ કે કોઈ પણ સાક્ષી (આઇવિટનેસ) નહોતો. એક સ્ત્રીના પતિનું ખૂન તેણે કરેલું હતું. તે સ્ત્રીને આ વ્યક્તિ પર વધુ શક હતો. પરંતુ થાય શું ? તેણે કેસ પ્રીવી કાઉન્સીલમાં દાખલ કરી દીધો. તે સ્ત્રીને જરા પણ શંકા નહોતી કે એના સિવાય કોઈ બીજો ખૂની હશે. નવાણું ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં, પરંતુ એક નિર્દોષ ગુનેગાર નહીં બનવો જોઈએ. કાયદામાં છટકબારીઓ પણ એટલી જ છે. સ્ત્રી પૈસાપાત્ર હતી. તે અઢળક પૈસા ખર્ચવા તૈયાર હતી. તેણે સ્થાનિક અંગ્રેજ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ બૅરિસ્ટરોને બોલાવ્યા, પરંતુ તે હારતી રહી. અંતમાં તેને કોઈએ મોતીલાલ નેહરનું નામ સૂચવ્યું. તે પ્રસિદ્ધ વકીલ હતા. પરંતુ તે તો હતા ભારતીય ! તેમને બોલાવવાથી ઇંગ્લેન્ડના વકીલોનું અપમાન થાય. પરંતુ ગરજે ગધેડાને પણ સાહેબ કહેવો પડે છે. તે અંગ્રેજ સ્ત્રીએ મોતીલાલ નેહરુને બોલાવ્યા. તે જે ફી માગે તે આપવા તૈયારી બતાવી. કેસ પ્રિવી કાઉન્સિલ સુધી પહોંચી ગયો હતો. મોતીલાલે આવીને કેસની ફાઈલ જોયા વિના જ પાછી ઠેલી. તેઓ કોર્ટમાં આવી બધું સાંભળે, બેસે પણ કાંઈ બોલે નહીં. આક્ષેપ લે નહીં. એટલા માટે સર્વને થયું કે એ કેસ જ નથી સમજી શક્યા. અંતિમ ક્ષણો આવી તોપણ મોતીલાલે બચાવ કર્યો નહીં. કોર્ટ શરૂ થતી ને તે આવતા, અને સાંજે પાછા ચાલ્યા જતા. કાંઈ પણ બોલતા નહીં. આમ દસ દિવસ વીતી ગયા. તે એક શબ્દ પણ બોલ્યા નહીં. પ્રિવી કાઉન્સિલમાં ચુકાદો આવ ગયો જજે કહ્યું : “કોઈએ કાંઈ કહેવું હોય તો કહી શકે છે.” તોપણ મોતીલાલ નેહરુ કાંઈ બોલ્યા નહીં. તે બેસી રહ્યા. પેલી સ્ત્રી નારાજ થઈ. નિરાશ થઈ, પરંતુ મોતીલાલનો પ્રભાવ એટલો કે કોઈ પણ એની સામે બોલી શકતું નહીં. કેટલાય વકીલો પેલી સ્ત્રીને આવીને કહેવા લાગ્યા – “અમે કહ્યું હતુંને કે આ ઇન્ડિયનનું દિમાગ નહીં ચાલે. આ જુઓ, અંતિમ દિવસ આવ્યો તો પણ તમારો વકીલ ચૂપચાપ બેઠો છે.' ' અંતિમ દિવસ આવ્યો, તોપણ મોતીલાલ કાંઈ પણ ન બોલ્યા. હવે તો પરિણામ જે આવવાનું હતું તે જ આવી ગયું. ખૂની નિર્દોષ સાબિત થઈ ગયો. પ્રિવી કાઉન્સિલે એને નિર્દોષ જાહેર કરી દીધો. સ્ત્રીનો ચહેરો ઊતરી ગયો. ત્યારે મોતીલાલ ઊઠ્યા : આગ લાગ્યા પછી કૂવો ખોદવા. ખૂની બહુ જ ખુશ હતો. તે ખુશીથી છલકાઈ ગયો હતો. અતિ પ્રસન્ન હતો. પાગલ જેવો બની ગયો હતો. ખુદ ખુની હોવા છતાં પણ નિર્દોષ છૂટી ગયો હતો. તેનું દિલ અને દિમાગ ખુશીથી નાચી રહ્યાં હતાં. કોર્ટમાં ખૂબ ભીડ હતી. તે હજુ ગુનેગારના પાંજરામાં ઊભો હતો. મોતીલાલ તેની પાસે ગયા અને તેને ધન્યવાદ આપ્યા. તે મનોવૈજ્ઞાનક હતા. તેમણે ખૂબ ખૂબ ધન્યવાદ દીધા. પેલી સ્ત્રી આ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. પોતાનો વકીલ હોવા છતાં, સામેની વ્યક્તિને ધન્યવાદ આપે છે !” મોતીલાલે તેની પાસે જઈને પૂછયું : પરમાત્માનો આભાર માન કે તું નિર્દોષ છૂટી ગયો. હવે પરમાત્મા પાસે જઈને કહેજે કે ભવિષ્યમાં કદી પણ હું આવી ભૂલ નહી કરું !' આ સાંભળીને તે ખૂની તરત બોલી ઉઠ્યો : “શું હું મૂર્ખ છું કે વારે વારે આવી ભૂલ કરું ?' For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૯૩ સર્વ લોકો ત્યાં ઉપસ્થિત હતા. જજ હતા, પૂરી હતાં, વકીલો પણ હતા. મોતીલાલ બોલ્યા : “લૉર્ડ, હવે આને માટે કોઈ સાક્ષીની જરૂર છે ? પોતાના જ મુખેથી, પોતાની સાક્ષી આપી દીધી ! પોતે જ ભૂલ સ્વીકારે છે કે આવી ભૂલ બીજી વાર નહીં કરું. નિર્જરા માટે બુદ્ધિ બુદ્ધિનો ઉપયોગ સહુનાં કલ્યાણ માટે થવો જોઈએ. નિર્જરા માટે, પાપના પ્રાયશ્ચિત્ત માટે ન હોય તો અમૃત પણ ઝેર બની જાય. વ્યક્તિ પાપ કરવાથી પાપી નથી બનતો. પરંતુ પાપ બુદ્ધિથી પાપ કરે, તે ગુનેગાર બની જતો હોય છે. બુદ્ધિનો ઉપયોગ એવી રીતે ન કરો, જેથી તે બીજાઓ માટે ઘાતક બની જાય. જે બોલો તે અલ્પ-મધુર અને બુદ્ધિની નિપુણતાથી બોલો. ભાષાનો ચોથો ગુણ,વાણીનો ગુણ – ૧ પતિત. જ્યારે જેટલું આવશ્યક તેટલું બોલો. ઘરનો દરવાજો ખુલ્લો હોય તો કોઈ પણ અંદર આવી શકે છે, એટલા માટે દરવાજા બંધ રાખવા જોઈએ આત્માનો દરવાજો મોટો છે. તેના પર તાળું લગાવવાનું છે. કાર્યની આવશ્યકતા હોય અને બોલ્યા વિના ચાલશે નહીં, ત્યારે જ દરવાજો ખોલો. વાણી-વ્યાપાર ખરાબ વાણીના વ્યાપારથી દુષ્ટ કર્મનું આગમન થાય છે. ભયંકર તેમાં કટુતા હોય છે. અને તે આત્માનો વિનાશ કરે છે. બોલતાં આવડી જાય તો ભાષા પર સંયમ આવી જાય અને એનાથી સંઘર્ષનું કારણ નહીં રહે. આવશ્યક્તા હોય ત્યાં બોલવું, નહીં તો ન બોલવું. પાંચમો ગુણ છે, અતુચ્છમ્ – દરિદ્રતા છે. સંયમ વાણી પર હોવો જોઈએ. વ્યક્તિના શબ્દો તેના જીવનનો પરિચય આપે છે. વાણીમાં માધુર્ય જોઈએ, તુચ્છતા નહીં, તિરસ્કાર નહીં, દરિદ્રતા નહીં. ગમે તેવું કષ્ટ કેમ ન હોય, તો પણ નમ્રતા હોવી જોઈએ. દીનતા હીનતા નહીં. ભૂતકાળમાં ગજસુકુમાર મહાન જૈન સંત હતા. તેઓએ વૈભવશાળી ઘર છોડ્યું અને સંન્યાસી બની ગયા. ભયંકર તપશ્ચર્યા કરી. સ્મશાનમાં કાર્યોત્સર્ગમાં ઊભા રહ્યા. આત્માની પૂર્ણ જાગ્રત અવસ્થા હતી. પ્રારંભમાં દીક્ષા ગ્રહણ કરી. ધ્યાન કરતાં સ્મશાનમાં ઊભા રહ્યા હતા. ત્યારે For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ પ્રવચન પરાગ તેમના શ્વશુર ત્યાંથી જઈ રહ્યા હતા. તે ખૂબ ગુસ્સામાં હતા. કેમ કે તે સમજતા હતા કે તેમની પુત્રીનો ભવ જમાઈએ બગાડ્યો. તેમણે તેને મારી નાખવાનો નિશ્ચય કર્યો. તેને મારવા માટે કોઈ સાધન ન મળ્યું. તેમણે વિચાર્યું : “અહીં કોઈ તેને બચાવનારું નથી. હું એને બરાબર ચમત્કાર બતાવીશ. ત્યાગ કરવાનું ફળ ચખાડીશ.' ત્યાં તો સ્મશાન હતું. બળતા અંગારા પડ્યા હતા. પાસે જ જળાશય હતું. ત્યાંથી તેણે ભીની માટી લાવી તેના શરીર પર થપથપાવી. અને તેના મૂંડન કરેલા માથા પર બળબળતા અંગારા રાખ્યા છતાં પણ તે વિચલિત ન થયા. આવી અવસ્થામાં તેમની મહાનતા તો જુઓ – અંદરથી જાગ્રત રહ્યા. સાધુતાનો પરિચય દીધો. સાધુ એટલે ક્ષમાના ભંડાર, સાધુ એટલે સહનશીલતાનો ખજાનો, તેમણે મનમાં નિર્મળ ભાવ રાખ્યો. મારાં કર્મનો ક્ષય કરવા માટે શ્વશુર નિમિત્ત બની ગયા – ધન્ય છે તેમને. તેણે વિચાર્યું : હું જરા પણ હલું અને અંગારો નીચે પડે તો કેટલા નિર્દોષ જીવો મરી જાય ? હું જરા પણ માથું હલાવું તો તે હિંસાનું કારણ બનશે. એટલા માટે મૃત્યુ સમયે તો આવું અનર્થ નહીં જ કરું. સાધનામાં દૃઢતા રાખી મન પ્રસન્ન રાખ્યું. તેમણે વિચાર્યું : “માથું બળે છે, સંસાર જલે છે, કર્મ પણ બળે છે – જે મારું નથી તે બળે છે – આ શ્વશુર તો મારા કલ્યાણમિત્ર છે. નિર્દોષ છે. તેમણે મને મોક્ષપ્રાપ્તિના કર્તવ્યમાં અમૂલ્ય સહાય કરી, મારાં કર્મ નાશ કરવામાં પણ સહકાર દીધો. તેમણે ભગવાનને પ્રાર્થના કરી : “હે ભગવાન, મારા ભોગાવલી કર્મ બાકી હોય, મારો સંસાર બાકી હોય, અને લગ્ન કરવાં પડે તો આવતા ભવમાં મને શ્વશુર આ જ મળે, જેણે મને મોક્ષની પાઘડી બાંધી, કર્મબંધન તોડ્યું. શુભ વિચારમાં –- અધ્યવસાયમાં ઊંચાઈ પર ચડતા ગયા અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું – તે મોલમાં ગયા. તેમણે પ્રતિકાર કર્યો? મધુર વાણી, ઉત્તમ વિચાર, આદર્શ સ્થિરતા. વિચારોમાં મૈત્રી હોય તો વાણીમાં માધુર્ય આવે, જીવનની સાધના સુગંધમય બને છે. એટલા માટે તુચ્છ શબ્દો ન બોલો- મધુર, નિપુણતાપૂર્વક બોલો. ગર્વરહિત વાણી જે બોલવું તે ગર્વરહિત બોલવું જોઈએ. અભિમાન ત્યાં વિકાસ રૂંધાઈ જાય છે. અંગ્રેજીમાં 1 મોટી લિપિમાં કૅપિટલ લખે છે. I am something. I have something. શરૂમાં ગર્વથી મસ્તક ઊંચું થઈ જાય તો અંતમાં તેનો વિનાશ. અહમ્ ભાવ વ્યક્તિને નાની બનાવે છે. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ રાવણને અહમ્ પી ગયો. હિટલરને હુંકાર પી ગયો, મુસોલિનીને તેનો જ અહંકાર ખાઈ ગયો. એક કવિ કહે છે : ઊછળી લ્યો, કદી લ્યો જ્યાં સુધી તાકાત છે નસોમાં પરંતુ યાદ રાખ, આ તનની રાખ ઊડશે ગલિયોમાં લક્કડમાં અક્કડ નીકળી જશે. અહં કોઈનો નથી રહ્યો. ગર્વથી મુક્ત બન્યા પછી વિચાર નિર્મળ બને છે અને પછી વિતરાગ બનવાની ભાવના પ્રગટે છે. ઝૂકતા વહી હૈ જિસમેં જન હૈં, અક્કડતા મુડદેકી પહચાન હૈ, યાદ રાખજો, પ્રથમ સ્વયં શુદ્ધ બનો પછી ઉપદેશ આપો. વૃક્ષ ફળ આવ્યા પછી નમે છે. વ્યક્તિની વાણીમાં વિનય આવવાથી તે નમ્ર બને છે. ગર્વનું પરિણામ અતિ ખરાબ હોય છે. ગર્વ એટલે ગાંડપણ એક વાર શેઠ આત્મારામભાઈ સૂઈ ગયા હતા. થોડા પ્રમાદમાં હતા ત્યારે આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ સર્વએ બેઠક બોલાવી. જીભ કહે : “હું બૉઈલર ચલાવું છું, મને કાંઈ ફાયદો નહીં ?' આત્મારામ સૂતા હતા ત્યારે સર્વ નોકર મૅનેજિંગ ડાઈરેકટર બનવા માંગતા હતા. હાથ કહે છે : “શરીરમાં સુપ્રીમ હું છું.' પગ કહે છે : “હું તો શરીર બિલ્ડિંગનો આધારસ્તંભ છું સર્વ અંદર અંદર લડવા લાગ્યા. કોઈ કોઈને માનવા તૈયાર નહોતા. આંખ કહે : “હું મોટી,” નાક કહે : દુનિયામાં બધું નાક માટે જ થાય છે.” આત્મારામ જાગ્રત બની ગયા. અને એણે જોયું તો સર્વ નોકર ડાઈરેકટર બનવા માંગતા હતા. નોકર કમાય છે અને માલિક – શેઠ બને છે. જે મળે છે તે પુણ્યથી. પુણ્ય પર કોઈનો અધિકાર નથી, પાપ પર અધિકાર છે. પુણ્ય અને પાપ કોઈને લૉટરી લાગી હોય, ને તેણે પરોપકારમાં રકમ ભેટ આપવી હોય કે મારે આનો ઉપયોગ પરોપકાર માટે કરવો છે.” તો એનો તરત સ્વીકાર થશે. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯ પ્રવચન પરાગ પેપરમાં તેનો ફોટો આવશે. એનાં ગુણગાન ગવાશે, તેની પ્રશંસા થશે, સર્વ લોકો તેને ધન્યવાદ દેશે. આપના પુણ્યમાં સર્વ ભાગીદાર બનશે. પરંતુ છ મહિના પછી, સમજી લો તેને કોઈ કારણસર ત્રણ માસની સજા થઈ જાય અને તે કહે – ‘હું આ સજા આપવા તૈયાર છું.’ તો કોઈ એની આ સજા લેવા તૈયાર થશે ? પુણ્યનું ફળ લેવા માટે સર્વ દોડશે, પાપનું ફળ લેવા કોઈ દોડશે ? આંખને કહેવામાં આવ્યું કે છે. પરંતુ તે કોનાં દર્શન કરે છે ? શેઠ આત્મારામ બોલ્યા : ‘કામ કરો. તમને નશો ચડ્યો છે કે શું ? ભૂલી ગયા કે તમે નોકર છો ? Acharya Shri Kailassagarsuri Gyanmandir - તારે સાધુપુરુષોનાં, ભગવાનનાં દર્શન કરવાનાં કાનથી ધર્મકથા શ્રવણ કરવી, આત્મામાં જાગૃતિ લાવવી. કાન દ્વારા પ્રાપ્ત થનારા ફાયદાથી આત્માને શાંતિ થાય. જીભ પરમાત્માની પ્રશંસા કરવા માટે છે, તેના દ્વારા પુણ્યોપાર્જન આત્મા માટે છે. હાથ પરોપકાર માટે છે અને તેના દ્વારા થનારાં, મળનારાં પુણ્ય આત્મા માટે છે. પગ તીર્થયાત્રા માટે છે. અને તેના દ્વારા પ્રાપ્ત થનારાં પુણ્ય આત્માને મળે છે. એટલા માટે પ્રત્યેકને આ રીતે અલગ અલગ કામ સોંપી દીધું છે. પરંતુ હવે નોકર સ્વતંત્ર બનવા માંડ્યા. સર્વ ગર્વથી બતાવવા માંડ્યા કે : ‘હું પણ કાંઈક છું, હું પણ કાંઈ કમ નથી. મને પણ કાંઈક અધિકાર મળવો જોઈએ. બધાં સ્વતંત્ર થવા માટે ધમાલ કરવા લાગ્યાં.' અંતમાં આત્મારામે કહી દીધું ‘તમને શું થઈ ગયું છે ? તમે સર્વ સમજી-વિચારીને પોતપોતાનું કામ કરો. એકબીજાને સહાય કરો. એમાં જ તમારું સૌનું શ્રેય છે. અને જો તમારે મારું કહ્યું માનવું ન હોય તો, તમારો પ્રેમ–સહકાર્ય મને નહીં મળે તો હું અહીંથી ટ્રાન્સફર થઈ જઈશ. બદલી કરાવી લઈશ. બીજી જગ્યાએ ચાલ્યો જઈશ – પછી તમે રહો ને તમારો અધિકાર જમાવો.’ આત્મારામે નોટિસ આપી દીધી અને તરત ઇમરજન્સી મીટિંગ બોલાવાઈ. સભામાં આત્મારામની નોટિસ વંચાઈ. સર્વ ઉપસ્થિત હતા. વિચાર અને વિનિમય કરવા લાગ્યા. ચોવીસ કલાકમાં અગર પ્રેમથી, સદ્ભાવનાથી, મૈત્રીથી રહો, હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ. અરે ! આ આત્મારામ ગયા તો પછી અમારું સ્થાન શું ? પછી એક કલાકમાં લક્કડમાં આપણી અક્કડ ખતમ ! એટલે સર્વેએ એક અવાજમાં નિર્ણય કર્યો ‘આજથી અમે કદી પણ નહીં લડીએ.' ત્યારથી આજ સુધી ઇંદ્રિયોમાં આપસમાં કેવી એક થઈને રહે છે ? જુઓ - For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન ૫રાગ રસ્તામાં જતી વખતે પગમાં કાંટો લાગી જાય તો વિના નિમંત્રણે હાથ ત્યાં જશે, આંખ ત્યાં દોડીને જશે, પગ રોકાઈ જશે અને સર્વની સહાયતાથી કાંટો – શત્રુ દૂર - થઈ જશે. હાથ, આંખ કહેશે : “પગની ખુશીમાં જ અમારી ખુશી છે.” ધર્મપરિચય પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ થઈ જાય તો પરમાત્મા મળે. વાણીનો સાતમો ગુણ પૂર્વ સંત્નિ અને આઠમો ગુણ છે ધર્મયુક્ત વાણી. સ્વયંને શોધવા માટે કષ્ટ જરૂર થશે. સાગરના કિનારે કિનારે ફરવાથી મોતી મળતું નથી પરંતુ પથ્થર અને શંખ કદાચ મળી શકે છે. મોતી મેળવવા માટે સાહસ કરીને સાગરમાં કૂદવું પડે છે. કિનારે ઘૂમવામાં માત્ર ઠંડી હવાનો આનંદ મળશે. તે રીતે ધર્મનો પરિચય પણ કરવો જોઈએ. આ પ્રકારે ધર્મ-પરિચયથી પ્રેમ જન્મશે અને તે પરમાત્મા પ્રાપ્ત કરવાનું સાધન બનશે. ધર્મબિન્દુ આશય : “ધર્મબિન્દુ' ગ્રંથ દ્વારા જે કહેવાયું છે તે પરમાત્માના વચનને અનુકૂળ છે. તેનો આશય પરમાત્મા બનાવવાનો છે. એટલા માટે પરમાત્માનાં વચનોને ભાવપૂર્વક ગ્રહણ કરો અને તેનો સ્વીકાર કરો. પોતાના વિચારોનો જે પ્રચાર કરે છે તે ગુનેગાર છે. પરમાત્માનો શબ્દ જીવનમાં જ્યોતિ યાને કે પ્રકાશ નિર્માણ કરે છે. જીવનના વિકાસ માટે પ્રેરણારૂપ છે, તેનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરવો એ શિષ્ટાચાર છે. જ્ઞાનની આરાધનાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે ક્ષયોપલમની જરૂરત છે. લઘતા : પરમાત્માનાં વચનોના શ્રવણ પૂર્વે જ્ઞાનની સ્તુતિ કરવી જરૂરી છે. તેના પછી જ્ઞાનની પ્રાર્થના, સરસ્વતીની સ્તુતિ અને અંતમાં ગુરુને વંદન કરીને, બહુમાન કરીને ભક્તિ દ્વારા પ્રવચનમાં પ્રવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં પરંપરા હોય કે વૈદિક શ્રમણ હોય તેમાં સર્વ પ્રથમ મંગલાચરણ રહે જ છે. તેમાં પરમાત્માના ઉપકારોનું સ્મરણ અને પછી લઘુતા દ્વારા ગ્રંથનું નિર્માણ થાય છે. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે : “હે પરમાત્મન ! જે કાંઈ છે તે મારું નહીં તમારું જ છે. મોક્ષપ્રાપ્તિ “સથર્શન જ્ઞાન યાત્રિાળ મોક્ષમ આ તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ મહારાજજીએ કહ્યું છે : “પ્રથમ સમ્યગુ-દર્શન યાને સમ્યગુ-શ્રદ્ધા, એટલે કે પરમાત્માએ જે કહ્યું છે તે પરમ તત્ત્વ, પરમ સત્ય છે, તેનો સ્વીકાર ભાવપૂર્વક કરો. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ પ્રવચન પરાગ તેના પછી આવનાર તત્ત્વ તે સમ્યગુ જ્ઞાન, પછી તેના દ્વારા ચીંધેલા માર્ગે ચાલવું તે સમ્યગુ ચરિત્ર કહેવાય છે. આ ત્રણે રત્નોથી મોક્ષ મળે છે, જે જીવનમાં મેળવવાનાં છે. આની કમાણી મનુષ્યજીવનમાં જ કરી શકાય છે. આચાર જીવનમાં સર્વ પ્રથમ આચાર શા માટે? पढमं नाणं तवो दया । પ્રથમ જ્ઞાનાચાર આવે છે. તેના પછી અહિંસા પરિપૂર્ણ બને છે. જ્ઞાનપ્રકાશ દ્વારા જીવનનું અવલોકન થાય તો ભૂલની સંભાવના નથી રહેતી. જ્ઞાની પુરુષોની આશાતના યા અવિનય ન હોય. તેમની નિંદા કરવાથી એવા કર્મનો ઉદય થશે કે આપને જ્ઞાનથી વંચિત રહેવું પડશે. એટલા માટે જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કરવું, સન્માન કરવું જેનાથી જીવનશિલ્પ સુંદર નિર્માણ થશે. કોઈ કહે કેઃ “મારી પાસે જ્ઞાનનો અભાવ છે તો શું કરું !' તો પરમાત્મા કહે છે: “ગુરુની નિશ્રામાં રહો.” ને જો એ પણ શક્ય ન હોય તો? તો ગુરુને પૂછીને ચાલો. તમારી પાસે લાઈટ યા બત્તી ન હોય અને આગળ વધવું હોય તો કોઈ લાઈટવાળા સાથે આગળ વધવું જોઈએ. જો કોઈ સાથ દેનારું, લાઈટ દેખાડનાર ન મળે તો તમે કહેશો કયાં સુધી પ્રતીક્ષા કરું? ત્યાર પછી કોઈ જાણકારને પૂછીને આગળ વધો – જે પ્રકાશ જ ન હોય તો જ્ઞાનીના માર્ગ ઉપર ચાલો. જો તે પણ ન હોય તો જ્ઞાનીએ ચીંધેલા માર્ગ પર ચાલો. ગ્રંથના પ્રારંભના પ્રથમ ચરણમાં જીવનની લઘુતા પ્રગટ કરી છે – પ્રણમ્ય. પ્રથમ શ્લોકમાં પ્રથમ નમસ્કાર... નમ્રતા હે પરમાત્મા ! હે વિતરાગ ! તમારી કૃપાથી, તમારા શાસન દ્વારા, તમારાથી મેં ધર્મ પ્રાપ્ત કર્યો, અહીં લઘુતા નમ્રતા રચયિતાએ પ્રગટ કરી છે. તુલસીદાસ કહે છે: लघुता से प्रभुता मिवे, प्रभुता से प्रभु इर । લઘુતાથી પરમાત્માનાં જ્ઞાન-પ્રકાશ ઉત્પન્ન થાય છે, તેનાથી પ્રજ્ઞા વિકસિત થાય છે. વર્તમાન જીવનમાં જ્ઞાન વિકૃત બન્યું છે, બુદ્ધિમાં વિકાર આવ્યો છે, અને તેને For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૯૯ માટે આપણો ખોરાક અને જીવનવ્યવહાર કારણભૂત છે. ખોરાક સુંદર તો પરિણામ સુંદર. આ જ્ઞાન તો નિર્મળ પાણી છે, અનાદિકાલીન ભૂખ અને તૃષ્ણા મિટાવે છે. “જ્ઞાનામૃત મોગ' જ્ઞાન એ અમૃત સમાન ભોજન છે. જ્ઞાનથી આનંદની અનુભૂતિ થાય છે. હે પરમાત્મા! તારી કૃપાદૃષ્ટિથી જે મેં પ્રાપ્ત કર્યું છે તે તને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરું છું. 6. ધર્મબિન્દુ સમુદ્ર રૂપી વિશાળ શ્રત એટલે કે સિદ્ધાંતરૂપી સાગરમાંથી થોડાં લીધેલાં બિન્દુમાત્ર ગ્રહણ કર્યા તેનું જ નામ “ધર્મબિન્દુ.” જે કહીશ, જે પ્રગટ કરીશ તે તો માત્ર ઘર્મસાગરનું બિન્દુમાત્ર છે. વિશાળ એવો શ્રુત સાગર, વિશાળ દર્શન અને ધર્મ સમજવાની યોગ્યતા આપણામાં નથી. અરબી સમુદ્ર, વિશાળ સમુદ્રમાં રહેનારો દેડકો ગામના કૂવામાં આવ્યો ત્યારે કૂવાનો દેડકો તેને પૂછે છે કે “તું કયાંથી આવે છે ?' આગંતુક દેડકો : “હું અરબી સમુદ્રમાંથી આવ્યો છું.” કૂવાનો દેડકો: “સમુદ્ર એ શું છે?” આગંતુક દેડકો : “એમાં ખૂબ પાણી હોય છે. ખૂબ ઊંડું અને વિશાળ.' કૂવાનો દેડકો : “આ કૂવાથી પણ મોટો ?' આગંતુક દેડકો : “જરૂર! કૂવાથી તો ખૂબ ખૂબ મોટો.' કૂવાનો દેડકોઃ “હું નથી માનતો. મારા કૂવાથી તો કોઈ મોટું હોઈ જ ન શકે.' પછી તે કેટલો મોટો છે તે જાણવા માટે તેણે છલાંગ મારી અને પૂછ્યું : આટલો મોટો?' આગંતુક દેડકોઃ “નહીં, એનાથી તો કેટલોય મોટો.' ફરીથી કૂવાના દેડકાએ સર્વ શક્તિ એકઠી કરી કૂવાના સામે વાળા કાંઠા સુધી લાંબી છલાંગ મારીને પૂછયું – “આટલો મોટો?” આગંતુક દેડકો : “નહીં, સાગર તો સીમાતીત છે, અસીમ છે, વિશાળ છે, અપાર છે, સમુદ્રની મર્યાદાને બંધન નથી હોતું.” જેટલી શક્તિ હતી તેનો ઉપયોગ કરી એવી છલાંગ મારી જેનાથી ક્વાની બહાર નીકળી ગયો ને પૂછયું – “આટલો મોટો ? ” For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૦૦ શબ્દબંધન શબ્દ એ એક પ્રકારનું બંધન છે. તેનાથી અપાર રહેતા સમુદ્રને નથી માપી શકાતો. આગંતુક મેઢક : “નહીં નહીં – એનાથી પણ મોટો.” કૂવાનો મેઢક: “તું પાગલ છે. તારા શબ્દને માનવા માટે હું તૈયાર નથી.” કૂવામાં જે જન્મ્યા ને મોટા થયા એને શું ખબર કે સમુદ્ર કેટલો વિશાળ અને અગાધ છે. તેવી જ રીતે વિતરાગ શબ્દાતીત, અગાધ, વિશાળ સમુદ્ર જેવો છે. તેનો શબ્દોમાં પરિચય નથી આપી શકાતો. સર્વજ્ઞતાની સ્થિતિની સાધના જોઈએ, તે તર્ક દ્વારા પ્રાપ્ત નથી હોતી. સંશય તો વિષ છે. તર્ક કરનારા કદી પણ પૂર્ણતા નથી મેળવી શકતા. તર્કનું તરકટ એક વખત બડે મુલ્લા બનીઠનીને બહાર નીકળ્યા. રસ્તામાં ઉપરથી કોઈએ પાનની પિચકારી મારી. મુલ્લાનાં નવાં કપડાં પર પડી. તે તો બહુ તાર્કિક હતા. પ્રત્યેક ચીજ તર્કથી જોતા. પાનની પિચકારી કપડાં પર પડતાં મુલ્લા ચમક્યા તે તર્ક કરવા લાગ્યા. કોણ થેંક્યું? ક્યાંથી ઘૂંકયું? શા માટે થંકયું? અત્યારે જ કેમ થંક્યું? જાણીજોઈને થંક્યું? હું જતો હતો ત્યારે જ કેમ ઘૂંક્યો ? તે ઘૂંકતો હતો અને હું નીચેથી પસાર થયો ! ઘૂંકનારાની મનોદશા કેવી હતી? એવા અનેક પ્રશ્ન મનમાં ઉપસ્થિત થયા. જે કાર્ય તર્કથી નથી થતું તે ભાવનાથી થાય છે. મુલ્લા જ્યાંથી નીકળ્યો હતો ત્યાંથી તેણે સંશોધન શરૂ કર્યું. આખો દિવસ ઘૂંકવાથી નિર્માણ પ્રશ્નોનું સમાધાન પામવા તર્ક કરતો રહ્યો. તો પણ તેને સમાધાન પ્રાપ્ત ન થયું. ઈરાદાપૂર્વક પૂંછ્યું? કે મને જોઈને થેંકયું? મને હેરાન કરવા માટે ઘૂંકયું? યા સમજપૂર્વક થેંક્યું? અથવા તે ઘૂંકતા હતા ત્યારે હું નીચે કેમ ગયો ? બીજા પર કેમ ન થેંક્યું? શું તે કોઈ દુશમન હશે? તે વખતે જ તેને ઘૂંકવાની ઈચ્છા કેમ થઈ ? આવા જ વિચારોમાં તેમણે પોતાનો સંપૂર્ણ દિવસ બરબાદ કર્યો. સમય અને શક્તિનો વ્યર્થ ખર્ચ કરી નાખ્યો. મળ્યું કાંઈ જ નહીં. નિરાશ બન્યો, હતાશ થઈ ગયો, થાકી ગયો ! પછી તે મિત્ર પાસે ગયો. તે બોલી ઊઠ્યો : “અરે, આજે મુસીબત આવી ગઈ.' મિત્ર: “શું થયું?' મુલ્લાએ પહેલેથી છેલ્લે સુધી વાત કરી. તેનું રહસ્ય જાણવા માટે બહુ જ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૦૧ વિચાર કર્યો. તર્ક લડાવ્યો. બુદ્ધિ દોડાવી. છતાં પણ તેનું રહસ્ય ન પામી શક્યો. હવે તું જ બતાવી દે કે આની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે ? મિત્ર હસવા માંડ્યો. તે બાલ્યો : ‘તું તો બેવકૂફ છો ! એક મિનિટમાં સમાધાન કરી દઉં છું.’ પછી તેણે મુલ્લાને શર્ટ ઉતારવા કહ્યું. એક હાથમાં સાબુ અને બીજા હાથમાં પાણી પકડાવી દીધું. પછી કહ્યું : ‘લે ધોઈ નાખ. મુલ્લાએ તેમ કર્યું. તે ખૂબ પ્રસન્ન થઈ ગયો. ધન્યવાદ ! ધન્યવાદ ! જેને માટે સવારથી સાંજ સુધી ભટકતો રહ્યો તેનું સમાધાન માત્ર એક-બે મિનિટમાં ! બે ચીજની જરૂર હતી – સાબુ અને પાણીની. – વાત તો સાવ નાની છે, પણ એને સમજવાની ભૂમિકા નથી એટલે જ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શ્રદ્ધાની સરગમ આત્મા-પરમાત્મા, કર્મ આદિનું રહસ્ય જાણવા માટે તર્કની જરૂરત નથી. તર્ક એક મહાન અરણ્ય સમાન છે, જેનો અંત નથી. જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમાં ગૂંચવાતા જશો, અટકતા જશો અને નિરાશ થશો. તેને માટે શ્રદ્ધાની ભૂમિકા જોઈએ. સાધનાની અનુભૂતિ પ્રાપ્ત થાય. આચાર, વિચારની પૂર્ણતા મળે. તેને માટે સર્વથા ત્યાગ કરવો પડે છે, છતાં પણ શોધ અધૂરી જ રહે છે. નિપાણીમાં રહીને મુંબઈ પહોંચી જવું છે. સંસારમાં રહીને મોક્ષ મેળવવો છે, તે કેવી રીતે થાય ? જ્યાં સમજવાની યોગ્યતા નથી, પચાવવાની પાત્રતા નથી. વિશાવ શ્રુતરૂપી સાગરમાંથી જો બિન્દુ પણ પ્રાપ્ત થઈ જાય તો ધર્મ સક્રિય બને છે, તે આશીર્વાદ રૂપ બને છે. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે : ‘આમાં મેં મારા ઘરની વાત નથી કરી. એ મારું ચિંતન નથી. કોઈ વિચાર નથી, પરંતુ પરંપરાથી, જે વિશાળ સાગરમાંથી પ્રાપ્ત થયું તેમાંથી બિંદુમાત્ર ગ્રહણ કર્યું છે, તે છે ‘ધર્મબિન્દુ.’ કર્તાનું કર્તવ્ય ધર્મબિન્દુના શ્રવણથી સાધના સિદ્ધ થાય છે. પછી જીવનમાં કોઈ ઇચ્છા યા કામના નથી રહેતી. ‘બાલાનામ્ બોધાય.' બાળકોમાં અથવા જેનામાં જ્ઞાનની પરિપકવતા નથી, જેના આચારમાં પ્રવેશ નથી મળતો, પરમાત્માના સિદ્ધાંતોને જેણે પ્રાપ્ત કર્યા નથી, પચાવ્યા નથી, તેમને માટે આ આગમ વિશાળ, અગાધ અને સુંદર 8 For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પ્રવચન પરાગ ઉદ્યાન છે, તેમાં પ્રવેશ કરવાનો માર્ગ બતાવ્યો છે. સિદ્ધાંતરૂપી બગીચામાં સર્વ ચીજો મળે છે. ધાન્ય માટે, અનાજ માટે ખેતરમાં હળ ચલાવશું તો જ ધાન્ય મળશે. અને ઘાસ તો મફતમાં મળવાનું છે. તે નફામાં. સંસારી અને સાધુ તેવી જ રીતે મોક્ષ માટે પુરુષાર્થ કરે તેને સંસારની સમૃદ્ધિઓ તો સહજમાં મળી જાય છે. જે સમૃદ્ધશાળી આ· બીજા પ્રકારે યા અન્ય રીતે પ્રાપ્ત ન કરી શકે તે ધર્મની સાધનાથી સાધક સહજ પ્રાપ્ત કરે છે. સાધના સાધુની પણ છે અને સંસારીની પણ છે. સાધુની સાધના શીધ્રગતિએ તો સંસારીની સાધના કીડીની ગતિ સમાન મંદ છે. બેલગાડીમાં બેસીને અમેરિકા ક્યારે પહોંચાય ? એને માટે તો સુપર સોનિક જેટ જોઈએ. સાધુ તો હોલસેલમાં ત્યાગ કરે છે, પરંતુ સંસારી રીટેલમાં. સંસારીની ગતિ ધીમી છે; એટલા માટે એને પ્રેરણાનું પ્રેશર દેવું પડે છે. સાધુ તો સંસારના એકબે રાઉન્ડમાં જ ધ્યેયપ્રાપ્તિ કરી શકે છે, તો સંસારીને કેટલો પ્રયત્ન કરવો પડે છે.? સાધુ સહજરૂપથી પ્રાપ્ત કરી શકે છે. અલ્પની મહત્તા સંસારી સાધુ બની શકે છે, તે શક્ય ન હોય તો ધર્મામૃતનું પાન કરે. પરમાત્માનાં વચનાદિનું અનુષ્ઠાન કરે, તે ભાવપૂર્વક હોય તો તે ઔષધ બની જશે. આ “ધમબિન્દુનાં સૂત્ર તો નાનાં નાનાં છે, હોમિયોપથિક ઔષધની ગોળી જેવાં. નાની ગોળી હોવા છતાં આખાય શરીરમાં સુંદર અસર કરે છે, આચારના પથ્ય પાલનથી તે અમૃત બને છે. સમર્પણની ભાવનાથી સ્વીકાર્યું હોય તો આત્મા સર્વજ્ઞા જેવો બને છે. એક યોગી મહાત્મા હતા. કાળના પ્રભાવને કોઈ રોકી નથી શકતું. કોઈ વ્યક્તિને ખબર પડી ગઈ કે આ યોગી પાસે પાર્થ પથ્થર છે. તે સમયથી તે તેની પાછળ પાછળ ઘૂમતો રહ્યો. એક દિવસ યોગીએ તેને પૂછ્યું : “શા માટે મારી પાછળ પાછળ આવી રહ્યો છે? તું સમય અને શક્તિનો દુરુપયોગ કેમ કરી રહ્યો છે? તારી યાચના શું છે ?' - તે વ્યક્તિ બોલી : “મuત્મન્ ! પૂર્વ કર્મ યોગથી હું દરિદ્ર છું. આપની પાસે પા-પથ્થર છે. કૃપા કરીને આપ મને તે આપો. મારો ઉદ્ધાર થઈ જશે. અત્યાર સુધી હું બોલતો નહોતો. આપે પૂછ્યું એટલા માટે સત્ય કહ્યું.” એ વ્યક્તિ એક સમયે સમૃદ્ધ હતી. કર્મના ચક્ર-પરિવર્તનથી એ દરિદ્ર બની ગઈ. પરોપકાર __ साधु यानि परोपकाराय इयंशरीरं For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ પ્રવચન પરાગ સાધુ એટલે પરોપકારી, સાધુ એટલે સહાયતા કરનાર, પરોપકાર માટે જ પ્રવચન છે. સ્વાધ્યાયમાંથી સમય કાઢીને લોકકલ્યાણાર્થે પ્રવચન દેવામાં આવે છે; જેનાથી પ્રકાશ મળે અને જ્ઞાનનો અંધકાર દૂર થાય. સાધુએ ડબ્બી ખોલી. પા-પથ્થર દીધો. લઈ જા. તે વ્યક્તિ આનંદિત થઈ ગઈ. ભાવવિભોર બની ગઈ. તેનું મકાન ખૂબ જ પુરાણું – જીર્ણશીર્ણ બની ગયું હતું. તેના ઘરમાં લોઢાની બહુ મોટી કોઠી હતી. સંયોગવશ તે ઘણા સમયથી તેમ જ પડી રહી હતી. તેના પર તેણે પ્રયોગ કર્યો. તેણે ત્યાં જઈને ધૂળ ખાતી કોઠીમાં પા-પથ્થર નાખ્યો. તેને થયું તે હમણાં સોનાની બની જશે. પણ તે કોઠી સોનાની ન બની. એનાથી તે નિરાશ બન્યો, આવેશમાં આવી જઈને બોલ્યો – “તે સાધુ નહીં શેતાન હશે. તેણે નહોતો આપવો તો ના પાડવી હતી. આવી મશ્કરી કરી ? મને મૂર્ખ બનાવ્યો ! મારી સાથે આવો વ્યવહાર ?” તે તો સાધુ પાસે ગયો. આવેશમાં આવી જઈને સાધુને જેમ તેમ બોલવા લાગ્યો. સાધુ બોલ્યા : “ભાઈ, મને મારી વસ્તુમાં વિશ્વાસ છે. તારો પ્રયોગ બરાબર નહીં થયો હોય. મને વિશ્વાસ છે, કે તે પાર્શ્વ-પથ્થર છે. તે વ્યક્તિ બોલીઃ “ચાલો! હું બતાવું છું કે તમને કેટલો અને કેવો વિશ્વાસ છે.' સાધુ : “ચાલ, આવું છું.' બંને ઘર પહોંચ્યા. તે વ્યક્તિએ કહ્યું – જુઓ ! તે સાધુએ જોયું કે કોઠી પુરાણી છે અને તેની અંદર ખૂબ કચરો હતો. સાધુએ કહ્યું – “શું આમાં પથ્થર નાખ્યો છે?” “હા.' વ્યક્તિ : “કાંઈ જ અસર નથી થઈ.” સાધુએ જવાબ ન આપ્યો. તેમણે લાલટેન મંગાવી અને અંદર તેને રાખીને જોયું તો વર્ષોનો કચરો એની અંદર હતો. તેમાં જાળી હતી, તેની વચ્ચે પાર્થ-પથ્થર લટકતો હતો. સાધુએ કહ્યું : “કેવી રીતે પ્રયોગ સફળ થાય ? પ્રથમ તું કોઠી સાફ કર, પછી પ્રયોગ કર - ત્યારે જ પૂર્ણતા મળશે.” જ્યાં પુરુષાર્થ ત્યાં પૂર્ણતા પહેલાં પુરુષાર્થ અને તેના પછી પૂર્ણતા. કોઠી સાફ કર્યા પછી પા-પથ્થર અંદર નાખ્યો. તેનો સ્પર્શ થતાં જ તે કોઠી સુવર્ણ થઈ ગઈ. હું રોજ એક કલાક પાર્શ્વ-પથ્થર દઉં છું. પરંતુ તેનાથી જે પ્રાપ્ત કરવાનું છે, તે પ્રાપ્ત ન થાય – તેનાથી વંચિત રહેવાનું કારણ શું? મનની કોઠી અનાદિ કાળથી ધૂળ ખાતી રહી છે. તેના પર વિષય અને કષાયની જાળી લાગી ગઈ છે. તેને સ્વચ્છ કરવામાં આવે તો પ્રવચનશ્રવણની સુંદર અસર થાય તેમ છે. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૦૪ પ્રવચન શરીરને સ્પર્શે છે. કાનમાં પડે છે પરંતુ અંતરમાં એક પણ શબ્દ જાય નહીં. હૃદયમાં સ્પર્શ ન થાય તો પછી પા-પથ્થરનો શો દોષ? પરોપકાર પછી સ્વયંની પ્રાપ્તિ કરવી સહજ છે. જે ભુલોની સ્વીકૃતિ ભાવપૂર્વક કરે છે તે સંસારનાં બંધનોથી મુક્ત બની જાય છે. એને માટે સ્વયંને યોગ્ય બનાવો. हरिभद्रेण रचयिता इदम् ग्रन्थम् હરિભદ્રસૂરિ આ ઘર્મગ્રંથના રચયિતા છે. એક હજાર વર્ષ પૂર્વે થયેલા એ મહાન આચાર્ય હરિભદ્ર હતા. ચાર વેદોના જ્ઞાતા, પિતાનું નામ શંકર ભટ્ટ અને માતા ગંગાદેવી. જૈન સાધ્વીજીનો પરિચય થયો અને જીવનમાં પરિવર્તન થયું. આંતરબાહ્ય કરુણાથી ભરેલાં હતાં. પચીસ સો વર્ષમાં આવા મહાન કારુણિક, દયાના ભંડાર, ૧૪૪૪ ગ્રંથોના રચયિતા થયા નથી. કાશીમાં સરસ રીતે ભણી-લખીને અજોડ વિદ્વત્તા પ્રાપ્ત કરી. દેશ-પરદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી. જેવો ચિતોડમાં પ્રવેશ કર્યો તો રાજા અને પ્રજાએ બેજોડ ઉત્સાહપૂર્ણ સ્વાગત કર્યું. ત્યાં જે રાજા હતા તે પ્રજાપ્રિય હતા. તે રાણા પ્રતાપના પૂર્વજ હતા. હરિભદ્ર ભટ્ટ સ્વયં ચિતોડના હતા. તેમણે ચિતોડમાં પ્રવેશ કર્યો. તેમના પ્રવેશથી ચિતોડની પ્રજામાં અકલ્પનીય આનંદ છવાઈ ગયો. ઉલ્લાસ હતો. હરિભદ્ર ભટ્ટના જીવનમાં તે અણમોલ દિવસ હતો. એક શ્રાવક (કપડાના વેપારી હોવાથી કાર્યાદિક) હરિભદ્રના પ્રથમથી ભક્ત હતા. તેમણે હરિભદ્ર ભટ્ટનો ભવ્ય પ્રવેશ કરાવ્યો હતો. તે ચોવીસ કલાક તેની સેવામાં ઊભા રહેતા હતા. કરુણાના ભંડાર દીન-દુઃખી, દરિદ્રને જોતાં જ હરિભદ્રસૂરીનું હૃદય દ્રવિત થઈ જતું. તેમનું અંતઃકરણ અતિ કોમળ હતું. ભિક્ષા સમયે ગોચરી-આહાર કરવા માટે બેસતા તે વખતે કોઈ ભૂખ્યાને જુએ, તે તેની પાસે જાય તો પોતે આહારનો ત્યાગ કરતા. કેવી બેજોડ કરણા? જ્યારે ગોચરીનો સમય આવતો ત્યારે આચાર્યના હૃદયમાં દર્દપીડા ના જન્મે એટલા માટે આચાર્યશ્રી જ્યારે ભોજન કરે ત્યારે નગરમાં કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. એટલા માટે ગરીબોને આમંત્રણ આપતા, તેમને તૃપ્ત કરતા. પ્રેમથી ભોજન કરાવતા. પૈસા, કપડાં, આદિ અન્ય ચીજોની જરૂરત હોય તો, તે પૂરી કરતા. એવા એ મહાન હતા. આચાર્યજીની સેવામાં તે હંમેશાં ઉપસ્થિત રહેતા. એવા આર્ટ, પવિત્ર, નિર્મળ હૃદયી આચાર્યજીના હૃદયમાંથી નીકળેલા શબ્દો કેટલા પવિત્ર હશે ? એમનું જીવન કરુણાથી, દયાથી, વાત્સલ્યથી, પ્રેમથી ભરપૂર હતું. બીજાઓનું દુઃખ પોતાનું દુઃખ માનનાર એવા પવિત્ર, કરુણાસાગરના આ શબ્દો છે – તે કહે છે : “ગ્રંથમાં પ્રવેશ ન કરવો, સ્વયંમાં પ્રવેશ કરવાનો છે.' For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રવચન પરાગ ૧૦૫ આવા ધર્મબિન્દુ ગ્રંથના નિર્માતા હરિભદ્રસૂરિ પોતે કેવા હતા એ જાણ્યા પછી તેમના પ્રતિ સદ્ભાવ જાગ્રત થાય તે સહજ છે. તેમના પ્રત્યે સદ્ભાવના ઉત્પન્ન થવી જરૂરી છે તે થશે. સદ્ભાવના પછી તેમનો સ્વીકાર થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રવણ-મનતા જે તમે અહીંયા સાંભળો છો, તે મનને એકાગ્ર કરીને સાંભળો તો જ તે શ્રવણ સાધના બનશે, જીવનવીણાના તારો ઝણઝણી ઊઠશે. સમ સંગીતના સ્વરોથી શ્રવણ કરવું એ પણ એક કલા છે. — રાજસ્થાનના એક શ્રોતા હતા. તે વ્યાખ્યાન સાંભળવા આવ્યા. સાથે પાંચ કાર્ય કરે. એક પ્રથમ શાસ્ત્રશ્રવણ, બીજું સામાયિક, ત્રીજું માળા ગણવાનું. નૉનસ્ટોપ ગતિ હોય અને ચોથું કૉન્ફરન્સ અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત. અને અંતિમ પાંચમી સમાધિ. ઘરનો બાકી રહેલો નિંદરનો કોટો પણ પૂર્ણ કરવાનો. એક જ સમયમાં પાંચ વાતોમાં વિભક્ત ન બનો. પૂરા જાગ્રત અવસ્થામાં રહો, નહીં તો પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત નહીં થાય. શ્રવણ-વિકૃતિ એક ગંગા ડોશી હતી. નિયમથી વ્યાખ્યાનમાં આવતી હતી. ઘરનો કોટો ઉપાશ્રયમાં પૂર્ણ કરતી. સમાધિ લગાવતી. ભગવાન મહાવીરના પ્રિય શિષ્ય ગૌતમ હતા. વ્યાખ્યાનમાં પ્રસંગ આવતો ત્યારે – ‘હે ગોયમા' ભગવાન બોલતા, પ્રવચન સમયે ગુરુ (પ્રવચનકાર) બોલતા - ‘હે ગોયમા. ત્યારે ગંગાડોશી જાગ્રત બનતાં. વારે વારે આ શબ્દો સાંભળવા મળતા. ડોશી ‘ગોયમા’ને ન સમજી શકી. તે ઘેર ગઈ. પોતાના પુત્રને કહેવા લાગી – ‘અરે ! તું વૈદ્ય છે, ત્યાં મહારાજ સાહેબના પેટમાં દર્દ છે. તે વારે વારે ઓયમા ! ઓયમા ! કહે છે. તારામાં અક્કલ છે કે નહીં ? તેની સારસંભાળ પણ નથી લેતો ?’ પુત્રએ પૂછ્યું : ‘મહારાજ સાહેબને તકલીફ શું છે ?' ડોશી : ‘તકલીફ ! અરે બહુ જ છે. વ્યાખ્યાન સમયે જોરથી ચિલ્લાય છે ઓયમા ! ઓયમા !' પુત્ર મહારાજ પાસે ગયો. મહારાજ તો પૂરા સ્વસ્થ હતા. તેમણે પૂછ્યું : ‘મહારાજ સાહેબ ! આપને કાંઈ દર્દ છે ?’ મહારાજ : ના, ‘કોઈ દર્દ નથી.’ મારી માતા કહે છે કે આપ વ્યાખ્યાનમાં વારે વારે ઓયમા, ઓયમા બોલો છો. મહારાજે કહ્યું, ‘મને કોઈ વ્યાધિ નથી. તારી માતા સમજી શકી નથી. તે સમાધિમાં સાંભળે છે. તેને ગોયમા (ગૌતમ)ને બદલે ઓયમા સંભળાતું હશે !' For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ પ્રવચન પરાગ પરમાત્માની વાણી જાગ્રત અવસ્થામાં, સાચા અર્થમાં, સમજે તો તે આપને માટે સાર્થક બનશે. શ્રવણ-શ્રદ્ધા શ્રવણ શ્રદ્ધાપૂર્વક, જાગ્રત અવસ્થામાં કરવું જોઈએ.આત્મા અઢાર દોષોથી રહિત કેમ બને? તે કરૂણાભાવથી અહીં બતાવ્યું છે. ગુણ અને ગુણી ભિન્ન નથી રહેતા. ગુણ પ્રાપ્ત કરવાથી આપણેય ગુણી અરિહંત બની શકીએ. સાધુનો પરિચય જીવન વ્યવહારને શુદ્ધ કરવા માટે જ છે. સંસારના જંગલમાં યોગ્ય માર્ગ ચીંધનાર છે સાધુ ભગવન્તો. કાજળની કોટડીમાં રહેવા છતાં પણ દાગ ન લાગે એવો ઉપાય જાણવા મળશે. હરિભદ્રસૂરિના જીવન-પ્રસંગો સાંભળ્યા પછી એના ગુણો ગ્રહણ કરવા જેવા લાગશે, જીવનમાં ઉતારવા જેવા લાગશે, તો તેનાથી તમારું જીવન વક્રી મટી માર્ગી બનશે. ૮ પ્રશસ્ત-ભાવના આચાર્ય હરિભદ્રસૂરિની પ્રશસ્ત-ભાવના હતી કે મારી સાધનાથી સહુ મૈત્રીની સુગંધ પ્રાપ્ત કરે. “સ્વ”ની સાધના “સર્વ'માં વ્યાપક બને, તેઓની સાધના “સર્વ સુધી પહોંચાડવાનો સફળ પ્રયત્ન ન હોય તો તે સાધના અધૂરી બનશે. હરિભદ્રસૂરિ મહાત્માની તે સમયે કેવી ભાવના હતી ? તેમની કેવી ઉચ્ચ મનોદશા હશે? તે જાણી લો. સમજી લો. ત્યારે તેના પ્રત્યે શ્રદ્ધા જાગ્રત થશે, રુચિ જન્મશે અને ગ્રંથ શ્રવણ કરવાની ભાવના ઉત્પન્ન થશે. નિર્માતાના પૂર્વ પરિચયમાં અહંકારની ભાવના હતી. પરંતુ તે અહંકારની ભાવના પ્રકૃતિ માટે વરદાનરૂપ બની. અહંકારોપિ બોધાય ! તેના અહંકારે સત્યની ખોજ કરી અને તે સાધનાનો વિષય બન્યો. હરિભદ્ર ભટ્ટ પ્રકાંડ પંડિત અગ્નિહોત્ર બ્રાહ્મણ. કાશીમાં વર્ષો સુધી અખંડ જ્ઞાનસાધના અને ઉપાસના કરી. તે કાળે મેવાડમાં સિસોદિયા વંશ હતો, તેના તે રાજપુરોહિત હતા. વિશિષ્ટ વ્યક્તિ હતા, તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન હતું, વિશિષ્ટ પદ હતું, વિશિષ્ટ માન-સન્માન હતાં અને એમાંથી જ અહંકાર જન્મ્યો. ભારતના મહાપંડિતનું મેવાડની રાજધાની ચિતોડમાં અદ્દભૂત સ્વાગત થયું. સૂર્યવંશી રાજ્યમાં મહાન પ્રથમપદ મળ્યું. તેમનું સન્માન પણ અદ્ભૂત રહ્યું. જ્ઞાનના જ્ઞાતા, સમર્થ પ્રકાંડ વિવાદકાર પ્રત્યેક જગ્યાએ વિજેતા, પ્રત્યેક પદાર્થના જાણકાર હતા. એવા તે અતિમહાન વિદ્વાન પંડિત હતા. એક સગુણ પણ ઉત્થાનનું કારણ બને છે. ગુણ પણ જીવનમાં આશીર્વાદ બને છે. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૦૭ પ્રતિજ્ઞા તેમની એક પ્રતિજ્ઞા હતી : જે વિષય હું સમજી ન શકું, જેને માટે મારી બુદ્ધિ મારો સાથ ન દે, તો તે સમજાવનારનો હું શિષ્ય બની જાઉં !' અહંકારના વિશાળ મહેલમાં રહેવાથી, અંધકારમાં રહેવાથી તેમને આત્માની પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત ન થયું. સ્વરક્ષણાર્થી એક સમયે તે પાલખીમાં જઈ રહ્યા હતા. રસ્તામાં સામેથી એક પાગલ હાથી આવી રહ્યો હતો. લોકો આમતેમ દોડવા લાગ્યા. આખોય માર્ગ સૂમસામ બની ગયો. પાલખીના કહાર પાલખી છોડીને જાન બચાવવા ભાગી ગયા. તેમણે જતાં જતાં હરિભદ્ર ભટ્ટને કહ્યું કે જીવ બચાવવા થોડો સમય કયાંય પણ આશ્રય ગ્રહણ કરી લો. હરિભદ્ર ભટ્ટ પાલખીમાંથી બહાર નીકળ્યા. આશ્રયસ્થાન તો જોઈએ જ, કેમ કે સામે સંકટ હતું, ઉપદ્રવ હતો. વિચાર કરવાનો યોગ્ય સમય પણ ન હોતો. પાગલ હાથી સામે આવી પહોંચ્યો. ત્યાં નજદિક જિનમંદિર હતું. ત્યાં સામે મૂર્તિ જોઈ અને હરિભદ્રે કહ્યું – વપુરેવ ... તવાચષ્ટ, સ્પષ્ટ મિષ્ટાન્નભોજનમ્ નહિ કોટરસંઘેડગ્ની તર્ભવતિ શાલઃ | મહાવીર પર વ્યંગ જગત કહે છે, મહાવીર દીર્ઘ તપસ્વી હતા, તેમણે શરીરને સુકાવી દીધું, પરંતુ તપસ્વી માનવા તૈયાર નથી. તેમને વિતરાગ દશાની મુદ્રાનો પરિચય નહોતો, એટલે તે વિતરાગ દશાની મૂર્તિ જોઈને બોલ્યા : તે વિદ્વાન પંડિત ભૂલી ગયા કે લાંબી તપસ્યા કરવાથી પણ તપમાં આત્માનંદ પ્રાપ્ત થાય છે, જેનાથી શારીરિક, માનસિક ક્ષીણતા નથી આવતી. તપસ્યાથી આંતરિક પ્રચંડ શક્તિ પ્રાપ્ત થાય છે; બહારની નહીં. બહારની પુષ્ટિ ન જુઓ, અંદરની જુઓ – અનુભવ કરો. સૂર્યની સખત ગરમીમાં પણ વૃક્ષ લીલુંછમ દેખાય છે. તે જમીનની ઊંડાઈમાંથી પાણી પ્રાપ્ત કરે છે જેનાથી તે લીલુંછમ રહે છે. આંતરિક શક્તિ સાધુસંત અંતરાત્માની શક્તિ પ્રાપ્ત કરે છે. જેનાથી તેનામાં ઉદાસીનતા, નીરસતા, દીનતા નથી હોતી. તેમનામાં પ્રસન્નતા રહે છે. પરંતુ સંસારી બહારથી શક્તિ પ્રાપ્ત કરે છે. ત્યાં ક્ષણભંગુરતા, નશ્વરતા હોય છે. ઉદાસીનતા હોય છે અને કોક જ વાર કદી કદી પ્રસન્નતા હોય છે. આંતરિક શક્તિનું જ્ઞાન નહીં હોય. અમેરિકામાં વિવેકાનંદ વિવેકાનંદ અમેરિકા ગયા. ત્યાં તેમને ગેરવા રંગના કપડાં પહેરેલા જોઈને For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ પ્રવચન પરાગ લોકોને આશ્ચર્ય થયું. જાણે કે મ્યુઝિયમનું કોઈ પ્રાણી હોય તેમ કુતૂહલથી લોકો તેમને જોવા માંડ્યા, કારણ કે આવાં વસ્ત્રો પહેરેલી વ્યક્તિ તેમણે જીવનમાં પ્રથમ વાર જોઈ. જીવનમાં તેમણે પ્રથમ વાર ભારતીય સંન્યાસી જોયા. તમારી દૃષ્ટિને બહારનું જ લેવાની આદત પડી ગઈ છે. ચામડાની આંખો બાહ્ય જુએ છે. બહારનું પેકિંગ બહુ સારી રીતે જુએ છે. આદત પડી ગઈ. આ કારણે જ અંતરાત્માને ન જોયો. પરમ તત્ત્વનો આનંદ – આસ્વાદ ન મળ્યો, પરમ તત્ત્વની પ્રાપ્તિનો પણ પ્રયાસ ન થયો. જગત કહે છે કે તું દીર્ઘ તપસ્વી છે, પરંતુ હું તેને માનવા માટે તૈયાર નથી ' હરિભદ્ર ભટ્ટ પરમાત્માની મૂર્તિ જોઈને બોલ્યા, “તું તો માલ-મલિદા ખાનાર છે. ખાઈ-પીને હૃષ્ટપુષ્ટ બનેલી આ મૂર્તિ છે – શું તારામાં વિતરાગતા હતી? તે માનવા હું તૈયાર નથી.” મારી આજે મજબૂરી હતી કે મારે જિનમંદિરમાં આવવું પડ્યું, અહીં આશ્રય લેવો પડ્યો ! તેમનામાં એકાન્ત દૃષ્ટિ હતી. એકાન્તવાદ અને સામે એકાન્તવાદમાં કેવળ ઘર્ષણ હોય છે, તેમાં કલેશ, અસત્ય, હિંસા વગેરેનો જન્મ થાય છે. ત્યાં દૃષ્ટિ શુદ્ધ અને પૂર્ણ નહીં હોય ! પરંતુ જ્યાં એકાન્તને છોડી અનેકાન્તવાદને સમજવાની શક્તિ આવે તો સંઘર્ષનો નાશ થાય છે. તે દૃષ્ટિ શુદ્ધ, પૂર્ણ લક્ષ્ય સુધી પહોંચાડી શકે. તેનાથી થતા પ્રયત્ન સફળ બને છે. બંને લેન્સ હોય તો દૃષ્ટિ સમદૃષ્ટિ બને છે, માયનસ લેન્સ અને પ્લસ લેન્સની મદદથી જીવનમાં દુર્ઘટના નથી બનતી. અનેકાન્તવાદ બન્ને લેન્સનું કામ કરે છે. સમસ્વર પ્રગટ કરે છે. જીવનવ્યવહારમાં હરિભદ્ર બ્રાહ્મણમાં તે વખતે અનેકાન્ત દૃષ્ટિનો અભાવ હતો. આજે વિશ્વની મહાસત્તાઓની અથડામણો વિશ્વયુદ્ધને બોલાવી રહી છે, દુનિયાનો વિનાશ કરવાનો પેંતરો રચી રહી છે. એકાન્ત દૃષ્ટિ અને એમાં પોતાનું જ હિત જોવું. એ જ કારણ છે. આજે અમેરિકા અને રશિયાના વડાઓ પોતાનો સ્વાર્થ તજી સર્વની શાન્તિ માટે પોતાની શક્તિઓનો સર્જનાત્મક ઉપોયગ કરે તે સહુ ઇચ્છે છે. આ વસ્તુ અનેકાન્ત દૃષ્ટિ કેળવ્યા વિના શક્ય બનવાની નથી. પરિણામે બને મહાસત્તાઓ પોતાની પાયમાલી ખૂબ જ ટૂંકા સમયગાળામાં કરશે. પછી સાન ઠેકાણે આવશે પણ ત્યારના વિનાશનું દશય ભયાવહ હશે. કરોડો નિર્દોષ નાગરિકો, પશુઓ રિબાઈ રિબાઈને માર્યા ગયાં હશે. મહાવીરનો અનેકાન્તવાદ મહાવીરે આ સંઘર્ષનો નાશ કર્યો. વૈચારિક સંઘર્ષ જે ખૂબ જ વધી ગયો હતો For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ પ્રવચન પરાગ તેનું સમાધાન મહાવીરે કર્યું. સર્વમ્ વિમ્ , કોઈ શાશ્વત નથી. જો વૈચારિક સંઘર્ષ કલેશનો નિમિત્ત બને તો ઘર્મનો નાશ થાય છે. ભાવિ ભયાનક, ભયંકર એટલે મહાવીરે ચિંતન આપ્યું. બંને સાચા છે. તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે : નિત્યમ્ વા નિત્યુ વા, વિસંવાદનો નહીં પરંતુ સંવાદનો પરિચય થાય છે. ઉત્પાદ્, વ્યય, ધ્રોવ્યા : આ ત્રણ શબ્દોમાં બંનેની માન્યતાઓનું સમાધાન કર્યું છે. ઉત્પતિ, સ્થિરતા, અને નાશ ! જાતિનું પરમ સત્ત્વ, પરમ સત્ય, પરમ તત્ત્વ આ ત્રણે શબ્દો સમાયા છે. મહાવીરના શબ્દોમાં અનેકાન્તવાદ છે. મહાવીરે કહ્યું : “પ્રત્યેક ચીજ ઉત્પન્ન થાય છે, અને પ્રત્યેક ચીજ નાશ પામે છે. અને તે પોતાના મૂળ પદાર્થમાં કાયમ તે સ્વરૂપે રહે છે. ઉદાહરણાર્થે સોનાની અંગૂઠી. અંગૂઠી તોડીને હાર બનાવ્યો, હાર તોડીને કંગન બનાવ્યું, તેમાં તેનો આકાર નાશ પામે છે. એકનો નાશ થયો, બીજાની ઉત્પત્તિ થઈ પરંતુ સોનાનું અસ્તિત્વ હેમખેમ રહ્યું. તે રીતે જ જગતમાં પ્રત્યેક ચીજ જન્મતી હોય છે, પર્યાય બદલવા રૂપે બને છે. એક તરફ નાશ પામે છે તો બીજી તરફ ઉત્પત્તિ. પરંતુ મૅટર યાને પદાર્થ ચિરંજીવી કહે છે. તેનું રૂપ બદલાઈ ગયું. પર્યાય અનિત્ય છે, ક્ષણિક છે, નાશવાન છે. પદાર્થ નિત્ય છે, શાશ્વત છે. વૈદાન્તિક માન્યતા – “સર્વમ્ નિત્યમ્ સત્ય છે. પરમાણુ નિત્ય છે, શાશ્વત છે. જ્યાં પરમાણુનું નિર્માણ થયું ત્યાં વિસર્જનની ભૂમિકા તૈયાર થાય છે. એક જ વ્યક્તિ સારી અને ખરાબ બને હોઈ શકે છે. એક જ શબ્દ પર્યાયની અપેક્ષા જુદી જુદી વસ્તુઓનો વાચક બને છે. તેને આપણે સમજવો જોઈએ. ક્રોધી દેખાતો માનવ પણ ક્રોધ મટે ત્યારે શાન્ત હોય છે. માટે એમ આગ્રહ ન કરાય કે “તે તો ક્રોધી જ'. તે આપણો એકાન્તવાદ છે. અનેકાન્ત એટલે દરેકને સમજવાં અને સહુનું હિત કરવું. સહુનું હિત ઇચ્છનારનો વિનાશ કોઈ કરી શકતું નથી, પણ સામૂહિક હિતની ભાવના વિશ્વના વડાઓમાં પ્રથમ સાચા અર્થમાં પ્રગટવી જોઈએ. . જન્મ લેવો મૃત્યુનો આરંભ છે, પ્રવેશ છે. મૃત્યુ તે પૂર્ણતા છે. નિર્માણ હોય તો વિસર્જન થશે, પરંતુ પરમાણુ નિત્ય રહેશે. આ રીતે બૌદ્ધ અને વેદાન્તિઓના વૈચારિક સંઘર્ષનો સમન્વય કર્યો. આ છે અનેકાન્તવાદ. ત્યાં કોઈ વસ્તુનો આગ્રહ નથી. જ્યાં આગ્રહ છે ત્યાં સંઘર્ષ છે. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ પ્રવચન પરાગ આગ્રહ અને બુદ્ધિ બુદ્ધિ ચિંતન કરી સમન્વય કરે તો શાંતિ પ્રાપ્ત થાય છે. જે ભોજન ઉતાવળે થશે તો પાચન નહીં થાય ! “જ્ઞાનામૃતમ્ મોનનમ્ ચાવી ચાવીને, રસ બનાવીને, શાંતિપૂર્વક ગળે ઉતરવું જોઈએ. આ શ્રોતાવર્ગ છે, તેમને માટે અલગ અલગ રીતે સમજાવું છું, પરંતુ પરમાત્માનાં તત્ત્વોને સમજાવવા માટે પુનરુક્તિ – રિપિટેશન જોઈએ. સમજાવવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. એક સમજી જાય તો સરળતાથી ગ્રાહ્ય બને છે. વૈદિક અને બૌદ્ધ આ બંનેના સંઘર્ષનો સમન્વય મહાવીરે કર્યો. સાધનાથી સમન્વય – શકિતનું બળ પ્રાપ્ત થાય છે. અનેકાન્તવાદ અનેકાન્તવાદમાં સંઘર્ષ નથી, અનેકાન્તવાદમાં સમન્વય મળશે. એક શબ્દને અનેક દૃષ્ટિએ જુઓ, દરેક વસ્તુને જુદી જુદી અપેક્ષાએ નિહાળો તો, કોઈ વ્યક્તિ અપૂર્ણ નહીં જણાય, દરેક સત્યનો સમન્વય થાય ત્યારે જ સમાધાન પ્રાપ્ત થાય. અનેકાન્તવાદમાં મૈત્રીગુણ વિકસિત થાય છે. જ્યાં મૈત્રી હશે ત્યાં પરમાત્મા વિદ્યમાન હશે. આ પૂર્ણ દૃષ્ટિ છે. તે દૃષ્ટિએ જોશો તો સંસાર ધર્મમય બનશે. મૈત્રીમાં સહુનાં વચનો સાપેક્ષ જણાશે. મહાવીરે કહ્યું છે : “શબ્દ એક છે, તેના પરિચય અનેક છે.” સમ્રાટ અકબર સાધુ-સંતોના સન્માન કરનારા હતા. ત્યાં મુનિ સમયસુંદર ગયા. તે હીરવિજયજીની પરંપરામાં થઈ ગયા. તેમણે પરમાત્માના શબ્દોનો પરિચય આપ્યો. એક શબ્દના અનેક અર્થ નીકળે છે, શબ્દનું રહસ્ય બતાવવું અશક્ય છે. રાજદરબારમાં બેઠેલા પંડિતોમાં શંકા જન્મી કે આ સમયસુંદર જૈન સાધુ કહે છે તે યોગ્ય નથી. શબ્દનો અર્થ તો સીમિત હોય છે. અકબર : શબ્દના અનેક અર્થ શક્ય છે? સમયસુંદર : શકય છે. અકબર : વિશ્વાસ નથી બેસતો. તમે સાબિત કરી બતાવો. મહાવીરે જે કહ્યું છે તે સિદ્ધ કરી બતાવો. મુનિવરે કહ્યું: “આપ બોલો હું સિદ્ધ કરી બતાવું છું.' પંડિત બોલ્યા જનાનો તે સી .” રસાયણ પચાવવું શક્ય છે, પરંતુ જ્ઞાન પચાવવું મુશ્કેલ છે. જ્ઞાન પાચન ન થાય તો તે વિકૃત બની જાય. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ પ્રવચન પરાગ અધૂરું જ્ઞાન આજનું જ્ઞાન ઉધાર લીધેલું છે. આત્મારામની પેઢી ઉધાર લીધેલા જ્ઞાન ઉપર ચાલે છે. તે વૉટર-ટૅક-પાણીની ટૂંકી સમાન છે. ટાંકીને બોલો તો તે ખાલી થઈ જશે ને બંધ રાખશો તો દુગંધમય બની જશે. - આધુનિક જ્ઞાન ટાંકીના પાણી સમાન છે. કૉલેજમાંથી ઉધાર લીધેલું જ્ઞાન છે. તે બાહ્ય જ્ઞાન છે – એટલે એ ખાલીનું ખાલી જ રહેશે. અને જે ભરી રાખો અંદર તો તેમાં વિકાર ઉત્પન્ન કરે. પૂuડ૬ માનનારાઓમાં અહંકારની દુર્ગધ હોય છે. કૂવો ખોદવા માટે ડીપ ડ્રિલિંગ કરવું પડે છે. અત્યંત પરિશ્રમ કર્યા પછી વિશ્રામ મળે છે. તેના પાણીથી રોજ તૃપ્તિ મળશે. આત્મારૂપી કૂવાની ગહરાઈમાં જે જ્ઞાન રહે છે તે અંતઃસ્બયનું જ્ઞાન છે. આનંદ અને અનુભવની લહેજત અર્પે છે. સંસારના જ્ઞાનથી પોતાનો પરિચય નહીં મળે. કળિકાળ સર્વજ્ઞ મહાન આચાર્ય હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજના રાજદરબારમાં ગયા ત્યારે પંડિતોએ તેની મશ્કરી કરી, મજાક ઉડાવી હતી. 'आगतो हेम गोपालो दंडकम्बलमुद्वहन्' ॥ તરત આચાર્ય ભગવંતે તેનો ઉત્તર આપ્યો : 'षट् दर्शनस्य पशुश्चायामि जैन वाटके.' અહીં તો હેમચંદ્રાચાર્ય નામના ગોપાળ(ભરવાડ) આવ્યા છે. તેના હાથમાં દંડ(લાકડી) છે, ખભા પર કંબલ છે, આવી વિચિત્ર વ્યક્તિ રાજરબારમાં શોભાયુક્ત નથી. હેમચંદ્રાચાર્યમાં અગાધ બૌદ્ધિક પ્રતિભા હતી. અખંડ બ્રહ્મચર્યની તેજસ્વિતા હતી. તે સાધનસંપન્ન સિદ્ધપુરુષ હતા. તેને કોઈ ઠગી નહોતું શકતું. તેમણે ગર્જના કરી. સર્વ દર્શનોનાં પશુઓને ચરાવનાર એવા હેમગોપાળ આવ્યા છે. ઘરે તિ, પંડિત, સર્વનાં મોં બંધ થઈ ગયાં. શબ્દથી પરિચય નથી થતો. શબ્દપંડિત શબ્દનો ભાર ઉઠાવનાર જૂર છે; પંડિત નહીં. અકબરના દરબારમાં એક વાક્યના અનેક અર્થ બતાવ્યા. જે કહે તે સિદ્ધ કરી બતાવ્યું. એવા એ સમર્થ, પ્રકાંડ, પ્રખર વિદ્વાન પંડિત હતા. તે વાક્યના દસ લાખ અર્થ – વ્યાકરણ, વ્યુત્પત્તિ, ભાષાની દૃષ્ટિએ બતાવી આપ્યા. આજે એ ગ્રંથ અસ્તિત્વમાં છે. તેનું નામ છે : “અનેકાત્તાર્થ રન મંજૂષા.” આજે એ સિદ્ધ થઈ ગયું કે મહાવીરના શબ્દોના અનેક અર્થ હોઈ શકે છે. આજથી ચારસો વર્ષ પૂર્વેની આ વાત છે. સમયસુંદર સર્વજ્ઞ નહોતા. તેમનામાં For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ પ્રવચન પરાગ અંતરાત્માના જ્ઞાનનો પ્રકાશ હતો. પરંતુ સર્વજ્ઞના શબ્દોના કેટલા અર્થ? એટલા માટે જ જગતમાં સાપેક્ષવાદ એ મહાન સિદ્ધાંત છે. સાપેક્ષવાદ આજે રાજનીતિમાં સાપેક્ષવાદની આવશ્યકતા છે. તેના વિના સંઘર્ષ ઉત્પન્ન થશે. એકાત્તવાદ રાષ્ટ્ર માટે હાનિકારક છે. એ અનેકાનેક સંઘર્ષ જન્માવે છે. એકાન્તવાદ રોગ છે, અને અનેકાન્તવાદ ઔષધિ છે. મહાવીર પ્રભુના માર્ગદર્શનમાં સંપૂર્ણ જોર અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, સાપેક્ષવાદ ઉપર છે. તમે તો એક જ છો પરંતુ તમારો પરિચય અનેક રીતે આપી શકાય છે. તમે પુત્રને કારણે પિતા છો, પત્નીને કારણે પતિ છો, પિતાની દૃષ્ટિએ તમે પુત્ર છો, ભાઈની દૃષ્ટિએ ભાઈ છો, કોઈને કારણે કાકા છો, મામા છો, ભાણેજ છો, ભત્રીજા છો, વેપારી છો – તમારા એકલાના સમ્બન્ધોના કેટલા પરિચય આપી શકાય ? તમે પોતાના સત્યને જ જો આખરી સત્ય માની બેસશો તો તે એકાન્તવાદ બનશે, ત્યાં જ સંઘર્ષ જન્મશે. માટે જ પૂજ્ય પુરુષોની, વડીલોની જીવનનિર્માણ માટે સલાહ લેવી જોઈએ. જ્ઞાનનું અજીર્ણ એક વાર કાલિદાસની સભામાં એક કાશીના પ્રખર વિદ્વાન, પ્રકાંડ પંડિત આવ્યા. એમનું કહેવું હતું કે, “પૂ૬.” મારી બરાબરી કરનાર સમર્થ એવો કોઈ નથી. એટલા માટે જ્યાં જતા ત્યાં ચાર વસ્તુ સાથે લઈ જતા : ૧. કોદાળી, ૨. ઘાસનો પૂળો, ૩. સીડી, ૪. લાંબી રસ્સી. કાલિદાસ તથા અન્ય પંડિતોએ તેમનું સ્વાગત કર્યું. પરંતુ તેમની પાસેથી ચાર વસ્તુઓ જોઈને સૌ આશ્ચર્યમગ્ન થઈ ગયા. આ શું ? તમે આ ચાર વસ્તુઓ સાથે રાખો છો તેનું કારણ સમજાવો. પંડિત બોલ્યા : “મારું નામ સાંભળીને મોટા મોટા પંડિતો ડરીને ભાગી જાય છે.” તે પંડિતને જ્ઞાનનું પ્રદર્શન કરવું હતું. તેને તેમના જ્ઞાનનું અજીર્ણ થયું હતું. તેમણે કહ્યું કે : “કોઈ વિદ્વાન હારીને ડરથી વાદવિવાદ કર્યા વગર કૂવામાં છુપાઈ જાય તો આ રસ્સીથી હું તેને બહાર ખેંચી લઉં છું. કોઈ હારીને – ભયથી જે આકાશમાં ચાલ્યો જાય તો આ સીડીથી ઉપર ચડીને એને નીચે ઉતારું છું. જે કોઈ જમીનમાં ઘૂસી જાય તો કોદાળીથી જમીન ખોદીને તેને બહાર કાઢું છું, જો કોઈ હાર સ્વીકારે તો તે પશુને આ ઘાસ નાખું છું – જ્ઞાનનું તેને અજીર્ણ થઈ ગયું હતું – તે એકાન્તનો આગ્રહ લઈને ચાલતો હતો. કાલિદાસને થયું કે આની સાથે વિવાદ કરવો વ્યર્થ છે. તેમણે બીજો ઉપાય શોધી કાઢ્યો. તેમણે કહ્યું : અમારે ત્યાં એક વિદ્વાન છે. તેની સાથે તમે શાસ્ત્રાર્થ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૧૩ કરો. આપની સાથે વાદવિવાદ કરવા માટે સર્વ પંડિત લાચાર છે. પરંતુ અમારા ગુરુ છે. તે પ્રકાંડ પંડિત છે. તે મૌનની સાધનામાં મગ્ન રહે છે. તેમની સાથે વાદવિવાદ કરો અને તેના પર વિજય પ્રાપ્ત કરો. તે શબ્દોથી શાસ્ત્રાર્થ નહીં કરે, તે માત્ર હાથના ઈશારાઓથી શાસ્ત્રાર્થ કરશે. શું આપ તેમની સાથે વાદવિવાદ કરવા માટે તે પ્રકારે તૈયાર છો? પંડિત બોલ્યા : “જરૂર, જરૂર તૈયાર છું.” રાજસભામાં સર્વ પંડિત બેઠા હતા. ત્યાં તે પંડિત પધાર્યા. મોટું શરીર – મસ્ત ! મૂર્ખનું પ્રથમ લક્ષણ કર્યું? શરીરથી હૃષ્ટપુષ્ટ, મજબૂત. આ મૂર્તિ ખંડિત હતી. એક આંખ નહોતી. હોશિયાર હતો પરંતુ આંખની ઓછપ હતી. અહીં કાલિદાસે નાટક કર્યું. એક ઘાંચી હતો. તે એક આંખે કાણો હતો. તેને કાલિદાસે કહ્યું : તને સો સોનામહોર દઉં છું. તને રાજસભામાં લઈ જવાશે. તું ત્યાં કશું જ ન બોલતો. માત્ર આંગળીઓથી ઈશારા કરજે. પછી હું બધું સંભાળી લઈશ. જો એક શબ્દ પણ બોલીશ તો શરીરથી ગરદન અલગ કરી દઈશ. ઘાંચીએ મનમાં વિચાર્યું : શા માટે બોલું? જો સો સોનામહોર મળતી હોય તો? કૃત્રિમ ચમક તેને બરાબર પંડિત જેવો સજાવ્યો. ઠાઠમાઠ કર્યો. સરસ કપડાં પહેરાવ્યાં. માથા પર સરસ પાઘડી, લલાટ પર મોટું તિલક કર્યું, હાથમાં મોટી મોટી પોથી. હાથી પર સવારી સાથે, પાંચસો પંડિતોની જયજયકાર વચ્ચે એની પધરામણી થઈ. બડા પોથા બડા ધોતા, પંડિતા પગડા બડા, अक्षरं नैव जानाति, निरक्षराय नमोः नमः જેવા આ ઘાંચીને હાથી પર બેસાડી મહાન પંડિત કાલિદાસ તેમની સેવામાં બરાબર આડંબર સાથે નીકળ્યા. કૃત્રિમતામાં ચમક ઘણી રહે છે. રાજદરબારમાં રાજગુરુ પધાર્યા. ઉચિત સન્માન દીધું. સર્વ પોતપોતાના સ્થાને બેઠા. કાલિદાસ બોલ્યાઃ “આ મહાન વિદ્વાન ગુરુ વરસોથી મૌન રાખે છે. એટલા માટે આપ જ પ્રથમ પ્રશ્ન ઉપસ્થિત કરો. આગંતુક પંડિતે પ્રશ્ન ઉપસ્થિત કર્યો. તેમણે કહ્યું : શબ્દનો ઉપયોગ તો કાયર કરે છે. પછી તેણે એક આંગળી ઊંચી કરી તો ઘાંચી પંડિત તેની સામે બે આંગળી ઊંચી કરી. આગંતુક પંડિત તો વિચારમાં પડી ગયો. પરંતુ તેમણે તરત નિર્ણય કર્યો અને પાંચેય આંગળીઓ દેખાડી. ઘાંચી પંડિતને લાગ્યું હવે શું કરવું ? તે વિચારમાં પડી ગયો ! એટલે તેણે મુક્કો બતાવ્યો ! જેવો મુક્કો બતાવ્યો તેવો જ આગંતુક પંડિત બોલ્યો : “હું હારી ગયો. હું નિરુત્તર છું. મારી પાસે હવે કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરવા માટે નથી.” રાજાને આ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ પ્રવચન પરાગ સાંભળીને આશ્ચર્ય થયું – પાંચ મિનિટમાં જ વિવાદ સમાપ્ત. વિદ્વાનો માટે વિશેષ સમયની જરૂર નથી.' એવું આગંતુક વિદ્વાને કહ્યું ને પોતાનો ભેદ ખોલ્યો – પંડિત ઈમાનદાર હતા. તેમણે જે અનુભવ કર્યો તે બતાવતાં તેમણે કહ્યું : “મેં એક આંગળી ઊંચી કરીને બતાવ્યું – “ બ્રહ, દ્વિતીય નાસ્તિ. એટલે કે જગતમાં બ્રહ્મ એક છે, બીજું નથી. એવું મેં એકાન્તવાદની દૃષ્ટિએ કહ્યું પણ – “જગતમાં એક બ્રહ્મ નથી, તેની સાથે બે ચીજો છે – જડ અને ચેતન. જગત અને જગતુપતિ, આત્મા અને પરમાત્મા. એક છે ચેતન બ્રહ્મ સ્વરૂપ. નિરંજન નિરાકાર છે.” ત્યારે મેં બીજો પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને પાંચેય આંગળીઓ દેખાડીને પંચ મહાભૂત દેખાડ્યું પરંતુ આપના વિદ્વાન પંડિતજીએ તેનું ખંડન કરીને પ્રત્યુત્તર દીધો – “પંચમહાભૂતમય જગત છે પરંતુ તેનો માલિક આત્મા છે.' એવું કહીને તેમણે મુઠ્ઠી બતાવી. પંચભૂતથી આત્મા અલિપ્ત છે જેમ તલમાં તેલ, દૂધમાં ઘી. જે રીતે દૂધમાં ઘી નજરે નથી પડતું પરંતુ મંથન પછી નવનીત અલગ પડે છે; અલિપ્ત બને છે અને તેમાંથી ઘી બને છે, આ રીતે આપના પંડિત સામે બોલવા માટે મારી પાસે બીજો કોઈ પ્રશ્ન નહોતો. કેમ કે તેમણે અનેકાન્તવાદથી સિદ્ધ કર્યું. એટલા માટે હું હાર કબૂલ કરું છું. જેવા સાથે તેવા રાજા ખુશ થયા. ઘાંચી પંડિતને અંદર લઈ ગયા. તેને પૂછ્યું : “તેં શું સમજીને બે આંગળીઓ અને એક મુઠ્ઠી બતાવી?” તે અકડીને બોલ્યો : “કેવો બુદ્ધ પંડિત છે? મારી એક આંખ ફૂટેલી જોઈને બોલે છે, હું તારી બીજી આંખ ફોડી નાખીશ. હું બોલ્યો : “ખબરદાર ! તું મારી એક ફોડીશ, તો હું તારી બંને ફોડી નાખીશ. ત્યારે તે બુદ્ધ પંડિતે પંજો બતાવીને કહ્યું, “હું એક થપ્પડ લગાવી દઈશ. ત્યારે મેં કહ્યું કે જો તું થપ્પડ મારીશ તો જોયો છે, મારો મુક્કો ? એક લાગતાં જ બત્રીસી પડી જશે. ને એણે તરત હાર કબૂલ કરી લીધી.” જેની પાસે જે હોય તે જ તે આપી શકે. મહાવીરના શબ્દોમાં એકાન્તવાદ નજરે નહીં પડે. ત્યાં અનેકાન્ત દૃષ્ટિ મળશે. નિર્દોષ, નિર્વિકારી, અઢારે દોષોથી મુક્ત, પાંત્રીસ ગુણોથી યુક્ત. તેમનાં વચનોનું પાન કરવાથી ગુણો નિર્માણ થશે. હરિભદ્ર ભટ્ટ વિતરાગની મૂર્તિ જોઈને બોલ્યા : લોકો તો તમને તપસ્વી કહે છે પરંતુ તમારું શરીર જોઈને તો એવું લાગે છે, કે તું માલ-મલિદા ઉડાવે છે. તું સૌમ્ય મૂર્તિ પણ ક્યાં છે ? તું બિલકુલ મિથ્યા છે. આવો અવિનય કરનારા તે હતા. પરંતુ તેમનામાં એક સદ્ગણ હતો. એક દીપક પ્રગટે છે તો તે હજારો દીપક પ્રગટાવી શકે છે. આત્મામાં એક ગુણ હોય તો ત્યાં હજારો ગુણ જન્મ લઈ શકે છે. પ્રકાશથી પ્રકાશ મળે છે. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રવચન પરાગ સરળતા www.kobatirth.org સ્વાધ્યાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિભદ્ર ભટ્ટ સંધ્યા સમયે જઈ રહ્યા હતા. તે સમયે સાધ્વીજી સ્વાધ્યાય કરી રહ્યાં હતાં. તેમાં વાસુદેવ ચક્રવર્તીનું નામ આવતું હતું. એટલે ‘ચક્કી’ શબ્દ વારે વારે આવતો હતો.એનો અર્થ ન સમજવાથી હરિભદ્ર ભટ્ટ બોલ્યા : વી ચિાયતે ?’ ૧૧૫ સાધ્વી સમુદાયની પ્રમુખ આચાર્યા ‘યાકિની મહત્તરા’જી હતાં. સર્વ સ્વાધ્યાયમાં મગ્ન હતાં. સ્વ+અધ્યાય=સ્વ અધ્યાય, સ્વયંનું ચિંતન, સ્વયંની વિશેષ જાણકારી તે હરિભદ્ર ભટ્ટ વિદ્વાન હોવા છતાં પણ પ્રાકૃત જાણતા નહોતા. જેનાથી સ્વાધ્યાનો અર્થ તે સમજી ન શક્યા. એટલે તેમણે તે સાધ્વીજીની મશ્કરી કરી. એ ચકવી ! શું ચક ચક કરી રહી છે ?' એવું તેમણે અંદર જઈને સાધ્વીજીને પૂછ્યું. ત્યારે તે સાધ્વીજી બોલી : ‘આપ અંદર જાઓ અને અમારા ગુરૂદેવને પૂછો. વિદ્વાનોમાં શિષ્ટાચાર કેટલો ? વિનય કેટલો ?’ હરિભદ્ર ભટ્ટે ત્યાં જઈને પૂછ્યું : ‘આ જે પાઠ છે, તેનું રહસ્ય હું નથી સમજ્યો.' અને મારી પ્રતિજ્ઞા છે કે, ‘જે વાત હું ન સમજું તે સમજાવનારને મારો ગુરૂ બનાવું છું. હું મારા આત્માની પવિત્રતા નષ્ટ કરવા નથી ઇચ્છતો – ‘તમે મને સમજાવો. એક ગુણ વિદ્યમાન હોય તો અનેક ગુણ આવે છે. તે સાધ્વીજીએ જવાબ દીધો : ‘તમે અમારા ગુરુ પાસે જાઓ ત્યાં તમને અર્થ-રહસ્ય સમજવા મળશે. સાધ્વીજીવનની થોડી થોડી મર્યાદાઓ છે, એટલા માટે તે હું નહીં સમજાવું.’ પરિવર્તન હરિભદ્ર ભટ્ટ જિજ્ઞાસા લઈ તેના ગુરુ પાસે ગયા. તે બહુ પ્રતિભાસંપન્ન હતા. એમનામાં કુશાગ્ર બુદ્ધિમત્તા હતી. તેમણે અનેકાન્તવાદ સમજાવ્યો. જેનાથી અંધકાર ચાલ્યો ગયો અને પ્રકાશ મળી ગયો. હરિભદ્રે ભાવપૂર્વક સંયમનો સ્વીકાર કર્યો. ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તેમણે જૈન દીક્ષા ગ્રહણ કરી. વિરલ, બેજોડ મહાન એવું રાજપુરોહિતપદ તથા પરિવારનો ત્યાગ કરી તે જૈન સાધુ બન્યા. ત્યાર પછી પરમાત્માની મૂર્તિ પાસે ગયા. તે સમયે આંસુ વહાવતાં પરમાત્માની સ્તુતિ કરી અને કરેલી મશ્કરી અને પ્રશ્નોનું પ્રાયશ્ચિત્ત કર્યું અને કહ્યું : For Private And Personal Use Only ‘હે ભગવાન, આ તમારી મૂર્તિ વિતરાગ ભાવ ઉત્પન્ન કરે છે. એક વખત મેં તમારી અવજ્ઞા કરી હતી. તેનો મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે.' તે બોલ્યા : 'હે વિતરાગ ! પ્રશમ રસથી ભરપૂર, પરમ શાંત રસથી છલકાતાં નિર્વિકારી નેત્ર, હાથમાં શસ્ત્ર નહીં, શસ્ત્રરહિત, કંચનરહિત, કામિની રહિત.’ Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ પ્રવચન પરાગ નિઃસંગનો પરિચય કર્મક્ષય માટે છે. હરિભદ્રસૂરિ બન્યા પછી તેમણે ૧૪૪૪ સ્વતંત્ર ગ્રંથ નિર્માણ કર્યા. કેવી વિદ્વત્તા ! કેવી પ્રતિભા ! આ ધર્મબિન્દુ તેમનો જ ગ્રંથ છે. પ્રતિક્રમણમાં ભાવથી તેમનું સ્મરણ થાય છે... સંસારંવનનકાહ નીર – તમારું સ્મરણ પવિત્ર કરનાર છે, તે સારા સંસારની આગ બુઝાવનાર છે. સંસારનાં દુઃખોનો પરિચય કર્યા પછી, અંતમાં કહે છેઃ “અન્યથા શરV નાસ્તિ, ત્વે દેવ शरणं मम.' હરિભદ્રસૂરિજી જીવનના અંત સુધી તે સાધ્વીજીનો ઉપકાર ન ભૂલ્યા. તેમનો ધર્મમાતાના સ્વરૂપમાં સ્વીકાર કર્યો. તેમના ગ્રંથ પાશ્ચાત્ય વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે. વિક્રમ સંવત ૧૮૧માં તેમનો સ્વર્ગવાસ થયો. આ સંવતમાં થોડો મતભેદ છે. સમર્પણ તેમના સંયમી જીવનમાં એક વખત ભૂલ થઈ. જીવનભર તેનો પશ્ચાત્તાપ કર્યો. તેને પોતાના પર જે વિદ્વત્તાનું અભિમાન હતું, તે અભિમાનને તોડનાર સાધ્વીજીનું નામ હતું-યાકિની મહત્તરા. તેના ઉપકાર માટે તેમના પ્રત્યેક ગ્રંથના અંતમાં – યાકિની મહત્તા સૂનુ હરિભદ્રસૂરિ' લખ્યું છે. ધર્મપુત્ર માનતા પોતાને એમની નમ્રતા, લઘુતા આપણા જીવનમાં ઉતારવા જેવી છે. તે સમયના તેમના ઉદ્દગાર કેવા હતા? જેવું ચિંતન તેવું કથન ! શરૂઆતમાં જ – પ્રણમ્ય. “પ્રમાણ કરીને' એવા શબ્દોથી ગ્રંથની શરૂઆત કરી. અરિહંત “નો રિહંતા બોલતી વખતે “નમો' એ આત્મામાં પ્રવેશ કરવાનું મુખ્ય દ્વાર છે. નમો અરિહંતામાં નમસ્કાર કોને કર્યા છે ? તે અરિહંતને કર્યા છે. તો અરિહંત કોણ છે? જેનામાં અરિહંતના ગુણ વિદ્યમાન છે, તેને અરિહંત કહે છે. વર્તમાનકાળમાં થયા હોય, યા ભૂતકાળમાં થયા હોય, યા ભવિષ્યમાં થવાના હોય, એવા સર્વ આત્માઓને મનો શબ્દ દ્વારા વંદન કરવામાં આવે છે. ત્યાં કોઈ સંકીર્ણતા નહીં, જાતિવાદ નહીં, કોઈ કોમવાદ નથી રહેતો. આત્મામાં મૈત્રી આદિ ભાવ હોય તો સાધના નિર્મળ બને છે. આવી યોગ્યતાથી પરમાત્માપદની પ્રાપ્તિ થાય છે. યા પ્રાપ્તિ કરી શકે છે. આધ્યાત્મિક ડેમૉક્રસી આ છે - સ્વતંત્રતા આ છે. વિનય અપેક્ષા સમજી શકશો તો ઘર્મનું રહસ્ય આરામથી જાણી શકશો. સંસ્કૃતિનો પ્રથમ પાઠ છે કે પ્રથમ વંદન કરવું, નમસ્કાર કરવા. ઉત્તરાધ્યયનના પ્રથમ અધ્યાયમાં For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રવચન પરાગ ૧૧૭ ‘વિનય’ને મોક્ષનું સ્થાન માન્યું છે. રાવણમાં પણ વિનય હતો. ભલે તેમાં એકાદ દુર્ગુણ હોય ! તેમાં અનેક ગુણ હતા. એટલા માટે તે મોક્ષગામી બન્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir રામ અને મહાવીરમાં ભેદ નથી. રામને આપણે સિદ્ધ માનીએ છીએ. એટલા માટે ‘નમો ‘સિદ્ધાળ’ યાને રામને નમસ્કાર થાય છે. રામ સિદ્ધ છે. મહાવીર સિદ્ધ છે. સિદ્ધ અવસ્થામાં બંને સરખા છે. ‘નમો' આત્માનું પ્રવેશદ્વાર છે. પ્રવેશ પછી જ પરમાત્મા મળે છે એટલા માટે ‘નમો’ પહેલા, પછી પરમાત્મા. આમ દરેક સ્થળે ‘નમઃ' બાદમાં આવે છે જેમ કે સરસ્વê નમઃ રામાય નમઃ પરંતુ જૈન દર્શનમાં ‘નમઃ' પ્રથમ આવે છે જેમ કે ‘નમો અરિહંતાળ' ‘નમોસિદ્ધાળું' તીર્થંકર મોક્ષ નથી દેતા, મોક્ષ માટે માર્ગદર્શન દે છે. આપણે આગળ વધવું પડે છે. નમસ્કારથી જ લઘુતા મળે છે. લઘુતાથી પ્રભુતા પ્રાપ્ત છે. પરમાત્માએ મિત્રોનું જ કલ્યાણ નથી કર્યું અને બીજાઓને સંસારમાં નથી રાખ્યા. અરિહન્તને કરેલો નમસ્કાર જ મોક્ષ આપે છે. ‘વિ નમુારો, તારેડ્ નાં વા નર વા.' એક જ નમસ્કાર સ્ત્રી હોય કે પુરુષ સહુને તારે છે. નમસ્કારના ભાવથી તે ભગવાન બને છે, ‘નમો' કહેવાથી આ ભાવ જન્મે છે. ‘નમો'ને યોગ્ય બનો. ભાવપૂર્વક કરેલા નમસ્કાર ભગવાન બનાવી શકે છે. ધર્મપ્રાપ્તિનો આરંભ પ્રણામ કરવાથી શરૂ થાય છે. જ્યારે રાવણ મૃત્યુશય્યા પર હતો તે વખતે રામે લક્ષ્મણને કહ્યું કે રાવણ મહાન વિદ્વાન છે, અનેક વિદ્યાઓના જાણકાર છે. તેમની પાસે વિદ્યાનો ભંડાર છે, તે ભાવિ તીર્થંકર બનવાના છે તેની પાસેથી વિદ્યા ગ્રહણ કરો. વ્યક્તિમાં દુર્ગુણ હોઈ શકે છે પરંતુ તે કર્મને આધીન છે. આપણામાં લક્ષ્મણ જેવી પણ વિવેકદૃષ્ટિ આવે તો સદ્ભાગ્ય. લક્ષ્મણ તેની પાસે ગયા. તે રાવણના માથા પાસે બેઠા. રાવણે તેમને જોયા. રાવણ મહાવિદ્વાન હતા. ઘેર લક્ષ્મણ આવ્યા છે, મિત્રભાવે આવ્યા છે, બાદમાં રાવણે પૂછ્યું : ‘આપ શા માટે આવ્યા છો ?’ 9 લક્ષ્મણે કહ્યું : ‘ભાઈ રામની આજ્ઞાથી આવ્યો છું. હું તમારી પાસે આવ્યો છું. આપ મને વિદ્યા આપો.' તો રાવણે કહ્યું : ‘વિદ્યા ગ્રહણ કરવા માટે તું અયોગ્ય છે.’ લક્ષ્મણે વિચાર ર્યો આ તો મહા અપમાન છે. શું હું આ સાંભળવા આવ્યો હતો ? શું ભાઈએ મને આ સંભળાવવા મોકલ્યો હતો ? પછી લક્ષ્મણ ત્યાંથી રામ પાસે ગયા. રામે પૂછ્યું : ‘શું વિદ્યા ગ્રહણ કરી આવ્યો ?' લક્ષ્મણ : ‘ના. મને કહે, તું અયોગ્ય છે. તેમણે મારું અપમાન કર્યું.' રામને લાગ્યું કે રાવણ આવું ન જ કરે. તે વિદ્વાન છે. રામે લક્ષ્મણને પૂછ્યું : For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ પ્રવચ ૫રાગ તું ગયો ત્યારે ક્યાં બેઠો હતો ?' લક્ષ્મણ : “એમના માથા પાસે.” રામ : “બસ ! તારા વ્યવહારથી જ તે સમજી ગયા કે તું વિદ્યા ગ્રહણ કરવા માટે અયોગ્ય છો. તારામાં નમ્રતા નથી, વિવેક નથી – ત્યાં વિદ્યા ન હોય.' બૌદ્ધ સાધુ પાસે એક વ્યક્તિ શિક્ષા પ્રાપ્ત કરવા આવી. આવતાં જ પોતાના બૂટ દૂર ફેંકી દીધા. તેમણે કહ્યું : “મને આધ્યાત્મિક શિક્ષા સમજાવી દો.” સાધુએ કહ્યું : “તું તેને માટે અયોગ્ય છો.' આગંતુક: “કેવી રીતે ? આધ્યાત્મિક જ્ઞાન માટે તો હું આવ્યો છું!' સાધુ: “જે બૂટ રાત-દિવસ સેવા કરે છે, તેની સાથે તે કેવો વ્યવહાર કર્યો છે? તેને ફેંકી દીધા? જેને જૂતા સાથે પણ વ્યવહાર કરતાં નથી આવડતો તે મનુષ્ય સાથે કેવો વ્યવહાર કરશે? લક્ષ્મણ સમજી ગયો. બાદમાં રાવણ પાસે ગયો. વંદન કર્યું. તેના પગ પાસે બેઠો. હાથ જોડી નમ્રતા દેખાડી, નમસ્કાર કર્યા, ત્યારે રાવણે વિદ્યાદાન કર્યું. જ્યાં નમો ત્યાં સિદ્ધિ. ત્યાં સફળતા મળશે. ૯. સરળતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ મોક્ષમાર્ગનો પરિચય દીધો છે. તેમણે પ્રથમ આત્માનો પરિચય આપ્યો છે. સામાન્ય પરિચયથી વિશેષ પરિચય મળે છે. સ્વયંની રૂચિ માટે, આત્માની રુચિ માટે અને આત્માગૃતિ કરવા માટે તેમણે અલ્પ પરિચય દીધો છે. તેમણે પ્રથમ પ્રમાણ કરીને, પોતાની લઘુતા અને નમ્રતા દેખાડી છે કે પરમાત્માએ જેમ ધર્મનો અને આત્માનો પરિચય દીધો છે, તેમ હું આપું છું. તેને માટે પ્રથમ દયની સરળતા તેણે દેખાડી. જ્યાં સરળતા છે, ત્યાં પ્રવેશ સરળ અને સહજ. અને જ્યાં સરળતાનો અભાવ છે ત્યાં પૂર્ણવિરામ. આપણે સોયથી સીવતાં પૂર્વે દોરો નાખીએ છીએ. તે વખતે જ્યાં સુધી ધાગામાં સરળતા હશે ત્યાં સુધી તે સોયમાં પ્રવેશ કરે છે, પરંતુ પેરેગ્રાફ જો ગાંઠ આવી જાય તો તેનો પ્રવેશ અટકી જાય. જે આત્મામાં ઋજુતા, સરળતા હશે, ત્યાં ધર્મનો પ્રવેશ સરળતાથી થાય છે. અને જ્યાં ક્રોધ, કષાય, મમતાની ગાંઠ આવે છે, તો મનમાં ઝેર ઉત્પન્ન કરે છે. અને ત્યાં ધર્મનો આત્મામાં પ્રવેશ થતો નથી. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ પ્રવચન પરાગ ધર્મસાધનામાં સરળતાનું અતિ મહત્ત્વ છે. ધર્મપ્રાપ્તિમાં પ્રથમ સરળતા જોઈએ. સરળતા આવ્યા બાદ પવિત્રતા સહજ આવે છે અને જ્યાં પવિત્રતા આવે છે ત્યાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે, અને ત્યાં પરમાત્માની પ્રાપ્તિ સહજ થાય છે. પ્રાપ્તિ બાદ અપૂર્વ તૃપ્તિ આવે છે. આ છે અપૂર્વ તૃપ્તિ. આ પૂર્ણતા છે. સર્જન | વિષય કષાયથી તૃપ્ત પરંતુ જે બહારથી શૂન્ય થાય ત્યારે અંદર આત્માનું સર્જન થાય છે. જે બહારથી તૃપ્ત થવાનો પ્રયત્ન કરે છે તે અંદરથી અતૃપ્ત રહે છે. વિચારોની શૂન્યતા પછી અને શબ્દોના અભાવથી શેષ રહે તે ધર્મ. એટલે કે ત્યાં શબ્દોનો અભાવ અને ઈચ્છા-તૃષ્ણાનો નાશ થશે, અને પછી જે બાકી રહેશે તે ધર્મ હશે. શેષ માત્ર ધર્મ જ હશે પછી ગુણોનું દર્શન, શ્રદ્ધા અને જ્ઞાન, સહજ રીતે સ્વયં પ્રાપ્ત કરી શકે છે. જે જ્ઞાન દ્વારા આત્માનો ગુણ સમજી શકે, તેને સમ્યફજ્ઞાન કહે છે. તેનું અનુશાસન આચરણ, તે સમ્યફ ચારિત્ર, આત્મ-જાગૃતિ - આત્માનો સ્વભાવ ખોરાક લેવાનો છે. તે ખોરાક બહારનો નહીં, સમ્યફ આચરણનો. ત્યાં અનંત શક્તિ, અનંત વીર્ય એ સર્વ સહજ સરળ અને સ્વાભાવિક બની જાય છે. સૂતેલા આત્માને જાગ્રત કરીને ધર્મમાં સ્થિર કરે છે અને ત્યાં દુર્વિચાર ન આવે એની કાળજી રાખે છે. ઘર્મના નામે ચાલતો અધર્મ માનવે ધર્મના નામે જીવનમાં લાંછન લગાડ્યું છે. પાંચસો વર્ષોમાં ૧૫,૫૦૦ યુદ્ધ થઈ ગયાં અને સર્વ ધર્મના નામ પર ધર્મને કલંકિત કર્યો છે. શું ધર્મ યુદ્ધ કરવાનું શિખવાડે છે ? પરમાત્માની વસ્તુને પ્રાપ્ત કરવા માટે અપરાધ કર્યો; તેમણે ધર્મને વિકૃત સ્વરૂપ દીધું! સારાય જગતને પોતાનું કર્યું. શરીર તો પરમાત્માની કૃપાથી મળ્યું છે. તેનો તમે ખોટો ઉપયોગ કર્યો છે. વિનંતી અને વિશ્વાસઘાત પરમાત્મા પાસે ગયા. ત્યાં કરુણાથી પછી આપણને શરીર મળી ગયું. સંપત્તિ મળી ગઈ. પરંતુ શરીર શા માટે મળ્યું છે? આપણી અધૂરી સાધના પૂર્ણ કરવા એ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ પ્રવચન ૫રાગ મળ્યું છે પરમાત્માને આંસુ વહાવીને પ્રાર્થના કરી : “હે ભગવાન, આપની આજ્ઞાનું પાલન નથી થયું. બેદરકાર રહ્યો, પ્રમાદમાં રહ્યો, તેમાં જ મગ્ન રહ્યો. આપે દીધેલા શરીરનો ઉપયોગ ન કર્યો. ક્રોધ-કષાયની જ્વાળામાં આત્માને જલાવ્યો, પવિત્રતા નષ્ટ કરી સંસારની પ્રાપ્તિ માટે જીવનનો સર્વનાશ કર્યો. હવે તે પરમાત્મા ! હવે હું ખાલી હાથે કેમ જાઉં? એક વાર તમારી કૃપાથી આ જીવન પ્રાપ્ત કર્યું. મારી પાસે પુણ્ય નથી, સાધના નથી, અને શક્તિ પણ નથી કે જીવનજ્યોતિ નિર્માણ કરી શકું. પણ, આપણા જેવા વિશ્વાસઘાતી બીજા કોઈ છે ? પરમાત્માની કૃપાથી સમૃદ્ધિ-સંપત્તિ પ્રાપ્ત કરી લીધી. તેમની કૃપાથી લઈ આવ્યા. પછી પરમાત્માની જ અવગણના કરવી એ કેટલો મોટો અપરાધ છે ! આના જેવો બીજો મોટો કોઈ અપરાધ નથી. કેટલો ભયંકર વિશ્વાસઘાત ! આત્મચિંતન માટે સમય નથી, સ્વયંનું પણ ચિંતન નહીં. જીવનને સમજવાની ફુરસદ નથી. આ સંસારનું સુખ મળી ગયું. ધર્મથી, પુણ્યથી અને પરમાત્માની કૃપાથી; પરંતુ તે પરમાત્મા માટે આપણી પાસે એક મિનિટની પણ ફુરસદ નથી. હજારો પાપ કર્યા છે છતાં પણ સંસારત્યાગનો વિચાર નથી. જે વિશ્વાસથી આપણને આપ્યું તે વિશ્વાસનો ઘાત કેટલી વાર કર્યો છે ? તેમના વિચારોને જાણવાની, સમજવાની અને વિચારવાની કદી કોશિશ કરી ? સંસારની પ્રવૃત્તિ ભયંકર હોવા છતાં તેમાંથી નિવૃત્તિ નથી જોઈતી. આવી મનોવૃત્તિ ધર્મ દ્વારા જગત પ્રાપ્ત કરવાની જ થઈને? અવમૂલ્યન જ્યાં ઇચ્છા હોય છે ત્યાં કાંઈ જ નથી મળતું, અને જ્યાં ઈચ્છા નથી હોતી અને જ્યાં નિર્વિકલ્પ, કામનારહિતની ભૂમિકા હોય છે તે સમયે કરેલો ધર્મ આત્મા માટે પ્રોટીન સમાન બને છે. પરંતુ આજે ધર્મને સામાન્ય માની લીધો છે. ધર્મને સસ્તો કરી દીધો છે. ધન અને સંપત્તિ તેને જ માની છે, ધર્મનું મૂલ્ય છે – તેનું અવમૂલ્યન નહીં કરતા. એક ભાઈ હતા. નિરક્ષર અને અહંકારી. એને એવું લાગતું હતું કે મારા જેવો જાણકાર કોઈ નથી. એક વાર એમને એવું કહેવામાં આવ્યું કે આજે જ્યાં મેળો છે ત્યાંથી ગાય ખરીદ કરી લાવો. તે ભાઈ બુદ્ધિમાં જાગ્રત નહોતો. છતાં પણ તેને અહંનો અતિરેક હતો. જે ધર્મસ્થાનમાં શીખવાની બુદ્ધિથી જશે તે સમજ પ્રાપ્ત કરે છે. અને જે માત્ર જોવા આવે છે, તે કશું જ પ્રાપ્ત નહીં કરી શકે. પ્રદર્શન અને સવાલ પરમાત્માની ખોજ માટે સ્વયંનો વિચાર કહેવો એ ખાલી પ્રદર્શન હોય છે. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૨૧ અગર ભૂખ હશે, તરસ હશે તો તરત ચહેરા પર આકુળતા આવે છે. કૉલેજમાં ૧૪ વર્ષનું બલિદાન દેવું પડે છે – પછી આપ ગ્રેજ્યુએટ બની શકો છો તો આત્માને સમજવા માટે આપે શો ત્યાગ કર્યો છે ? તમારા કલાસમાં જઈને, પ્રોફેસર પાસે આ વિષયમાં કાંઈક જાણ્યું, પછી તેને તમે દસ-બાર વાર, એક વિષય ભણાવનારને પૂછો છો. અને સમજીને ગ્રહણ કરો છો – અને પછી કોઈ પણ પ્રશ્નનો ઉત્તર દઈ શકો છો ! પણ આત્માના વિષયમાં કેટલી વાર ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો ? કેટલા સંત પુરુષોનો પરિચય કર્યો ? ચિંતનની ઊંડાઈ વિનાના ફક્ત બૌદ્ધિક પ્રદર્શન માટે જિજ્ઞાસા વિનાના પ્રશ્નોથી તૃપ્તિ થતી નથી. સ્વાશ્રય તૃપ્તિ માટે કરેલા પ્રશ્નની જાણકારી સહજ હોય છે. તે જાણકારીને આત્મા સુધી પહોંચાડવી અને તેને સમજવી એ ખાલી ધર્મ નથી, તેને માટે વિચાર – ચિંતન કરી પછી આચરણમાં લાવવું એ ધર્મ છે. ઘર્મ આપણને બહારથી કદી મળતો નથી, તેને માટે બહારથી કેવળ પ્રેરણા મળે છે. ઘર્મક્રિયા દ્વારા આપણને ધર્મસાધનાનો પરિચય મળે છે. ચાલવું છે, સ્વયંને ચાલવું પડશે. જો કોઈ બીજું ચાલે તો તમે તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો. ખાવાનું ખાવું છે તો પોતે ખાવું પડશે. બીજા પાસેથી આપણને તૃપ્તિ મળતી નથી, અને તેનાથી પેટ પણ નથી ભરાતું... તમે પોતે સાધના કરશો તો તૃપ્તિ મળશે. સ્વયં ચાલશો તો લક્ષ્ય સુધી પહોંચશો. અગર આપના આચરણમાં ધર્મ ઊતરે છે અને પછી ધર્મ અત્યંત જાગ્રતાવસ્થામાં હોય તો તે સાકાર બનીને રહેશે. આપણો પરિચય જેમણે કર્યો નથી અને માત્ર જેવાથી જ ધર્મ પ્રાપ્ત કર્યો છે, એ માત્ર ધર્મનો ભાસ છે – ભ્રમ છે. આગેસે ચલી આતી હૈ – એવી વાત છે. જુમ્મા મસ્જિદમાં મુલ્લા નમાજ પઢવા ચાલ્યા ગયા. ત્યાં તેમને કોઈકની કોણી લાગી. તો તેમણે પોતાની પાસેનાને પોતાની કોણી મારી. તેમણે પોતાની પાસેનાને જ કોણી મારી હતી. પછી પાસેવાળો સમજ્યો કે આ પણ સમાજની એક વિધિ હશે. તો એણે પાસેનાને કોણી મારી. આમ કરતાં કરતાં છેલ્લી વ્યક્તિ સુધી આ વિધિ પહોંચી ગઈ. તો તે વખતે કોઈ બોલી ઊઠ્ય – કેમ ભાઈ, કોણી કેમ મારે છે? તો તેને જવાબ મળ્યો – આગે સે ચલી આતી હૈ. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ પ્રવચન ૫રાગ અંધશ્રદ્ધા પરંપરાથી ચાલી આવતી સારી વાતોમાં પણ વિકૃતિ આવી છે. કોઈ પણ ધર્મ યાચના નહીં, સમર્પણ બતાવે છે. બહારથી આવેલો અધર્મ વધુ વિકૃતિમય છે. વિતરાગ દશામાં કોઈ શત્રુ નથી, મિત્ર નથી, રાગ નથી, દ્વેષ નથી-જયાં સર્વ પ્રકારે રાગ, દ્વેષ વગેરેનો અભાવ હશે તે જ ધર્મ વિશુદ્ધ રૂપે હશે – આત્મધર્મ તે, જયાં પૂર્ણતા હોય છે. અને તેને માટે પરમાત્મા પાસે રોજ “અભય દયાણ, શરણ દયાણ, બોહી દયાણ, ધમ્મ દયાણંની પ્રાર્થના કરવામાં આવે છે. નિશ્ચિતતા અભય જો પરમાત્મા પાસેથી માગી લીધો તો શું અભય મળી જશે? અભય કયાંથી મળશે? એક ફકીર હતો. તે પોતાની બગલમાં થેલી લઈને સૂઈ ગયો હતો. તે એક સંતનો આશ્રમ હતો. ફકીર રાતમાં વારે વારે ઊઠતો અને પોતાની થેલીમાં જેતો કે અંદર છે તે છે કે નહીં? જે કાલની ચિંતા કરે છે તે સંન્યાસી નથી હોતો. જે સંસારના વાસ્તવિક સ્વરૂપની ચિંતા કરે તે સંન્યાસી ! ફકીર વારે વારે ઊઠતો હતો તેનાથી બિચારો સંન્યાસી જાગી ગયો. સંન્યાસી લોકોની નિદ્રા અતિ અલ્પ હોય છે. એને લાગ્યું અરે આ શું છે? એ વારંવાર શા માટે ઊઠે છે? તેની હું શું સેવા કરું? પછી સંન્યાસી પૂછે છે : “તું બેચેન કેમ છે? તેની હું શું સેવા કરું? પછી સંન્યાસી પૂછે છે: “તુક બેચેન કેમ છે? કાંઈ તકલીફ છે ?' ફકીર : કાંઈ પણ તકલીફ નથી ! સંન્યાસી : કાંઈ જોખમ છે તમારી પાસે? ફકીરઃ કોઈએ ખેરાત કર્યું છે તે થોડું સોનું છે. સંન્યાસી : અરે ભલા આદમી બીજા પર અવિશ્વાસ ! પછી આમાં સાધના ક્યાંથી પૂર્ણ થાય ? ફલીભૂત થાય ? જે પરમાત્મા પ્રતિ અશ્રદ્ધા કરે છે તે પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? ન કરી શકે. પરમાત્મામાં આત્માના વિષયમાં શંકા લઈને ચાલનારને કદી સફળતા નથી મળતી. સંન્યાસી જે કાંઈ કહે છે તે ફકીર માત્ર સાંભળે છે–પરંતુ છોડવા તૈયાર નથી. તે લાચાર બની ગયો હતો. સંન્યાસી સમજતા હતા કે આણે તો સારો સંસાર છોડ્યો છે છતાં પણ આ મોહ – ટુકડા માટે ? આટલી આસક્તિ ! પછી જેવો ફકીર સૂએ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૨૩ છે, તે સંન્યાસી ઊઠે છે, તેને લાગ્યું, આજ હું તેને સાચો ફકીર બનાવી દઉં. પિતા પોતાના સંતાન પ્રત્યે સ્નેહ અને વાત્સલ્ય દેખાડે છે. પરંતુ જરૂર પડે તો તે કઠોરતા પણ દેખાડે છે. સંન્યાસીએ થેલી લઈ લીધી અને સીધી કૂવામાં ફેંકી. ફકીર જાગી ગયો. તરત સંન્યાસી બોલે છે : “હવે કશો ભય નથી. અભય બની સૂઈ જાઓ. હવે તમારા આરામમાં કોઈ વિદ્ધ નહીં કરે. તમારો ભય મેં કૂવામાં ફેંકી દીધો છે.” અભયની સ્પષ્ટતા અગર તમે ભય ખિસ્સામાં લઈ પરમાત્મા પાસે જશો તો અભય પ્રાપ્ત નહીં થાય. પ્રથમ ભય કૂવામાં ફેંકો અને પછી પરમાત્મા પાસે જજો. પછી તમને જરૂર અભય મળશે. પરમાત્મા પાસે કદી કશું જ છુપાવતા નહીં. ડૉક્ટર પાસે રોગ છૂપાવવાથી શું થાય? વકીલ પાસે સત્ય છુપાવશો તો કેસ જીતી શકશો? પરમાત્મા પાસે ભય દૂર કરી પોતાની ભૂલ વ્યક્ત ન કરે તો પરમાત્માની દૃષ્ટિએ યોગ્યતા પ્રાપ્ત નહીં થાય. પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય. બાળક નિર્દોષ હોય છે. પોતાની નિર્દોષતા વ્યક્ત કરવા તેની પાસે એક શસ્ત્ર હોય છે, એ છે આંસુ. તેનાથી હૃદય પીગળે છે. તે રીતે પરમાત્માના હૃદયમાં વાત્સલ્ય હોય છે. અપાર પ્રેમ હોય છે. આપ પરમાત્મા પાસે આંસુ સાથે ગયા ? પરમાત્માનું સ્મરણ ભાવપૂર્ણતાથી હશે તો સંપૂર્ણ બનશે. ધર્મની પ્રાપ્તિ થશે. પરંતુ આપની પાસે તો વિશ્વાસ, શ્રદ્ધા, સરળતા? ભટ્ટજી એક દિવસ ગાય ખરીદવા ગયો. તેને પોતાના પર બહુ જ ભ્રમ હતો કે મારા જેવો કોઈ હોશિયાર નથી. પરંતુ તે પોતે એવો નહોતો. તેને પોતાને સ્વયં પર પણ વિશ્વાસ નહોતો અને અનુભવ પણ નહોતો. તે મેળામાં ગયો. ત્યાં અનેક ગાયો હતી. તેને લાગ્યું કે સુંદરમાં સુંદર અને સસ્તી ગાય લઈને જાઉં અને મારી હોશિયારી બતાવી દઉં. પછી તેમણે વિશાળ કાયાવાળી, પુષ્ટ શરીરવાળી ગાય ખરીદી. તે ગાય ખૂબ સુડોળ દેખાતી હતી. તેણે ગાયવાળાને પૂછ્યું : “કેટલામાં આપીશ?” તેણે કહ્યું – “૨૫ રૂપિયામાં.” શબ્દને છોડવો અને સ્પર્શને પકડવો તેણે તો શબ્દને પકડી લીધો. તેનાથી તેની સ્થિતિ કેવી થઈ? શબ્દો કેવળ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪. પ્રવચન પરાગ માધ્યમ હોય છે. સીમિત હોય છે. તેને છોડી દેવા જોઈએ. તેનો છુપાયેલો ગર્ભિત અર્થ લેવો જોઈએ. નહીં તો વિકૃતિ – ધૃણા થશે. એથી ગ્રાહકની રુચિ ચાલી જાય છે. તે ભટ્ટજીને તો ગાય ઓછી કિંમતમાં મળી ગઈ. પરંતુ તેનું પરિણામ કેવું આવ્યું? એક દિવસ બડા મુલ્લા મુંબઈ ગયા હતા. તેને કોઈએ કહ્યું હતું કે મુંબઈ એટલે ઠગોનું ઘર. આપને એવી રીતે ઠગશે કે જિંદગીભર યાદ રહેશે. પછી શું કરે? તેને સમજાવી દેવાયું કે કોઈ વસ્તુ સ્વયંને ખરીદવી હોય તો વેચનાર જે ભાવ કહે, તેના અરધા ભાવમાં વસ્તુ માગવી. મુલ્લાએ આ શબ્દને પકડી લીધો. શબ્દમાંથી શ્રદ્ધા નથી મળતી. એમાં છુપાયેલા રહસ્યમાં પરમાત્મા મળે છે. મુલ્લા છત્રી ખરીદવા પહેલી વાર માર્કેટમાં ગયા. ત્યાં તેણે છત્રીવાળાને પૂછ્યું - આ છત્રી કેટલામાં આપીશ? છત્રીવાળો : દસ રૂપિયામાં. મુલ્લા પાંચમાં આપીશ? છત્રીવાળો પરોપકારી હતો. તેનો નિયમ હતો કે રોજ થોડું ધર્મકાર્ય કરવું. કોઈ પણ ગરીબને એક છત્રી મફત આપવી. એ વ્યક્તિ જે કિંમતમાં ભાગે એ કિંમતમાં આપી દેવી. તે મફત માગે તોપણ આપી દેવી. પરોપકારથી પુણ્ય અને પુણ્યથી સમૃદ્ધિ મળે છે. સંસારમાં રહીને પણ પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. એવાં બાઈબલ, ગીતા અને આગમમાં પણ દષ્ટાંત છે. માત્ર ટૂંકી દૃષ્ટિથી આ સમજાતું નથી. કોઈ વ્યક્તિ કહે કે હું આપને એકના ડબલ કરીને આપીશ. તો આપ તેનો તુરત સ્વીકાર કરી લો છો. શબ્દોનો આગ્રહ સંઘર્ષ જન્માવે છે. એકાંતનો આગ્રહ પણ સંઘર્ષ ઉત્પન્ન કરે છે. વેપાર યાને છત્રીવાળો કહે છે : “ભલા માણસ, પાંચમાં લઈ લ્યો છત્રી.” મુલ્લાને તો બરાબર સમજાવ્યો હતો. મુલ્લો વિચારે છે પાંચમાં છત્રી દેવા તૈયાર છે, અઢીમાં પણ આપવા તૈયાર હશે – દાળમાં કાંઈક કાળું છે! દુકાનદાર પરોપકારી હતો, એનું રોજનું કાર્ય હતું. તે કહે : “આપની પાસે અનુકૂળતા ન હોય તો હું અઢીમાં આપું.” મુલ્લા વિચારે છે. મારા મિત્રે કહ્યું છે તે સાચી વાત છે. પરંતુ દુકાનદાર સાચો હતો. સજ્જન હતો. એને તો એક છત્રી દઈ For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કેવી મનોવૃત્તિ ! સ્વમાં સર્વસ્વ હોય છે www.kobatirth.org પ્રવચન પરાગ ૧૨૫ દેવી હતી. પછી મુલ્લા સવા રૂપિયામાં માગે છે તો પણ એ તૈયાર થઈ જાય છે. તે કહે છે : પૈસા નથી તો સાવ ઓછી કિંમતે આપું છું.' મુલ્લા વિચારમાં પડી જાય છે. દુકાનદાર કહે છે : વિચાર શું કરો છો ? પૈસા નથી ? મફત લઈ જાઓ. મુલ્લો કહે છે : ‘મફતમાં જ આપો છો તો એક નહીં બે આપો.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir આપે ધર્મ શબ્દ પકડી લીધો પણ તેનું રહસ્ય જો ન સમજ્યા તો અંદરનો ચેક ગાયબ અને માત્ર કવર બાકી રહેશે. - ધર્મનો આશય છે ‘સ્વ’માં સર્વનો સમાવેશ કરવો. તમારામાંથી ‘સ્વ’ રહી ગયો ને સર્વસ્વ ચાલ્યું ગયું છે, સ્વયંનો જ વિચાર સતત કરવા માંડ્યા. મારો સંસાર, મારો પરિવાર, તેની આસપાસ જ મન ઘૂમવા લાગ્યું – ‘સ્વ’ માટે શિવમ્ છે, બીજા માટે નહીં. ‘શિવમસ્તુ સર્વ જગતઃ' સર્વના સુખમાં સ્વયંનું સુખ છુપાયેલું છે. સર્વ સુખી તો આપણો પરિવાર અને આપણે પણ સુખી. ધર્મની દૃષ્ટિ ખૂબ વિશાળ છે. ભટ્ટજી ગાય ખરીદે છે ૨૫ રૂપિયામાં. તે પોતે જ ગાયની ખૂબ ખૂબ પ્રશંસા કરે છે. કેવી ખૂબસૂરત ગાય છે ? તેના પાંવ કેવા ! કેવી તંદુરસ્ત અને કેટલી સસ્તી ! ગાયવાળો હોશિયાર હતો. તે ભટ્ટજીની વાત સમજી ગયો. તેની મૂર્ખતા સમજે છે. ભટ્ટને થયું, મારા જેવા હોશિયાર તો કોઈ પણ નથી. ઠગનારો સ્વયં ઠગાય છે જગતમાં જે ઠગે છે, તે સ્વયં ઠગાય છે. ભટ્ટ માનવા લાગ્યો, મેં વેપારીને ઠગ્યો છે. તેને કાંઈ ખબર નથી. તે પોતાના ગામમાં ગાય લાવે છે. લોકોને આશ્ચર્ય થાય છે. તે પૂછે છે, ભટ્ટજી, ‘આપ બહુ જ સરસ ગાય લાવ્યા છો ને છતાંય સસ્તી ?' ભટ્ટ કહે છે : મારા જેવો કોઈ હોશિયાર નથી. તેનાં કેવાં મરોડદાર સીંગ છે તેનાં આંચળ કેવાં ભરાવદાર ! કેવું માથું ! અરે ૨૦૦ રૂપિયામાં લેવા જાઓ તોય એવી ગાય નહીં મળે !' ‘તમે કેવી રીતે લઈ આવ્યા આટલી સસ્તી ?’ ‘અરે એમાં શી બહાદુરી છે ? મારા જેવી ગાય કોઈ નહીં લાવી શકે !' પ્રત્યેકમાં જે અહંકાર હોય છે, બુદ્ધિનો ગર્વ હોય છે જે હું કરું છું તે ઉત્તમ કરું છું. ત્યાં માનવી જીવનમાં ગુલાંટ ખાઈ જાય છે. For Private And Personal Use Only - લોકો કહે છે : ‘ભટ્ટજી, આપ તો ગાય સુંદર લાવ્યા છો, સસ્તી લાવ્યા છો પરંતુ એ દૂધ કેટલું દે છે ?’ ભટ્ટ : ‘એની તો મને ખબર નથી.’ Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ પ્રવચન પરાગ કોઈ કહે છે : “આ ગાય તો વાંઝણી છે. દૂધ નથી દેતી.” પત્ની કહે છે : “આ કેવો ભાર લાવ્યા છો ?' તો ભટ્ટ કહે છે, “ગાય લેવા જતી વખતે કહ્યું હતું કે, આવી આંચળવાળી ગાય લાવજો, આવા દાંતવાળી લાવજો, ગાય લેવાનું કહ્યું હતું તો ગાય લાવ્યો.” ભટ્ટ “શબ્દ”ને પકડી લીધો. ગર્ભિત રહસ્ય ન સમજી શક્યો. આપ પણ ધર્મને બહારથી જ જોઈને કહો છો – આહ ! કેવો મહાન ધર્મ ! ફુરસદનો ધર્મ આજે સંસારની માર્કેટમાં ઘણા ધર્મો છે. ૪૦૦ ધર્મ છે. કેટલાય લોકો ભગવાન બનીને આશીર્વાદ દેવા માંડ્યા છે. કેવી ફેસિલિટી? કેવી સગવડતાઓ? કેવો આનંબર? માત્ર બાહ્ય સ્વરૂપમાંથી અગર બાહ્ય આડંબરથી ઘર્મ લઈને આવી ગયા તો ભટ્ટ જેવી ગાય લાવે છે – બરાબર તેવી પરિસ્થિતિ થાય છે : આવા ધર્મમાં મોક્ષ આપવાની તાકાત નથી હોતી. જે મોક્ષ આપે છે તે ધર્મ. ધર્મ તો જીવનમાં શાંતિ પ્રદાન કરે છે. જે અશાંતિ, ક્લેશ દૂર કરે છે તે ધર્મ. ધર્મ સંપાદન કરવાથી ઇચ્છા – તૃષ્ણા દૂર થાય છે. યોગ્ય પાત્રતા સંપાદન થાય છે. | ઋષિ-મુનિઓએ સંસારનો ત્યાગ કર્યો – શા માટે ? રાજા રામચંદ્રને વનવાસમાં ભટકવાની જરૂર કેમ પડી હતી? મહાવીરે રાજ્ય કેમ છોડી દીધું હતું? જેવાં કર્મ કર્યા છે, તેને ભોગવ્યા સિવાય સિદ્ધિ નહીં મળે. આત્માની અજ્ઞાનદશામાં કર્મ ઉત્પન્ન કર્યું. તે કર્મની નિર્જરા તેનો ક્ષય, તપની મિટ્ટીમાં સંશોધન વગર આત્મા પ્રાપ્ત નથી કરી શકતો. આ તો માત્ર ભૂમિકા છે. ધર્મ અનેક છે. તો શું ધર્મ મારા આત્મા માટે અનુકૂળ છે? આપણે પૂર્ણ અને ચિરસ્થાયી ધર્મ પકડવો છે. નહીં તો ઘર્મને બદલે અધર્મ મળશે. હું જ કરું છું' એ વાત સ્વીકાર્ય નથી. પરંતુ પરમાત્માએ જે કહ્યું છે, તેના પર વિચાર કરવો છે. ચિંતન કરવું છે, સત્ય માટે વિજ્ઞાપન, જાહેરખબર કરવાની જરૂર નથી પડતી. વિતરાગ શબ્દ સત્ય છે – તે તેમ જ રહેશે. સત્ય સમજીને સ્વીકારવાનો છે. એ વિચાર કરવાનો છે કે આ સત્ય, આ ઘર્મ આત્માને ઉપયોગી થશે કે નહીં ? ધર્મના બે પ્રકાર ( હરિભદ્રસૂરિ આચાર્યે બે પ્રકારના ઘર્મ બતાવ્યા છે. એક સીધો પ્રત્યક્ષ વ્યવહારમાં જેની અસર થાય છે એવો ગૃહસ્થ ધર્મ. ગૃહસ્થ જીવનમાં વિરકિત કેવી For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ રીતે આવે ? સંસારમાં રહીને પણ સંન્યાસી કેવી રીતે થવાય ? હૃદયની સરળતામાંથી સાધુજીવનની ઓર આગળ વધવાની ક્રિયા છુપાયેલી છે. ૧૨૭ પ્રથમ ગૃહસ્થ જીવનનો પરિચય. ગૃહસ્થ જીવનનો પરિચય બે રીતે થાય છે. સમાન્યતઃ અને વિશેષતઃ આ રીતે છે. સામાન્યતઃ ઑર્ડિનરી લાઈફ એ જ ગૃહસ્થજીવન. ગૃહસ્થની દિનચર્યા. આ દિનચર્યા સુંદ૨ કેમ બને ? જ્યારે આરોગ્ય સુંદર બને, વિચાર સુંદર બને, આચાર સુંદર બને, વ્યવહાર સુંદર બને, પછી વિશેષતઃ – જીવન, અહીં યમ, નિયમ, સંયમ દ્વારા આત્મા નીરોગી બને છે. તેને માટે ધ્યેય કરવાનું હોય છે. કેન્દ્રસ્થિરતા આપનો મિત્ર મુંબઈ જતો હોય ને આપને ત્યાંની પેઢીમાં એક લાખ રૂપિયા જમા કરાવવાના હોય. આપ આપના મિત્રને લાખ આપો તે આનાકાની પણ કરે. મિત્રના આગ્રહથી આપ તેનો સ્વીકાર કરો છો. જ્યારે આપની સાથે એક લાખનું જોખમ છે. અહીંથી નીકળતે સમય રાતનો સમય છે. પછી શું કરો ? રાતભર આપને ઊંઘ આવે ? તે વખતે કોઈ બાહ્યચેષ્ટા પણ નહીં કરી શકો. આપનું મન વારંવાર પાકીટમાં જશે. સર્વ જગ્યાએ ઘૂમીને મન ફરી ઉત્તર ધ્રુવ પાસે જ જાય છે. મન તો નોટો પર જ હશે. વિશેષ પરિચયમાં આપની સંભાળ આત્મા તરફ જશે. આત્મા મૂલ્યવાન છે. મકાન, દુકાનનો પરિગ્રહ થશે પરંતુ મન આત્મા તરફ જશે. અને આત્મદશામાં રહે તે યોગ્ય બને છે. જગતમાં પ્રવેશ કર્યા પછી સૂત્ર જીવનના પરમતત્ત્વનો પરિચય આપે છે. સૂત્ર અલ્પ હોય છે, પરંતુ અર્થ વિશાળ હોય છે. ધર્મની વિશાળ દૃષ્ટિ કોઈ પણ પ્રાપ્ત કરે છે. જીવનમાં એક વાર સામાન્ય શુદ્ધીકરણ થઈ ગયું તો સુંદર જીવન જીવવું સરળ બને છે. ધર્મ જ સર્વસ્વ ધર્મ વિના જીવનની ગતિ નથી થતી, ઘડિયાળને ચાવી નહીં આપો તો બંધ ” પડી જશે. ધર્મજીવન ઘડિયાળની ચાવી છે. For Private And Personal Use Only ગાડી ઘણી સુંદર હોય પણ પેટ્રોલ ન હોય તો ? તે બંધ પડશે. સુંદર પુષ્પ હોય પણ તેમાં સુગંધ ન હોય તો ? ખુલ્લૂ નહીં મળે. સુંદર ફૂલો હોય પણ ઈંધણ ન હોય તો તે બંધ પડશે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જેમ કારને પેટ્રોલની, ઘડિયાળને ચાવીની અને Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૮ પ્રવચન પરાગ ચૂલાને ઇંધણની, શરીરને ખોરાકની જરૂરત હોય છે એવી જ જરૂર આત્માને ધર્મની હોય છે. ધર્મ જ આત્માનો ખોરાક છે. ધર્મ આત્માને ગતિમાન કરે છે. તે ડાયરેકટ એનર્જી પ્રાપ્ત કરે છે. ધર્મ તો આત્મામાં સ્વભાવજન્ય ગતિ દેનાર છે. મનને આસક્તિરહિત બનાવવું જોઈએ. આસક્તિનો નશો : મુંબઈમાં ચોપાટી પર એક એકવીસ વર્ષનો જવાન રહેતો હતો. તેનું સુંદર વ્યક્તિત્વ હતું. તે રાજકારણમાં અગ્રસ્થાન ભોગવતો હતો. પરંતુ તેને ધર્મનો જરા પણ પરિચય નહોતો. આ મહાન શ્રીમંત અમેરિકા ગયો. ત્યાં તેને શરદી થઈ ગઈ. ટેંપરેચર વધ્યું. તેણે પ્રખ્યાત ડૉકટરને શરીર દેખાડ્યું. તેનો પરિવાર મોટો હતો. Acharya Shri Kailassagarsuri Gyanmandir અગર સાપ પગ પર ડંખ મારે તો લીમડાનાં પાન ખવરાવે છે. અને તેમાં લીમડો મીઠો લાગે તો તેના પર ઝેરની અસર થાય છે, તેના પર ઝેરનો એવો નશો હોય છે કે તે વખતે તમે કહેશો લીમડો કડવો છે તો તે કહેશે ના મીઠો છે. મારો અનુભવ છે. આપ તેને હજાર વાર કહેશો તોપણ માનશે નહીં. મોહનો નશો પણ આવો જ છે. અમે કહેશું આ સંસાર ખૂબ કડવો છે. તો કહેશો, ‘નહીં સાહેબ, મીઠો છે.' ત્યાં આવું કહેનાર સાધુ જુઠ્ઠા પુરવાર થશે. પછી ત્યાં સંસારનો સ્વાદ એટલો મીઠો લાગશે કે મંદિર પણ એની તોલે નહીં આવે. ત્યાં તેને ફુરસદ કયાં હોય ? ગુરુ પાસે જવાની પણ ફુરસદ નથી – નો ટાઈમ ! તેનું બ્લડ ટેસ્ટ કરાવ્યું. અને ડૉકટરે સલાહ આપી કે તમે પહેલી ફલાઈટમાં ઇંડિયા ચાલ્યા જાઓ. તે પૂછે છે ઃ તેનું કારણ શું ? ડૉકટર : આ બીમારી એવી છે કે અમે કહેતા નથી. તે પાછો આગ્રહ કરે છે. ડૉકટર કહે છે બ્લડ કૅન્સર છે ! પછી એ જવાનનો નશો ઊતરી ગયો. તે સીધો મુંબઈ આવ્યો. ડૉકટર તેને કહે છે માત્ર છ – મહિના તમે જીવશો. હંમેશાં નવું લોહી આપવું પડશે આ માટે. દિશા-પરિવર્તન -- પછી એ જવાન પોતાની દિશા બદલાવે છે. તે ચાતુર્માસમાં રોજ વ્યાખ્યાનમાં આવતો, નિયમિત પ્રભુપૂજન કરતો. પછી પ્રવચનોને કારણે તેને ધર્મ પ્રતિ શ્રદ્ધા વધવા લાગી. જિજ્ઞાસા વધી. હવે તે મધ્યાહ્નમાં, રાતમાં પણ આવવા લાગ્યા. તેમણે સ્વયં જીવન ધર્મમય બનાવી દીધું. For Private And Personal Use Only તે તો યુવાન હતો. તેનો પરિવાર હર્યોભર્યો હતો. આજ સુધી આ જગત છોડીને ચાલ્યા જવાની ભાવના પણ તેના મનમાં નહોતી ઝળકી. તે રંગ-રાગમાં મસ્ત બની ગયો હતો. અને હવે ? તેને કોઈનામાં પણ રસ નહોતો રહ્યો. સ્ત્રીમાં નહીં, બાળકમાં નહીં, રસ નહીં, – રંગ નહીં, હવે માત્ર આત્મામાં રસ આવી ગયો. તેને Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૨૯ યોગ્ય માર્ગદર્શન પણ મળવા માંડ્યું. જે ભીખ માગીને પણ નથી મળતું તે તેને મળી ગયું. મૃત્યુ... “સમાહિ મરણું :” આપણે રોજ પ્રભુ પાસે માગીએ છીએ એવું મરણ એને મળ્યું. અને એનો આત્મા આનંદવિભોર થઈ ઊઠ્યો. તેમનો અંતિમ દિવસ આવ્યો. તેના હોઠ કાળા પડી ગયા. જે મળતું તેને તે પીતો હતો. તેની કોઈ દૃષ્ટિ નહોતી. તેની સામે પાર્શ્વનાથ ભગવાનની તસવીર ટેબલ પર હતી. તેને જે મંત્ર અપાયો હતો તેને તે માળામાં ગણતો બેઠો હતો. જાપનું સ્મરણ કરી રહ્યો હતો. પ્રાત:કાળ થઈ ગયો. પરમાત્માનું ચિત્ર તેની સામે હતું. તે સન્મુખ બેસી ગયો. ધૂપ-દીપ કર્યો. આરતી ઉતારી ગાડી લઈ મંદિર ગયો. ફૂલની માળા ભગવાનને ચડાવી. તેની પાસે પત્ની ઊભી હતી પરંતુ તેની દૃષ્ટિ ભગવાન સિવાય ક્યાંય પણ નહોતી. તે એકાગ્રચિત્ત બની ગયો હતો. તેણે તેમાં અદભુત આનંદ પ્રાપ્ત કર્યો. તેણે માળા ચડાવી અને તેનો પ્રાણ ચાલ્યો ગયો... ચિત્તની શુદ્ધિ ક્યારે થાય છે ? આ કાળમાં સમાધિનો દુષ્કાળ નથી હોતો. આવશ્યકતા છે અલિપ્તતાની અને એના માટે અંતરની જાગૃતિની. ત્યાં અપૂર્વ જાગૃતિ હતી. તેનાં નેત્રો ખુલ્લાં જ રહી ગયાં. નેત્રમાંથી પ્રાણ ચાલ્યા ગયા. કેવું ઉત્તમ ! કેવી અપૂર્વ અંતિમ ક્ષણ ! પરમાત્માનાં ભાવથી કરેલ દર્શન આવું સુંદર મૃત્યુ આપે છે. મૃત્યુ દરેકને આવવાનું કે આપણે જાણીએ છીએ પણ તેને સુંદર કેમ બનાવવું તેનો લેશમાત્ર પણ કોઈ દિવસ વિચાર કર્યો છે? ભવોભવ આવું રૂડું મોત મળે. અન્તિમ નજર પ્રભુની અંતરમાં, અન્તિમ ધબકારામાં પ્રભુનો ધબકાર આવે એવો અભ્યાસ કરવો ઘટે, નિત્ય આચરાતી ઘર્મક્રિયાઓમાં. ડૉકટર કહેત – હોપલેસ કંડિશન ! તે સમયે આપને મહારાજની જરૂર પડે છે અને આપ સાધુ પાસે આવો છો. આપને હું આપી દઉં રક્ષણ? મળી શકે? પોતાને પગે જ ચાલવું પડે, ઉધાર પગે ન ચલાય. જુઓ અને ચાલો આપને જીવનમાં કદી પણ મંદિર જવાનો અને ગુરુ પાસે આવવાનો સમય ન મળ્યો અને અંતિમ સમય જ્યારે દયનીય અચેતન અવસ્થા આવી તે વખતે શું મળશે ? અગર આપને બોમ્બે જવું છે, તો સર્વ તૈયારી કરશો. ત્યાંથી આગળ જવું છે તો ફરી તૈયાર કરશો. પરંતુ હંમેશાં આપને જીવનથી મૃત્યુ સુધી જવાની પણ તૈયારી રાખવાની છે. જેની પાસે ધર્મની સામગ્રી તૈયાર હશે તે લોકો મોતથી ડરશે નહીં. પાપી અને કાયર વ્યક્તિઓ જ મોતના વિચારમાંથી ફફડતા હોય છે. અનિંદ્ય જીવન ૧. ગૃહસ્થ જીવનમાં કુળની જે પરંપરા હોય છે, તેને કલંક લાગે એવું નિંદ્ય For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ પ્રવચન પરાગ કાર્ય કદી પણ કરવું જોઈએ નહીં. ચોરી, લૂંટ, જૂઠ, કપટ એવું નિંદ્ય કાર્ય કદી કરવું જોઈએ નહીં. એવું આચરણ નિંદ્ય કહેવાય છે. ૨. જીવનનો વ્યવહાર સત્ય અને નીતિની ભૂમિકા પર કરવો જોઈએ. બાઈબલમાં પણ ક્યું છે : ‘સચ્ચાઈ દ્વારા જ સ્વર્ગમાં જગ્યા મળે છે.’ આપણે ત્યાં ‘ન્યાયોપાર્જિત દ્રવ્ય.' ન્યાયથી, પ્રામાણિક્તાથી દ્રવ્ય ઉપાર્જન કરવું, અન્યાયથી નહીં. અન્યાયથી આવેલું દ્રવ્ય ન સુંદર હોય છે, ન શાંતિ આપે છે. તેનાથી દુર્વિચાર ઉત્પન્ન થાય છે. દુર્વિચાર એટલે કે જીવનનાં અનર્થની ખાણ – ત્યાંથી દરેક દુર્ગુણ આવે છે. એટલા માટે સર્વ પ્રથમ જીવનશુદ્ધ વ્યવહાર જોઈએ. દ્રવ્યઉપાર્જન તો માત્ર જીવનનિર્વાહ માટે, પેટ માટે અને પરિવાર માટે કરવું જોઈએ. સંસારમાં રહીને પણ સંસાર પ્રતિ અલિપ્ત ભાવના જોઈએ – જલકમલવત્. ત્યારે તે અથાગ સંસારસમુદ્ર તરી શકે છે. નકલી રાવણ બનો રામલીલા જોઈ છે ? એક રામ બને, એક હનુમાન અને એક રાવણ. તેના સુંદર અભિનયથી આપણને પ્રેરણા મળે છે, ‘દુરાચાર પર સદાચારનો વિજય.' આ કેવી પ્રાપ્તિ હોય છે ? આમાંથી પ્રેરણા મળે છે. આપ જો નકલી રાવણ બનો તોપણ હું આપને ધન્યવાદ આપું. શ્રી રામચંદ્ર આવે છે અને રાવણને મારી નાખે છે. અને સર્વ લોકો તાળીઓ વગાડે છે – ‘હાર્યો ! પાપ ગયું !' હનુમાન લંકા જલાવે છે. રાવણ તે જુએ છે. રાવણ માર્યો જાય છે. લંકા જલાવી દેવાય છે. પણ પરદા પાછળ જઈને જો આપ રાવણને પૂછો ઃ અરે ! આપનું કેવું અપમાન ! આપને નિંધ કરીને મારી નંખાયા ! આપના મૃત્યુનું પ્રચંડ સ્વાગત લોકોએ કર્યું. આપના મૃત્યુથી ઉપર આનંદ પ્રગટ કર્યો. તો આપના મનમાં રામ પ્રતિ દ્વેષ નથી ? લંકા જલાવનાર હનુમાન પ્રત્યે દ્વેષ નથી ? રાવણ કહેશે ‘ભાઈ ! આ તો મારું રોજનું નાટક છે. અંદરથી તો હું સાવધાન છું. પરંતુ પેટની લાચારી માટે સર્વ કાંઈ કરવું પડતું હોય છે. મારે તો અપમાન સાથે કાંઈ પણ સંબંધ નથી !' સંસાર નાટક છે ! આ રીતે સંસારને જૂઠો સમજીને ચાલવું જોઈએ. સંસાર એ એક નાટક છે. જુઠ્ઠાણાંથી સાવધાન રહેવું જોઈએ. કોઈએ અપમાન કર્યું, નિંઘ કાર્ય કર્યું તો સમ For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૩૧ કે પોતાના કોઈ અશુભ કર્મનો ઉદય છે. અગર મકાન, દુકાન બળી ગયાં તોપણ અંદરથી સાવધાન છો એવું માનજો. એવો જ વિચાર હંમેશાં કરજે. તો તેનાથી આપ ખરેખર ધર્મના મર્મને જાણશો. ધર્માત્મા બનશો. આ સંસારમાં આપ અભિનય કેમ કરો છો ? ડાયલૉગ – સંવાદ કેવા બોલો છો ? ન્યાયથી કરેલું ઉપાર્જન મન પર સુંદર પ્રભાવ નાખે છે. આપના પરિવારમાં ઘર્મની આરોપણ કરે છે. જ્યાં ધર્મ અને આત્માનો સમન્વય થાય છે ત્યાં સફળતાની સીડી ચઢવાનો પ્રારંભ થાય છે. ૧૦. પ્રશ્નોત્તરી વ્યાખ્યાન અનંત ઉપકારી આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિએ ધર્મગ્રંથમાં ધર્મનો પરિચય આપ્યો, ધર્મની વ્યાખ્યા દીધી, ધર્મની દિશા બતાવી. મહાવીર પ્રભુનો ધર્મ કોઈ સંપ્રદાય નથી. પરંતુ પ્રત્યેક આત્મા, પરમાત્માને સ્વ-પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકે. એનો માર્ગ છે. સર્વ પ્રાણીમાત્ર માટે વાત્સલ્ય, સર્વ પ્રતિ પ્રેમ અને મૈત્રીભાવ કરો. મહાવીરે કદી એવું નથી કહ્યું કે, “મારા જ ધર્મનો સ્વીકાર કરો.” પણ તમે વાસનાથી, રાગદ્વેષથી મુક્ત બનો એ માર્ગે ચાલો.. સ્વયંની સાધના દ્વારા દુનિયાને પૂર્ણ દર્શન આપ્યું. માર્ગદર્શન કર્યું. પરંતુ ચાલવું તો આપણું કામ છે. બીજાના પગથી આપ ચાલવાનો પ્રયોગ કરશો તો આપનું લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકો. આત્માની દૃષ્ટિએ ખુદ જાતને જોવાના પુરુષાર્થથી પરમાત્મા પ્રાપ્ત થઈ જશે. પરમાત્મા સ્વર્યાની અંદર વિદ્યમાન છે. તેને જોવા માટે દિવ્ય દૃષ્ટિ જોઈએ. તે પ્રાપ્ત થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી રહેતો. જ્યાં સુધી અંધારું છે, નેત્ર બંધ છે ત્યાં સુધી પ્રકાશનો અનુભવ નહીં થાય. શંકા ઉપસ્થિત થશે. પ્રશ્નો ઉપસ્થિત થશે. પરંતુ મનની આંખો ખૂલશે. પછી ન કોઈ જિજ્ઞાસા અને નહીં અભિલાષા. જે જોવાનું છે તે સહેજમાં જોઈ શકશો, જે પ્રશ્ન મનમાં જન્મશે તેનો સહજ ઉત્તર મળી જશે. પ્રવચનથી આપની આંતરિક દૃષ્ટિ ખોલાવવી છે; જેનાથી માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. જો આપ અંતરનાં ચક્ષુ ખોલશો તો, આપે જે જોવું હશે તે જોઈ શકશો. અનાદિ અનંતકાળથી જે સંસ્કાર છે તે દેખાશે. તેનો નાશ કરવા માટે ઘણા પ્રયાસો કરવા પડતા હોય છે. જે કળાતું નથી, તેને મેળવવામાં જ પુરુષાર્થ છે. જે પરોક્ષ છે, તેને પ્રત્યક્ષમાં લાવવાનો પ્રયાસ કરવાનો છે. જે જોઈ નથી શકતો તેને માટે પ્રશ્ન છે. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ પ્રવચન પરાગ જે નાશવંત છે, સ્થિર નથી, જે સાથે આવનારું નથી તેનો સંગ્રહ નિરર્થક છે. જે સ્વયંની પાસે છે, તેનો સંગ્રહ કરવો યોગ્ય નથી – બહારની ચીજોના સંગ્રહથી સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે. રસોડામાં જુઓ ! ત્યાં ધુમાડાથી છત અને દીવાલ કાળાં પડી ગયેલાં દેખાશે. ત્યાં સુંદરતા નષ્ટ થઈ ગઈ નજરે પડે છે. કાળા ધુમાડામાં કાંઈ જ નજરે પડતું નથી. તેવી જ રીતે તમારા આત્મામાં અનાદિકાલીન સંસ્કાર દ્વારા રાગ-દ્વેષની જ્વાળાથી અને વિષયના ધુમાડાથી બુદ્ધિ (મગજ)ની છત કાળી થઈ ગયેલી છે. દિલદિમાગ કાળાં પડી ગયાં છે. ત્યાં આત્માની સુંદરતા દબાઈ ગઈ છે. ઠામ – વાસણ થોડા દિવસ સ્વચ્છ નહીં કરો તો કાળા પડી જશે. તેમ સાધના દ્વારા આત્માને વિશુદ્ધ, નિર્મળ નહીં કરો તો ત્યાં કાલિમા જામી જશે. અણસમજણો અને અથડામણો ઊભી થશે. આત્માની સુંદરતા માટે કષાયોનું ઉપશમ (દમન) કરો. તે આરોગ્યનું પથ્ય છે. વિચાર માટે મેડિસિન છે. તેનાથી સહનશક્તિ પ્રાપ્ત થશે. જીવનમાં શાન્તિ મળશે. રોગો નહીં થાય. વ્યક્તિનો સ્વભાવ છે કે જે નથી જાણતા તે પ્રશ્ન પૂછે છે. નિઃશબ્દની ભૂમિકામાં શબ્દની જરૂરત નથી. એના માટે મૌનની ભૂમિકામાં લઈ જવાનો પ્રયાસ કરું છું. કાંટો લાગ્યા પછી તેને કાઢવા માટે સોયની જરૂરત પડે છે. કાંટો નીકળ્યા પછી કાંટો ને સોય કાંઈ કામનાં નથી. તેવી જ રીતે મનમાંથી સંસાર કાઢવા માટે શબ્દના માધ્યમની આવશ્યકતા છે. – જ્યાં સુધી મનમાંથી સંસારનો રાગ નહીં નીકળે ત્યાં સુધી. તેના પછી જ મનમાંથી ખરાબી નીકળશે. સર્વનું મહત્ત્વ સ્વયંમાં સમાયેલું છે. સ્વયંની જાણકારીથી આપણે સર્વને સમજી શકીએ છીએ. જે સર્વને જાણે છે તે આત્માને ઓળખી શકે છે. એક પ્રશ્નની ઉપસ્થિતિમાંથી સર્વ પ્રકારનું સમાધાન મળી જશે. પોતાની જાતને ઓળખવા માટે ધર્મની જરૂર છે. મને વર્તમાનમાં ભલે મોક્ષ ના મળે. અગર વર્તમાન ઉજ્જવળ છે તો ભવિષ્ય પણ ઉજ્જવળ રહેશે. પરંતુ આપણે તો ભૂતકાળમાં જ ડૂબેલા છીએ. ભૂતકાળના મડદાને ઉઠાવીને ચાલીએ છીએ જેનાથી જીવનનો આનંદ આપણે પ્રાપ્ત નથી કરી શકતા. મનનું પાગલપણ, મનની વિકૃત અવસ્થા. આવનારા ભવિષ્યમાં હું આમ કરીશ, તેમ કરીશ – આ ભ્રમની જાળમાં ગૂંથાઈને ઉલઝાઈ જવાથી લક્ષ્યપ્રાપ્તિ નહીં થાય. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૩૩ જે વર્તમાનમાં વિચારે છે, તે જ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ઘર્મમાંથી સંસારસાગર કઈ રીતે પાર કરવો તેનું જ્ઞાન સાંપડે છે, તમે ભૂતકાળમાં ડૂબી ન જાઓ. એક ઋષિ મહાત્મા હતા. તેની પાસે એક ભાઈ આવ્યા. ઋષિએ તેને પૂછ્યું : આપ મને જાણો છો ? ઉત્તર મળ્યો : નહીં મહારાજ. ઋષિ થોડા આગળ ગયા. પછી બીજી વ્યક્તિને પૂછ્યું : આપ મને ઓળખો છો? ઉત્તર મળ્યો કે નહીં મહારાજ. પછી ઋષિ મહારાજે થોડા આગળ વધીને પૂછ્યું, આપ મને પહેચાનો છો? જવાબ મળ્યો : નહીં મહારાજ. ઋષિ મહારાજને એવું લાગ્યું કે કોઈ પણ મને જાણનારું નથી. કદાચ ચોથાના જવાબથી ઉત્તરનું સમાધાન પ્રાપ્ત થશે એવું વિચારીને ચોથાને પૂછ્યું : મને ઓળખો છો ? તે વિચારક હતો. તેણે કહ્યું : હા મહારાજ, ઓળખું છું. મહારાજ: કેવી રીતે ? વિચારક : આપણે બંને જીવનની યાત્રામાં સાથે છીએ. આત્માના સંબંધથી એકબીજાની ઓળખાણ હતી. એક વખત સ્વયંની – ભીતરની સુંદરતા જોયા પછી બહારની સુંદરતાની આવશ્યક્તા નહીં રહે. તે સંસારની પાછળ નહીં ભટકે. ભિખારી નહીં બને. સંસારપ્રાપ્તિની મનોદશા નહીં રહે. તે તો આત્માના અંદરનું પરમ સંગીત સાંભળશે. તે બહારનું સાંભળવું બંધ કરશે. મારું કર્તવ્ય, તમને બહારથી અંદર લાવવાનું છે. અંતર્મુખ બનાવવાનું છે. દૃષ્ટિ જ્યારે અંતર્મુખ બનશે ત્યારે કાર્યમાં ઉદારતા આવશે. ઉદારતા જ્યાં આવશે ત્યાં પવિત્રતા નિર્માણ થશે. અને જ્યાં આત્મામાં પવિત્રતા આવી, ત્યાં આત્મા પૂર્ણતાના પથ પર ગતિ કરશે અને અંતિમ લક્ષ્ય – પરમાત્મા બનવાનું પ્રાપ્ત કરશે. પ્રશ્ન પૂછવામાં જો ગંભીરતા નહીં હોય, તો તે પ્રશ્ન સ્વયંના અહંનું પ્રદર્શન બની જશે. જેને કાંઈ જાણવું છે, જાણવાની ઉત્સુકતા છે, તે મારી પાસે જરૂર આવી શકે છે. પરંતુ પ્રશ્ન સ્વયંનો હોવો જોઈએ. તેમાં જિજ્ઞાસા જાણવાની ને પામવાની હોવી જોઈએ. સ્વયંને જાણવાની ભાવના હોવી જોઈએ. અહીંતહીંથી લાવેલા પ્રશ્ન નહીં જોઈએ. ચોરેલો પ્રશ્ન નહીં હોવો જોઈએ એમાં પ્રાણ નહીં હોય. આપણી મનોવૃત્તિ એવી છે, કે તે દેખાડો ખૂબ કરે છે. આપણામાં સારું જાણવાની મનોવૃત્તિ જોઈએ. એકના પ્રશ્નનો ઉત્તર બીજાને અસંતોષ જન્માવે છે. બીજને દુ:ખ ન પહોંચે એવો પ્રશ્ન હોવો જોઈએ. જેને જાણવાની આવશ્યકતા છે, તરસ છે, તે વ્યક્તિગત આવશે તો હું તેને મનોવૈજ્ઞાનિક ઉત્તર દેવાનો પ્રયત્ન કરીશ. હું ચોવીસ કલાક ઓન ડ્યૂટી પર છું. અહીં માલ તૈયાર છે, પરંતુ ગ્રાહક જોઈએ. ફાલતું નથી જોઈતા – નહીં તો આપનો વખત બગડશે અને મારો શ્રમ બેકાર જશે. 1૦. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ હું ચિંતનમાં આનંદમગ્ન છું. કોઈ જિજ્ઞાસા થાય અને આપ એ જાણવા માટે આવીને બેસો તો મન પ્રસન્નતાથી ખીલી ઊઠે. પરંતુ કારણ વિના આવશો તો, તેનાથી હું અલગ રહેવા માગું છું – સાધુનું જીવન તો ગૃહસ્થજીવનથી વિપરીત છે. - જે સાધુનું ભૂષણ છે એ તમારું દૂષણ છે. અને જે સાધુનું દૂષણ તે ગૃહસ્થનું ભૂષણ. મતલબ કે ગૃહસ્થીનો અલ્પ પરિચય સાધુને માટે યોગ્ય છે, પરંતુ ગૃહસ્થનો વિશેષ પરિચય તો સાધુનું પતન છે. સ્વયં ઉપર સ્વયંનું નિયંત્રણ જ્યારે હોય ત્યારે જ સાધુતા ટકી શકશે. સાધુજીવનનાં પાંચ પતન છે ઃ ૧. પ્રવચન, ૨. પરિચય, ૩. પેપર, ૪. પ્રસિદ્ધિ, ૫. પ્રશંસાનાં કારણો. પ્રવચન તો પૉઈઝન છે. તેમાંથી વિકાર જન્મે છે. માનસિક અહમ્ ઉત્પન્ન થાય છે. ગૃહસ્થનો પરિચય અમારે માટે આશીર્વાદ નથી. તે તો આપને માટે આશીર્વાદ સમાન છે. ડૉકટર જ્યારે ટી. બી. વૉર્ડમાં જાય છે તો કઈ રીતે જાય છે ? કેટલો સાવધાન રહે છે ? શ્વાસોચ્છ્વાસથી પણ ટી. બી. ફેલાય છે. નાક-મોં પર કપડું બાંધીને પેશન્ટને જુએ છે. પૂછે છે, તેને દવા પણ લખી દેશે. બહાર આવતાં જ સાબુથી હાથ-મોં ધોઈ નાખશે. તે વારે વારે હૉસ્પિટલ નહીં જાય, જરૂરત પડશે ત્યારે જશે. પેશન્ટ પ્રતિ સહાનુભૂતિ રાખશે. તે રીતે સંત પણ ડૉકટર જેવા છે – શ્રોતા આઉટ-ડોર પેશન્ટ છે. વિષય-કષાય ટી. બી. છે. તે પરોક્ષ રહીને પ્રવચનના માધ્યમથી માર્ગદર્શન કરે છે. સાધુના પ્રવચનથી, સંતોનાં પ્રવચનથી અગર સર્વનું પરિવર્તન થઈ જાય તો ધન્યવાદ. પરંતુ આપના પ્રવચનથી જો સાધુનું પરિવર્તન થઈ જાય તો ? તો કોને ધન્યવાદ આપશો તમે ? પ્રત્યેક આત્માનું સન્માન આવશ્યક છે. સમાચારપત્ર પણ એટલું ખતરનાક છે. તેને વાંચવાથી જીવનના સ્વાધ્યાયનો અમૂલ્ય સમય નષ્ટ બને છે. ત્યાંથી જ મનમાં વિકાર, વિકૃતિ જન્મ લે છે. તેના પછી પ્રસિદ્ધિનો મોહ જાગે છે. પછી લોકોની પ્રશંસાથી પતનનો માર્ગ ખૂલી જાય છે. પ્રશંસા પચાવવાની શક્તિ જો ન હોય તો અપચો થઈ જેશે. એટલા માટે સાધુજીવનની પાંચ પગદંડીઓ છે ઃ પ્રશ્નમાં અગર ગંભીરતા હશે તો તેનો ઉત્તર પણ ગંભીર હશે. ફાજલ સમય મારી પાસે નથી, જેનો ત્યાગ મેં કર્યો છે. For Private And Personal Use Only મૌનપૂર્વક પરમાત્માની પ્રાપ્તિ માટે સમ્યક્ પ્રયાસ કરીશું તો જિજ્ઞાસા શાંત થઈ જશે. તેને માટે સંસારના પ્રપંચથી નીકળવું પડશે. તે પછી જ ગતિ આવશે. ઘરમાં જે ભોજન થાય છે એને આપણે ઢોલ પીટીને નથી કહેતા કે મેં આજે Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૩૫ આ ખાધું છે. આજ આ ઉત્તમ વસ્તુ (વાનગી) હતી. ઘરના ભોજન માટે, આવો કોઈ પ્રયાસ નહીં કરો તો તે સભ્યતા હશે. તેવી જ રીતે ભજન, તીર્થયાત્રા, જ્ઞાન વિશે પણ ઢોલ પીટવો યોગ્ય નથી. એટલા માટે ભોજન પ્રગટ કરો ને ભજન ગુપ્ત રાખો. ભજન દ્વારા અગર સાધના પ્રગટ થશે અને તેનાથી અપચો થશે તો આત્મા કઈ રીતે બળવાન બનશે? - ધર્મક્રિયા પ્રગટ થઈ જાય તો તેનો અર્થ, આત્માનું ઘન લૂંટાઈ ગયું એમ સમજજો. જે કરો તેને માટે મૌન રાખો. “જે હું કરું છું તેને માટે ક્તભાવ નહીં હોવો જોઈએ. જે થયું, તે પરમાત્માની કૃપાથી થયું. “હું કરું છું એમાં દુર્ગધ છે – તે પતનનો માર્ગ છે. તે પ્રયત્ન પૂર્ણતા પ્રદાન નહીં કરે. નાની માખી હાથી ઉપર બેઠી. માખીએ હાથીને કહ્યું: “હું તારા પર બેઠી છું તો મારું વધુ વજન તો નથી લાગતું? જો તું કહે તો હું ઊડી જાઉં!' હાથીએ તેના તરફ ધ્યાન ન આપ્યું. આગળ ચાલતાં નદી આવી. નદી ઉપર જીર્ણશીર્ણ પુલ હતો. તો માખીએ કહ્યું : અરે ભલા આદમી ! આપણે બંને અગર આ પુલ ઉપરથી જઈશું તો તારા ને મારા વજનથી કોઈ ભય તો નહીં ઉત્પન્ન થાય? તું કહે તો હું ઊડી જાઉં! આવી જે આપણી સ્થિતિ છે. ઘર્મયાત્રામાં સવારી વારંવાર થાય છે. ઘર્મ જ હાથી છે. આપ તેની પ્રશંસા કરો છો. આપ કહેશો : મહારાજે ઘણું સારું કહ્યું. કહેવાનો મતલબ ઈડાયજેશન ! આચરણનો અભાવ, આચરણ બનવું જોઈએ પ્રવચન, જીવનની ઉમરનાં કેટલાં સ્ટેશન પસાર કરી નાખ્યાં? હજુ આચરણમાં ધર્મને મૂકી ન શક્યાં. આપને એવું લાગવું જોઈએ કે આવો ધર્મ મળ્યો, આવો અપૂર્વ ત્યાગનો મોકો મળ્યો તો પછી આહારનો ત્યાગ, વાણીનો ત્યાગ અને એના પછી ઘરનો ત્યાગ પણ કરવો. પ્રવચન સાંભળ્યા પછી સાધુ ન બની શક્યો એનું દુઃખ હોવું જોઈએ. એક ભલો માણસ હતો. તેણે ઘરનો ત્યાગ કર્યો. રાનજ સૂવા માટે ઉપાશ્રયમાં આવી ગયો. ઘરનો એશઆરામ – ગાદી ત્યાગીને અહીં ચટ્ટાઈ પર સૂઈ ગયો. આહારમાં વિકૃતિ કરનાર પદાર્થનો ત્યાગ કર્યો. તેણે કહ્યું : જીવનનિર્વાહ માટે માત્ર ઘી-દૂધ લઉં છું. તે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હતી. મેં કહ્યું : “જે આપ કરો છો તેને માટે ધન્યવાદ.” પછી ધીરેથી કહ્યું : પુણ્યશાળી, આપે જેનો ત્યાગ કર્યો તે જાળવી જાણો. તેની સ્મરણા શાંતિને ઘટાડે છે. શક્તિ ઓછી કરી દે છે. ત્યાગનો વિચાર ફરી જન્મશે. જે તમે છોડી આવ્યા છો તેને તમે સ્મરણમાં ન રાખો. બહારથી તમે એને For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ પ્રવચન પરાગ છોડ્યું છે પરંતુ દયમાં સંસારના વિચારોની ભીડ છે. બહારની ભીડ ઓછી થઈ ગઈ તો અંદર ભીડ નિર્માણ ન થાય તેની કાળજી રાખો. તમારા મનોવિકાર જ સાધનામાં બાધક બને છે. મહાપુરુષોના જીવનમાં ગંભીરતા હોય છે. તેની લઘુતા તેના જીવનને ઊર્ધ્વગામી બનાવે છે. જલબિંદુ સૂરજની ગરમીથી ઉપર આવે છે. કોઈ સાધક કવિ હતો – એણે નાના બિંદુને પૂછ્યું : તું તો બહુ નાનું છે. તારી શક્તિ શું? નાનું બિંદુ બોલ્યું : અમે તો ઉપરથી નીચે મહાન બનવા માટે આવીએ છીએ અમારી સાધના પૂર્ણ કરવા માટે. અમારામાં એટલી શક્તિ નથી કે વિશાળ સાગર પી જઈએ. બિંદુ નીચે આવ્યું. અનેક બિંદુ મળી ગયાં. અને તે ઝરણામાં વ્યાપક બની ગયાં. ઝરણાને પૂછ્યું: “તું ક્યાં જઈ રહ્યું ?' ઝરણું બોલ્યું : “વ્યાપક બનવા માટે. મહાન બનવા માટે.' પછી અનેક ઝરણાંઓ એક થઈને એ નદીમાં, ગંગા નદીમાં વહેવા લાગ્યાં. વ્યાપક બની ગયાં – વિશાળ થઈ ગયાં. ગતિ આવી ગઈ. નદીને પૂછયું : “તું ક્યાં જઈ રહી છો ?' જવાબ મળ્યો : “મહાન બનવા માટે.” બિંદુ મહાન બનવા માટે નીચે આવ્યું. ઝરણું મહાન બનવા માટે નીચે વહેવા માંડ્યું. નદી મહાન બનવા માટે આગળ આગળ દોડવા લાગી. તે બિંદુએ ગંગાનુ સ્વરૂપે પ્રાપ્ત કર્યું. તે નદી વહીને મહાસાગરમાં વિલીન થઈ ગઈ. તે મહાન બની ગઈ. વિશાળ બની ગઈ. વ્યાપક બની ગઈ. બિંદુ પણ લઘુતાની સાધનાથી સમુદ્ર બની જાય છે. સાધનાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠાથી નીચે ઊતરી લઘુતા સ્વીકારે તો તે સમષ્ટિરૂપ બની જાય છે. અસાધારણ બની જાય છે. તે આત્મા પૂર્ણ બની જાય છે. પરમાત્મા બને છે. જગતપતિ બની જાય છે. પરંતુ કોઈ પણ એવો વિચાર નથી કરતું કે હું શું છું? હું કોણ છું? પરંતુ પ્રત્યેકનો પ્રયાસ મારા દેખાડાનો જ હોય છે. ત્યાં જ્ઞાનનો વિકાર ઉત્પન્ન થાય છે. તે સારીય શક્તિનો નાશ કરે છે. વ્યક્તિની મનોદશા કેવી હોવી જોઈએ ? ત્યાં સમ્યક જ્ઞાન – સમ્યક દર્શનનું અનુશાસન જોઈએ. “સમ્યફ' શબ્દ તે વિશેષણ એને માટે છે કે જ્ઞાનનો દુરુપયોગ ન થાય. જ્ઞાનનો દુરુપયોગ એટલે સર્વનાશ. ઍટમબૉમ્બ બનાવનારમાં જ્ઞાનનો અભાવ નહોતો. વિનાનિયંત્રણનું જ્ઞાન એટલે કે જાત(ખુદ)નો સર્વનાશ. ચાર્લ્સ નિકલ્સન ઍટમબૉમ્બનો પ્રણેતા હતો. તેને પ્રમુખ રુઝવેલ્ટે બોલાવીને, રાષ્ટ્ર ખાતર ઍટમબૉમ્બને સમર્પણ કરવા કહ્યું. એમ થયું. તેનો પ્રયોગ જાપાનનાં બે શહેરો – નાગાસિકા અને હિરોશીમા પર થયો. લાખો મરણ પામ્યા. તેને જ્ઞાન ના કહેવાય. પોપ યુરોપના શક્તિશાળી ઘર્મગુર. તેની શક્તિ વિશાળ. પાર્લામેન્ટમાં અગર For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૩૭ કોઈ બિલ પાસ કરાવવું હોય તો તેને માટે પોપની અનુમતિ જોઈએ. ધર્મની દૃષ્ટિથી કાયદાનું તો નુકસાન નથી થતું ને? પોપે જોયું કે લોકોમાં અંધશ્રદ્ધા વધી ગઈ છે. તેમણે કહ્યું : “જેને સ્વર્ગમાં જવું હોય તે દસ પાઉન્ડ દઈને ચિઠ્ઠી લઈ જાય તો એને માટે સ્વર્ગનું દ્વાર ખુલ્લું હશે.” આ છે અંધશ્રદ્ધા. આવી અંધશ્રદ્ધાનો પ્રતિકાર શ્રમણ ભગવાન મહાવીરે કર્યો. આવા અંધકારમાં આપ ભટકતા રહેશો તો આપના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો. તેને માટે સમ્યક દર્શન જોઈએ. જ્યાં વિવેક દૃષ્ટિ આવી જય, જ્ઞાન – પ્રકાશ આવી જાય – સમ્યક દર્શન આવી જાય તે સત્ય છે. આત્માનું કર્મ અલગ નથી, પરંતુ અજ્ઞાન દશામાં કર્મનું બંધન રહે છે. અજ્ઞાન દશા દૂર કરો અને યથાર્થ સ્થિતિને અપનાવો. અંધશ્રદ્ધા આવી હોય છે. પ્રાત:કાળનો સમય હતો. હું મંદિરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં જતા-આવતા સમયે એક ભાઈ રોજ વંદન કરતા હતા. તે ભાઈ પાપની નિંદા કરતા હતા, પ્રતિક્રમણ કરતા અને મોક્ષની તરસ લઈ ઉપાશ્રય આવતા હતા. મને એવું લાગતું કે આ ભાઈ કેટલા શ્રદ્ધાળુ છે. એક દિવસ જ્યારે મેં તેમને દુકાને જતા સમયે જોયા તો ત્યાં તેણે ડબલ રોલનું કામ શરૂ કરી દીધું. અહીં પરમાત્માને વંદન કરે, સાધુઓને પણ વંદન કરે અને ત્યાં દુકાન પર તાળાને પણ વંદન કરે. એક વાર નહીં ચાર-પાંચ વાર. ત્યાર પછી દુકાનમાં પ્રવેશ કરે છે. અહીં એવું કહે છે કે “પૈસા એ પાપ છે, સજ્જન પુરુષોએ એને સ્પર્શ નહીં કરવો જોઈએ.” “ધનનું રક્ષણ કરે તે શૈતાન મનનું રક્ષણ કરે તે સંત !' મનની અંદર વિષયનો પ્રવેશ ન થાય તેની આપણે ચિંતા રાખવી જોઈએ. અંદર અંતરાત્મા સુરક્ષિત હશે તો લક્ષ્મી દાસી બનીને આવી જશે. પ્રથમ તાળાને નમસ્કાર, તેના પછી કેશ-બૉક્સને નમસ્કાર, તેને આધ્યાત્મિક ભાષામાં પૉઈઝનબૉકસ કહે છે. પરંતુ પૉઈઝન–બૉકસને અતિ પ્રેમથી નમસ્કાર કરે છે. એટલા માટે સાંજે પ્રતિક્રમણ કરનારો માનવ બીજી વાર શા માટે ચાલે છે ? પ્રતિક્રમણ' તેનો અર્થ છે રિહર્સલ કરવું, પાછા વળવું. પ્રતિ એટલે પાછા ફરવું અને ક્રમણ કરવું. “સંસારથી પાછા ફરી સ્વયંમાં આવી જવું.’ આ વૈજ્ઞાનિક ક્રિયા છે. પ્રત્યેક પ્રકારની હિંસાનો ત્યાગ, અસત્યનો ત્યાગ, ચોરીનો ત્યાગ, અબ્રહ્મનો ત્યાગ, For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ પરિગ્રહ–સંગ્રહનો ત્યાગ. આવાં ૧૮ પાપોનો સ્વીકાર કરીને ‘મિચ્છામિ દુક્કડમ્’ કરાય છે. ‘મિચ્છામિ દુક્કડમ્' બોલનારને પણ સાંજના જોશો તો કેટલા પ્યારથી એ સાહેબ નોટો ગણતા નજરે પડે છે. અતિ પ્રસન્નતાથી જો તે ચાલ્યું જાય તો આશીર્વાદ અને જો રહી જાય તો સર્વનાશ. ‘મિચ્છામિ દુક્કડમ્’ વેદના છે, હ્રદયનું રુદન છે, તેમાં હૃદયનો ભાવ પ્રગટ થાય છે. પરંતુ ઘરથી દુકાન અને દુકાનથી ઘર રખડતા રહેવું, ગમે તે રીતે લક્ષ્મી આવતી રહે એ જ આશય પરમાત્માને ન જોવો, તેને વંદન કરવું તે સાવ ઔપચારિક બને છે. પરમાત્માના આદેશ વિરુદ્ધ કરેલા આચરણથી પરમાત્મા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? બડા મુલ્લા ફૂલોનો વ્યાપારી હતો. બહારગામથી ફૂલ લાવીને શહેરમાં.વેચતા હતા. એક વાર ફૂલ લઈને આવતા હતા. વરસાદના દિવસો હતા ! ફૂલ લઈ શહેરના દરવાજા સુધી પહોંચ્યો જ હતો ને તેને ડીસેટ્રી થઈ ગઈ ! હવે શું કરવું ? ત્યાં તો ગીરીબી–અમીરી નથી ચાલતી ! તે દરવાજા બહાર બેસી ગયો. અને તેના પર ફૂલો ઓઢી લીધાં. ત્યાં સામેથી શહેરનો કોટવાલ ઘોડા ઉપર બેસીને આવતો જોયો. મુલ્લા ગભરાઈ ગયા. તેને લાગ્યું : મેં તો ગંદકી કરી છે, હવે એ મને મારશે.’ બૌદ્ધિક વિશેષતા મુલ્લામાં બહુ હતી. બુદ્ધિમાન ક્યાંય પણ જાય, તે પાછો નહીં પડે. અકબરના દરબારમાં દૌલત નામનો એક નોકર હતો. એક વાર અકબર એના પર ખૂબ નારાજ થઈ ગયો. તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. તે લાચાર બની ગયો. તે રોતોકકળતો બિરબલ પાસે ગયો અને તેને કહ્યું : હું ભૂખ્યો મરી જઈશ. નોકરી પર મને પાછો લઈ લો ! બિરબલે ઉપાય બતાવ્યો અને કહ્યું કે હું કહું તે કરજે. શુભ પ્રસંગ પર અકબર પાસે જઈને શું કરવું તે સરસ રીતે સમજાવી દીધું. ઇદ–મિલનનો દિવસ આવ્યો. આ અવસર પર દૌલત અકબર પાસે પહોંચી ગયો. બિરબલે એને બરાબર પાઠ ભણાવ્યો હતો. તે તો સવારમાં જ ત્યાં પહોંચી ગયો. ત્યાં અકબરે અંદરથી જ દૌલતને જોયા વિના પૂછ્યું : ‘કોણ છે ?’ બહારથી દૌલત બોલ્યો : ‘જહાંપનાહ, હું તો દૌલત છું, આપ કહો તો આવું, આપ કહો તો જાઉં !' અકબરે એવું વિચાર્યું કે આજનો શુભ દિવસ. સવારનો સમય – હું કેમ કહું કે દૌલત જાય ! આજે તો દૌલત આવી જાય. અક્બરે કહ્યું : દૌલત તો આવી જાય ! બુદ્ધિની પ્રતિભા ! કોટવાલને જોઈને મુલ્લાએ વિષ્ય પર ફૂલ વિખેરી દીધાં ! For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૩૯ કોટવાલે પૂછ્યું : એ મુલ્લા, આ શું કરી રહ્યો છે? મુલ્લા : “સાહેબ, અહીંથી જઈ રહ્યો હતો તો અહીંથી કોઈ દિવ્ય પ્રકાશ નીકળતો જોયો ! અહીંથી તે ઉપર ગયો. તો મને એવું લાગ્યું કે આ કોઈ પવિત્ર ઠેકાણું છે, તે દિવ્ય પ્રકાશ અહીંથી ગયો છે. એટલા માટે મેં તેના પર ફૂલ ચડાવ્યાં.” કોટવાલઃ એમ વાત છે ! સરસ ! બહુ સરસ ! કોટવાલ : “હશે કોઈ દેવી-દેવતા,” તે ગામમાં ગયો. ધીરે ધીરે વાત ફેલાઈ ગઈ કે દરવાજા પાસે કોઈ પરમ શક્તિ છે. પછી તો લોકો ફૂલ લઈને આવી ગયા. તેના પર ફૂલ ચઢાવ્યાં ! ફૂલોનો તો ત્યાં ઢગલો થઈ ગયો. ત્યાં બીજો મુલ્લો આવ્યો. તેણે વિચાર્યું – “અહીં કોઈ કબર હશે. ત્યાં બીજા બે-પાંચ મુલ્લા આવી ગયા. લીલી ચાદર ઓઢાડી દીધી. ધૂપ કર્યો, અને ત્યાં બેસી ગયા. મુલ્લા તો ઝઘડવા માંડ્યા : “અરે ! પહેલાં તો અમારા મુલ્લાએ એને જોયું છે – અહીં તો દરગાહ છે. તો હિન્દુ કહેવા લાગ્યા : “આ જગ્યા તો હિન્દુઓની છે. કોટવાલ સાહેબે એને જોઈ છે. તેમણે જ આ વિશે વાત કરી છે. એકબીજા કોઈનું માનવા તૈયાર નહીં. બંનેની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. નવાબ પાસે વાત પહોંચી. નવાબ બોલ્યા : “હિન્દુ મુસલમાન મારી બે આંખો છે.” ધર્મના નામ ઉપર ઝઘડવું નહીં જોઈએ. નવાબ પ્રામાણિક હતો. તેની સવારી ત્યાં પહોંચી ગઈ. તેમણે કહ્યું: “બે હિન્દુ, બે મુસલમાન અને એક હું, એવા પાંચ આદમી મળીને નિર્ણય કરીશું કે એ સ્થાન કોનું છે? તેને ખોદીશું. હિન્દુઓનું નીકળશે તો હિંદુઓનું અને મુસલમાનોની દરગાહ નીકળે તો મુસલમાનોને સોંપી દઉં! તો ત્યાંથી ફૂલ હટાવી દીધાં. ત્યાં જઈને નવાબ ગુસ્સે થઈ ગયો : “અરે ગધેડાઓ, મને પણ ગધેડો બનાવ્યો ?' સર્વનાં મોં ઉતરી ગયાં. હવે કોણ તે જગ્યા માટે અધિકારની વાત કરે ? કોઈ ન આવ્યું. આ છે. અંધશ્રદ્ધા. પોપે ચિઠ્ઠી દેવાની શરૂઆત કરી દીધી, સ્વર્ગમાં એડવાન્સ બુકિંગ માટે. જ્ઞાનમાં અનુસંધાન હોય તો કેવું વિપરીત પરિણામ આવે છે. એક વિચારક પોપ પાસે ગયા. દસ પાઉન્ડ આપીને, સ્વર્ગમાં જવા માટેનો પરવાનો લઈ ઍડવાન્સ બુકિંગ કરાવી લીધું. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ પ્રવચન ૫રાગ - હવે આ પોપ, મોટો ખજાનો લઈને રોમથી, વેટિકન આવતા હતા. શ્રદ્ધાળુ લોકોએ તેમને ઘણું આપ્યું હતું. એનો મોટો ખજાનો લઈને જતા હતા. ત્યાં રસ્તામાં પહેલા દસ પાઉન્ડ દઈને પરવાના લીધેલા. ડાકુઓએ એને રોક્યા. એને બધાએ ઘેરી લીધા. તે બોલ્યા : જે હોય તે નીચે રાખી દો. પોપે બગીમાં બેઠાં બેઠાં ગર્જના કરીઃ “તમને ખબર છે, હું કોણ છું? તને શાપ દઈશ તો તું નરકમાં જઈશ !' ડાકુ : “નરકમાં હું નહીં જાઉં મેં પ્રથમ જ અમારે માટે સ્વર્ગમાં જવા માટે પરવાના લઈ લીધા છે ! એટલા માટે મરીશ તોપણ સ્વર્ગમાં જ જઈશ. આપને લૂંટવા માટે આજે હું આવ્યો છું. જ્યાં માનવતા નથી, ત્યાં પરોપકાર નથી ત્યાં બુદ્ધિને લગામની જરૂર છે. યમ, નિયમ, સંયમનું અનુશાસન જોઈએ. ત્યાં જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન જોઈએ. સમ્યક જ્ઞાનના પરિચય પછી “કર્તવ્યની ભાવના' પ્રગટ થશે. કર્તવ્યનું પાલન, તે ધર્મનો પ્રાણ છે. સમ્યક કર્તવ્ય વિમુખ ન હોય. કુળ પરંપરાથી જે ધર્મ અનુષ્ઠાન થાય છે તેનું પાલન કરો. “મિતભાષી બનો.' વધુ બોલવામાં નુકસાન છે. ત્યાં ક્લેશનું આગમન થાય છે. જ્યાં મૌન ત્યાં કલેશનું મૃત્યુ. . બોલવું હોય તો પ્રેમપૂર્વક બોલો. બોલવામાં સંપૂણ દક્ષતા રાખવી જોઈએ. સાવધાન રહેવું જોઈએ. પરમાત્માએ જે કહ્યું છે, તે ધર્મથી આચરણ કરવાનું છે. ધર્મમાં – સાધનામાં વિકાસ કરો. અસત વ્યવહારનો ત્યાગ કરો. ફાજલ ખર્ચ ન કરો. મર્યાદાપૂર્વક – વિચારથી ખર્ચ કરો. મર્યાદા બહાર ખર્ચ થાય તો અસંતોષ જન્મે છે, ક્લેશ ઉત્પન્ન કરે છે. જરૂરત વધશે તો ચિંતા વધશે. તમે એમ કહેશો કે, ફર્નિચરની જરૂરત છે, તે લાવીએ. ફિઝની જરૂર છે તો તે લાવ્યા. સોફાસેટ લાવ્યા. એર કુલર લાવ્યા. પછી એવું લાગશે કે જતાં જતાં તકલીફ થાય છે તો સ્કૂટર લાવ્યા. તમે સમસ્યા વધારો છો. પેટ ભરવું આસાન છે, પેટી ભરવી મુશ્કેલ છે. પેટની ભૂખ મટશે પરંતુ પેટીની ભૂખ નહીં મટે. શ્રાવક સદાચારી હોય, સ્વયં પર નિયંત્રણ કરનારા હોય, જીવનનિર્વાહ માટે નીતિનો માર્ગ અપનાવનાર હોય. અયોગ્ય અનીતિ માર્ગ આપ અપનાવશો તો આપ તે માર્ગ પર ચાલ્યા કરશો. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ પ્રવચન પરાગ મુરાદાબાદ શહેરમાં એક વાસણવાળાની દુકાન સામે એક જીપ આવીને ઊભી રહી ગઈ. તેના પર લખ્યું હતું : Govt of v. p. supply Dept. એમાંથી એક અફસર ઊતર્યા. પટાવાળો પણ સાથે હતો. વેપારીએ અફસર અને પટાવાળાને જોયા. ગાડી જોઈ. એકદમ ખુશીમાં આવી ગયો ને બોલ્યો : આજ આનંદ જ આનંદ છે. ગાડી જોઈ લીધી. અફસર સાથે કમિશનની વાત નક્કી કરી લીધી. બધું સરકારના ખાતા ઉપર ચાલી રહ્યું હતું. વેપારી સમજ્યો કે મેં એને બનાવ્યો. નીચે ઊતરી ગયા. ૫૦ હજારનો માલ ખરીદી લીધો. હૉસ્પિટલ માટે, જેલ માટે વાસણ ખરીદી લીધાં. અફસરે પૂછ્યું : શું આપશો મને? વેપારી : પાંચ હજાર તમારા. ૫૦ હજારનો માલ દઈ દીધો. પાછલા કૅરિયરમાં પંક કરી દેવાયો. ત્યાર પછી તેણે વેપારીને ચેક આપી દીધો. વેપારીને લાગ્યું : “ચેકમાં તો લફરું થાય એમ છે.” અને અફસર ગાડી લઈને ચાલ્યા ગયા. દસ વાગ્યા. બાર વાગ્યા, કોઈ ન આવ્યું. તેની પ્રતીક્ષામાં વેપારી ખાવા પણ ન ગયો. હમણાં આવશે. તે આવે ને હું ન હોઉં તો ? બે વાગ્યા. ચાર વાગ્યા. તે અફસર તો ન જ દેખાયો. પછી હિમ્મત હારી જઈને વેપારીએ પેલા પટાવાળાને પૂછ્યું : “સાહેબ કયાં રહે છે? તેની ઑફિસ ક્યાં છે?” પટાવાળો : “મને ખબર નથી સાહેબ.' વેપારી : “કેમ ખબર નથી ? તું તો પટાવાળો છે !” પટાવાળો : “સાહેબ, હું તો રસ્તામાં બેકાર બેઠો હતો. મને પૂછ્યું : નોકરી જોઈએ છે? મેં હા કહી. તેમણે કહ્યું : બેસી જા આ ગાડીમાં, હું બેસી ગયો. મને યુનિફોર્મ દીધો. મેં પહેરી લીધો. બાદમાં મને કહ્યું : હું થોડી ખરીદી કરીશ, પછી ઑફિસે જઈશું. ત્યાં તને નોકરી મળી જશે. મને ખબર નહોતી તે કોણ છે ! તેની ઑફિસ ક્યાં છે? વ્યાપારીનું તો માથું ફરી ગયું. “મારા પચ્ચાસ હજાર ગયા.” પટાવાળો કહે છે: “પરંતુ મારી તો નોકરી ચાલી ગઈ.” અસતનો વ્યવહાર પોતાના માટે દુ:ખકારક બને છે. રાષ્ટ્ર માટે પણ ખતરનાક છે. સારું કામ અવશ્ય કરવું જોઈએ. તેને માટે જાગ્રત રહેવું જોઈએ, કરવા યોગ્ય કામ પ્રામાણિકતાથી કરવું જોઈએ. ન કરવા યોગ્ય કાર્ય પ્રાણાન્તપૂર્વક ન કરવું જોઈએ. હેમુ શ્રાવક હતા. તે મહાવીરના પરમ શ્રાવક હતા. અહત ઉપાસક હતા. તેમણે પરોપકારને જ ધર્મ સમજ્યો હતો. ધર્મ રક્ષણકર્તા છે. ધર્મના રક્ષણમાં સ્વનું રક્ષણ થાય છે. તે હેમુ સદાચારી, શ્રદ્ધાસંપન્ન, સત્યનિષ્ઠ હતા. સુલતાને તેને રેવન્યૂ – મહેસૂલ મંત્રી બનાવી દીધો. આ પદ સારું હતું. પરંતુ સુલતાન એવો હતો કે અગર For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૨ પ્રવચન પરાગ ચોપડીમાં કોઈ ભૂલ આવી જાય તો તે તે જ ચોપડી તે મંત્રીને તરત જ ચાવીને ખાવાની ફરજ પાડતો. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી સ્થિતિ ઘણાંની થઈ હતી. એટલા માટે કોઈ પણ એ પદ લેવા માટે તૈયાર નહોતું. ચોપડી ચાવવી પડતી હતી. ઊલટી થતી હતી. બેચેની થતી હતી, પરંતુ સજાની મતલબ સજા ! સુપ્રીમકોર્ટ ! હેમુ શ્રાવક તો મહાજનના પુત્ર હતા. એવા શ્રાવકમાં બુદ્ધિ પરંપરાગત હોય છે. દિલ્હીના મુલ્લા સુંલતાનના કાન ભંભેરવા લાગ્યા. આવા ઉચ્ચ સ્થાન પર એક કાફર ! સુલતાન ઃ તે હરામનો પગાર નથી ખાતો. પોતાની હોશિયારી અને બુદ્ધિનો પગાર ખાય છે. મુલ્લા : તો શું અમે ઓછી અક્કલવાળા છીએ ? સુલતાન ઃ એ તો ખુદા જાણે. તેને કાઢી મૂકાય તો મારી સ્થિતિ રાવણ જેવી થઈ જાય. મુલ્લા : નહીં થાય, આપ અમને કાંઈ પણ પૂછો. તેનો ઉત્તર અમે ખૂબ સુંદર આપીશું. તો સુલતાન બોલ્યા : બતાવો ! એવું કયું કામ છે, જે હું કરી શકું છું પરંતુ ખુદા ન કરી શકે ? મુલ્લા તો ચક્કરમાં પડી ગયા. તેમણે મહિનાની મુદત માગી અને બાદશાહે જાય તો ફકીર અને મરે તો પીર આપી. તે ઉત્તર શોધવા માટે ઘણી જગ્યાએ ફર્યા. પરંતુ આનો ઉત્તર ક્યાંથી મળે ? બધા મસ્જિદમાં એકઠા થઈ ગયા. કુરાનમાં તો આવું ક્યાંય લખ્યું નથી. આખરે એવો નિર્ણય લેવાયો કે બાદશાહને બતાવવું કે કુરાન વિરુદ્ધ કોઈ પણ ઉત્તર ન દેવાય. જો એવું થાય તો ખુદાના દરબારમાં ગુનેગાર ઠરીએ. આવે તો અમીર સીધો હિસાબ મુસલમાનોમાં ! મુલ્લા આવી ગયો ને બોલ્યો ઃ જહાંપનાહ, ગુનો માફ કરો. ખુદા વિરુદ્ઘ ઉત્તર દઈએ તો ખુદા કદી પણ માફ ન કરે. સુલતાન : અરે ! ચાંદનીચોકમાંથી કોઈ પણ મહાજનના છોકરાને પકડીને લાવો – તે જવાબ આપશે. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૪૩ સિપાહીઓ ગયા. ચાંદની ચોકમાંથી એક સોળ વરસના મહાજનના છોકરાને પકડીને લાવ્યા. છોકરાએ રાજદરબારમાં આવીને પૂછ્યું: “મારું શું કામ પડ્યું? શા માટે મને બોલાવાયો? સુલતાન : એક પ્રશ્ન છે : એ બતાવ કે જે ખુદા નથી કરી શકતા, પરંતુ સુલતાન કરી શકે છે. એવી કઈ વાત છે? છોકરો : આ તો બહુ સાધારણ પ્રશ્ન છે. આનો જવાબ કોઈ પણ દઈ શકે છે. મુલ્લા તો આશ્ચર્યચકિત થઈ ગયા. તે બોલ્યા : “ જો ખુદા વિરુદ્ધ કોઈ જવાબ દઈશ તો પરિણામ સારું નહીં હોય !” જૈન ધર્મ કોઈ ધર્મની આલોચના નથી કરતો. છોકરો બોલ્યો : જહાંપનાહ, ખુદા બધું કરી શકે છે પણ એક વાત નથી કરી શકતા. સુલતાન : ને તે શું? છોકરો : આખું જગત – પાતાળ, સ્વર્ગ ખુદાનાં છે. લેશમાત્ર એટલી જગ્યા નથી જ્યાં ખુદા ન હોય. સુલતાન : બરાબર. સર્વ ખુદાનું છે. છોકરો : પરંતુ ખુદા કોઈને દેશની બહાર નથી કાઢી શકતા. એને દેશમાંથી કાઢી મોકલે ક્યાં ? આ વાત ખુદા નથી કરી શકતા તે આપ કરી શકો છો - આપ કોઈને પણ દેશબહાર કાઢી શકો છો. સુલતાન : કહો મુલ્લાજી, આ વાત કુરાનમાં છે કે નહીં? મુલ્લા : જી હા જહાંપનાહ! હેમુ કુશાગ્ર બુદ્ધિશાળી. અતિપ્રભાવશાળી, બાદશાહના કોઈ પણ સવાલનો જવાબ તે સમાધાનકારક દઈ શકતા હતા.. હેમુને ઘણાએ સલાહ આપી કે બાદશાહની નોકરી – રાજા, વાજા ને વાંદરા જેવી. તો તેની નોકરી ન કરવી. બજારનો સમય થઈ ગયો “હિસાબ રાખનારો બહુ ડરપોક હતો. હેમુએ તેને કહ્યું : તું ઘઉંની જાડી રોટી બનાવી નાખ. તેના પર પૂરા વરસના જમા-ખર્ચ લખી નાખજે. એને સાથે લઈને જજે. ચોપડો ખાવાનો જ્યારે સમય આવે તો રોટી ખાઈ જજે.” તે જ પ્રકારે તેણે કર્યું. હિસાબનીસને મોટી રોટી સાથે આવેલો જોઈ સુલતાન આશ્ચર્યચકિત થઈ ગયો. તેમણે પૂછ્યું: આ શું છે? For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ પ્રવચન પરાગ તે બોલ્યો : જહાંપનાહ, અગર ભૂલ નીકળી અને આપ ચોપડી ચાવવાની સજા કરો તો? હું તો વૃદ્ધ છું – આ ચોપડો ચાવીને ખાઈ શકું છું. હેમુની બુદ્ધિ આવી હતી. હેમુ પર રાજાને વિશ્વાસ હતો. તેને પ્રધાનમંત્રી બનાવ્યો. ઘણા લોકોને આ વાત પસંદ નહોતી. વિરોધીઓએ વિચાર્યું ઃ આ લોકો પાસે પૈસા ઘણા છે, જો ટેક્સ રૂપે લેવાય તો તિજોરી ભરાઈ જાય. સુલતાને હુકમ કાઢ્યો : “મંદિર પર ટૅકસ, હિંદુઓ પર ટેકસ, હિંદુ જૈનો પર ટૅકસ.' સખત ટૅકસ તેમણે નાખ્યા – અને હુકમ કર્યો કે “જે નહીં. આપે તેને જેલમાં ધકેલવામાં આવશે.” સંખ્યાબંધ લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા. એવું ફરમાન કાર્યું કે માંસ ખાઓ ને નહીં ખાઓ તો શરીર-માથું જુદાં. તેમને ઘમતર કરવા મજબૂર કરાયા જેનાથી ચારે તરફ હાહાકાર મચી ગયો. હેમુ શ્રાવક હતો. સદાચારી હતો. મહાવીરનો પરમ ઉપાસક હતો. આ બધું જોઈને તેનું કોમળ હૃદય દુઃખના સાગરમાં ડૂબી ગયું. પ્રાણ આપીને બીજાનો પ્રાણ બચાવવો તે ધર્મ છે. તેનું રક્ષણ કરવું કર્તવ્ય છે. પરોપકારનું કાર્ય કોઈ પણ હાલતમાં ચાલુ રાખવું જોઈએ. તેવો વિચાર હેમુએ કર્યો. શુભ આશયથી કોઈ પણ કાર્ય આરંભ કરે તો તેનું અંતિમ ફળ બહુ ઉત્તમ મળે છે. બેચાર વર્ષ પૂર્વે આ કિસ્સો અખબારમાં આવ્યો હતો. દાહોદથી રતલામ જતા રસ્તે આડાવાડ નામનું સ્ટેશન આવે છે. સિગ્નલમેન સિગ્નલ દેવા માટે નીકળ્યો. સામેથી ગાડી પૂરી ગતિથી આવી રહી હતી. તે રસ્તે એક માલગાડી હતી. જે સામેથી આવનારી ગાડીની લાઈન ન બદલાય તો ભયંકર અકસ્માત થાય ને હજારોના જાન જાય. સિગ્નલ દેવા માટે તે બાર ઉપર જોરથી હાથ કસીને, પગની નીચે દબાવીને તેને નીચે કરાતો હતો. 1. દરરોજની જેમ તે ત્યાં ગયો. જ્યાં પગ રાખવાની જગ્યા હતી ત્યાં એક ભયંકર કોબરા નાગ બેઠો હતો. હવે શું કરવું? એટલો સમય પણ નહોતો કે તેને ત્યાંથી દૂર કરાય. થોડો જ વિલંબ અને હજારોનાં મૃત્યુ ! તરત જ વિચાર કરી લીધો કે મારા એકના મરવાથી હારોના જાન બચી જશે. એવું વિચારીને નાગ પર પગ રાખી દીધો ! સિગ્નલ ઑન કરી દીધો. પાટો બદલાઈ ગયો અને ટ્રેન નીકળી ગઈ. હજારોના જાન બચી ગયા અને ભયંકર અકસ્માત થતો અટકી ગયો ! “કરુણાભાવની અસર શું થઈ?” અહિંસક પરમાણુની હિંસક પ્રાણી પર અસર થઈ ગઈ. સર્પનો ક્રોધ શાંત થઈ ગયો. કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન થયો. અને તે નાગ ચૂપચાપ નીકળી ગયો. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન પરાગ ૧૪૫ પેપરમાં આ પ્રસંગ આવ્યો હતો. “અહિંસાના પરમાણુ અસર કરે છે. અહીં સિગ્નલમૅનના મનમાં અહિંસાની ભાવના હતી. તે પ્રબળ પરમાણુની અસર નાગ પર થઈ. તે ભયંકર સર્પ હતો. તેના પર જોરથી પગ રખાયો હતો. પરંતુ તેણે ડંખ ન માર્યો. ચૂપચાપ પડ્યો રહ્યો અને પગ હટતાં જ તે ઉપદ્રવ કર્યા વગર, ચૂપચાપ ચાલ્યો ગયો. આ શુભ આશયનું – શુભ સંકલ્પનું ફળ છે. હેમુએ વિચાર્યું : “હું શ્રાવક છું, બાદશાહનો પ્રધાનમંત્રી છું. આ બધાંને અગર ન બચાવું તો મારો ધર્મ શા કામનો ?' વિરોધીઓએ વિચાર્યું કે આ સરસ મોકો છે, જે લોકો માટે કાંઈ નહીં કરે તો લોકો ધિક્કારશે અને કાંઈક કરશે તો સુલતાન જરૂર ગુસ્સે થશે. આ રીતે તેનો કાંટો નીકળી જશે. હેમુ પાસે રાજમુદ્રા હતી. બાદશાહ તે રાજમુદ્રા આપીને શિકારે ગયા હતા. હેમુએ વિચાર્યું : આ સરસ મોકો છે. તેણે રાજમુદ્રા લગાવીને હુકમ બહાર પાડ્યો કે સર્વને છોડી દો ! વિરોધીઓ ખુશ થઈ ગયા. હવે રાજા ગુસ્સો કરશે. જેવા રાજા આવી ગયા, વિરોધીઓએ એના કાન ભંભેરવા શરૂ કરી દીધા : “આપની ગેરહાજરીમાં આપના જ હુકમનો અનાદર કરીને, સર્વ કાફરોને છોડી દીધા.' આપની ઈચ્છાવિરુદ્ધ થયું. રાજા એકદમ ગુસ્સે થઈ ગયો. તેણે વિચાર્યું, મારી ગેરહાજરીમાં મારો વિશ્વાસઘાત ! કશા પણ ટેકસ લીધા વિના છોડી દીધા ! સત્તાનો દુરુપયોગ !” - રાજાએ તેમને બોલાવ્યા : “મારો વિશ્વાસઘાત ! તારા જાતભાઈઓ માટે આવું કર્યું તેં ? તને ખબર છે હવે આને શું પરિણામ આવશે ? તું બેમોત મરીશ !...” આગ ભડકી ઊઠી ! “કર્તવ્ય અવશ્ય કર્તવ્ય. પ્રાણ કેઢે ગેતેરડપિ” જે કરવા યોગ્ય છે તે પ્રાણાન્તપૂર્વક કષ્ટ આવે તો પણ કરવું જોઈએ.’ હેમુ આ જાણતો હતો. મહાવીરે જે કહ્યું હતું મંગલ કાર્ય, કર્યું હેમુએ. સુલતાને ગર્જના કરી કહ્યું : “દંડ લીધા વગર ગુનેગારોને છોડી દીધા ? એનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જા !” હેમુ બોલ્યો : "હું મહાજન છું! હું ગદાર નહીં બનું. મેં આપનો વિશ્વાસઘાત નથી કર્યો ! તે સર્વ આપને બદદુવા દઈ રહ્યા હતા. આપનું સત્યાનાશ થઈ જાય એવી ખુદાને ફરિયાદ કરી રહ્યા હતા. એની અસર આપને લાગે એ હું કેમ સહન કરી શકું? જે પરિણામ આવશે તે સહન કરીશ. પરંતુ ખુદાના દરબારમાં આપની વિરુદ્ધ ફરિયાદ જાય એ હું કેવી રીતે સહન કરી શકું? એટલા માટે મેં એને છોડી દીધા.” હેમુ બોલવા લાગ્યો : મેં આવું સમજીને આ કાર્ય કર્યું છે. આપના વિશે કોઈ ખરાબ બોલે તો હું આપનો સેવક, કેવી રીતે સહન કરી શકું? For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ પ્રવચન પરાગ સુલતાન પ્રસન્ન થઈ ગયો : તે બોલી ઊઠ્યો : “સારું ક્યું ! સારું કર્યું ! તને તો ઈનામ દેવું જોઈએ.” બુદ્ધિનો ઉપયોગ સમજીને કરવો જોઈએ. પ્રાણની બાજી ભલે લગાવવી પડે, પરંતુ સત્કાર્ય તો કરવું જ જોઈએ. પરોપકાર મહાન કાર્ય છે. ધર્મના રક્ષણનો સદવિચાર સર્વના રક્ષણનો વિચાર છે. જ્યાં સવિચાર ત્યાં સદાચાર ! જ્યાં સદાચારનું પાલન ત્યાં સફળતા. આવી સદાચારી વ્યક્તિ પ્રાણની પણ આહુતિ આપી શકે છે. આવું મહાકાર્ય કર્યા પછી પણ મૃત્યુ આવે તો એ મહોત્સવ બની જાય. વિચારમાં અસ્થિરતા ન જોઈએ. આચારમાં પૂર્ણતા પ્રગટ થવી જોઈએ છે. આપ અપૂર્ણ છો, તો શાસ્ત્ર એ પૂર્ણ કરે છે. આપ અંધકારમાં ભટકતા હશો તો શાસ્ત્ર આપને પ્રકાશ આપે છે – પ્રવચન ગતિ આપે છે. તેનાથી આપ લક્ષ્ય સુધી પહોંચી શકો છો. સાધુ શું કામ કરે છે? લોઢાનો નાનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે અગર તેની નાવ બનાવી દેવાય તો તે તરવા લાગે છે, આવું કામ સાધુનું છે – લોઢા સમાન જીવનનૌકાને નાવ બનાવવા યોગ્ય તૈયાર કરી આપને બચાવે છે. વિષય અને કષાયના પતનથી બચાવે છે. આપના જીવનમાં દુર્ઘટના નહીં થવા દે. શાસ્ત્રના માધ્યમથી આપના જીવનને ઉન્નત બનાવશે. પરંતુ અહં લઈને આપ જાઓ તો આપને કાંઈજ પ્રાપ્ત નહીં થાય. હું કાંઈક છું - I am something - એવું કહેનારા કાંઈ પણ પ્રાપ્ત નહીં કરી શકે. પરમાત્મા પાસે શૂન્ય બનીને જશો તો પૂર્ણતા પ્રાપ્ત કરી શકો છો. અહીં આપ આવી જાઓ, આપના પ્રશ્નના સમાધાનપૂર્વક ઉત્તર મળી જશે. સર્વ સમસ્યાઓ સમજી શકાશે. પોતાના જીવનમાં લઘુતા – નમ્રતા હોવી જોઈએ. અહમનો અભાવ હોવો જોઈએ. જ્યાં અહંનો ભાવ આવી જાય ત્યાં જ્ઞાન નષ્ટ થાય. જ્ઞાનશૂન્ય સારું અથવા તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સારું – હું જાણું છું એ સર્વનાશ કરે છે. હેન્રી ચોથાના સમયમાં બનેલી ઘટના છે. તેનાથી આપ આપની જાણકારીનો પરિચય પ્રાપ્ત કરી શકો છો. તમે તમારા મનના અરીસામાં જોઈને જાણી શકશો કે આપ કેટલા જાણકાર છો. હેન્રી રાજાએ તે વખતે દરબારમાં એક વાર જાહેર કરી દીધું કે જેવો તાજમહલ હિન્દુસ્થાનમાં છે તેવો જ અહીં બનાવવામાં આવે. તો તેના વિશે જાણવા થોડાક લોકોને ત્યાં મોકલવા વિચાર્યું. પરંતુ ત્યાં સુધી કોણ જઈ શકે ? જે હિન્દી જાણતો હોય છે. તો હિન્દી જાણનારની શોધ થઈ. ત્યારે તૂટીફૂટી હિન્દી જાણનાર મળી For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચનપરાગ ૧૪૭ ગયો. તેણે કહ્યું : I know everything ! તો તેને એક લાખ રૂપિયા આપી, નોકરચાકરો સાથે ભારત મોકલ્યો. ઇંગ્લેન્ડના પ્રતિનિધિની જેમ તેનું સારું સન્માન થયું. તેને તેવા અહીં આવવાના આશયને જાણી તેને આગ્રા જવાનો પ્રબંધ કરાયો. અપૂર્ણ જ્ઞાની વિનાશ કરે છે. આગ્રા આવીને તેમણે તાજમહલ જોઈ લીધો. ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા. તેની જાણકારી માટે ત્યાં ઊભેલા એક આદમીને તેણે પૂછયું : “આને કોણે બનાવ્યો ? કયારે બનાવ્યો ? કેમ બનાવ્યો ?' તો તે ગ્રામીણ વ્યક્તિએ કહ્યું : “માલુમ નહીં સાહેબ.... બીજાને પૂછ્યું તો તે જ જવાબ મળ્યો. પછી તે જયપુર ચાલ્યા ગયા. ત્યાં પણ મહેલ જોયા. ત્યાં પણ પૂછવાથી તે જ જવાબ મળ્યો. આનાથી એણે સમજી લીધું કે આ દેશના મહાન ઈન્જિનિયર “માલૂમ નહીં સાહેબ' છે. એણે નોટ કરી કે The greatest Engineer of India is માલૂમ નહીં સાહેબ. દેલવાડા ગયાં ત્યાં પણ પૂછ્યું કે આ બનાવનાર કોણ છે – ત્યાં પણ જવાબ મળ્યો કે ‘માલુમ નહીં સાહેબ.' ગુજરાતમાં બરોડા ગયા. લક્ષ્મી વિલાસ પેલેસ જોયો. મહારાજની સવારી નીકળવાની જ હતી. તેના બોડીગાર્ડ યુનિફૉર્મમાં હતા. તે ચાર-પાંચ મેડલ લગાવીને ઊભો હતો. તેને પૂછયું : “Who is this જવાબ મળ્યો – “માલુમ નહીં સાહેબ.” તો તે અર્ધતસ (little Knowledge) પરદેશીએ માની લીધું કે “માલૂમ નહીં સાહેબ” આ જ છે. તે તેને મળવા ગયો. અને તેની સાથે વાતચીત કરવાનો આગ્રહ કર્યો. તેણે કહ્યું : No time ! કાલે આવજે.” તે સમજી ગયો કે આ આદમી બહુ જ કામનો છે. એટલા માટે તેની પાસે ટાઈમ નથી. તેણે ઇંગ્લેન્ડ સમાચાર મોકલી દીધા : 'I have found out the greatest engineer malum nahi Seb, he has given time to see him tomorrow.' બીજા દિવસે સવારે તે નીળ્યો. તે વખતે ગામના નગરશેઠ મરી ગયા હતા અને તેની સ્મશાનયાત્રા નીકળી હતી. શેઠ મોટો ઉપકારી હતો અને ઉધર હતો. ઘણા લોકો સ્મશાનયાત્રામાં આવ્યા હતા. તે અંગ્રેજે પૂછ્યું : “who is died (કોણ મરી ગયું ? જવાબ મળ્યો : માલૂમ નહીં સાહેબ.' એ સાંભળીને તે નિરાશ થઈ ગયો. ઓહ! Died. તેણે ટેલિગ્રામ દઈ દીધો : ''unliklly the greatest engineer of India epired inday. We are returning.' એટલા માટે જ્યાં સમ્યક જ્ઞાનનો પ્રયાસ થશે ત્યાં સંતોષ હશે. આપણે વિચારવું જોઈએ કે મારો શત્રુ કોણ છે? અને તેના પર પ્રભાવ કેવી રીતે પ્રાપ્ત કરવો? – આ સમજવું જોઈએ. For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only