________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
પ્રવચન પરાગ લોકોને આશ્ચર્ય થયું. જાણે કે મ્યુઝિયમનું કોઈ પ્રાણી હોય તેમ કુતૂહલથી લોકો તેમને જોવા માંડ્યા, કારણ કે આવાં વસ્ત્રો પહેરેલી વ્યક્તિ તેમણે જીવનમાં પ્રથમ વાર જોઈ. જીવનમાં તેમણે પ્રથમ વાર ભારતીય સંન્યાસી જોયા.
તમારી દૃષ્ટિને બહારનું જ લેવાની આદત પડી ગઈ છે. ચામડાની આંખો બાહ્ય જુએ છે. બહારનું પેકિંગ બહુ સારી રીતે જુએ છે. આદત પડી ગઈ. આ કારણે જ અંતરાત્માને ન જોયો. પરમ તત્ત્વનો આનંદ – આસ્વાદ ન મળ્યો, પરમ તત્ત્વની પ્રાપ્તિનો પણ પ્રયાસ ન થયો.
જગત કહે છે કે તું દીર્ઘ તપસ્વી છે, પરંતુ હું તેને માનવા માટે તૈયાર નથી ' હરિભદ્ર ભટ્ટ પરમાત્માની મૂર્તિ જોઈને બોલ્યા, “તું તો માલ-મલિદા ખાનાર છે. ખાઈ-પીને હૃષ્ટપુષ્ટ બનેલી આ મૂર્તિ છે – શું તારામાં વિતરાગતા હતી? તે માનવા હું તૈયાર નથી.”
મારી આજે મજબૂરી હતી કે મારે જિનમંદિરમાં આવવું પડ્યું, અહીં આશ્રય લેવો પડ્યો ! તેમનામાં એકાન્ત દૃષ્ટિ હતી. એકાન્તવાદ અને સામે
એકાન્તવાદમાં કેવળ ઘર્ષણ હોય છે, તેમાં કલેશ, અસત્ય, હિંસા વગેરેનો જન્મ થાય છે. ત્યાં દૃષ્ટિ શુદ્ધ અને પૂર્ણ નહીં હોય ! પરંતુ જ્યાં એકાન્તને છોડી અનેકાન્તવાદને સમજવાની શક્તિ આવે તો સંઘર્ષનો નાશ થાય છે. તે દૃષ્ટિ શુદ્ધ, પૂર્ણ લક્ષ્ય સુધી પહોંચાડી શકે. તેનાથી થતા પ્રયત્ન સફળ બને છે. બંને લેન્સ હોય તો દૃષ્ટિ સમદૃષ્ટિ બને છે, માયનસ લેન્સ અને પ્લસ લેન્સની મદદથી જીવનમાં દુર્ઘટના નથી બનતી. અનેકાન્તવાદ બન્ને લેન્સનું કામ કરે છે. સમસ્વર પ્રગટ કરે છે. જીવનવ્યવહારમાં હરિભદ્ર બ્રાહ્મણમાં તે વખતે અનેકાન્ત દૃષ્ટિનો અભાવ હતો.
આજે વિશ્વની મહાસત્તાઓની અથડામણો વિશ્વયુદ્ધને બોલાવી રહી છે, દુનિયાનો વિનાશ કરવાનો પેંતરો રચી રહી છે. એકાન્ત દૃષ્ટિ અને એમાં પોતાનું જ હિત જોવું. એ જ કારણ છે.
આજે અમેરિકા અને રશિયાના વડાઓ પોતાનો સ્વાર્થ તજી સર્વની શાન્તિ માટે પોતાની શક્તિઓનો સર્જનાત્મક ઉપોયગ કરે તે સહુ ઇચ્છે છે.
આ વસ્તુ અનેકાન્ત દૃષ્ટિ કેળવ્યા વિના શક્ય બનવાની નથી. પરિણામે બને મહાસત્તાઓ પોતાની પાયમાલી ખૂબ જ ટૂંકા સમયગાળામાં કરશે. પછી સાન ઠેકાણે આવશે પણ ત્યારના વિનાશનું દશય ભયાવહ હશે. કરોડો નિર્દોષ નાગરિકો, પશુઓ રિબાઈ રિબાઈને માર્યા ગયાં હશે. મહાવીરનો અનેકાન્તવાદ
મહાવીરે આ સંઘર્ષનો નાશ કર્યો. વૈચારિક સંઘર્ષ જે ખૂબ જ વધી ગયો હતો
For Private And Personal Use Only