________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૦૭
પ્રતિજ્ઞા
તેમની એક પ્રતિજ્ઞા હતી : જે વિષય હું સમજી ન શકું, જેને માટે મારી બુદ્ધિ મારો સાથ ન દે, તો તે સમજાવનારનો હું શિષ્ય બની જાઉં !'
અહંકારના વિશાળ મહેલમાં રહેવાથી, અંધકારમાં રહેવાથી તેમને આત્માની પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત ન થયું. સ્વરક્ષણાર્થી
એક સમયે તે પાલખીમાં જઈ રહ્યા હતા. રસ્તામાં સામેથી એક પાગલ હાથી આવી રહ્યો હતો. લોકો આમતેમ દોડવા લાગ્યા. આખોય માર્ગ સૂમસામ બની ગયો. પાલખીના કહાર પાલખી છોડીને જાન બચાવવા ભાગી ગયા. તેમણે જતાં જતાં હરિભદ્ર ભટ્ટને કહ્યું કે જીવ બચાવવા થોડો સમય કયાંય પણ આશ્રય ગ્રહણ કરી લો. હરિભદ્ર ભટ્ટ પાલખીમાંથી બહાર નીકળ્યા. આશ્રયસ્થાન તો જોઈએ જ, કેમ કે સામે સંકટ હતું, ઉપદ્રવ હતો. વિચાર કરવાનો યોગ્ય સમય પણ ન હોતો. પાગલ હાથી સામે આવી પહોંચ્યો. ત્યાં નજદિક જિનમંદિર હતું. ત્યાં સામે મૂર્તિ જોઈ અને હરિભદ્રે કહ્યું – વપુરેવ ... તવાચષ્ટ, સ્પષ્ટ મિષ્ટાન્નભોજનમ્ નહિ કોટરસંઘેડગ્ની તર્ભવતિ શાલઃ | મહાવીર પર વ્યંગ
જગત કહે છે, મહાવીર દીર્ઘ તપસ્વી હતા, તેમણે શરીરને સુકાવી દીધું, પરંતુ તપસ્વી માનવા તૈયાર નથી. તેમને વિતરાગ દશાની મુદ્રાનો પરિચય નહોતો, એટલે તે વિતરાગ દશાની મૂર્તિ જોઈને બોલ્યા : તે વિદ્વાન પંડિત ભૂલી ગયા કે લાંબી તપસ્યા કરવાથી પણ તપમાં આત્માનંદ પ્રાપ્ત થાય છે, જેનાથી શારીરિક, માનસિક ક્ષીણતા નથી આવતી. તપસ્યાથી આંતરિક પ્રચંડ શક્તિ પ્રાપ્ત થાય છે; બહારની નહીં. બહારની પુષ્ટિ ન જુઓ, અંદરની જુઓ – અનુભવ કરો.
સૂર્યની સખત ગરમીમાં પણ વૃક્ષ લીલુંછમ દેખાય છે. તે જમીનની ઊંડાઈમાંથી પાણી પ્રાપ્ત કરે છે જેનાથી તે લીલુંછમ રહે છે. આંતરિક શક્તિ
સાધુસંત અંતરાત્માની શક્તિ પ્રાપ્ત કરે છે. જેનાથી તેનામાં ઉદાસીનતા, નીરસતા, દીનતા નથી હોતી. તેમનામાં પ્રસન્નતા રહે છે. પરંતુ સંસારી બહારથી શક્તિ પ્રાપ્ત કરે છે. ત્યાં ક્ષણભંગુરતા, નશ્વરતા હોય છે. ઉદાસીનતા હોય છે અને કોક જ વાર કદી કદી પ્રસન્નતા હોય છે. આંતરિક શક્તિનું જ્ઞાન નહીં હોય. અમેરિકામાં વિવેકાનંદ
વિવેકાનંદ અમેરિકા ગયા. ત્યાં તેમને ગેરવા રંગના કપડાં પહેરેલા જોઈને
For Private And Personal Use Only