________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
પ્રવચન પરાગ સાંભળીને આશ્ચર્ય થયું – પાંચ મિનિટમાં જ વિવાદ સમાપ્ત.
વિદ્વાનો માટે વિશેષ સમયની જરૂર નથી.' એવું આગંતુક વિદ્વાને કહ્યું ને પોતાનો ભેદ ખોલ્યો – પંડિત ઈમાનદાર હતા. તેમણે જે અનુભવ કર્યો તે બતાવતાં તેમણે કહ્યું : “મેં એક આંગળી ઊંચી કરીને બતાવ્યું – “ બ્રહ, દ્વિતીય નાસ્તિ. એટલે કે જગતમાં બ્રહ્મ એક છે, બીજું નથી. એવું મેં એકાન્તવાદની દૃષ્ટિએ કહ્યું પણ – “જગતમાં એક બ્રહ્મ નથી, તેની સાથે બે ચીજો છે – જડ અને ચેતન. જગત અને જગતુપતિ, આત્મા અને પરમાત્મા. એક છે ચેતન બ્રહ્મ સ્વરૂપ. નિરંજન નિરાકાર છે.” ત્યારે મેં બીજો પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને પાંચેય આંગળીઓ દેખાડીને પંચ મહાભૂત દેખાડ્યું પરંતુ આપના વિદ્વાન પંડિતજીએ તેનું ખંડન કરીને પ્રત્યુત્તર દીધો – “પંચમહાભૂતમય જગત છે પરંતુ તેનો માલિક આત્મા છે.' એવું કહીને તેમણે મુઠ્ઠી બતાવી. પંચભૂતથી આત્મા અલિપ્ત છે જેમ તલમાં તેલ, દૂધમાં ઘી. જે રીતે દૂધમાં ઘી નજરે નથી પડતું પરંતુ મંથન પછી નવનીત અલગ પડે છે; અલિપ્ત બને છે અને તેમાંથી ઘી બને છે, આ રીતે આપના પંડિત સામે બોલવા માટે મારી પાસે બીજો કોઈ પ્રશ્ન નહોતો. કેમ કે તેમણે અનેકાન્તવાદથી સિદ્ધ કર્યું. એટલા માટે હું હાર કબૂલ કરું છું. જેવા સાથે તેવા
રાજા ખુશ થયા. ઘાંચી પંડિતને અંદર લઈ ગયા. તેને પૂછ્યું : “તેં શું સમજીને બે આંગળીઓ અને એક મુઠ્ઠી બતાવી?” તે અકડીને બોલ્યો : “કેવો બુદ્ધ પંડિત છે? મારી એક આંખ ફૂટેલી જોઈને બોલે છે, હું તારી બીજી આંખ ફોડી નાખીશ. હું બોલ્યો : “ખબરદાર ! તું મારી એક ફોડીશ, તો હું તારી બંને ફોડી નાખીશ. ત્યારે તે બુદ્ધ પંડિતે પંજો બતાવીને કહ્યું, “હું એક થપ્પડ લગાવી દઈશ. ત્યારે મેં કહ્યું કે જો તું થપ્પડ મારીશ તો જોયો છે, મારો મુક્કો ? એક લાગતાં જ બત્રીસી પડી જશે. ને એણે તરત હાર કબૂલ કરી લીધી.”
જેની પાસે જે હોય તે જ તે આપી શકે. મહાવીરના શબ્દોમાં એકાન્તવાદ નજરે નહીં પડે. ત્યાં અનેકાન્ત દૃષ્ટિ મળશે. નિર્દોષ, નિર્વિકારી, અઢારે દોષોથી મુક્ત, પાંત્રીસ ગુણોથી યુક્ત. તેમનાં વચનોનું પાન કરવાથી ગુણો નિર્માણ થશે.
હરિભદ્ર ભટ્ટ વિતરાગની મૂર્તિ જોઈને બોલ્યા :
લોકો તો તમને તપસ્વી કહે છે પરંતુ તમારું શરીર જોઈને તો એવું લાગે છે, કે તું માલ-મલિદા ઉડાવે છે. તું સૌમ્ય મૂર્તિ પણ ક્યાં છે ? તું બિલકુલ મિથ્યા છે. આવો અવિનય કરનારા તે હતા. પરંતુ તેમનામાં એક સદ્ગણ હતો.
એક દીપક પ્રગટે છે તો તે હજારો દીપક પ્રગટાવી શકે છે. આત્મામાં એક ગુણ હોય તો ત્યાં હજારો ગુણ જન્મ લઈ શકે છે. પ્રકાશથી પ્રકાશ મળે છે.
For Private And Personal Use Only