________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
પ્રવચન પરાગ તેનું સમાધાન મહાવીરે કર્યું.
સર્વમ્ વિમ્ , કોઈ શાશ્વત નથી.
જો વૈચારિક સંઘર્ષ કલેશનો નિમિત્ત બને તો ઘર્મનો નાશ થાય છે. ભાવિ ભયાનક, ભયંકર એટલે મહાવીરે ચિંતન આપ્યું. બંને સાચા છે. તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે : નિત્યમ્ વા નિત્યુ વા, વિસંવાદનો નહીં પરંતુ સંવાદનો પરિચય થાય છે.
ઉત્પાદ્, વ્યય, ધ્રોવ્યા : આ ત્રણ શબ્દોમાં બંનેની માન્યતાઓનું સમાધાન કર્યું છે. ઉત્પતિ, સ્થિરતા, અને નાશ ! જાતિનું પરમ સત્ત્વ, પરમ સત્ય, પરમ તત્ત્વ આ ત્રણે શબ્દો સમાયા છે.
મહાવીરના શબ્દોમાં અનેકાન્તવાદ છે. મહાવીરે કહ્યું : “પ્રત્યેક ચીજ ઉત્પન્ન થાય છે, અને પ્રત્યેક ચીજ નાશ પામે છે. અને તે પોતાના મૂળ પદાર્થમાં કાયમ તે સ્વરૂપે રહે છે. ઉદાહરણાર્થે સોનાની અંગૂઠી. અંગૂઠી તોડીને હાર બનાવ્યો, હાર તોડીને કંગન બનાવ્યું, તેમાં તેનો આકાર નાશ પામે છે. એકનો નાશ થયો, બીજાની ઉત્પત્તિ થઈ પરંતુ સોનાનું અસ્તિત્વ હેમખેમ રહ્યું. તે રીતે જ જગતમાં પ્રત્યેક ચીજ જન્મતી હોય છે, પર્યાય બદલવા રૂપે બને છે.
એક તરફ નાશ પામે છે તો બીજી તરફ ઉત્પત્તિ. પરંતુ મૅટર યાને પદાર્થ ચિરંજીવી કહે છે. તેનું રૂપ બદલાઈ ગયું.
પર્યાય અનિત્ય છે, ક્ષણિક છે, નાશવાન છે. પદાર્થ નિત્ય છે, શાશ્વત છે. વૈદાન્તિક માન્યતા – “સર્વમ્ નિત્યમ્ સત્ય છે. પરમાણુ નિત્ય છે, શાશ્વત છે. જ્યાં પરમાણુનું નિર્માણ થયું ત્યાં વિસર્જનની ભૂમિકા તૈયાર થાય છે.
એક જ વ્યક્તિ સારી અને ખરાબ બને હોઈ શકે છે. એક જ શબ્દ પર્યાયની અપેક્ષા જુદી જુદી વસ્તુઓનો વાચક બને છે. તેને આપણે સમજવો જોઈએ. ક્રોધી દેખાતો માનવ પણ ક્રોધ મટે ત્યારે શાન્ત હોય છે. માટે એમ આગ્રહ ન કરાય કે “તે તો ક્રોધી જ'. તે આપણો એકાન્તવાદ છે.
અનેકાન્ત એટલે દરેકને સમજવાં અને સહુનું હિત કરવું.
સહુનું હિત ઇચ્છનારનો વિનાશ કોઈ કરી શકતું નથી, પણ સામૂહિક હિતની ભાવના વિશ્વના વડાઓમાં પ્રથમ સાચા અર્થમાં પ્રગટવી જોઈએ. . જન્મ લેવો મૃત્યુનો આરંભ છે, પ્રવેશ છે. મૃત્યુ તે પૂર્ણતા છે. નિર્માણ હોય તો વિસર્જન થશે, પરંતુ પરમાણુ નિત્ય રહેશે. આ રીતે બૌદ્ધ અને વેદાન્તિઓના વૈચારિક સંઘર્ષનો સમન્વય કર્યો. આ છે અનેકાન્તવાદ. ત્યાં કોઈ વસ્તુનો આગ્રહ નથી. જ્યાં આગ્રહ છે ત્યાં સંઘર્ષ છે.
For Private And Personal Use Only