________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
પ્રવચન પરાગ
અંતરાત્માના જ્ઞાનનો પ્રકાશ હતો. પરંતુ સર્વજ્ઞના શબ્દોના કેટલા અર્થ? એટલા માટે જ જગતમાં સાપેક્ષવાદ એ મહાન સિદ્ધાંત છે. સાપેક્ષવાદ
આજે રાજનીતિમાં સાપેક્ષવાદની આવશ્યકતા છે. તેના વિના સંઘર્ષ ઉત્પન્ન થશે. એકાત્તવાદ રાષ્ટ્ર માટે હાનિકારક છે. એ અનેકાનેક સંઘર્ષ જન્માવે છે.
એકાન્તવાદ રોગ છે, અને અનેકાન્તવાદ ઔષધિ છે. મહાવીર પ્રભુના માર્ગદર્શનમાં સંપૂર્ણ જોર અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, સાપેક્ષવાદ ઉપર છે.
તમે તો એક જ છો પરંતુ તમારો પરિચય અનેક રીતે આપી શકાય છે. તમે પુત્રને કારણે પિતા છો, પત્નીને કારણે પતિ છો, પિતાની દૃષ્ટિએ તમે પુત્ર છો, ભાઈની દૃષ્ટિએ ભાઈ છો, કોઈને કારણે કાકા છો, મામા છો, ભાણેજ છો, ભત્રીજા છો, વેપારી છો – તમારા એકલાના સમ્બન્ધોના કેટલા પરિચય આપી શકાય ? તમે પોતાના સત્યને જ જો આખરી સત્ય માની બેસશો તો તે એકાન્તવાદ બનશે, ત્યાં જ સંઘર્ષ જન્મશે. માટે જ પૂજ્ય પુરુષોની, વડીલોની જીવનનિર્માણ માટે સલાહ લેવી જોઈએ. જ્ઞાનનું અજીર્ણ
એક વાર કાલિદાસની સભામાં એક કાશીના પ્રખર વિદ્વાન, પ્રકાંડ પંડિત આવ્યા. એમનું કહેવું હતું કે, “પૂ૬.” મારી બરાબરી કરનાર સમર્થ એવો કોઈ નથી. એટલા માટે જ્યાં જતા ત્યાં ચાર વસ્તુ સાથે લઈ જતા : ૧. કોદાળી, ૨. ઘાસનો પૂળો, ૩. સીડી, ૪. લાંબી રસ્સી.
કાલિદાસ તથા અન્ય પંડિતોએ તેમનું સ્વાગત કર્યું. પરંતુ તેમની પાસેથી ચાર વસ્તુઓ જોઈને સૌ આશ્ચર્યમગ્ન થઈ ગયા. આ શું ? તમે આ ચાર વસ્તુઓ સાથે રાખો છો તેનું કારણ સમજાવો.
પંડિત બોલ્યા : “મારું નામ સાંભળીને મોટા મોટા પંડિતો ડરીને ભાગી જાય છે.”
તે પંડિતને જ્ઞાનનું પ્રદર્શન કરવું હતું. તેને તેમના જ્ઞાનનું અજીર્ણ થયું હતું. તેમણે કહ્યું કે : “કોઈ વિદ્વાન હારીને ડરથી વાદવિવાદ કર્યા વગર કૂવામાં છુપાઈ જાય તો આ રસ્સીથી હું તેને બહાર ખેંચી લઉં છું. કોઈ હારીને – ભયથી જે આકાશમાં ચાલ્યો જાય તો આ સીડીથી ઉપર ચડીને એને નીચે ઉતારું છું. જે કોઈ જમીનમાં ઘૂસી જાય તો કોદાળીથી જમીન ખોદીને તેને બહાર કાઢું છું, જો કોઈ હાર સ્વીકારે તો તે પશુને આ ઘાસ નાખું છું – જ્ઞાનનું તેને અજીર્ણ થઈ ગયું હતું – તે એકાન્તનો આગ્રહ લઈને ચાલતો હતો.
કાલિદાસને થયું કે આની સાથે વિવાદ કરવો વ્યર્થ છે. તેમણે બીજો ઉપાય શોધી કાઢ્યો. તેમણે કહ્યું : અમારે ત્યાં એક વિદ્વાન છે. તેની સાથે તમે શાસ્ત્રાર્થ
For Private And Personal Use Only