________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
પ્રવચન પરાગ આગ્રહ અને બુદ્ધિ
બુદ્ધિ ચિંતન કરી સમન્વય કરે તો શાંતિ પ્રાપ્ત થાય છે.
જે ભોજન ઉતાવળે થશે તો પાચન નહીં થાય ! “જ્ઞાનામૃતમ્ મોનનમ્ ચાવી ચાવીને, રસ બનાવીને, શાંતિપૂર્વક ગળે ઉતરવું જોઈએ.
આ શ્રોતાવર્ગ છે, તેમને માટે અલગ અલગ રીતે સમજાવું છું, પરંતુ પરમાત્માનાં તત્ત્વોને સમજાવવા માટે પુનરુક્તિ – રિપિટેશન જોઈએ. સમજાવવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. એક સમજી જાય તો સરળતાથી ગ્રાહ્ય બને છે. વૈદિક અને બૌદ્ધ આ બંનેના સંઘર્ષનો સમન્વય મહાવીરે કર્યો.
સાધનાથી સમન્વય – શકિતનું બળ પ્રાપ્ત થાય છે. અનેકાન્તવાદ
અનેકાન્તવાદમાં સંઘર્ષ નથી, અનેકાન્તવાદમાં સમન્વય મળશે. એક શબ્દને અનેક દૃષ્ટિએ જુઓ, દરેક વસ્તુને જુદી જુદી અપેક્ષાએ નિહાળો તો, કોઈ વ્યક્તિ અપૂર્ણ નહીં જણાય, દરેક સત્યનો સમન્વય થાય ત્યારે જ સમાધાન પ્રાપ્ત થાય. અનેકાન્તવાદમાં મૈત્રીગુણ વિકસિત થાય છે. જ્યાં મૈત્રી હશે ત્યાં પરમાત્મા વિદ્યમાન હશે. આ પૂર્ણ દૃષ્ટિ છે. તે દૃષ્ટિએ જોશો તો સંસાર ધર્મમય બનશે. મૈત્રીમાં સહુનાં વચનો સાપેક્ષ જણાશે.
મહાવીરે કહ્યું છે : “શબ્દ એક છે, તેના પરિચય અનેક છે.”
સમ્રાટ અકબર સાધુ-સંતોના સન્માન કરનારા હતા. ત્યાં મુનિ સમયસુંદર ગયા. તે હીરવિજયજીની પરંપરામાં થઈ ગયા. તેમણે પરમાત્માના શબ્દોનો પરિચય આપ્યો. એક શબ્દના અનેક અર્થ નીકળે છે, શબ્દનું રહસ્ય બતાવવું અશક્ય છે.
રાજદરબારમાં બેઠેલા પંડિતોમાં શંકા જન્મી કે આ સમયસુંદર જૈન સાધુ કહે છે તે યોગ્ય નથી. શબ્દનો અર્થ તો સીમિત હોય છે.
અકબર : શબ્દના અનેક અર્થ શક્ય છે? સમયસુંદર : શકય છે.
અકબર : વિશ્વાસ નથી બેસતો. તમે સાબિત કરી બતાવો. મહાવીરે જે કહ્યું છે તે સિદ્ધ કરી બતાવો.
મુનિવરે કહ્યું: “આપ બોલો હું સિદ્ધ કરી બતાવું છું.' પંડિત બોલ્યા જનાનો તે સી .”
રસાયણ પચાવવું શક્ય છે, પરંતુ જ્ઞાન પચાવવું મુશ્કેલ છે. જ્ઞાન પાચન ન થાય તો તે વિકૃત બની જાય.
For Private And Personal Use Only