________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૧૩ કરો. આપની સાથે વાદવિવાદ કરવા માટે સર્વ પંડિત લાચાર છે. પરંતુ અમારા ગુરુ છે. તે પ્રકાંડ પંડિત છે. તે મૌનની સાધનામાં મગ્ન રહે છે. તેમની સાથે વાદવિવાદ કરો અને તેના પર વિજય પ્રાપ્ત કરો. તે શબ્દોથી શાસ્ત્રાર્થ નહીં કરે, તે માત્ર હાથના ઈશારાઓથી શાસ્ત્રાર્થ કરશે. શું આપ તેમની સાથે વાદવિવાદ કરવા માટે તે પ્રકારે તૈયાર છો?
પંડિત બોલ્યા : “જરૂર, જરૂર તૈયાર છું.” રાજસભામાં સર્વ પંડિત બેઠા હતા. ત્યાં તે પંડિત પધાર્યા. મોટું શરીર – મસ્ત !
મૂર્ખનું પ્રથમ લક્ષણ કર્યું? શરીરથી હૃષ્ટપુષ્ટ, મજબૂત.
આ મૂર્તિ ખંડિત હતી. એક આંખ નહોતી. હોશિયાર હતો પરંતુ આંખની ઓછપ હતી. અહીં કાલિદાસે નાટક કર્યું. એક ઘાંચી હતો. તે એક આંખે કાણો હતો. તેને કાલિદાસે કહ્યું : તને સો સોનામહોર દઉં છું. તને રાજસભામાં લઈ જવાશે. તું ત્યાં કશું જ ન બોલતો. માત્ર આંગળીઓથી ઈશારા કરજે. પછી હું બધું સંભાળી લઈશ. જો એક શબ્દ પણ બોલીશ તો શરીરથી ગરદન અલગ કરી દઈશ. ઘાંચીએ મનમાં વિચાર્યું : શા માટે બોલું? જો સો સોનામહોર મળતી હોય તો? કૃત્રિમ ચમક
તેને બરાબર પંડિત જેવો સજાવ્યો. ઠાઠમાઠ કર્યો. સરસ કપડાં પહેરાવ્યાં. માથા પર સરસ પાઘડી, લલાટ પર મોટું તિલક કર્યું, હાથમાં મોટી મોટી પોથી. હાથી પર સવારી સાથે, પાંચસો પંડિતોની જયજયકાર વચ્ચે એની પધરામણી થઈ.
બડા પોથા બડા ધોતા, પંડિતા પગડા બડા, अक्षरं नैव जानाति, निरक्षराय नमोः नमः
જેવા આ ઘાંચીને હાથી પર બેસાડી મહાન પંડિત કાલિદાસ તેમની સેવામાં બરાબર આડંબર સાથે નીકળ્યા. કૃત્રિમતામાં ચમક ઘણી રહે છે. રાજદરબારમાં રાજગુરુ પધાર્યા. ઉચિત સન્માન દીધું. સર્વ પોતપોતાના સ્થાને બેઠા. કાલિદાસ બોલ્યાઃ “આ મહાન વિદ્વાન ગુરુ વરસોથી મૌન રાખે છે. એટલા માટે આપ જ પ્રથમ પ્રશ્ન ઉપસ્થિત કરો.
આગંતુક પંડિતે પ્રશ્ન ઉપસ્થિત કર્યો. તેમણે કહ્યું : શબ્દનો ઉપયોગ તો કાયર કરે છે. પછી તેણે એક આંગળી ઊંચી કરી તો ઘાંચી પંડિત તેની સામે બે આંગળી ઊંચી કરી. આગંતુક પંડિત તો વિચારમાં પડી ગયો. પરંતુ તેમણે તરત નિર્ણય કર્યો અને પાંચેય આંગળીઓ દેખાડી. ઘાંચી પંડિતને લાગ્યું હવે શું કરવું ? તે વિચારમાં પડી ગયો ! એટલે તેણે મુક્કો બતાવ્યો !
જેવો મુક્કો બતાવ્યો તેવો જ આગંતુક પંડિત બોલ્યો : “હું હારી ગયો. હું નિરુત્તર છું. મારી પાસે હવે કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરવા માટે નથી.” રાજાને આ
For Private And Personal Use Only