________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રવચન પરાગ
સરળતા
www.kobatirth.org
સ્વાધ્યાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિભદ્ર ભટ્ટ સંધ્યા સમયે જઈ રહ્યા હતા. તે સમયે સાધ્વીજી સ્વાધ્યાય કરી રહ્યાં હતાં. તેમાં વાસુદેવ ચક્રવર્તીનું નામ આવતું હતું. એટલે ‘ચક્કી’ શબ્દ વારે વારે આવતો હતો.એનો અર્થ ન સમજવાથી હરિભદ્ર ભટ્ટ બોલ્યા : વી ચિાયતે ?’
૧૧૫
સાધ્વી સમુદાયની પ્રમુખ આચાર્યા ‘યાકિની મહત્તરા’જી હતાં. સર્વ સ્વાધ્યાયમાં મગ્ન હતાં.
સ્વ+અધ્યાય=સ્વ અધ્યાય, સ્વયંનું ચિંતન, સ્વયંની વિશેષ જાણકારી તે
હરિભદ્ર ભટ્ટ વિદ્વાન હોવા છતાં પણ પ્રાકૃત જાણતા નહોતા. જેનાથી સ્વાધ્યાનો અર્થ તે સમજી ન શક્યા. એટલે તેમણે તે સાધ્વીજીની મશ્કરી કરી. એ ચકવી ! શું ચક ચક કરી રહી છે ?' એવું તેમણે અંદર જઈને સાધ્વીજીને પૂછ્યું.
ત્યારે તે સાધ્વીજી બોલી : ‘આપ અંદર જાઓ અને અમારા ગુરૂદેવને પૂછો. વિદ્વાનોમાં શિષ્ટાચાર કેટલો ? વિનય કેટલો ?’
હરિભદ્ર ભટ્ટે ત્યાં જઈને પૂછ્યું : ‘આ જે પાઠ છે, તેનું રહસ્ય હું નથી સમજ્યો.' અને મારી પ્રતિજ્ઞા છે કે, ‘જે વાત હું ન સમજું તે સમજાવનારને મારો ગુરૂ બનાવું છું. હું મારા આત્માની પવિત્રતા નષ્ટ કરવા નથી ઇચ્છતો – ‘તમે મને સમજાવો.
એક ગુણ વિદ્યમાન હોય તો અનેક ગુણ આવે છે. તે સાધ્વીજીએ જવાબ દીધો : ‘તમે અમારા ગુરુ પાસે જાઓ ત્યાં તમને અર્થ-રહસ્ય સમજવા મળશે. સાધ્વીજીવનની થોડી થોડી મર્યાદાઓ છે, એટલા માટે તે હું નહીં સમજાવું.’
પરિવર્તન
હરિભદ્ર ભટ્ટ જિજ્ઞાસા લઈ તેના ગુરુ પાસે ગયા. તે બહુ પ્રતિભાસંપન્ન હતા. એમનામાં કુશાગ્ર બુદ્ધિમત્તા હતી. તેમણે અનેકાન્તવાદ સમજાવ્યો. જેનાથી અંધકાર ચાલ્યો ગયો અને પ્રકાશ મળી ગયો. હરિભદ્રે ભાવપૂર્વક સંયમનો સ્વીકાર કર્યો. ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તેમણે જૈન દીક્ષા ગ્રહણ કરી.
વિરલ, બેજોડ મહાન એવું રાજપુરોહિતપદ તથા પરિવારનો ત્યાગ કરી તે જૈન સાધુ બન્યા. ત્યાર પછી પરમાત્માની મૂર્તિ પાસે ગયા. તે સમયે આંસુ વહાવતાં પરમાત્માની સ્તુતિ કરી અને કરેલી મશ્કરી અને પ્રશ્નોનું પ્રાયશ્ચિત્ત કર્યું અને કહ્યું :
For Private And Personal Use Only
‘હે ભગવાન, આ તમારી મૂર્તિ વિતરાગ ભાવ ઉત્પન્ન કરે છે. એક વખત મેં તમારી અવજ્ઞા કરી હતી. તેનો મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે.' તે બોલ્યા : 'હે વિતરાગ ! પ્રશમ રસથી ભરપૂર, પરમ શાંત રસથી છલકાતાં નિર્વિકારી નેત્ર, હાથમાં શસ્ત્ર નહીં, શસ્ત્રરહિત, કંચનરહિત, કામિની રહિત.’