________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
પ્રવચન પરાગ અધૂરું જ્ઞાન
આજનું જ્ઞાન ઉધાર લીધેલું છે. આત્મારામની પેઢી ઉધાર લીધેલા જ્ઞાન ઉપર ચાલે છે. તે વૉટર-ટૅક-પાણીની ટૂંકી સમાન છે. ટાંકીને બોલો તો તે ખાલી થઈ જશે ને બંધ રાખશો તો દુગંધમય બની જશે. - આધુનિક જ્ઞાન ટાંકીના પાણી સમાન છે. કૉલેજમાંથી ઉધાર લીધેલું જ્ઞાન છે. તે બાહ્ય જ્ઞાન છે – એટલે એ ખાલીનું ખાલી જ રહેશે. અને જે ભરી રાખો અંદર તો તેમાં વિકાર ઉત્પન્ન કરે. પૂuડ૬ માનનારાઓમાં અહંકારની દુર્ગધ હોય છે.
કૂવો ખોદવા માટે ડીપ ડ્રિલિંગ કરવું પડે છે. અત્યંત પરિશ્રમ કર્યા પછી વિશ્રામ મળે છે. તેના પાણીથી રોજ તૃપ્તિ મળશે. આત્મારૂપી કૂવાની ગહરાઈમાં જે જ્ઞાન રહે છે તે અંતઃસ્બયનું જ્ઞાન છે. આનંદ અને અનુભવની લહેજત અર્પે છે.
સંસારના જ્ઞાનથી પોતાનો પરિચય નહીં મળે. કળિકાળ સર્વજ્ઞ મહાન આચાર્ય હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજના રાજદરબારમાં ગયા ત્યારે પંડિતોએ તેની મશ્કરી કરી, મજાક ઉડાવી હતી.
'आगतो हेम गोपालो दंडकम्बलमुद्वहन्' ॥ તરત આચાર્ય ભગવંતે તેનો ઉત્તર આપ્યો : 'षट् दर्शनस्य पशुश्चायामि जैन वाटके.'
અહીં તો હેમચંદ્રાચાર્ય નામના ગોપાળ(ભરવાડ) આવ્યા છે. તેના હાથમાં દંડ(લાકડી) છે, ખભા પર કંબલ છે, આવી વિચિત્ર વ્યક્તિ રાજરબારમાં શોભાયુક્ત નથી.
હેમચંદ્રાચાર્યમાં અગાધ બૌદ્ધિક પ્રતિભા હતી. અખંડ બ્રહ્મચર્યની તેજસ્વિતા હતી. તે સાધનસંપન્ન સિદ્ધપુરુષ હતા. તેને કોઈ ઠગી નહોતું શકતું. તેમણે ગર્જના કરી.
સર્વ દર્શનોનાં પશુઓને ચરાવનાર એવા હેમગોપાળ આવ્યા છે.
ઘરે તિ, પંડિત, સર્વનાં મોં બંધ થઈ ગયાં. શબ્દથી પરિચય નથી થતો. શબ્દપંડિત
શબ્દનો ભાર ઉઠાવનાર જૂર છે; પંડિત નહીં. અકબરના દરબારમાં એક વાક્યના અનેક અર્થ બતાવ્યા. જે કહે તે સિદ્ધ કરી બતાવ્યું. એવા એ સમર્થ, પ્રકાંડ, પ્રખર વિદ્વાન પંડિત હતા. તે વાક્યના દસ લાખ અર્થ – વ્યાકરણ, વ્યુત્પત્તિ, ભાષાની દૃષ્ટિએ બતાવી આપ્યા. આજે એ ગ્રંથ અસ્તિત્વમાં છે. તેનું નામ છે : “અનેકાત્તાર્થ રન મંજૂષા.”
આજે એ સિદ્ધ થઈ ગયું કે મહાવીરના શબ્દોના અનેક અર્થ હોઈ શકે છે. આજથી ચારસો વર્ષ પૂર્વેની આ વાત છે. સમયસુંદર સર્વજ્ઞ નહોતા. તેમનામાં
For Private And Personal Use Only