________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રવચન પરાગ
૧૦૫
આવા ધર્મબિન્દુ ગ્રંથના નિર્માતા હરિભદ્રસૂરિ પોતે કેવા હતા એ જાણ્યા પછી તેમના પ્રતિ સદ્ભાવ જાગ્રત થાય તે સહજ છે. તેમના પ્રત્યે સદ્ભાવના ઉત્પન્ન થવી જરૂરી છે તે થશે. સદ્ભાવના પછી તેમનો સ્વીકાર થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રવણ-મનતા
જે તમે અહીંયા સાંભળો છો, તે મનને એકાગ્ર કરીને સાંભળો તો જ તે શ્રવણ સાધના બનશે, જીવનવીણાના તારો ઝણઝણી ઊઠશે. સમ સંગીતના સ્વરોથી શ્રવણ કરવું એ પણ એક કલા છે.
—
રાજસ્થાનના એક શ્રોતા હતા. તે વ્યાખ્યાન સાંભળવા આવ્યા. સાથે પાંચ કાર્ય કરે. એક પ્રથમ શાસ્ત્રશ્રવણ, બીજું સામાયિક, ત્રીજું માળા ગણવાનું. નૉનસ્ટોપ ગતિ હોય અને ચોથું કૉન્ફરન્સ અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત. અને અંતિમ પાંચમી સમાધિ. ઘરનો બાકી રહેલો નિંદરનો કોટો પણ પૂર્ણ કરવાનો. એક જ સમયમાં પાંચ વાતોમાં વિભક્ત ન બનો. પૂરા જાગ્રત અવસ્થામાં રહો, નહીં તો પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત નહીં થાય.
શ્રવણ-વિકૃતિ
એક ગંગા ડોશી હતી. નિયમથી વ્યાખ્યાનમાં આવતી હતી. ઘરનો કોટો ઉપાશ્રયમાં પૂર્ણ કરતી. સમાધિ લગાવતી.
ભગવાન મહાવીરના પ્રિય શિષ્ય ગૌતમ હતા. વ્યાખ્યાનમાં પ્રસંગ આવતો ત્યારે – ‘હે ગોયમા' ભગવાન બોલતા, પ્રવચન સમયે ગુરુ (પ્રવચનકાર) બોલતા - ‘હે ગોયમા. ત્યારે ગંગાડોશી જાગ્રત બનતાં. વારે વારે આ શબ્દો સાંભળવા મળતા. ડોશી ‘ગોયમા’ને ન સમજી શકી. તે ઘેર ગઈ. પોતાના પુત્રને કહેવા લાગી – ‘અરે ! તું વૈદ્ય છે, ત્યાં મહારાજ સાહેબના પેટમાં દર્દ છે. તે વારે વારે ઓયમા ! ઓયમા ! કહે છે. તારામાં અક્કલ છે કે નહીં ? તેની સારસંભાળ પણ નથી લેતો ?’
પુત્રએ પૂછ્યું : ‘મહારાજ સાહેબને તકલીફ શું છે ?'
ડોશી : ‘તકલીફ ! અરે બહુ જ છે. વ્યાખ્યાન સમયે જોરથી ચિલ્લાય છે ઓયમા ! ઓયમા !'
પુત્ર મહારાજ પાસે ગયો. મહારાજ તો પૂરા સ્વસ્થ હતા. તેમણે પૂછ્યું : ‘મહારાજ સાહેબ ! આપને કાંઈ દર્દ છે ?’
મહારાજ : ના, ‘કોઈ દર્દ નથી.’
મારી માતા કહે છે કે આપ વ્યાખ્યાનમાં વારે વારે ઓયમા, ઓયમા બોલો છો. મહારાજે કહ્યું, ‘મને કોઈ વ્યાધિ નથી. તારી માતા સમજી શકી નથી. તે સમાધિમાં સાંભળે છે. તેને ગોયમા (ગૌતમ)ને બદલે ઓયમા સંભળાતું હશે !'
For Private And Personal Use Only