________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
પ્રવચન પરાગ પરમાત્માની વાણી જાગ્રત અવસ્થામાં, સાચા અર્થમાં, સમજે તો તે આપને માટે સાર્થક બનશે. શ્રવણ-શ્રદ્ધા
શ્રવણ શ્રદ્ધાપૂર્વક, જાગ્રત અવસ્થામાં કરવું જોઈએ.આત્મા અઢાર દોષોથી રહિત કેમ બને? તે કરૂણાભાવથી અહીં બતાવ્યું છે.
ગુણ અને ગુણી ભિન્ન નથી રહેતા. ગુણ પ્રાપ્ત કરવાથી આપણેય ગુણી અરિહંત બની શકીએ. સાધુનો પરિચય જીવન વ્યવહારને શુદ્ધ કરવા માટે જ છે. સંસારના જંગલમાં યોગ્ય માર્ગ ચીંધનાર છે સાધુ ભગવન્તો.
કાજળની કોટડીમાં રહેવા છતાં પણ દાગ ન લાગે એવો ઉપાય જાણવા મળશે. હરિભદ્રસૂરિના જીવન-પ્રસંગો સાંભળ્યા પછી એના ગુણો ગ્રહણ કરવા જેવા લાગશે, જીવનમાં ઉતારવા જેવા લાગશે, તો તેનાથી તમારું જીવન વક્રી મટી માર્ગી બનશે.
૮ પ્રશસ્ત-ભાવના આચાર્ય હરિભદ્રસૂરિની પ્રશસ્ત-ભાવના હતી કે મારી સાધનાથી સહુ મૈત્રીની સુગંધ પ્રાપ્ત કરે. “સ્વ”ની સાધના “સર્વ'માં વ્યાપક બને, તેઓની સાધના “સર્વ સુધી પહોંચાડવાનો સફળ પ્રયત્ન ન હોય તો તે સાધના અધૂરી બનશે.
હરિભદ્રસૂરિ મહાત્માની તે સમયે કેવી ભાવના હતી ? તેમની કેવી ઉચ્ચ મનોદશા હશે? તે જાણી લો. સમજી લો. ત્યારે તેના પ્રત્યે શ્રદ્ધા જાગ્રત થશે, રુચિ જન્મશે અને ગ્રંથ શ્રવણ કરવાની ભાવના ઉત્પન્ન થશે.
નિર્માતાના પૂર્વ પરિચયમાં અહંકારની ભાવના હતી. પરંતુ તે અહંકારની ભાવના પ્રકૃતિ માટે વરદાનરૂપ બની.
અહંકારોપિ બોધાય ! તેના અહંકારે સત્યની ખોજ કરી અને તે સાધનાનો વિષય બન્યો. હરિભદ્ર ભટ્ટ પ્રકાંડ પંડિત અગ્નિહોત્ર બ્રાહ્મણ. કાશીમાં વર્ષો સુધી અખંડ જ્ઞાનસાધના અને ઉપાસના કરી. તે કાળે મેવાડમાં સિસોદિયા વંશ હતો, તેના તે રાજપુરોહિત હતા. વિશિષ્ટ વ્યક્તિ હતા, તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન હતું, વિશિષ્ટ પદ હતું, વિશિષ્ટ માન-સન્માન હતાં અને એમાંથી જ અહંકાર જન્મ્યો. ભારતના મહાપંડિતનું મેવાડની રાજધાની ચિતોડમાં અદ્દભૂત સ્વાગત થયું. સૂર્યવંશી રાજ્યમાં મહાન પ્રથમપદ મળ્યું. તેમનું સન્માન પણ અદ્ભૂત રહ્યું. જ્ઞાનના જ્ઞાતા, સમર્થ પ્રકાંડ વિવાદકાર પ્રત્યેક જગ્યાએ વિજેતા, પ્રત્યેક પદાર્થના જાણકાર હતા. એવા તે અતિમહાન વિદ્વાન પંડિત હતા.
એક સગુણ પણ ઉત્થાનનું કારણ બને છે. ગુણ પણ જીવનમાં આશીર્વાદ બને છે.
For Private And Personal Use Only